Thursday, 30 June 2016

[amdavadis4ever] વિનાશકાળે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છાતીના દર્દથી પીડાતા સાસુમા ખાંસતા ખાંસતા માંડ સૂઈ ગયા. પુત્રવધૂ સવિતાને ચિંતિત થતાં ડૉક્ટરના શબ્દો યાદ આવી ગયા.- "માજીને જો દવાથી ફેર નહીં પડે તો મોટી હોસ્પિટલમાં બતાવવું પડશે. કદાચ એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે. સવિતા વિચારી રહી કે જો ઓપરેશન કરાવવું પડશે તો મોટો ખર્ચ કેવી રીતે કાઢી શકાશે... ટૂંકી આવક-કોઈ બચત તો થાય નહીં...

છવ્વીસ વર્ષની સવિતાના કુટુંબમાં પતિ બળવંત અને પાંચ વર્ષનો દીકરો રાજેશ હતો. બળવંત મોટા શેઠને ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો પણ દારૂ પીવાની આદતને લીધે નોકરી છૂટી ગઈ તે હમણાં ટ્રક ડ્રાઈવર તરીકે જોડાયો છે... મોટા શેઠ ભલા હતા... આવી પરિસ્થિતિમાં મદદ પણ કરત... હવે શું થશે?

તે રાત્રે બળવંત મિત્રો સાથે ગયો અને નશામાં ધૂત થઈને વહેલી સવારે પાછો ફર્યો હતો એટલે શેઠના ઘરે નવ વાગ્યે પહોંચી ન શક્યો. બળવંત સૂતો હતો ત્યારે જ શેઠનો ફોન આવ્યો. 

'ક્યાં છે? હજુ સુધી આવ્યો નહીં?' શેઠે પૂછયું.

'શેઠ નહીં કરના હૈ તુમ્હારા કામ... જો હો સકે વો કર લો...' બળવંતે ઘોઘરા અવાજે ઊંઘમાં જ કહ્યું.

'બળવંત આજ તૂને ફિર નશા કિયા હૈ? શેઠ બોલતા રહ્યા - અને બળવંતે ફોન કટ કરી દીધો, પાછો સૂઈ ગયો. તે ઠેઠ બપોરે બે વાગ્યે ઊઠ્યો ત્યારે સવિતાએ કહ્યું: "આજે બે હજાર રૂપિયા આપજો... મહિનાનું દાણા પાણી ભરવા છે - મમ્મીની દવા લાવવાની છે - રાજુની ફી ભરવાની છે.

હમણાં તો મારી પાસે હજાર રૂપિયા છે... તે આપીશ... સાંજે શેઠ પાસેથી ઉધાર લઈને આપીશ... (ત્યાં જ તેને યાદ આવ્યું... બાપ રે... શેઠ... આજે ગુસ્સામાં છે... નહીં જ આપે... હું ગયો નથી.).

બળવંતની આંખો લાલચોળ હતી તથા આંખના પોપચાં પર સોજો હતો... તેનો અવાજ પણ ભારે હતો...

સવિતાએ કહ્યું: કાલે પાછા દારૂ ઢેંચવા ગયા'તા? ઘરમાં મમ્મી બીમાર છે... ડૉક્ટરે કહ્યું છે કદાચ એન્જિયોપ્લાસ્ટી (કરવી પડે) તો પૈસા ક્યાંથી લાવશો?

"હા... તે શેઠ પાસે ઉધારી કરીશ... તું ચૂપ રહે.... ચાલ, જલદી ખાવાનું આપ... મારે શેઠની ઓફિસે જ જવું પડશે. બળવંતે કહ્યું.

"આવું દારૂ પીધેલું મોઢું લઈને જશો તો નક્કી તમારા શેઠ કાઢી મૂકશે... કંઈ નહીં તો તમારા પાંચ વર્ષના છોકરા સામું જુઓ એને કેવા સંસ્કાર પડશે? તમારા પોતાના ફેફસાં સડી જશે... જરા તો સુધરો.. સવિતાએ ઠપકો આપતાં કહ્યું... પછી થાળી પીરસીને બળવંત પાસે મૂકી.

થાળી સામું જોતાં જ બળવંત ઘૂરક્યો: "આ શું ખાલી ભાખરી અને શાક? દાળ-ભાત... સલાડ કેમ નથી બનાવ્યા?

"બજારમાં જાઓ તો ખબર પડશે કે દાળ-કઠોળના ભાવ કેવા આસમાને ચઢ્યા છે? સવિતાએ અકળાતાં કહ્યું.

બળવંત અને સવિતા બંને મનોમન સમસમી રહ્યાં... રખે ને, મોટો ઝઘડો થઈ જાય... બળવંતને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ, સવિતા કહે છે તે સાચું છે મારે આ રીતે દારૂ ન પીવો જોઈએ... શેઠને પણ ગુસ્સો આવે છે... અને સવિતા કહે છે તેમ મોટા શેઠ મને નોકરીએથી કાઢી મૂકશે તો? ના... ના... હવે દારૂને હાથ નહીં લગાડું.

બપોરે ત્રણ વાગ્યે બળવંત શેઠની ઑફિસે પહોંચી ગયો. શેઠની કેબિન પાસે ઊભેલા પ્યુને જ કહ્યું: "શેઠે કહ્યું છે તુમ ચૌધરી સાહેબ સે તુમ્હારા હિસાબ કર લો...

'મગર, મૈં બડે શેઠ સે મિલના ચાહતા હૂં' બળવંતે કહ્યું. પ્યુનને બળવંત ડ્રાઈવર પર દયા આવી, તે કશું બોલ્યો નહીં.

શેઠની કેબિન પાસે પંદર-વીસ મિનિટ આંટા માર્યા પછી સેક્રેટરીને કહ્યું: "મુઝે બડે શેઠ સે મિલના હૈ

"વો મીટિંગ મેં વ્યસ્ત હૈ... ઉધર બેઠો. સેક્રેટરીએ કહ્યું. બળવંત દોઢ કલાક પ્યુનની બાજુની ખુરશી પર દીનવદને બેસી રહ્યો. મીટિંગ પૂરી થઈ ત્યારે સાડાચાર વાગી ગયા હતા, બળવંતને હતું મને હમણાં શેઠ બોલાવશે... પણ શેઠે બળવંતને બોલાવ્યો જ નહીં.

પછી બળવંતે સેક્રેટરી મેડમને કહ્યું: "મુઝે બડે શેઠ સે મિલના હૈ... સેક્રેટરી મેડમે ફોન કરીને પરવાનગી માગી પછી બળવંત મોટા શેઠની કેબિનમાં ગયો અને હાથ જોડીને ઊભો રહ્યો... પછી નમ્ર અવાજે બોલ્યો: "શેઠ... મારી ભૂલ થઈ ગઈ હવે દારૂને હાથ નહીં લગાડું...

"બળવંત... આ ત્રીજી વખત તું માફી માગે છે. એકની એક ભૂલ ત્રણ વાર? તને તારી - તારા કુટુંબની જરાય ચિંતા નથી? મારે આવો દારૂડિયો ડ્રાઈવર નથી જોઈતો... જા તારો પગાર લઈ લે... તું આજથી છુટ્ટો... શેઠે કડક સૂચના આપતાં કહ્યું.

"શેઠ... મારી મા બીમાર છે... મારું કુટુંબ રખડી જશે... બળવંતે કહ્યું.

"બળવંત છ મહિના સુધી તારે કામ નહીં કરવાનું... જો છ મહિનામાં તું એકે વાર દારૂ નહીં પીએ તો પાછો કામ પર રાખીશ... પણ હમણાં તો નહીં જ... શેઠે નિર્ણય દર્શાવતા કહ્યું.

પછી મોટા શેઠે ચૌધરીને બોલાવ્યો ને સૂચના આપતાં કહ્યું:

"બળવંત કા હિસાબ કર દો... દારૂ પીનેવાલા ડ્રાઈવર કો હમ નહીં રખ સકતે...

બળવંતને સવિતાના શબ્દો યાદ આવ્યા: "જુઓ... આવા મોઢે જશો તો શેઠ કાઢી જ મૂકશે.

બળવંત શેઠને કરગરવા લાગ્યો... શેઠે કહ્યું: તને કહ્યું ને છ મહિના પછી આવજે... જા... હવે અહીં ઊભો ન રહે... સાલા હજુય ગંધ આવે છે... જો તારો ચહેરો કેવો લાગે છે?

મોટા શેઠને તો શું કોઈનેય વધુ કાકલૂદી કરે તેવો સ્વભાવ બળવંતનો હતો જ નહીં એટલે નાકનું ટેરવું ચઢાવતા કેબિનની બહાર નીકળી ગયો.

ચૌધરીએ બળવંતને પગાર પેટે ૧૫ હજાર રૂપિયા આપતાં કહ્યું: "બળવંત, ચિંતા મત કર, મુઝે માલુમ હૈ આઠ-દસ દિન મેં હી બડે સાહબ તુજે ફિરસે બુલાયેંગે, મગર દારૂ પીના છોડ દે...

બળવંત કશું જ બોલી ન શક્યો.

બળવંત ૪૨૪ નંબરની બસની રાહ જોતો અંધેરી લિંક રોડના બસ સ્ટોપ પર ઊભો હતો ત્યારે એનો જૂનો મિત્ર વસંત મળ્યો. બળવંતને જોતાં જ બોલ્યો: "કેમ આટલો ઉદાસ દેખાય છે? કોઈ ચિંતામાં છે?

"બસ... કાંઈ નહીં... આ શેઠે નોકરીમાંથી કાઢી મૂક્યો... હવે શું કરીશ?' બળવંતે કહ્યું.

"અરે, એમાં શી ચિંતા? અમારી સાથે ટ્રક ડ્રાઈવર તરીકે આવી જા... પણ... માલની ડિલિવરી કરવા મુંબઈ અને મુંબઈની બહાર ગુજરાતમાં, વગેરે સ્થળોએ જવું પડે... રાત-દિવસની સતત ડ્યૂટી ભરવી પડે... વસંતે હૈયાધારણ આપતાં કહ્યું.

ડૂબતાને તરણાંનો આધાર - બળવંતે કહ્યું: "ભલે, હું ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરીશ વસંતે એના મોટા કોન્ટ્રાક્ટરને ફોન કર્યો... પછી કહ્યું: ભાઈને કહા... કલસે લેકે આઓ... 

બળવંતના ચહેરા પર આછું સ્મિત... ફરક્યું. ઉપરની વાતને ત્રણ અઠવાડિયાં વીતી ગયાં. બળવંત વસંતની સાથે ટ્રક ડ્રાઈવર તરીકે જોડાઈ ગયો. કામ કરવાના કલાકો વધી ગયા. ઘરની બહાર વધુ સમય રહેવું પડતું પણ... શેઠના કરતાં ૫ હજાર રૂપિયા વધુ પગાર મળતો.

તે રાત્રે લગભગ અગિયાર વાગ્યે કાળુપુર (અમદાવાદ)ના મુખ્ય એસ.ટી. ડેપો છોડીને બળવંત ટ્રક લઈને આગળ વધી રહ્યો હતો. એની ટ્રકમાં સોફ્ટ ડ્રિન્ક બોટલ્સના કેન અને રૂની ગાંસડીઓની પછીતે ચરસ-ગાંજાનો માલ છુપાવ્યો હતો. વસંત બળવંતની બાજુમાં જ બેઠો હતો અને બીજા બે માણસો ટ્રકમાં માલ સાથે બેઠા હતા. વસંત પાસે રાજકોટના એક મોટા અધિકારીને આપવા માટે રોકડા ત્રણ લાખ હતા... જે એણે કાળી નાની હેન્ડબેગમાં મૂક્યા હતા.

શહેરનો વિસ્તાર છોડીને ટ્રક વડોદરા તરફ હાઈવે પર આગળ ધપી રહી હતી - આજે ટ્રાફિક ઓછો જણાતો હતો. બળવંતે કહ્યું: "વસંત આજ રાસ્તા ક્લીયર હૈ...'

"ક્લીયર નહીં મુશ્કિલ હૈ ઐસા કહો. વસંતે કહ્યું.

'કેમ મુશ્કિલ છે?' બળવંતે પૂછયું.

'આજે ભારે ચેકિંગ થશે... ગમે ત્યારે પોલીસ નાકાબંધી કરે... ગમે ત્યારે ટ્રકના માલની જડતી લે... બળવંત આજે આપણે જરા સાવધાન રહેવાનું છે... વસંતે કહ્યું.

"તું છે પછી મારે શી ફિકર? અને આપણું કામ તો ડ્રાઇવિંગ કરવાનું... આ માલ સાથે શું લેવા દેવા? બળવંતે બેફિકરાઈથી કહ્યું.

બળવંત એવી લાપરવાહી નહીં ચાલે, ભાઈલોગ આપણા ભરોસે માલ હેરફેરનો ધંધો કરે છે. એમના માલને સલામત રીતે આપણે પહોંચાડવાનો, જાનના જોખમે પણ... પછી નાની હેન્ડબેગ બતાવતા કહ્યું: "ભાઈને મારા પર વિશ્ર્વાસ છે એટલે જ તો આ ત્રણ લાખ - રોકડા રૂપિયા... મને પહોંચતા કરતા આપ્યા... બાકી આ પોલીસ મામુલોક ગમે ત્યારે આપણને લૂંટી લે... વળી આપણાંથી એવું કહેવાય પણ નહીં કે ટ્રાફિક પોલીસે જ... મને લૂંટ્યો... એવું કહીએ તો કોણ માને? એટલે આ ગરીબ માલ સાચવતા માણસો અને ડ્રાઈવરો જ ચોરી લૂંટફાટમાં સપડાઈ જાય!

સૂમસામ... અંધારી રાતે હાઈવેની ઝાંખી લાઈટના અજવાળે બળવંત ટ્રક ચલાવી રહ્યો હતો. તેની નજર સામે માતાની બીમારીનો ખર્ચ, કારમી મોંઘવારી... ગરીબી... તાંડવ નૃત્ય કરી રહી... આમાંથી બચવાનો કોઈ ઉપાય હોય તો આ જ... વસંત પાસેની રોકડ રકમ ઉચાપત કરીને અહીંથી ભાગી છૂટું... પછી આ ટ્રક... આ માલનું... વસંતનું જે થવાનું હોય તે થાય... એકી સાથે ૩ લાખ રૂપિયા હાથમાં આવે તો મુંબઈથી દૂર કોઈ બીજા શહેરમાં મારો ધંધો શરૂ કરું....

બળવંતના મનમાં આ વિચારો આવતા હતા ત્યાં જ રસ્તામાં એક પેટ્રોલપંપ આવ્યું. બાજુમાં બેઠેલા વસંત ઝોકાં ખાઈ રહ્યો હતો, બળવંતે જોયું એણે પેલી હેન્ડબેગ સીટ નીચે મૂકી છે. એણે ટ્રક ઊભી રાખી... અને નીચે ઊતર્યો... પાછળ બેઠેલામાંથી એક માણસે પૂછયું... 'ક્યા હુઆ?' બળવંતે તુરંત કહ્યું: "કુછ નહીં પેટ્રોલપંપ હૈ... મૈં ટોયલેટમાં જાકર આતા હૂં... જરા ધ્યાન રખના... નીચે ઊતરીને વસંતની સીટ પાસેને દરવાજો હલકા હાથે ખોલ્યો અને સીટ નીચે મૂકેલી પેલી નાની કાળી બેગ (પાઉચ) ખેંચી પછી જોયું કે.. પૈસા... આમાં જ છે. આજુબાજુ નજર નાખતો બળવંત પેટ્રોલપંપના પાછલા ભાગ તરફ ગયો અને ખુલ્લા ખેતરના માર્ગે ગામ તરફ ભાગી ગયો.

પંદર-વીસ મિનિટ થઈ આ ટ્રક અહીં કેમ ઊભી છે? આ વાતની નવાઈ લાગતા પેટ્રોલપંપના બે માણસો ટ્રક તરફ ગયા. જોયું તો ડ્રાઈવર સીટ પર કોઈ ન હતું અને બાજુમાં બેઠેલો માણસ ભારે નિદ્રામાં હતો. એ માણસોએ વસંતને ઢંઢોળ્યો... 'અરે, ભાઈ... ક્યા હુઆ? ટ્રક ખરાબ હો ગયા હૈ? તુમ્હારા ડ્રાઈવર કહાં હૈ?

વસંતે હાંફળાફાંફળા થઈને જોયું તો બળવંતનો કોઈ પત્તો નથી... એણે ફોન લગાડ્યો તો સ્વીચઓફ... હવે તે મૂંઝાયો. એને ફાળ પડી. કાળી હેન્ડબેગમાં મૂકેલા મારા ત્રણ લાખ...કદાચ? એણે તરત નીચે જોયું તો ત્યાં પૈસાની નાની બેગ દેખાઈ નહીં... એ ગભરાયો...

વસંતે તરત ભાઈને ફોન કર્યો... "ભાઈ, બળવંત કા કોઈ ઠીકાના નહીં... અને પૈસાની બેગ પણ ગાયબ છે... ભાઈ... આવું ક્યારેય થયું નથી.

"વસંત ગભરાને કા નહીં. બાકી કા માલ લેકે તું આગે જા.... ડિલિવરી કર... મૈં ઉસકો પાતાલ મેં સે ઢૂંઢ લૂંગા... ભાઈએ કહ્યું.

"ભાઈ...પુલિસ કો કંપલેન કરું? ઇધર હોગા તો પકડા જાયેગા

વસંતે પૂછયું.

"અરે, મૂરખ...પુલિસ ટ્રક કા નંબર લેગી... ઔર અંદર કા માલ પકડા ગયા તો લફડા હોગા... જા... તું માલ પહોંચા દે. ભાઈએ કહ્યું.

બળવંત નજીકના સ્ટેશને ગયો... અને વહેલી સવારની ટ્રેનમાં બેસીને મુંબઈ પહોંચી ગયો. સવિતાના હાથમાં પેલી બેગ આપતાં કહ્યું: "લે.. આપણી ગરીબીનો ઈલાજ... સંતાડીને રાખજે... હોં... મોટી રકમ છે.

રાત્રે નવ વાગે બળવંત ઘરે બેસીને ટીવી જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક જ અહમદભાઈ (ટ્રક માલિક)ના માણસો આવ્યા.. ને કહ્યું: "ચલો...માલ લે કે અભી કા અભી...

બળવંત તો હેબતાઈ ગયો - પછી સવિતાને કહ્યું: વો માલ દે દો પહૂંચાને કા હૈ...

અહમદભાઈએ તો બળવંતને સીધો જેલમાં નખાવી દીધો. બધા ઈન્સ્પેક્ટરો તો ભાઈના ખિસ્સામાં...

પરિસ્થિતિને કળી જતાં સવિતા મોટા શેઠને મળવા ગઈ. શેઠ પાસે ખોળો પાથર્યો: "શેઠ, એને બચાવી લો.

મોટા શેઠે બળવંતને જામીન આપીને છોડાવ્યો. સવિતાએ શેઠનો આભાર માન્યો.

નતમસ્તક થઈ જતાં બળવંતે કહ્યું: "શેઠ, હું તમને ઓળખી ન શક્યો... હું વિનાશમાર્ગે જઈ રહ્યો હતો... તમે જ મને બચાવ્યો. વિનાશકાળે... વિપરીત બુદ્ધિ થઈ જાય તે પહેલા હું ચેતી ગયો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment