Wednesday, 29 June 2016

[amdavadis4ever] બિહારમાં નમોને નિષ્ફળ કરવાનો વિઘ્નસંતોષીઓન ો મકસદ પૂરો થયો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સામાન્ય માનવીના અચેત માનસ પર ભારે અસર કરવાવાળા સંદેશા બનાવવા માટે રાજકીય ખેલાડીમાં કુનેહ હોવી જોઈએ. સંદેશાના આશય સંતાડી અલગ પ્રકારના નિશાન બનાવી સામાન્યજનને જીવિત બનાવવામાં સફળ બનતા આગેવાનો જ તેમના રાજકીય જંગ જીતવાના. એ ચૂંટણીનાં મેદાન હોય કે સંસદનાં પ્રાંગણ હોય. પણ સંદેશાના ખરા આશય સંતાડવાની કુનેહ જરૂરી બની જવાની. બિહાર વિધાનસભાની ચૂંટણી આવો જંગ બની ગયો. બિહારમાં સત્તા મેળવવા ખાતર નહિ પણ વિશ્ર્વને ભારતની નવી છબી બતાવવા ખાતર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક ઉન્નતિ એ એકમાત્ર મુદ્દાને તેમના પ્રચારનું કેન્દ્રબિન્દુ બનાવ્યું. 

બિહારના જાતપાતનાં અટપટાં સમીકરણો તેઓ જાણતા હતા. ભાજપ એટલે ઉચ્ચવર્ણોનો પક્ષ ગણાય. ભાજપની સરકાર બનવી એટલે સત્તાનાં સૂત્રો ઉચ્ચવર્ણના હાથમાં જવા દેવા. રાજ્યમાં સત્તાના સૂત્રો ગયા પચ્ચીસ વરસથી પોતાના હાથમાં રાખી રહેલા પછાત વર્ગોના મનમાં એ માટે તૈયારી કરાવવી અશક્ય બાબત હતી.

પણ બિહારના યુવાનો-યુવતીઓ પણ આધુનિક બની ગયાં છે. તેઓ જાતિપાતિના રાજકારણના કાદવમાંથી બહાર આવી ગયાં છે. તેઓ પણ માત્ર આર્થિક ઉન્નતિના વિચાર પર આધુનિક બનવા સંઘર્ષ કરવા તૈયાર બની ગયા છે એ બતાવી શકાય. પછાત જાતિના પણ શિક્ષિતોને આ માર્ગ પર આગળ આવવા નમોના પક્ષમાં મત નાખવા સમજાવી શકાશે એવા વિશ્ર્વાસ સાથે તેઓ આ જંગમાં ઊતર્યા હતા. તેમના વિજયની શક્યતાના આંકલનોને તેમની છાવણીના જ એક વર્ગને ભયભીત બનાવી દીધા. આર્થિક ઉન્નતિના મુદ્દા પર નરેન્દ્ર મોદી સફળ થાય તો તેમના જુનવાણી - ધર્મ - કોમના વિચાર પર આધારિત રાજકારણ અપ્રસ્તુત બની જવાનો ભય તેમના મનમાં જાગ્યો. નમોના કાર્યના-આશયના સંદેશાઓ તેમના અચેત માનસને વિહ્વળ બનાવી ગયા. 

નમોની જીતના ભય સામે લડવા ખાતર પાડોશના રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોમી તંગદિલી વધારવા માટે ઉશ્કેરણીના બનાવો અચાનક બનવા લાગ્યા. બિહારના મતદારોમાં પંદર ટકા મુસ્લિમો છે. તેમના મત બીજા મોરચા માટે નક્કી બનાવવાના આશય હતા.

ગયા સાત દાયકામાં અનેકવાર કોમી રમખાણો થયાં છે. પણ ઉત્તર પ્રદેશના એક ગામમાં એક જ પરિવાર દ્વારા હિંસાના બનાવે આખા દેશમાં દહેશતનું વાતાવરણ બનાવી નાખવું એ અભૂતપૂર્વ બાબત ગણાય. એ માટે કોમી રમખાણ કરતાં આખા દેશમાં બહુમતીના મધ્યમ વર્ગની પ્રતિક્રિયા - લઘુમતી પ્રત્યેની તેમની નફરતના જે વ્યાપક પ્રમાણમાં દર્શન થયા તે અદ્ભુત દહેશતનું કારણ બની. 

આ નફરત - અણગમો બતાવવા માટે સોશિયલ મીડિયાનો જે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો તેમાં દેશમાં પ્રવર્તમાન અને તીવ્ર અસહિષ્ણુતાની લહેરના દર્શન નજીકથી થઈ ગયા. કદાચ આવા અણગમાની ભાવના પહેલા પણ હશે. પણ એ દેખાઈ નહોતી. પ્રથમવાર એની તીવ્રતા દેખાઈ. સત્તાનાં સૂત્રો ભાજપના હાથમાં હોવાથી આ નફરત દહેશત બની ગઈ. 

ખેલ સંદેશાઓના અચેત માનસ દ્વારા આંકલનનો જ હતો.

અણગમાની તીવ્રતા બતાવવા માટે અનેક ખ્યાતનામ વ્યક્તિઓનાં નામોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. ઉપજાવી કાઢવામાં આવેલા સંદેશાઓ સોશિયલ મીડિયામાં આવી ગયા. બહોળા પ્રમાણમાં. બાંગલાદેશની લેખિકા નસરિનના નામ તળે આમિર ખાનને વગોવવા માટેનો ઉપજાવી કાઢવામાં આવેલો સંદેશ વહેતો કરવામાં આવ્યો. આમિર ખાન પીકે જેવી ફિલ્મ ભારતમાં જ બનાવી શકે. પાકિસ્તાનમાં જ એમને મોતની સજા ફરમાવવામાં આવી હોત. એવી વાત કહેવામાં આવી. ભારતમાં ડર લાગતો હોય તો પાકિસ્તાન ચાલ્યા જવાની તેમને સલાહ આપવામાં આવી. યુવાનો કદાચ ટીખળ કરી રહ્યા હતા પણ આધેડ વયના બહુમતી નાગરિકો વચ્ચે ચાલતી વાતો અણગમાની હદ વટાવતી દેખાતી હતી.

તમામ ભૂલી ગયા. ભારતના વિભાજન સમયે પાકિસ્તાન વસવા જવાનો વિકલ્પ સ્વીકારવાના બદલે, કોમી રમખાણોના કારણે જીવન સુરક્ષિત લાગતા નહોતા. તો પણ કરોડો મુસ્લિમ પરિવારોએ ભારતને વતનને નહિ છોડવાનો નિર્ણય કર્યો હતો. એ સમયની કોમી તંગદિલી ભારે હોવા છતાં કારણ મોટા ભાગના હિન્દુ પરિવારોએ નફરત બતાવવાના બદલે સહાયનો હાથ લંબાવ્યો હતો. આમિર ખાને તેમની પત્નીના મનમાં જાગેલી અસલામતીની ભાવના જ- ડર જ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારત છોડવાની વાત કરી નહોતી. પણ આ વાતાવરણમાં ઝડપથી ઉફાળો આવ્યો. બિહારનો ચૂંટણી જંગ ખતમ થતાં જ ઉફાળો પણ ખતમ થયો. આમ ઉશ્કેરણી જગાવવાના રાજકીય હેતુ ઉઘાડા પડી જાય છે.

લોકસભાની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીએ આર્થિક ઉન્નતિ અને આધુનિક બનવા ખાતર પરિવર્તનના સવાલ પર ચૂંટણી લડી. જનાદેશ મેળવી તેમણે માત્ર રાજકીય સ્પર્ધકોને જ નહિ બલકે તેમના પક્ષના તમામ નેતાઓને આશ્ર્ચર્યચક્તિ બનાવી દીધા. ૨૦૦૯માં ભાજપના જૂના એજન્ડા અને લાલકૃષ્ણ અડવાણીના નિર્ણાયક સ્વભાવના આધાર પર ચૂંટણી લડવામાં આવી. પણ જીતના પાટિયા પર સ્કોર ૧૧૬ પર પહોંચી અટકી ગયો હતો. નમોની જીત ઉપરાંત આશ્ર્ચર્યની વાત ભાજપના તમામ વિરોધીઓનો ધબડકો એ અસાધારણ બાબત બની. ત્યારબાદ યુપીમાં ભાજપના જૂના એજન્ડા પર પેટાચૂંટણીઓ લડવામાં આવી તેમાં ભાજપનો ધબડકો થયો. પણ બિહારમાં નમોના નવા એજન્ડાને પછડાટ ખાવી પડી અથવા અંદરખાનેથી પછડાટ માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા. એમાં સફળતા મળતા નરેન્દ્ર મોદીની ઉતાવળને આર્થિક ઉન્નતિને ધીમી પાડી શકાશે. મોદીની હારના કારણે રૂઢિચુસ્તોને બળ મળી ગયું છે. નમોની સત્તા માટે વધુ પડકારો ઊભા કરવા ખાતર સંઘના વડાએ રામજન્મભૂમિ મંદિરના તત્કાળ નિર્માણ માટેનો સવાલ ઊભો કરી નાખ્યો. આ બિહારની ચૂંટણીના હારજીતના ખેલાડીઓના આંકલનો ભ્રામક છે અને ભ્રામક નથી પણ પછાત-દલિત મુસ્લિમો એકતા સઘન બનાવી શક્યા ડરના કારણે.

જીવનના કોઈપણ ક્ષેત્રમાં ચોક્કસ મકસદો સાથે ઘટના ઘડવામાં આવે પણ તમામ ઘટનાઓમાંથી તેમના પોતાના તર્ક વહેવાના. એ તર્કની અપેક્ષા રાખી એને નિયંત્રણ રાખવાની સાવધાની દાખવે તેઓ જ ઘટના પાછળના હેતુઓ પાર કરી શકે. મોટા ભાગના ખેલાડી તેમની ઘટનાઓના તર્કની ગણતરી કરતા જ નથી. કારણ ઘટનામાંથી તર્ક બહાર નીકળવાના અને અનેક અચેત માનસો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા કરવાના એ વાત તેમના ધ્યાન પર જ આવતી નથી. તેથી તેમના મકસદ પૂરા થતાં નથી પણ નવી મુસીબતો આવી પડે છે.

બિહારમાં હારને આમંત્રિત કરવામાં આવી. નમોના એજન્ડાની વિફળતા પુરવાર કરવાનો મકસદ પૂરો થયો. પણ હારમાં પછાતવર્ગો, દલિતો તેમ જ મુસ્લિમો અંતે ખંભા મિલાવીને ઊભા રહેવાનું શીખી ગયા. તેમના સંગઠિત બનવાથી સત્તાનાં સૂત્રો તેમના હાથમાં આવી જવાના એ તર્ક સંદેશા બનીને બહાર આવ્યા. 

કૉંગ્રેસ અને આ વર્ગો વચ્ચેની લડાઈના સ્વરૂપ અલગ હતા. તેવા રાષ્ટ્રીય અભિગમ તેમ જ ક્ષેત્રિય અભિગમો વચ્ચે લડાઈ બનતી. પણ ભાજપના એક અસંતુષ્ટ વર્ગો અને ઉચ્ચ વર્ણ સામે પછાત વર્ણની લડાઈ બતાવી અન્ય ક્ષેત્રોના પછાત વર્ગોને નવી સમજ આવી. આમ હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર બનાવવાના માર્ગમાં ઊંચા નડતર બનાવી નાખવામાં આવ્યા.

આ ઉપરાંત ભારતમાં ધર્મોના નામ પર - જાતિઓ વચ્ચે આવી પ્રખર અસહિષ્ણુતા દેખાઈ આવ્યા બાદ અન્ય ધર્મોના રોકાણકારો ભારત આવવાના કે સવાલ થવાનો! સંઘ પરિવારે ભારતને ત્રિશંકુની સ્થિતિમાં લાવી દીધું. વર્ગવિગ્રહ અને ધીમી ગતિની આર્થિક ઉન્નતિ વચ્ચે ભારત અટવાઈ જાય એવી સ્થિતિ બનાવી દેવામાં આવી. આ તર્ક નિહિત છે. એના પાકવાને સમય લાગવાનો. પણ હારના સંદેશા સ્પષ્ટ છે. નમો અઢાર મહિનાથી વિદેશી રોકાણકારોને ભારત લાવવા મથતા રહ્યા. એક જ ફટકામાં તેમના પુરુષાર્થ પર પાણી ફેરવવાના કામ પણ તેમની છાવણીમાંથી જ થયા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment