Wednesday, 29 June 2016

[amdavadis4ever] ચાલો ચાલો, હ ેરિટેજ લિસ્ટ ેડ સીએસટીની લટાર મારવા...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગયા અઠવાડિયા દરમિયાન અમેરિકાના લોકપ્રિય અને જાણીતા ટ્વિનસિટી ન્યૂ યૉર્કના એક નહીં બે આધુનિક-વૈભવી રેલવે સ્ટેશનની વાત કરી હતી. આ વખતના સપ્તાહમાં મુંબઈના જાણીતા હેરિટેજ રેલવે સ્ટેશનની લટાર મારીએ. એશિયામાં સૌપ્રથમ વખત મુંબઈમાં બોરીબંદરથી થાણે વચ્ચે ટ્રેનસેવા શરૂ કરવામાં આવી, પરંતુ ત્યારપછી બોરીબંદરમાં ટર્મિનસ બનાવવાથી નવા વિક્રમનું નિર્માણ થશે એવું તો ખુદ આર્કિટેક્ટે વિચાર્યું નહોતું. અલબત્ત, ભારતમાં રેલવે નાખવા માટે અંગ્રેજોએ પ્રયાસ કર્યા હતા, જ્યારે તેમાં તનતોડ મહેનત ભારતના ઍન્જિનિયર-આર્કિટેક્ટ, મજૂરોએ કરી હતી પણ એ વાત રંગ લાવી હતી. આ હકીકત હાલમાં ભારતીય રેલવેમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવી છે, પરંતુ એની નોંધ ખૂદ વૈશ્ર્વિક માંધાતા યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન)ને લેવી પડી હતી, એ મોટી સિદ્ધિ છે. ભારતના જાણીતા શિલ્પ સ્થાપત્ય, ગુફા, ચર્ચ, કિલ્લાની સાથે ટ્રેન-રેલવે સ્ટેશનનો ઉલ્લેખ યુનેસ્કોએ કર્યો છે, જેમાં મધ્ય રેલવેના જાણીતા રેલવે સ્ટેશન મોખરે છે. જૂની પરંપરા યા ઇમારતની બાંધણી હૂબહૂ જાળવી રાખવા માટે મધ્ય રેલવેએ છેલ્લી એક સદીથી કમર કસી છે ત્યારે ચાલો ભૂતકાળ અને વર્તમાનને વાગોળીએ. ૧૬મી એપ્રિલ, ૧૮૫૩ના રોજ સૌપ્રથમ વખત બોરીબંદર અને થાણે વચ્ચે ટ્રેનની સેવા વાજતેગાજતે શરૂ કરી હતી, પરંતુ ત્યારપછી મહારાષ્ટ્રમાં રેલસેવાનો વિકાસ થયો હતો. મુંબઈ-મહારાષ્ટ્રમાં રેલવેના પાયા નાખનારી કંપની ગ્રેટ ઇન્ડિયન પેનિનસ્યુલા રેલવે (જીઆઇપીઆર) હતી. બોરીબંદર પછી પણ અન્ય નાના સ્ટેશન તબક્કાવાર વિકસાવાયા હતાં, પરંતુ બોરીબંદર નજીક ટર્મિનસ બનાવવાનું અંગ્રેજોએ નક્કી કર્યું હતું. બોરીબંદર નજીકથી રેલવે સહિત વેપારીઓનો મોટાભાગનો કારભાર થતો હતો, જ્યારે લાંબા અંતરની ટ્રેનો પકડવા માટે પ્રવાસીઓને વધુ સુવિધા પૂરી પાડવા માટે ત્યાં જ ટર્મિનસ બનાવવાનું નક્કી કરાયું હતું. અંગ્રેજોનું જ્યાં મન ઠરે ત્યાં મહેલ બનાવી શકતા હતા એ લક્ષ્યાંકને પાર પાડવા માટે બોરીબંદર નજીક ટર્મિનસ બનાવવાની બ્લુપ્રિન્ટ બનાવી અને એની તર્જ પર આગળ વધ્યા. 

સેન્ટ પેન્ક્રાસ રેલવે સ્ટેશનની તર્જ પર બન્યું વિકટોરિયા ટર્મિનસ

જૂન, ૧૮૭૫માં સરકારે કંપનીને વિધિવત રીતે ટર્મિનસ બનાવવા માટે ગ્રીન સિગ્નલ આપ્યું તથા જરૂરી ફંડની રકમ મંજૂર કરી હતી. ટર્મિનસ બનાવવા માટે અંગ્રેજોએ સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં લંડનસ્થિત હ્યુસ્ટન રોડ પરના સેન્ટ પેન્ક્રાસ રેલવે સ્ટેશનની ડિઝાઇનના આધારે ટર્મિનસ બનાવવાનું તૈયાર કર્યું હતું. એ સિવાય જી. જી. સ્કોટ (આર્કિટેક્ટ)એ પણ બર્લિનની પાર્લામેન્ટની બિલ્ડિંગ મુજબ ટર્મિનસ તૈયાર કરવાની યોજના ઘડી હતી. જોકે, લંડનમાં ૧૮૬૮માં સેન્ટ પેન્ક્રાસ રેલવે સ્ટેશન ખોલવામાં આવ્યાના લગભગ બીજા એક દાયકામાં મુંબઈમાં ભવ્ય ટર્મિનસ બનાવવાની યોજના ઘડી કાઢી અને પાર પાડવામાં આવી. ડિઝાઇનનો મૂળ આધાર વિકટોરિયન ઇટાલિયન ગોથિક શૈલી હતી, જ્યારે તેના નિર્માતા આર્કિટેકટ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ હતા. ૨૦મી જૂન, ૧૮૮૭માં આખરે ઇંગ્લેન્ડના મહારાણી વિકટોરિયાના શાસનકાળની ગોલ્ડન જ્યુબિલી ટાણે બોરીબંદર ટર્મિનસને જાહેરજનતા માટે ખુલ્લુ મુકાયું જ્યારે તેની સાથે તેનું નવું નામકરણ કર્યું હતું. તત્કાલીન યુગના ટર્મિનસનું નામ હતું એ વિકટોરિયા ટર્મિનસ (વીટી). આજની તારીખે પણ ભલે આ ટર્મિનસને લોકો સીએસટીથી બોલાવતા હોય, પરંતુ વયોવૃદ્ધ લોકો અચૂક વીટીથી બોલાવવાનું ચૂકતા નથી, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

વિકટોરિયા ટર્મિનસ ડબલ

ખર્ચમાં બનાવાયું હતું

સીએસટી અથવા વિકટોરિયા ટર્મિનસનો પરિસર લગભગ ૨.૮૫ હેકટરના વિસ્તારમાં ફેલાયેલ છે, જેમાં અલગ અલગ કોરિડોર તૈયાર કરવામાં આવ્યા હતા. રેલવે ઍન્જિનિયર્સે ઇટાલિયન ગોથિક શૈલીના શિખર, ઊંચા ટાવર, પરંપરાગત શૈલીની આગવી છતની સાથે કોરિડોર તૈયાર કર્યા હતા. ઉપરાંત, અલગ અલગ કોરિડોર, ઇમારત અને ટાવર તૈયાર કરવામાં પીળા પથ્થર, લાલ રંગના રેતિયા પથ્થર, રંગબેરંગી કાચ તથા ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ટર્મિનસની બાંધણી માટે મુંબઈની જાણીતી જે. જે. સ્કૂલ ઑફ આર્ટસના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. હાલની સ્ટાર ચેમ્બર એટલે સબર્બન રેલવેની બુકિંગ ઓફિસને લંડનના પેલેસ ઑફ વેસ્ટમિનિસ્ટરના આધારે સ્ટાર ચેમ્બરનું નામ આપ્યું હતું. રેલવે સ્ટેશનના એન્ટ્રન્સમાં વાઘ, વાંદરા, બકરી, સાપ, ગરોળી, સમડી સહિત વિવિધ પક્ષી અને પશુઓના પૂતળા તથા વિભિન્ન પ્રકારના ફળફૂલના આકારથી બિલ્ડિંગના દરવાજાને સજાવવામાં આવ્યા હતા. હેરિટેજ ગેલરીથી લઇને સ્ટાર ચેમ્બર, ગ્રાન્ડ સ્ટેરકેસ, બીજા માળની લાઉન્જ સહિત સ્ટેશનની આગળના ભાગને આગવી રીતે સજાવ્યો હતો. મે, ૧૮૮૮માં જીઆઇપી રેલવેએ ટર્મિનસ બનાવ્યું તે ભવ્ય જ નહીં, પરંતુ રેલપ્રેમીઓની સાથે વિદેશી પ્રવાસીઓનું મન મોહી લીધું. એ ઇમારત આખા એશિયામાં સૌથી મોટી અને ભવ્ય હતી. અલબત્ત, સરકારે ટર્મિનસ બનાવવાની મંજૂરી આપી ત્યારે કુલ સાડાઆઠ લાખ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ બાંધકામ પૂરું કર્યા પછી કુલ ખર્ચ રૂપિયા ૧૬,૩૫,૫૬૨ થયો હતો. તબક્કાવાર બે નવી લાઇન બનાવ્યાના ત્રણ વર્ષ પછી નવા પ્લૅટફૉર્મ બનાવવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૨૫માં સૌપ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવાઇ હતી. અલબત્ત, ૧૯મી સદીમાં નિર્મિત વિકટોરિયા ટર્મિનસે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું, જેમાં અંગ્રેજોના ગયા પછી રેલવે કંપનીઓના નામ બદલાયાં. તત્કાલીન જીઆઈપી રેલવે મધ્ય રેલવે બની ગઇ. છેલ્લે માર્ચ, ૧૯૯૬માં વિકટોરિયા ટર્મિનસમાંથી નવું નામ મળ્યું અને નામ હતું છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી). સીએસટીની ઇમારતની બાંધણી પર વિદેશીઓની સાથે યુનેસ્કો ઓવારી ગયું અને તેનું પરિણામ હતું બીજી જુલાઇ, ૨૦૦૪ના રોજ યુનેસ્કોએ સીએસટી સ્ટેશન હેરિટેજ યાદીમાં સ્થાન આપ્યું હતું. 

હેરિટેજમાં સ્થાન આપ્યા પછી સીએસટીના રિનોવેશન માટે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવે છે, જ્યારે દર વર્ષે પ્રસંગોપાત સ્ટેશનના પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવાય છે. સીએસટીના રિનોવેશન તથા બ્યુટિફિકેશન માટે બે તબક્કામાં કામ હાથ ધરવામાં આવ્યું હતું. તબક્કાવાર બ્યુટિફિકેશનની કામગીરી પાર પાડવામાં આવ્યા પછી રેલવે મંત્રાલયે સીએસટી 'મેજર અપગ્રેડેશન' માટે પસંદગી કરવામાં આવી હતી. 

સ્ટેશનના પરિસરમાં રેલવે પ્રવાસીઓને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની યોજના હતી, ત્યારબાદ સ્ટેશનના હેરિટેજ બિલ્ડિંગની જાળવણી તથા લોકોને માહિતગાર કરવા માટે મધ્ય રેલવેએ 'હેરિટેજ વોક'નો કાર્યક્રમ હાથ ધર્યો છે. એક સપ્તાહના કાર્યક્રમ દરમિયાન જાણીતા આર્કિટેકની આગેવાનીમાં લટાર મારવામાં આવશે, જ્યારે તેમને સીએસટી સહિત હેરિટેજની દુનિયાથી માહિતગાર કરવામાં આવશે, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment