Monday, 1 August 2016

[amdavadis4ever] ગુરુની આગળ ‘ સદ્’ લખવાની કોઈ જરૂર નથી જ, પરંતુ સમા જમાં અસદ્ગુર ુ આવી ચડ્યા હ તા માનસ મંથન - મોરારિબાપુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુ મહત્ત્વની વ્યક્તિ હોય છે એને આપણે કેન્દ્રમાં બેસાડીએ છીએ. જે ચિફ છે, પરમ આદરણીય છે એને આપણે વચ્ચે રાખીએ છીએ. ઉપર ચાર વંદના, આ બાજુ ચાર વંદના અને વચ્ચે ગુરુવંદના. તુલસીનો એ સંકેત છે. ગુરુ કેન્દ્રમાં હોય છે. ચાહે સરસ્વતીને સમજવી હોય, ગણેશને સમજવા હોય, શિવને સમજવા હોય કે પાર્વતીને સમજવા હોય. આ બાજુ સીતા-રામજી અને પેલી બાજુ વાલ્મીકિ. પરંતુ ગુરુને કેન્દ્રમાં રાખી દીધાં એ બહુ સારું લાગે છે. તુલસીને શ્ર્લોકને લોક સુધી પહોંચાડવો હતો. અને તુલસીએ એ અદ્ભુત કાર્ય કર્યું.

ર્રૂૈડઈર્રૈ ઉંૂ્ય ક્ષડ ર્ઇંૈઘ ઇંૈક્ષળ લિઢૂ ણફ્યક્ષ વફિ 

પવળપળજ્ઞવ ટપ ર્ક્ષૂૈઘ ઘળલૂ રૂખણ ફરુરૂ ઇંફ રુણઇંફ ॥

ગુરુવંદના છે. ગુરુની વાત આવી તો તુલસીનું માથું નમી ગયું. કેન્દ્રની વાત આવી તો માથું નમી ગયું. અને તુલસી અહીં સ્પષ્ટ લખે છે કે આપણામાં સૌથી ખતરનાક ચીજ હોય તો એ છે મોહ. તુલસી 'માનસ'ની ગુરુવંદનાના આરંભમાં કહે છે,કોઈ બુદ્ધપુરુષના વચનથી એ મોહ જશે.

'માનસ' કેટલા મારગ ખોલી આપે છે! તુલસી બિલકુલ સ્પષ્ટ વાત કરે છે, મારો મોહ જશે 'ઘળલૂ રૂખણ ફરુરૂ ઇંફ રુણઇંફ' મારા ગુરુના વચનથી મારો મોહ જશે. ગુરુના વચનથી મોહ જશે. હા, ગુરુ, ગુરુ હોવા જોઈએ,બસ. જો હું અને તમે કોઈ બુદ્ધપુરુષના આશ્રિત હોઈએ તો એટલું તો જરૂરી છે કે બુદ્ધપુરુષ, બુદ્ધપુરુષ હોવા જોઈએ. ગુરુની પ્રવાહી પરંપરામાં આપણી આસ્થા હોવી જોઈએ. કોઈ દબાણ નથી. કોઈ સીધા પણ પહોંચી શકે છે. આપણે ત્યાં ઘણા મહાપુરુષો આવ્યા. જે ગુરુને માનતા ન 

હતા. એમનું સ્વાગત છે. પરંતુ આપણા જેવાનું શું? આપણને તો જોઈએ કોઈ બુદ્ધપુરુષ,જેનાં વચનથી આપણો મોહ જાય. 'દોહાવલી'માં તુલસી કહે છે-

પૂઈં ડિઈંટ ક્ષળટઇં વફે, ક્ષફલટ ઇંપૃ રુરૂબળવિ ॥

રૂખણ લૂણટ પણ પળજ્ઞવઉંટ, ક્ષુ્યરૂ ધળઉં રુપબળવિ 

અને મારાં ભાઈ-બહેનો, પંચાવન વર્ષથી રામકથાની યાત્રા કરતાં-કરતાં હું એ નિષ્કર્ષ પર પહોંચી રહ્યો છું કે મોહને મીટાવવો બહુ જ કઠિન છે. કોઈ બુદ્ધપુરુષ પર વિશ્ર્વાસ હશે ત્યારે જ એ કામ થશે. ગાલિબનો એક શે'ર છે-

ટબરૂ ડડિળફ ઇંત વે ટળજ્ઞ ણઘફજ્ઞ ઘપળ્રૂજ્ઞ ફઈંણળ 

ણઇંળરૂ વળજ્ઞ રુઇં ણલિરૂ ઇંધિ ટળજ્ઞ લફઇં ઘળ્રૂજ્ઞઉંળ ॥

તું તારી નજર માંડીને બેસ; તેના દીદારની ઝંખના હોય તો તું દીદારમાં લાગી જા. પરદો હોય કે નસીબ, ક્યારેક તો બદલી જશે. આપણા જેવા માટે આ ગુરુકૃપા છે.

મારાં ભાઈ-બહેનો,ગોસ્વામીજી ગુરુનો મહિમા બતાવે છે. યુવાન ભાઈ-બહેનો, જ્ઞાન મળશે ગુરુ પાસેથી. હું ફરી વારંવાર કહું છું પ્લીઝ, કે ગુરુ, ગુરુ હોવા જોઈએ. મુશ્કેલી ત્યાં છે! ઉપનિષદમાં તો 'ગુરુ' શબ્દ જ છે. 'સદ્ગુરુ' શબ્દનો તો મધ્યકાલીન સંતોએ યૂઝ કર્યો છે! ગુરુની આગળ 'સદ્' લખવાની કોઈ જરૂર નથી પરંતુ સમાજમાં અસદ્ગુરુ આવી ચડ્યા હતા! તથાકથિત ગુરુઓની ભીડ જામી ગઈ હતી. એ વખતે સાચા ગુરુની પરખ કરવા માટે મધ્યકાલીન સંતોએ બહુ જ પવિત્ર શબ્દ નિર્મિત કર્યો 'સદ્ગુરુ'.

ગુરુ પાસેથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી મોહભંગ થાય છે. પરંતુ ગુરુવચન સાંભળવા પડશે. ગુરુ અદ્ભુત બીજ આપી દે છે. રામમંત્રને બીજમંત્ર કહે છે. હનુમાનજીને મુદ્રિકા આપી દીધી; બીજ આપી દીધું. હનુમાનજીએ બીજને વિકસિત કર્યું. છલાંગ લગાવી. સમુદ્ર પાર ગયા અને મા સુધી પહોંચી ગયા. પરામ્બા સુધી પહોંચી ગયા. અને તમે જાણો છો કે 'રામચરિતમાનસ' નું પ્રથમ પ્રકરણ ગુરુવંદના છે, જેને મારી વ્યાસપીઠ 'ગુરુગીતા' કહે છે. એક-બે પંક્તિઓનો પાઠ કરી લઈએ-

ર્રૂૈડઈૐ ઉંૂ્ય ક્ષડ ક્ષડળ્પ ક્ષફળઉંળ 

લૂ્યરુખ લૂરૂળલ લફલ અણૂફળઉંળ ॥

તો આ છે 'માનસ-ગુરુગીતા'. ગુરુચરણકમલની વંદના. ગુરુચરણકમલરજની વંદના. અહીં વ્યક્તિપૂજાની વાત નથી. ગુરુ વ્યક્તિ નથી હોતા. ગુરુ અસ્તિત્વમાં એક વિશષ્ટ વ્યક્તિત્વ હોય છે. જેને અવતાર પણ સ્વીકારે છે, એ ગુરુપદ છે. અને અહીં વ્યક્તિપૂજા નથી. તુલસીદાસજી કહે છે 'ર્રૂૈચઈૐ ઉંૂ્ય ક્ષડ ' એનું જે સ્થાન છે, એની જે ભૂમિકા છે, એની જે પ્રાજ્ઞ અવસ્થા છે, એની વંદના છે. અહીં વ્યક્તિની વંદના નથી. લેબલવાળાને પસંદ ન કરો, લેવલવાળાને પસંદ કરો. જેમના મનમાં ક્યારેય કોઈ પદ, પૈસા, પ્રતિષ્ઠાની આકાંક્ષા પ્રગટ ન થઇ હોય એમની પૂજા કરવી. જેમણે ક્યારેય લોકોનું શોષણ કરવાનું પાખંડ ન કર્યું હોય. જે પાખંડથી મુક્ત હોય, જેમની પ્રત્યેક ક્રિયા આપણને પ્રસન્ન કરવા માટે થતી હોય એવા ગુરુજનની પૂજા કરવી. આપણા જીવનમાં રહેલા રજોગુણનો બહુ સરળતાથી નાશ કરવો હોય તો કોઈની રજની નિતાંત આવશ્યકતા છે. રજ વિના રજોગુણ નાશ પામતો નથી. જ્યાં સુધી આપણી વાત છે ત્યાં સુધી આપણે મહદઅંશે તમોગુણી લોકો છીએ. આમ તો શાસ્ત્રોમાં રજોગુણના નાશની ઘણી વિદ્યાઓ બતાવવામાં આવી છે, પરંતુ એ બધી જ્ઞાની લોકો માટે સરળ પડશે. આપણા જેવા સામાન્ય સંસારી લોકો માટે કોઈની રજની આવશ્યકતા છે. મને રાજકૌશિકનો શે'ર યાદ આવી રહ્યો છે-

ણઘફળૂ લજ્ઞ ખફઞ ખુપ ર્બુૈ ્રૂળ વળઠ લજ્ઞ ગુર્ઈૈ

ક્ષળઇંતઘઉંિ ઇંળજ્ઞ ડજ્ઞઈંઇંફ રુડબ ઇંય-પઇંય પૂ વે

પરમ પવિત્રતાનું નામ છે સદ્ગુરુ. તો મારાં ભાઈ-બહેનો, આ વ્યક્તિપૂજા વાળી વાત નથી. અમારા સ્વામી શરણાનંદજી કહ્યા કરતા હતા કે ગુરુને નર માનવા એ પણ અપરાધ છે અને નરને ગુરુ માનવા એ પણ અપરાધ છે! એ બંને છે, નરરૂપ હરિ છે. બંનેનું સમન્વિત રૂપ છે બુદ્ધપુરુષ. તો અતુલનીય છે સદ્ગુરુ મહિમા. પરંતુ એને પરખવા જરા મુશ્કેલ તો જણાય છે. અને ગુરુની ચરણરજથી આંખ પવિત્ર થઈ જાય તો પછી નિંદાનો પ્રશ્ન જ નથી રહેતો. સમગ્ર જગત વંદનીય થઈ જાય છે અને એટલે તુલસીની આ સારભૂત ચોપાઈ છે-

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment