Wednesday, 29 June 2016

[amdavadis4ever] જાસૂસી કે જેન ્યુઈન ક્ધસર્ન?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"હલો ! હું રીના બોલું છું. એક પત્ની ગૃહિણી પોતાના પતિની મિત્રને ફોન કરે છે, "મેં આજે નીરજનો ફોન જોયો. સહેજ અટકીને રીના ઉમેરે છે, "મેં તમારી ચેટ વાંચી.

"હં. પતિની મિત્રને હજી સમજાયું નથી.

"મારે શું સમજવાનું રીના પૂછે છે, "હવે પતિની મિત્રને સમજાયું છે. તદ્દન નિર્દોષ, મજાક અને સ્વસ્થ લર્ટમાં લખાયેલા ચેટના આઠ-દસ વાક્યોની આપલે નીરજની પત્નીએ વાંચી. એ બાબતે એણે નીરજને કશું કહેવાને બદલે રીનાએ પતિની મિત્ર સેજલને ફોન કર્યો, "મને બહુ જ દુ:ખ થયું

"શેને માટે ? સેજલને હજી સમજાયું જ નથી.

"તમે આવું કેવી રીતે લખી શકો ? રીના હજુ પોતાના મુદ્દા પર ચીપકેલી રહી, "કોઈ વાંચે તો શું માને

"કોઈ શું માને એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. જરા બિન્દાસ્ત ટાઈપની અને કેરફ્રી વ્યક્તિત્વ ધરાવતી સેજલે કહ્યું, "મને નીરજમાં કોઈ ખોટા પ્રકારનો ઈન્ટરેસ્ટ નથી. આઈ એન્જોય હીઝ કંપની, હું એની સાથે ક્યારેક વાત કરું છું...એ મજાક કરે તો જવાબ આપું છું.

"હું આને શું સમજું ? રીનાએ ફરી પૂછ્યું.

"મજાક સેજલ હસી પડી, "હેલ્ધી લર્ટ સેજલે જરા વધુ સ્પષ્ટ થઈને સીધું જ કહી નાખ્યું, "મારી પાસે રોમેન્સનો સમય નથી, ને એમાંય નીરજ મારો ટેસ્ટ નથી. મને અફેર કરવો જ હોય તો હું કોઈ એવા માણસ સાથે અફેર કરું જેની પાસે કરોડો રૂપિયા હોય અને જેની પત્ની એના ફોન ન જોઈ શક્તી હોય.

*

પતિની મિત્ર કે બહેનપણી સામાન્ય રીતે પત્ની માટે કોઈ હરીફ કે પોતાનો કોળિયો જુટવવા નીકળેલી કોઈ "ડાકુરાણી ગંગા જેવી ભાસે છે ! મોટાભાગની પત્નીઓને, સામાન્ય રીતે જે હોમ મૅનેજર કે ગૃહિણી હોય એને માટે વ્યવસાય કરતો સફળ પતિ "મધપુડા જેવો લાગે છે...આવી ઓછું બહાર નીકળતી કે પતિ ઉપર સંપૂર્ણ રીતે આધારિત હોય એવી પત્નીઓ માટે પતિની કોઈપણ સ્ત્રી મિત્ર મધપુડાની આસપાસ બણબણતી માખી જેવી છે. પત્નીની ઈનસિક્યોરિટીનું કારણ કદાચ એ સ્ત્રીની સફળતા, એનું શરીર, એની ઉંમર, એની આવડત કે એનું સિંગલ વુમન હોવું...હોઈ શકે. મોટાભાગની પત્નીઓ ચોરી છૂપીથી પતિના મોબાઈલ ચેક કરવાની પ્રવૃત્તિને પોતાનો અબાધિત અધિકાર સમજે છે. આવી પત્નીઓમાં બે પ્રકાર છે. પહેલા પ્રકારની પત્નીઓને લાગે છે કે એમના પતિ ઘરની બહાર વ્યવસાય કરવા માટે ઓછો સમય વિતાવે છે ને વધુ સમય આવી રીતે સ્ત્રીઓનો 'શિકાર' કરવા માટે ખર્ચી નાખે છે. બીજા પ્રકારની પત્ની માને છે કે એનો પતિ બહુ ભોળો છે, દુનિયા ક્રૂર અને લૂંટારાઓથી ભરપૂર છે. એના પતિને મળતી તમામ સ્ત્રીઓ એના પતિના પૈસા, દેખાવ, સત્તા અને સ્ટાઈલથી ઈમ્પ્રેશ થઈ જતી હોવી જોઈએ, એમ માનીને આવી સ્ત્રીઓ પોતાના પતિનું રક્ષણ કરવાના ઉદ્દેશથી એમના મોબાઈલ ચેક કરે છે, એમના ડ્રાઈવરને ફોડે છે અથવા ઑફિસની રિસેપ્શનીસ્ટ કે કલીગને પોતાના જાસૂસ બનાવે છે.

કામ કરતી, વ્યવસાય કરતી, સફળ, પ્રસિદ્ધ, પૈસા કમાતી કે સત્તા ધરાવતી સ્ત્રીને પોતાની આ દુનિયા ટકાવી રાખવા માટે બહુ મહેનત કરવી પડે છે. આજે પણ આ દેશનું અર્થતંત્ર પુરુષના હાથમાં છે એવું માનવામાં આવે છે. સાહિત્યથી શરૂ કરીને સર્જરી સુધીના વ્યવસાયમાં પુરુષ જેટલી આસાનીથી સફળ થઈ શકે એના કરતાં સ્ત્રીએ ઘણી વધુ મહેનત પોતાના વ્યવસાયમાં સફળ થવા અને એ પછી સફળતાને ટકાવી રાખવા કરવી પડે છે. જે સ્ત્રી પાસે પોતાનું કામ છે, વ્યવસાયમાં સફળતા અને સંતોષ છે એવી સ્ત્રીઓ મોટેભાગે લફરાંબાજીથી દૂર રહેવાનું પસંદ કરે છે. એમની પાસે આવા 'ફાલતું' કામો માટે મોટેભાગે સમય નથી હોતો. બીજું ઘરની બહાર નીકળતો દરેક પુરુષ 'શિકારી' નથી. એણે પણ આજના ગળાકાપ હરીફાઈના સમયમાં એનો વ્યવસાય, એની નોકરી કે એની સત્તા અથવા સફળતાને ટકાવી રાખવાની છે. એમ ન હોય તો પણ દરેક પુરુષને લફરાંબાજીમાં રસ હોય જ એવું જરૂરી નથી...દુનિયાના ઘણાં બધા પુરુષો બુદ્ધિશાળી અને વાતો કરી શકે એવી સ્ત્રીઓમાં રસ લેતા હોય છે, પરંતુ એમનો ઇન્ટરેસ્ટ માત્ર એક સારી કંપની કે મિત્રતા પૂરતો હોય એમ પણ બને. આપણે સામાન્ય રીતે સ્ત્રી-પુુરુષની મૈત્રીને એક જ રીતે જોતા શીખ્યા છીએ. જો હમણાં નથી તો પણ આ દોસ્તી સમય જતાં પથારી સુધી પહોંચી જશે એવું દૃઢપણે માનનારી પત્નીઓની ખોટ નથી... પતિ-પત્ની બંનેનો ઉછેર જુદો હોય ત્યારે આવી સમસ્યાઓ જરા વધારે પ્રમાણમાં વકરે છે. એવું નથી કે આ માત્ર સ્ત્રીઓની જ ઇનસિક્યોરિટી છે. પુરુષો પણ આવી ઇનસિક્યોરિટીમાંથી પસાર થાય છે. પત્નીનો બહુ સારો મિત્ર કે જેની સાથે પત્નીને સમય પસાર કરવાનું ગમતું હોય એવા પુરુષ મિત્રો સામે ઘણા પતિઓને વાંધો હોય છે, કારણ કે એમના ઉછેરમાં એમને વિજાતીય મૈત્રી નામનો શબ્દ શીખવવામાં આવતો જ નથી.

સાચું પૂછો તો મોટા ભાગના સંબંધો પથારી સુધી ત્યારે પહોંચે છે, જ્યારે એમાં કોઈ ઇમોશનલ ફેક્ટર દૃઢપણે સંયોજાય છે. આપણે જાનવરોની વાત નથી કરતા, માણસોની વાત કરીએ છીએ. માણસ માટે પહેલાં મન અને પછી તન એવો ક્રમ સામાન્યત: જોવા મળે છે. જે પત્નીઓ પોતાના પતિને લફરાબાજ, ચાલુ, શિકારી કે વુમનાઇઝર અથવા ચાર્મર માનતી હોય એ પત્નીઓએ એવું પણ સમજી લેવાની જરૂર છે કે એમના પતિદેવ એમને જેટલા હેન્ડસમ, આકર્ષક, રૂપાળા કે સ્માર્ટ લાગે છે એટલા દરેક સ્ત્રીને લાગે એવું જરૂરી નથી. કોઈને પાંઉભાજી ભાવે ને કોઈને પાણીપૂરી, કોઈને સુખડી ભાવે તો કોઈને પેસ્ટ્રી... આમાંની એક પણ વસ્તુ ખરાબ નથી. તેમ છતાં ગમા-અણગમા તો માણસની અંગત બાબત છે...

ને છેલ્લી, પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જેટલું બંધન ફ્રીડમમાં કે સ્વતંત્રતામાં છે એટલું બંધન જગતની બીજી કોઈ બાબતમાં હોઈ શકે નહીં. ચોરને જ્યારે સૌથી મહત્ત્વનો સામાન સાચવવા માટે આપવામાં આવે ત્યારે એણે ભાગી જવું હોય તો પણ એની ભીતર રહેલો એના સંસ્કારનો, એની શ્રદ્ધાનો, એની સમજનો કે એના સિદ્ધાંતનો અવાજ એને રોકવાનો પ્રયાસ જરૂર કરશે. વિશ્ર્વાસ મૂકનારી, શ્રદ્ધા રાખનારી, સ્નેહ કરનારી અને પ્રશ્ર્નો નહીં પૂછનારી પત્ની આમ તો રૅર સ્પીશીસ છે, છતાં જો સ્ત્રી તરીકે આપણે આપણી ઇનસિક્યોરિટી ઉપર કાબૂ મેળવીને - શંકા-કુશંકાને બાજુએ મૂકીને આપણા જીવનની સૌથી મહત્ત્વની અને નિકટની વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ મૂકીને જીવવાનો પ્રયત્ન કરી જોઈએ તો આપણી ભીતરની પચાસ ટકાથી વધુ નેગેટિવિટી ઓછી થઈ જાય. હવે કદાચ એક સવાલ એવો થાય કે વિશ્ર્વાસ મૂકવા છતાં કોઈ એ વિશ્ર્વાસ તોડે... આપણા જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ કોઈ બીજાને ચાહવા 

માંડે તો...

... આવું બને તો એક નિર્ણય આવી જાય છે, એ વ્યક્તિની જિંદગીમાં આપણે એટલા મહત્ત્વના કે નિકટના નથી. હવે જો એમ જ હોય તો ગમે તેટલો પ્રયત્ન, શંકા, ક્ધટ્રોલ કે આજીજી કરવાથી પણ એ વ્યક્તિ આપણને એટલું મહત્ત્વનું કે નિકટનું સ્થાન નહીં જ આપી શકે. જે સંબંધમાં સો ટકા ઇન્વેસ્ટ કર્યા પછી બધું જ ધસી પડે, ખતમ થઈ જાય ત્યારે જાતને બે જ પ્રશ્ર્નો પૂછી શકાય, ૧, આ બધું માફ કરીને, છોડી દઈને, ભૂલી જઈને ફરી એક વાર નવેસરથી સંબંધને જીવવો છે ? ૨, આવું સાચે જ થઈ શકશે ખરું ? 

જો આ બંનેનો જવાબ 'હા' હોય તો ફરી એક વાર વિશ્ર્વાસ કરવાની તક મળે છે અને જો આ બેમાંથી એક જવાબ 'ના' હોય તો જે આવતી કાલે તૂટવાનું છે એને આજે જ તોડી પાડીને કોઈ નવા ચણતર માટે તૈયાર થવું જોઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment