Monday, 1 August 2016

[amdavadis4ever] સમાન હક્ક લીધા પછી સમાન અન્યા યોમાં પણ ભાગ પ ડાવવાના છો તમે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સામાજિક સમાનતા એટલે શું? સ્ત્રીઓ, દલિતો, ગરીબીની રેખા નીચે જીવનારાઓ, લઘુમતી કોમોના સભ્યો, વનબંધુઓ, ગ્રામીણજનો, વિદ્યાર્થીઓ-પ્રેક્ટિકલી સમાજના દરેક સ્તરની માગણી હોય છે કે અમને સમાન હક્ક આપો. આ માગણી બિલકુલ ખોટી નથી. આ પૃથ્વી પર જીવતી દરેકે દરેક વ્યક્તિને એકસરખા હક્ક મળવા જ જોઈએ. સવાલ એ છે કે શું હક્કની જેમ સૌને પોતપોતાના ભાગે આવતાં દુ:ખદર્દો પણ ન મળવાં જોઈએ?

આ દુનિયા અત્યંત કમીની છે, દુનિયાના વ્યવહારો અનફેર છે - કુદરત વારંવાર અન્યાયોનો વરસાદ વરસાવતી હોય છે. પંજાબમાં ભરપૂર પાક થાય તો સામી બાજુએ કચ્છની બંજર ભૂમિ પર દુકાળમાં અધિકમાસની જેમ ભૂકંપની આફત તૂટી પડે. દુનિયાના નિયમો પણ કુદરત જેવા જ છે - ભારોભાર ગેરવાજબી. તમે ખૂબ કામ કરો પણ જશ કોઈક ત્રીજો જ માણસ લઈ જાય. તમારો સ્વભાવ અત્યંત ભલો હોય અને સૌથી વધારે માર તમને જ પડે.

કોઈ જ્યારે સમાન હક્કની માગણી કરે છે ત્યારે એને પૂછવું પડે કે ભઈલા, સમાન હક્ક તને આપી દીધા, હવે તારા ભાગે આવતા દુનિયાના આ અન્યાયો પણ ભોગવવાની તારી તૈયારી ખરી?

પેલો ના પાડશે. એને માત્ર હક્ક જોઈએ છે - સમાન. એની સાથે આવતી આ અનફેરનેસનો હિસ્સો નથી જોઈતો. દુનિયાના વહેવારો જે અન્યાયો કરે છે કે કુદરત જ્યારે રૂઠે છે ત્યારે કોણ બ્રાહ્મણ છે ને કોણ દલિત તે નથી જોતી. સ્ત્રી-પુરુષ વચ્ચે પણ ભેદ નથી રાખતી. ગરીબ વિધવાનો જુવાનજોધ દીકરો ગુજરી જાય તેમ શ્રીમંત પિતાનો તમામ કારોબાર સંભાળી લેનારો યુવાન દીકરો પણ ગુજરી જતો હોય છે. વિધવા માની જેમ શ્રીમંત પિતા પર પણ આભ તૂટી પડતું હોય છે. બેઉને પોતપોતાની લાચારીઓ હોય છે. સમાન હક્ક, સમાન તકની માગણી કરનારાઓ આ એક સૌથી મહત્ત્વની વાત ભૂલી જાય 

છે કે અનફેર દુનિયાનાં નેવું ટકા અન્યાયો કોઈ દલિત છે, સ્ત્રી છે, લઘુમતી છે એટલે નથી થતા - પોતે માણસ છે, દુનિયાના સામાજિક વાતાવરણમાં જીવે છે અને બીજી વ્યક્તિ સાથેની દોડમાં એ આગળ ધસી જવા માગે છે એટલે થાય છે.

સાસુ દ્વારા વહુને અન્યાય થયો એવું આપણે પરાપૂર્વથી સાંભળતાં આવ્યા છીએ. હકીકતે એ બે સ્ત્રીઓ વચ્ચેનો પાવર પ્લે છે. એક જ કુટુંબમાં એક- સાથે રહેતી, એક રસોડે જમતી બે સગી બહેનો કે બે જીગરજાન બહેનપણીઓ વચ્ચે પણ સાસુ-વહુ જેટલા જ વરવા ઝઘડા થઈ શકે છે. કે પછી પિતા-પુત્ર વચ્ચેના વિસંવાદો. જનરેશન ગેપ તરીકે આપણે એને ઓળખીએ છીએ - બે પેઢી વચ્ચેનું અંતર. હકીકત એ છે કે ઉંમરનું એટલું જ અંતર ધરાવતા કેટલાય વડીલોને પોતાના યુવાન મિત્રો સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધ હોય છે. પિતાપુત્ર એક છત નીચે રહેતા હોવાથી કોણ વધુ શક્તિશાળી, ઘરમાં કોનું ઊપજેની જીદને - કારણે ઝઘડી પડતાં હોય છે. બે દિલોજાન મિત્રો એક ઘરમાં રહીને એક રસોડે જમતાં થઈ જાય તો તેઓ પણ ભાઈ-ભાઈ જેટલું જ ઝઘડતાં થઈ જવાના.

અન્યાય થવાનો જ અથવા અન્યાય થઈ રહ્યો છે એવી લાગણી સતત રહેવાની. એ અન્યાયનો મજબૂરીથી સામનો કરવાને બદલે કે સમાધાનનો કોઈ વચગાળાનો માર્ગ કાઢવાને બદલે હું મારી પરિસ્થિતિનો, મારા સંજોગોનો વાંક કાઢીને માથે હાથ દઈને બેસી રહું અથવા 'જલા દો, જલા દો એ દુનિયા'ના નારા લગાવીને આક્રોશ ઠાલવતો રહું તો ક્યાંથી કોઈ મારું કલ્યાણ કરી શકવાનું છે?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment