Sunday, 26 June 2016

[amdavadis4ever] કોઈ કંઈ કહે છે તે અગત્યનું? કે પછી કંઈક કરે છ ે તે મહત્ત્વનું?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ કંઈ કહે છે તે અગત્યનું? કે પછી કંઈક કરે છે તે મહત્ત્વનું?

સૌરભ શાહ

 

તમને ખબર છે, તે દિવસે એ તમારા માટે શું કહેતા હતા? એવું કહીને કોઈ તમારી આગળ ત્રીજી વ્યક્તિની પંચાત શરૂ કરી દે છે ત્યારે તમે સમજતા નથી કે કોઈએ તમારા માટે જે કહ્યું હોય તે, તમારે એમના કહેવા ઉપર જવાનું નથી, એણે તમારા માટે શું કર્યું છે તેનું મહત્ત્વ છે.

મને આવીને કોઈ કહે કે 'ફલાણાએ તમારા વિશે કહ્યું કે તમે તો નક્કામા માણસ છો.' તો હું વિચારીશ કે ભલે, પણ ગયા મહિને મારે જ્યારે જરૂર હતી ત્યારે એ જ તો મારા પિતાને લઈને હૉસ્પિટલે દોડી ગયા હતા. તો પછી એમણે કદાચ એવું કહ્યું પણ હોય તો મને શું ફરક પડે છે. કારણ કે મને એમના આ શબ્દો સાથે નહીં, એમણે મારા માટે જે કામ કર્યું તેની સાથે નિસબત છે.

એ જ રીતે ધારો કે કોઈ મને આવીને એમ કહે કે, 'ફલાણા તો તમારાં ખૂબ વખાણ કરતાં હતા' તો હું વિચારીશ કે એમનાં વખાણને મારે શું ધોઈને પીવાં છે? જેણે મારી જિંદગીમાં ઉપયોગી થાય એવું નાનું સરખું પણ કામ કર્યું નથી તેનાં વખાણ મને ખુશ કરી જાય એવો મૂરખ તો હું નથી જ ને.

પણ જાહેર જીવનમાં કોઈ કોઈના વિશે કંઈ પણ બોલે આપણે એના પર તૂટી પડવા માટે આતુર હોઈએ છીએ. આનું મૂળ કારણ એ છે કે મિડિયા પાસે રોજેરોજ કૉન્ટ્રોવર્શયલ ન્યૂઝ હોતા નથી અને મીડિયાએ માની લીધું છે કે અમે સેન્સેશનલ ન્યૂઝ નહીં આપીએ તો પ્લેઈન વેનિલા ફલેવરના સમાચાર ચાટવા માટે કોઈ લેવાલ નહીં હોય.

જો સેન્સેશનલ ન્યૂઝ બનાવવા હોય તો મિડિયાએ દેશમાં અનેક આર્થિકથી માંડીને અલગ અલગ ક્ષેત્રોમાં જે કૌભાંડો થાય છે તેમાં ઊંડા ઉતરીને ઈન્વેસ્ટિગેશન કરવું પડે. ધીરજ ધરીને પુરાવાઓ એકઠા કરવા પડે. આવું કરવાની તો મીડિયાની દાનત નથી. અને જે લોકો જરાતરા આવું કરે છે તેઓ સ્ટિંગ ઑપરેશનના નામે બ્લેકમેલિંગનો ધંધો કરે છે. થોડા ઘણા પ્યોર ઈન્વેસ્ટિગેશન કદાચ થતા પણ હશે તો તે મીડિયાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટમાં ઢાંકી દેવામાં આવે છે.

તો હવે ચટપટા સમાચાર લાવવા ક્યાંથી! તો ચાલો રાજકારણીઓ કે ફિલ્મી હસ્તીઓ કે ક્રિકેટરો કે કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટીઓ આજે શું શું બોલી તે તપાસીએ. એમના વિધાનોને આઉટ ઑફ કૉન્ટેક્સ્ટ રજૂ કરીને કૉન્ટ્રોવર્સી ઊભી કરીએ. સોશ્યલ મીડિયાની નવરી બજાર તો ટાંપીને બેઠી જ છે લાળ ટપકાવતી - આવું કંઈ પણ ચગાવીશું તો એનો તો ધંધો જ છે કાગના વાઘનું હારતોરા લઈને સન્માન કરવાનો.

આખી સાંજ ટીવી પર પેલી સેલિબ્રિટીએ આવું કહ્યું જ કેમ એ વિશેની ચર્ચાઓ પ્રાઈમ ટાઈમમાં ભરાતી મચ્છી બજારમાં જોરશોરથી થતી હોય છે. આ જોઈને એપી/પીટીઆઈ વગેરે ન્યૂઝ એજન્સીઓ જાણે કોઈ મોટી ઘટના બની ગઈ હોય એવા અંદાજમાં દેશનાં નાનાંમોટાં હજારો વર્તમાનપત્રો સુધી આ 'સમાચાર' પહોંચાડે છે જેના પરિણામે આપણે રોજ સવારે ઊઠીને છાપાંઓમાં વાંચીએ છીએ કે સલમાન ખાને બળાત્કાર વિશે અભદ્ર કમેન્ટ કરી અને અગાઉ વાંચતા હતા કે મોદીએ મુસલમાનોને કૂતરા કહ્યા.

તમને યાદ હોય તો, મોદી પીએમ બન્યા તે પહેલાં મીડિયાના ફેવરિટ વ્હિપિંગ બૉય હતા. એ જે કંઈ બોલે તે વાક્યના સંદર્ભો તોડીમરોડીને રોજ એક નવી કૉન્ટ્રોવર્સી ઊભી કરવામાં મીડિયાને પિશાચી આનંદ આવતો. એક વખત એમને કોઈ ઈન્ટરવ્યૂમાં પૂછાયું કે શું તમને ૨૦૦૨માં ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા મુસલમાનો માટે કોઈ દુખ થતું નથી? તમે માફી કેમ નથી માગતા?

જવાબમાં મોદીએ કહ્યું હતું કે દુખ કેમ ન થાય, આપણે ગાડીમાં જતા હોઈએ અને કોઈ કુરકુરિયું ગાડી નીચે આવી જાય તોય આપણને દુખ થતું હોય છે...

અને મીડિયાએ પકડી લીધું. મોદીના વિધાનને છિન્નભિન્ન કરી નાખ્યું અને ગામ આખું ગજવાઈ ગયું. મોદીએ મુસલમાનોને કૂતરા કહ્યા.

એ પછી મોદીએ આવું વિધાન કર્યું છે એમ કહીને ચાંપલા ટીવી રિપોર્ટરો કોન્ગ્રેસીઓ અને કટ્ટર મુસ્લિમ નેતાઓ, સામ્યવાદીઓ, સેક્યુલરો વગેરેના મોઢામાં માઈકનો દાંડો ખોસીને બાઈટ્સ લઈ આવ્યા જેમાં મોદીને ભરપૂર ગાળો આપવામાં આવી હોય - મુસ્લિમોને કૂતરા કહેવા બદલ.

મેં એક સુવર્ણ નિયમ રાખ્યો છે આવી કોન્ટ્રોવર્સીઝની બાબતમાં. જે ન્યૂઝ વાંચીને કે સાંભળીને તમને લાગે કે 'ના, ના, આવું તે કંઈ હોતું હશે, કોઈ આવું તે કંઈ બોલતું હશે, મારા માન્યામાં નથી આવતું' - એ ન્યૂઝ પહેલે ધડાકે માનવાના જ નહીં, એને કદીય ફેસ વેલ્યુ પર લેવાના નહીં. અકલ્પનીય હોય એવા ન્યૂઝ તો મહિને કે છ-બાર મહિને જ બનતા હોય છે. બાકી રોજેરોજ તો આવા, ઊભા કરેલા સમાચારોથી ચૅનલો ને બાકીના મીડિયાવાળા પોતાનું પેટ ભરતા હોય છે.

સલમાન ખાને આ અઠવાડિયાની શરૂઆતમાં કેટલાક મીડિયાવાળા સમક્ષ પોતાની આગામી ફિલ્મ 'સુલતાન' માટે પોતે કુશ્તીબાજના રોલ માટે કેટલી મહેનત કરી છે એનું વર્ણન કર્યું. સલમાને કહ્યું: 'તમે જો પ્રોપર ટ્રેનિંગ લીધા વિના પહેલવાનનો રોલ કરવા માંડો તો જાણે ઑડિયન્સને છેતરતા હોય એવું લાગે. એક કુશ્તીબાજ જેટલા કલાક મહેનત કરે એટલા કલાક હું પણ કરતો. હવે શૂટિંગમાં કેવું હોય કે કુશ્તીનું શૂટિંગ કરવાનું હોય તો છ કલાક સુધી (વિવિધ એંગલથી) એને લગતા જ શોટ્સ લેવાતા હોય. એટલે જો મારે ૧૨૦ કિલોનું વજન ધરાવતા બીજા કુશ્તીબાજને ઊંચકીને પટકવાનો હોય તો દસ વખત એવો શોટ આપવો પડે. ખરેખરી રેસલિંગ મૅચમાં એવું એક કે બે જ વાર બને પણ શૂટિંગના છ-સાત કલાક દરમ્યાન તમારે પાંચ વિવિધ એન્ગલ્સથી દસ વાર એવો શૉટ આપવાનો આવે. કાં તો હું એને ઊંચકીને પટકતો હોઉં, કાં એ મને ઊંચકીને પટકતો હોય. આ બહુ અઘરું કામ છે. શૂટિંગ પૂરું કરીને હું રિંગની બહાર નીકળતો હોઉં ત્યારે જાણે મને લાગતું કે હું રેપ થયેલી સ્ત્રી છું, હું સરખું ચાલી શકતો પણ નથી. પછી હું જમું અને તરત જ પાછો ટ્રેનિંગ શરૂ કરી દઉં. અટકયા વિના આવું જ ચાલતું ('સુલતાન'ના શૂટિંગ દરમ્યાન).'

સલમાન ખાને આવું કહ્યું નથી અને ત્યાં હાજર રહેલા મીડિયાના માણસોએ ચડભડ શરૂ કરી નથી. આ ગણગણાટ સાંભળીને એને ખ્યાલ આવ્યો કે લો, આ તો વાતને ચગાવવાના છે એટલે એણે તરત જ કહ્યું કે ભાઈ, આવી ઉપમા આપવી એ કંઈ બરાબર નથી, પ્લીઝ તમે આ વાતને ચગાવતા નહીં. પિતા સલીમ ખાન અત્યંત સૂઝબૂઝવાળા આદમી છે. એમને પણ ખબર જ છે કે આમાં કંઈ માફી માગવાની ન હોય પણ તેઓ વર્ષોથી આ જમાતને ઓળખે છે. એમણે કોન્ટ્રોવર્સીને ઊગતી જ ડામતાં ટ્વિટર પર કહી દીધું કે સૉરી, સૉરી, સૉરી. સલમાને આવું બોલવાની કોઈ જરૂર નહોતી.

પણ બાય ધ ટાઈમ મીડિયાએ અને સોશ્યલ મીડિયાની નવરી બજારે નહીં જેવી વાતને એવી ચગાવી એવી ચગાવી કે છેક દિલ્હીના ઉચ્ચ સરકારી મહિલા સંગઠને નિવેદન કરીને બળતા તાપણામાં ઘી નાખ્યું કે અઠવાડિયામાં સલમાન માફી માગે. આ જોઈને મહારાષ્ટ્રના મહિલા કમિશનને ચાનક ચડી એટલે એણે પણ તાપણામાં હાથ શેકી લેવાની લાલચ રોક્યા વિના કહ્યું, હા - હા સલમાન માફી માગે. અને પછી તો દેશભરમાં ફેલાયેલા, પોતાની પબ્લિસિટી માટે આવા જ કોઈ અવસરની રાહ જોતા નાનામોટા ગામના અડધો ડઝન લોકોએ સલમાન ખાન પર કોર્ટમાં ફરિયાદ કરી નાખી.

આ બાજુ છાપાઓમાં કૉલમો લખતા અમારા જેવા આર્મચેર ઍનેલિસ્ટો મંડી પડ્યા ધોકો લઈને સલમાનને ધોવા. નારીનું સન્માન ને નારીની ઈજ્જત ને નારીની મર્યાદાની બડી બડી વાતો કરવા લાગ્યા. વળી પાછા એમાં કોઈ સંદર્ભ વિના સલમાનના કાર એક્સિડન્ટને (જેમાંથી અદાલતે એને છોડી મૂકયો છે તે છતાં) વચ્ચે લઈ આવવાનું અને સલમાને ભૂતકાળમાં કોની સાથે કેવું વર્તન કરેલું તેની કુંડળી કાઢવાની (જે વાત હવે પેલી હીરોઈનો પણ યાદ કરતી નથી તેમ જ તે વખતે પણ કોઈ જોવા નહોતું ગયું કે ખરેખર એ પ્રકારના ઝઘડાઓનું મૂળ શું છે. ફ્રેન્ક્લી, ઈટ ઈઝ નન ઓફ અવર બિઝનેસ) અને કહેવાનું કે આ એકટર તો પહેલેથી છે જ એવો!

સલમાનની કમેન્ટમાં કોઈને ઈન્સેન્સિટિવિટી દેખાતી હોય તો એનું કારણ એ છે કે તમને અત્યાર સુધીમાં દસ હજાર વખત માથા પર હથોડા ઠોકીને કહેવામાં આવ્યું છે કે આ કમેન્ટ ઈન્સેન્સિટિવ છે - તમે જો ખરેખર નારીનું સન્માન કરતા હો તો તમારે સલમાનની ટીકા કરવી જ પડે. અને જો ભૂલેચૂકેય તમે સલમાનનો પક્ષ લઈને એનો બચાવ કરશો તો અમે માનીશું કે તમારામાં સ્ત્રી દાક્ષિણ્યની કોઈ ભાવના જ નથી!

ચાલો, ભાઈ. અમે તો એમ.સી.પી. - મેલ શૉવિનિસ્ટ પિગ જ છીએ. બીજું કંઈ પણ તમે મીડિયાના લોકો અને સોશ્યલ મીડિયાના લોકો જે પાપ કરીને સમાજ આખાની આંખમાં ધૂળ નાખો છો એની સજા તમને નરકમાં જઈને મળવાની છે. નરકનો રસોઈયો તમને ઉકળતા તેલમાં ઝબોળી ઝબોળીને તમારા ક્રિસ્પ ભજિયાં ઉતારીને સૌને ખવડાવવાનો છે, જો જો ને!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment