Thursday, 30 June 2016

[amdavadis4ever] એનિવર્સરી: શીલાબહેનન ા હાથમાં બ ુકે પકડાવતા ં, એમના કપ ાળે ચુંબન કર્યું Hemal Vaishnav

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એનિવર્સરી: શીલાબહેનના હાથમાં બુકે પકડાવતાં, એમના કપાળે ચુંબન કર્યું

સ્પંજ બાથ કરાવીને નર્સે શીલાબહેનનાં કપડાં બદલાવ્યાં અને તેમને પલંગમાંથી વ્હિલચેરમાં બેસાડીને રજા લીધી. ત્યાં તો સુમનભાઈ બુકે સાથે રૂમમાં ધસી આવ્યા. 'હેપ્પી ટ્વેન્ટી ફિફ્થ એનિવર્સરી, જાનુ.' બોલતાં બોલતાં એમણે શીલાબહેનના હાથમાં બુકે પકડાવતાં, એમના કપાળે ચુંબન કર્યું. પક્ષઘાતના હુમલાએ ચાર વરસથી શીલાબહેનનું જમણું અંગ ખોટું પાડવા સાથે વાચા પણ હરી લીધી હતી. એમના હોઠ પર શબ્દોની જગ્યાએ ફિક્કું સ્મિત જ આવ્યું. 'ડોન્ટ વરી શીલા, આજે આખો દિવસ આપણો જ છે. આજે ફેક્ટરીમાં રજા.' કહીને સુમનભાઈએ શીલાબહેનના ખાલી ખાટલામાં પલાંઠી મારીને જમાવ્યું. ત્યાં એમનો મોબાઇલ રણકી ઊઠ્યો. 'અરે યાર, આજે ડિલિવરીની ના પાડી હતીને,મારાથી અવાય એમ છે જ નહીં.' સુમનભાઈ કહી રહ્યા હતા. થોડી રકઝક બાદ એમને શીલાબહેન સામે મ્લાન સ્મિત કર્યું. 

'શીલુ, મારે બે કલાક જવું પડે એમ છે, અરુણ પણ મુંબઈ ગયો છે. સોરી યાર.' એમ કહીને તે બંગલાની બહાર નીકળી ગયા. શીલાબહેનને આજ પહેલી વાર હરાયેલી વાચા માટે ગુસ્સો આવ્યો. ઘડિયાળના કાંટાને સરકતો એ નિ:સહાય બનીને જોઈ રહ્યા. કાશ, એમને પક્ષઘાત ન થયો હોત તો આજે પાર્ટી રાખી હોત. એમની આંખો ડબડબાઈ ગઈ. સવા પાંચ વાગ્યે સુમનભાઈની જગ્યાએ અરુણ આવ્યો! ઓહ, અરુણ તો મુંબઈ ગયો જ નથી, તો પતિ ખોટું બોલ્યા.
 
'ભાભી, રૂમમાં શું બેઠાં છો, ગાર્ડનમાં તો થોડી વાર બેસો' અને શીલાબહેનની મરજીની પરવા કર્યા વગર જ અરુણ વ્હિલચેરને ગાર્ડનમાં ધકેલી ગયો. ગાર્ડનમાંનું દૃશ્ય જોઈને શીલાબહેન દંગ રહી ગયાં. ગાર્ડન સગાંવહાલાંથી ભરેલું હતું. સુમનભાઈ આગળ આવ્યા અને શીલાબહેનને કહ્યું, 'તું કહેતી હતીને પચીસ વર્ષે આપણે ફરીથી લગ્ન કરવાં છે, ચાલ.' તેમણે શીલાબહેનની વ્હિલચેરને આગળ રાખીને ફેરા લીધા, પણ જ્યારે મોક્ષનો ચોથો ફેરો આવ્યો ત્યારે તેમણે પત્નીની હારોહાર ફેરો લેતાં ગોર મહારાજને કહ્યું, 'શીલા વગરનો મોક્ષ શું કામનો?'અને મહેમાનોની આંખોમાંથી સરકતા મોતીથી એનિવર્સરીની સાંજ ઝાકળભીની થઈ ગઈ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment