Wednesday 29 June 2016

[amdavadis4ever] ‘તમારા આદ ર્શ માટે હ ું ગૌરવ અન ુભવું છું’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનીશે એન્જિનિયર થઇને એમ.બી.એ. કર્યું અને એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ કંપનીમાં ઊંચા હોદ્દા પર મોટા પગારની એને નોકરી મળી. એના ઉજ્જવળ ભવિષ્યને અનુલક્ષીને ધનિક કુટુંબની સુશિક્ષિત, સોહામણી અને ભારતીય સંસ્કારોથી ઓપતી ક્ધયાઓમાં લગ્ન માટેના પ્રસ્તાવ આવવા માંડ્યા. આવા એક પ્રસ્તાવના સંદર્ભે જ અનીશ અને સુલેખાની મુલાકાત ગોઠવાઇ છે. 

સુલેખા અનીશ વિશેની વિગતો જાણતી જ હતી. અને અનીશનાં રૂપરંગ અને રીતભાત જોઇને એને 'પ્રથમ દૃષ્ટિએ જ અનીશ ગમી ગયો, એ પોતાનાં સંતોષ અને આનંદનો મનોભાવ વિશે કહે એ પહેલાં જ અનીશ બોલ્યો, 'અમદાવાદની પોશ લોકાલિટીમાં મારા પપ્પાનો બંગલો છે, બધી જ અદૃાતન સગવડ સુુવિધાઓ બંગલામાં વસાવી છે, ચારેબાજુની ખુલ્લી જગ્યામાં બાગ ડેવલપ કર્યો છે, પરંતુ હું એ બંગલામાં નથી રહેતો, હું પોળમાં જન્મ્યો છું, પોળમાં ઉછર્યો છું અને ભવિષ્યમાં પોળમાં જ વસવાનો મારો ઇરાદો છે.

"કેમ? પિતાજી સાથે કોઇ મતભેદ છે જેથી એમની સાથે રહેવા નથી ઇચ્છતા ? સુલેખાએ પૂછ્યું. 

"ના પિતાજી સાથે મારે કોઇ મતભેદ નથી. એમની પાસે અઢળક સંપત્તિ છે અને મારો મોટો ભાઇ દેવમ એમની સાથે રહે છે. દેવમ મને એમની સાથે રહેવાનું વારંવાર કહે છે પણ મેં પોળમાં રહેવાનું નક્કી કર્યું છે. મારી સાથે જે પરણે એણે પોળમાં મારી સાથે રહેવું પડશે માટે આવનાર પાત્રએ સમજી વિચારીને મારી સાથે પરણવાનું છે. 

આ સાંભળીને સુલેખા બોલી "વ્યક્તિના કોની સાથે લગ્ન થાય છે, કોની સાથે જીવનભર જીવવાનું છે એ અગત્યનું છે, મનગમતું પાત્ર મળી જાય પછી પોળમાં રહેવાનું છે કે સોસાયટીના બંગલામાં એનાથી શું ફરક પડે છે ?

"ફરક? ઘણો મોટો ફરક પડે છે, પોળમાં હારબંધ એકબીજા સાથે જોડાયેલાં ઘર હોય, ચારેબાજુ ખુલ્લી જગ્યા કે હરિયાળી ન હોય, ઘરની લોનનો પ્લોટ નહીં પણ ડામરની સડક હોય. સામાન્ય આવકવાળા નાછૂટકે પોળમાં રહેતા હોય છે, હા, વરસો પહેલાં દરેક જણ પોળમાં જ રહેતું હતું પણ હવે તો નદીપારનો વિસ્તાર ખૂબ ડેવલપ થયો છે, અને ગીચ વસ્તી અને ઘોંઘાટથી દૂર શાંત, હરિયાળા વાતાવરણમાં રહેવા જવા સૌ તલસે છે, મારા પપ્પાજીનું એક સ્વપ્ન હતું કે નદીપારના ખુલ્લા વાતાવરણમાં બંગલો બાંધવો, એમણે એમના સ્વપ્ના મુજબ બંગલો બાંધ્યો છે અને તેઓ ત્યાં રહે છે. મારાં મમ્મી, ભાઇ-ભાભી બધાં પપ્પા સાથે ત્યાં રહે છે.

સુલેખાએ ખૂબ સૌમ્યતાથી અનીશને પૂછ્યું, "તો હું પૂછી શકું કે તમે પોતે તમારા પિતાજી સાથે રહેવા જવાના બદલે પોળમાં રહેવાનું કેમ પસંદ કરો છો ? તમારા માતાપિતા, ભાઇ ભાભી-આખું કુટુંબ સોસાયટીના બંગલામાં રહે છે, તેઓ તમને એમની સાથે રહેવાનું કહે છે તો પણ તમે કેમ એમની સાથે રહેવા નથી જતા? 

અનીશ બોલ્યો, "માતાપિતા, ભાઇભાભી બધાં બંગલામાં રહે છે અને હું એકલો જ પોળમાં રહું છું, મારા દાદાજી સાથે. દાદાજી સાથે મારે લોહીનો સંબંધ નથી એટલે કે સગા દાદા નથી પણ એમની સાથે લાગણીનો ગાઢ સંબંધ છે. સુલેખા આશ્ર્ચર્યચકિત થઇને સાંભળતી હતી. આશ્ર્ચર્યનો ભાવ હજી એના ચહેરા પર હતો, જાણે કે આવુંય બને છે તે જાણીને તે વિસ્મય પામી છે. જોકે એણે વિશેષ કશું પૂછ્યું નહીં, પણ અનીશ બોલ્યો, "સાંભળો હું માંડીને વાત કહું, મારાં મમ્મી-પપ્પા પહેલાં તો પોળમાં ભોઇવાડાની પોળમાં જ રહેતાં હતાં, જ્યાં અત્યારે હું રહું છું, મમ્મી-પપ્પા અમારું નાનકડું ગામ છોડીને શહેરમાં આવ્યા ત્યારે પોળના આ ઘરમાં રહ્યાં હતાં ત્યારે મારી મમ્મી લગભગ અઢારેક વર્ષની હતી, ગામઘર અને વડીલોની છત્રછાયા છોડીને દૂર અજાણ્યા શહેરમાં મમ્મીપપ્પા વસવા આવ્યાં ત્યારે થોડો ડર હશે થોડી મૂંઝવણો હશે, થોડી અગવડો પણ હશે, ઘર અને વડીલોની હૂંફ વગર અજાણ્યા માણસો વચ્ચે ગામડાની એક યુવતીને જીવવું કેટલું મુશ્કેલ અને પડકારભર્યું લાગ્યું હશે, પરંતુ એમના મકાનમાલિક કેશુદાદા અને વીજીબાએ એમને ખૂબ સાચવ્યાં અને હેતથી માર્ગદર્શન આપ્યું. શહેરના લોકો, શહેરનું જીવન અને રીતરિવાજની સમજ આપી. એમણે મારા પપ્પાને એમનો દીકરો જ માન્યા હતા. મારો મોટો ભાઇ દેવમ જન્મ્યો ત્યારે સુવાવડ પર મમ્મી મારા મોસાળ દેકાવાડા ગઇ હતી, પણ એ ભાઇને લઇને પાછી આવી ત્યારે વીજીબાએ જ દેવમનો હવાલો લઇ લીધો હતો. બાળઉછેરનો મમ્મીને તો કોઇ અનુભવ ન હતો, અવારનવાર દેવમ માંદો પડી જાય અને મમ્મી ગભરાઇ જાય ત્યારે વીજીદાદી દેવમ અને મમ્મી બેઉને સાચવી લે.

દેવમ બે વર્ષનો થયો અને મારો જન્મ થયો. હું વીજીબા પાસે જ મોટો થયો છું, એમના હાથે હું નહાતો, કપડાં પહેરતો, એમની સાથે સુઇ રહેતો. 

થોડો મોટો થયો પછી કેશુદાદાનો ખોળો ખૂંદવા માંડ્યો અને દેવમને મેં દૂર હડસેલી લીધો. મને નિશાળે મૂકવા અને તેડવા કેશુદાદા જ આવતા. નિશાળેથી આવીને એમના ઘેર એટલે કે ઉપલા માળે મારું દફ્તર ફેંકીને પોળમાં રમવા હું દોડી જતો. વીજીબા મને બોલાવવા આવે, મને ફોસલાવીને ઘરે લઇ જાય, 

હાથપગ ધોવડાવીને દૂધ નાસ્તો આપે. મમ્મીને મારી કોઇ ચિંતા જ ન હતી. વીજીબાને એમનું પોતાનું એકે સંતાન ન હતું. એમણે એમનો બધો પ્રેમ મને અને મારા ભાઇ દેવમને આપ્યો હતો અને એમાંય મને તો ખાસ કારણ કે દેવમ મોટો થતો ગયો એમ એમનાથી દૂર જતોે ગયો. મને મારી પોતાની મમ્મીની માયા જ નહોતી. મને કોઇ પૂછે, ' તું કોનો દીકરો ?' ત્યારે હું કહેતો, 'વીજીબાનો.' વીજીબા ક્યાંય પણ જાય તો હું એમની સાથે જતો. મને મૂકીને કોઇના બેસણામાં જાય તોયહું રિસાઇ જતો, કેટલુંયકરે ત્યારે મારી રીસ ઊતરતી. તેઓ બહારગામ જાય તોય મને સાથે લઇ જતાં. એમના વગર હું એક દિવસ પણ રહી શકતો નહીં. 

મારાં પપ્પાજીએ સોસાયટી એરિયામાં બંગલો બંધાવ્યો અને ત્યાં રહેવા ગયા ત્યારે હું તો પોળમાં જ રહ્યો. વીજીબા અને દાદાએ મને સમજાવ્યો કે બંગલામાં રહેવાની બહુ મઝા આવે ત્યારે મેં કહ્યું હતું તમે ચાલો, તો આપણે સાથે બંગલામાં રહેવા જઇએ.' તેઓ કહે,'તું બંગલામાં રહેવા જા. હવે એ તારું ઘર કહેવાય, આ પોળનું ઘર અમારું છે, અમે અહીં રહીશું ત્યારે મેં કહ્યું હતું, આ પોળનું ઘર મારું ઘર છે અને હું પોળમાં જ રહ્યો. પોળમાં રહીને ભણ્યો, વીજીબા અને દાદા મને પોતાનાં આત્મીય લાગતા હતાં.' 

'હું એસ.એસ.સી.માં આવ્યો ત્યારે કેશુદાદાએ એમના પૈસે મારા માટે ટ્યુશનો રખાવ્યાં. મારા પપ્પા કહે, ટ્યુશન ફી હું આપીશ પણ દાદા કહે ના અનીશ તો મારો દીકરો છે. તેઓ કહેતા મારો દીકરો ડૉક્ટર થશે.' મને ડૉક્ટર બનાવવાની એમને ખૂબ હોંશ હતી. 

પણ કોને ખબર કેમ ડૉક્ટર થવાની ઇચ્છા મારામાં જાગે જ નહીં. હું કહું એ માંદા, માયકાંગલા,ઉંહકારા નંખાઇ ગયેલા માણસોની મને દયા આવે પણ સવાર ઊગે ત્યારથી એમના મોં જોવા મને નહીં ગમે. હું સારો ડૉક્ટર નહીં બની શકું. આવું સાંભળ્યું પછી વીજીબા અને દાદાએ ડૉક્ટર થવાનો મને જરાય આગ્રહ ન કર્યો કે મને ન તો ઉપદેશ આપ્યો કે ન ઠપકો આપ્યો. એમણે મને સ્નેહથી પૂછ્યું હતું, "બેટા, તારે શું થવું છે?

મેં કહ્યું હતું, એન્જિનિયર અને એમણે હું એન્જિનિયર બની શકું એ માટે મને બધી સગવડ કરી આપી, અને હું એન્જિનિયર બન્યો. એમના ત્રીજા માળની રૂમમાં બેસીને હું વાંચતો. વીજીબા અને દાદા હું ના પાડું તોય દર બે કલાકે મારા માટે કંઇને કંઇ ખાવાનું કે પીવાનું છેક ઉપર ત્રીજે માળે આપવા આવતાં. દૂધ, છાશ, ફળનો રસ ગરમાગરમ નાસ્તો કંઇ કેટલુંય મારા માટે લઇ આવતા. મારો કોઇ મિત્ર હોય તો એમના માટેય લઇ આવતા. સૂકો મેવો તો મારા માટે મારા ટેબલના ખાનામાં પડ્યો જ હોય. 

હું એન્જિનિયરિંગના છેલ્લા સેમિસ્ટરમાં હતો ત્યારે વીજીબાના શરીરમાં તકલીફો શરૂ થઇ ગઇ. નિદાન થયું કે લીવરનું કેન્સર-છેલ્લા સ્ટેજમાં ઓપરેશનનોય અવકાશ ન હતો. 

પાંચ છ મહિનામાં વીજીબાએ વિદાય લીધી. બહારથી તેઓ સ્વસ્થ અને શાંત લાગતાં હતાં, પણ અંદરથી એ હલી ઊઠ્યાં હતાં. એમને ચિંતા દાદાની હતી. તેઓ બોલતાં, હું તો જઇશ પણ પછી આમને કોણ સંભાળશે? એમને દાદાની ખૂબ ચિંતા હતી. તેઓ રડી પડતાં.ત્યારે મેં વીજીબાને કહ્યું હતું, બા દાદાજીની જરાય ચિંતા ન કરશો ત્યારે મેં મનથી નક્કી કરી લીધું હતું કે દાદાજીને હું દુ:ખી નહીં થવા દઉં. એમને સાચવીશ. એમનાથી હું કદી વિખૂટો નહીં પડું. 

વીજીબાના મૃત્યુ પછી મારાં મમ્મી-પપ્પાએ દાદાને કહ્યું હતું કે બંગલે રહેવા ચાલો. પણ દાદા પોળનું મકાન છોડવા રાજી ન થયા, અને હું દાદાને છોડવા રાજી ન હતો. 

દાદાએ કાયમ મારો ખ્યાલ રાખ્યો છે એ વત્સલ દાદાને હું છોડી ન શકું, એમને પોળમાં એકલા ન રખાય. માટે લગ્ન પછીય હું ત્યાં પોળમાં જ રહેવાનો છું. મારી સાથે તમને પોળમાં રહેવાનું ગમશે ? અનીશે પૂછ્યું. 

સુલેખા બોલી," તમારા આવા આદર્શ માટે તો હું ગૌરવ અનુભવીશ-હોંશે હોંશે હું પોળમાં રહીશ.

"આદર્શનો એ મોહ, એ નશો જીવનના વાસ્તવની કઠોરતાનો સ્પર્શ થયા પછીય ટકી રહેશે ? તમને પસ્તાવો નહીં થાય ને ? મારા સંગે સુખ અનુભવી શક્શો ?

"અનીશ, તમારી સાથે રહેવા માટે જ્યાં રહેવાનું હોય, જેવી રીતે રહેવાનું હોય મને કબૂલ છે. સુલેખા બોલી.

અનીશ કહે, "જુઓ સગવડો એટલે કે વોશિંગ મશીન, ફ્રીજ, ઘરઘંટી, ઓવન એવું બધું મેં પોળમાં વસાવ્યું છે. જેથી રોજિંદા કામોમાં રાહત રહે પણ પોળમાં મસ્તીથી તમે જીવી શકશો? 

"માણસ મનથી જીવે છે. હું આસપાસના વાતાવરણને ભૂલીને જીવનમાં મળેલી ખુશીને યાદ કરીને એની સાથે તાદાત્મ્ય સાધીશ. પોળના ઘરમાં સૂર્ય નહીં દેખાય પણ સૂર્યનો પ્રકાશ તો આપણાં ઘરમાં આવશેને! હું એનું સ્વાગત કરીશ. આપણા ઘરની નાનકડી બારીમાંથી આકાશનો ટુકડો દેખાશે એને જોઇને હું ગીતો ગાઇશ.

તે દિવસે અનીશ અને સુલેખાએ મુગ્ધતાથી વાતો કરી અને જીવનસાથી બનવાનું નક્કી કરીને રંગીન સ્વપ્નાં જોતાં એમના ઘેર પહોંચ્યાં. 

સુલેખાના પપ્પાએ સુલેખાના મોંએ બધી વાત સાંભળીને કહ્યું,"દીકરી આ ભાવનાશીલ માણસનું હૈયું હવે તારા હવાલે છે, એને સાચવજે.

"પપ્પા એ હૈયાને હું તરડે નહીં પડવા દઉં. એ હૈયું તો અણમોલ છે, અને આજથી એની સ્વામિની હું છું. તમે જરાય ચિંતા ન કરશો.

આજે દસ વર્ષ થયાં સુલેખા પોળના મકાનમાં અનીશના સંગે સુખી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment