Thursday, 30 June 2016

[amdavadis4ever] પરફેક્શનન ું દુખ અને અપૂર્ણતાન ું સૌંદર્ય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવીનક્કોર કાર તમારા ઘરે શોરૂમમાંથી જે દિવસે આવે એ જ દિવસે એના પર નાનો સરખો ગોબો પડી જાય તો તમે શું કરો? લૉન્ડ્રીમાંથી તાજા જ ડ્રાય ક્લીન થઈને આવેલાં કપડાંના પૅકેટ પર કોઈ ભૂલથી બેસી જાય અને કપડાં ચોળાઈ જાય તો તમે શું કરો? ખૂબ કાળજીથી સુંદર અક્ષરે સારા કાગળ પર મોંઘી ઈન્કવાળી ફાઉન્ટન પેનથી કાળજીપૂર્વક કોઈને પત્ર લખ્યો હોય અને છેક છેલ્લા વાક્યે અજાણતાં ધક્કો વાગતાં છેકછાક થઈ જાય તો તમે શું કરો?

સ્ક્રીન પર, સ્ટેજ પર કે નવલકથાનાં પાનાંમાં દેખાતી હીરોઈનો સર્વગુણ સંપન્ન હોય છે. લગ્નસંબંધી જાહેરખબરો વાંચશો તો ખબર પડશે કે ગુજરાતી યુવાનો આવી જ ક્ધયાની તલાશમાં હોય છે. ગોરી, ઊંચી, દેખાવડી, નમણી, હસમુખી, સંસ્કારી, ભણેલી, ગૃહકાર્યમાં કુશળ. માય ગૉડ. આવી સ્ત્રી લાવવી ક્યાંથી? છતાં સૌ કોઈ આશા બાંધીને બેઠા છે. એમણે ખૂબસૂરત મૉડેલ ગર્લના ફોટા જાહેરખબરોમાં જોયા છે. કૉલેજમાં અવ્વલ નંબરે આવતી ફિલ્મની હીરોઈનને ડાન્સ કરતાં પણ એટલી જ સારી રીતે આવડે છે તે જોયું છે. જિંદગીમાં પણ એ જ જોઈએ છે. ગોબા વગરની નવીનકોર ગાડી સૌ કોઈનો આદર્શ છે.

મેકઅપમૅનને પૂછો. હીરોઈનના ચહેરાના માઈનસ પોઈન્ટ્સને એ કેવી ખૂબીથી છુપાવે છે. ડ્રેસ ડિઝાઈનર કહેશે કે પરફેક્ટ આંકડા ધરાવતું ફિગર કુદરતની નહીં પણ માસ્ટર કટરની સરજત છે. કૅમેરામેનને પૂછજો, ખબર પડશે કે લાઈટિંગની કરામતથી ભલભલી સાદા દેખાવની નારીઓને તેઓ અપ્સરા બનાવી શકે છે.

આપણે સ્વીકારી શકતા નથી કે ઘડી-બેઘડી આ બધો અસબાબ ઠીક છે, ચોવીસે કલાક જ્યારે વાસ્તવિકતા સામે ઝીંક લેવાની હોય ત્યારે આ બધું ખરી પડતું હોય છે. પરફેક્શન કે સંપૂર્ણતાનો આગ્રહ માણસને અવાસ્તવિક બનાવી દે છે. સંપૂર્ણતાના વળગણથી માણસ પોતાની પાસેથી તેમ જ આસપાસના સૌ કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખતો થઈ જાય છે.

તો આનો અર્થ શું એવો કાઢવો કે આપણે જિંદગીમાં ધકેલ પંચા દોઢસોની નીતિ અપનાવી લેવી? સો ટકા પરફેક્શન શક્ય નથી એવું સ્વીકારી લીધા પછી કોઈપણ કામમાં કે કોઈપણ વ્યક્તિમાં કોઈ ધોરણનો આગ્રહ ન રાખવો?

ના. એવું નથી. પરફેક્શન માટે પ્રયત્નો કરવા. પણ એ પ્રયત્નો વળગણમાં પલટાઈ જતા હોય એવું લાગે ત્યારે સાવધ થઈ જવું. સમયની બાબતમાં નિયમિતતા રાખતા આગ્રહીઓને તમે જોયા હશે. ઘણું માન છે એવા લોકો માટે. પણ કોઈ એમને ચાર વાગ્યે મળવાનું કહીને સવા ચારે આવે તો તેઓ આખી દુનિયા ઊંધીચટી થઈ ગઈ હોય એટલા વ્યાકુળ થઈ જતા હોય છે. પંદર મિનિટ મોડું કરવા બદલ તેઓ ત્રીસ મિનિટ સુધી નિયમિતતાની આવશ્યકતા પર લેક્ચર આપી દેતા હોય છે. રસોઈમાં મીઠું સહેજ વત્તુંઓછું પડી જાય કે પાપડ જરા કાચોપાકો રહી જાય ત્યારે આખું ઘર માથે લેતા પતિદેવો તમે જોયા હશે. કદાચ, તમારા પોતાના ઘરમાં જ હશે. બાળકના હોમવર્કમાં એકાદ દાખલો ખોટો પડે કે પાટલૂનને મૅચિંગ મોજાં વૉર્ડરોબમાંથી ન મળે તે દિવસે આખો જન્મારો એળે ગયો હોય એવી લાગણી વ્યકત કરતા લોકોની આપણી આસપાસ ખોટ નથી.

પરફેક્ટ કોઈ જ નથી અને પરફેક્ટ કશું જ નથી. અપૂર્ણતાનું સૌંદર્ય સ્વીકારી લેવાથી જે સંતોષ મળે છે તેનું મૂલ્ય નાનુંસૂનું નથી. સંબંધો, સગવડો, વ્યક્તિઓ કે વસ્તુઓમાં અપૂર્ણતા હોઈ શકે છે એ સ્વીકારી લીધા પછી જિંદગી ઘણી આસાન બની જાય છે. કલ્પનાની દુનિયા અને વાસ્તવિકતાની દુનિયા વચ્ચેનો તફાવત સમજી લીધા પછી જ પરફેક્શનનો આગ્રહ ઓગળી શકે છે.

એક નોંધ: પ્લેન બનાવવામાં પરફેક્શન ન હોય અને એક કાણું રહી જાય તો ડિઝેસ્ટર થાય તે રૉકેટ ઉડાડવામાં સેક્ધડના સોમા ભાગનું પ્રીસિસન પણ જો ન જળવાય તો... અને સોનું કે હીરો જોખવામાં એક ગ્રામના દસમા, સોમા કે હજારમાં ભાગનું ધ્યાન રાખવામાં ન આવે તો... કે તમને દસ હજારના બંડલમાં સોની એકાદ નોટ કોઈ ઓછી આપી દે તો.... એવી આર્ગ્યુમેન્ટ કરવાનું મન આ લેખ વાંચીને કોઈને થાય તો બે હાથ જોડીને વિનંતી કે આજથી મારા લેખો વાંચવાનું બંધ કરી દેવું. હું તમારા માટે લેખક તરીકે લાયક નથી. ઘણી વખત મેં જોયું છે કે વાતનું હાર્દ પકડવાને બદલે કેટલાક લોકોને બુઠ્ઠા લૉજિકની છરી વાપરવાની એવી મઝા આવતી હોય છે. હું એવા લોકો માટે લખતો જ નથી. એવા લોકો સાથે ક્યારેય જીભાજોડીમાં ઉતરતો પણ નથી. એમને સહન કરવાની મારામાં કોઈ શક્તિ પણ નથી. પોતાની સ્માર્ટનેસ ચાર જણ આગળ પ્રગટ કરવા માટે આડી હવાઈઓ ફોડનારાઓ સાથે હું છેડો ફાડી નાખતો હોઉં છું.

હં તો મારો મુદ્દો શું હતો? મુદ્દો તો ક્યારનો પૂરો થઈ ગયો!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment