Saturday, 25 June 2016

[amdavadis4ever] કુછ તો કંટ્ર ોલ કરો યારો...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફરી એક વાર મેગી નૂડલ્સની જેમ બ્રેડની ક્વોલિટી અને બ્રેડમાં રહેલા હાનિકારક તત્ત્વોને લઈને દેશભરમાં બહેસ શરૂ થઈ છે ત્યારે લોકો પણ ઠંડા કલેજે આ બહેસની હેડલાઈન વાંચે છે. બાકી હવેનો સીન તેવો છે કેલોકો તેમના માટે ખાણી-પીણીથી લઈને વપરાશની જે ચીજો જરૂરી હોય તે વાપરે તો છેપરંતુ એક અવિશ્વાસ સાથે અને શક તો તેમને હોય જ છે અને જ્યારે જ્યારે આવા રિપોર્ટ આવે છે ત્યારે નેચરલી લોકો થોડા શોક્ડ થાય છે. બટ ઇટ્સ એક્સપ્ટેબલ... જેવો ઘાટ થયો છે અને તેનું કારણ છે કેભારતમાં ચીજવસ્તુઓની ગુણવત્તાની કોઈ ગેરંટીકોઈ સ્યોરિટી કે કોઈ સ્ટાન્ડર્ડ નથી અને કદાચ એટલે જ લોકોનો વિશ્વાસ ઘટી ગયો છે. જ્યારે અમેરિકા,યુરોપ સહિતના દેશો ખોરાકની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ્સ માટે એકદમ સ્ટ્રોંગ હોય છે. કશું ચલાવી લેવાતું નથી. જ્યારે અહીંની હાલત તેવી છે કેજ્યારે કોઈ પીઆઈએલ તાય કે કોઈ બનાવ બને ત્યારે સિસ્ટમ સફાળી જાગે છે અને ભાગદોડ મચી જાય છે અને થોડો સમય ટીટીયારો થાય છે અને પછી ધીમેધીમે બધું થાળે પડી જાય છે. જેમાં લોકોનો પણ કંઈ ઓછો વાંક નથી. હેલ્થને લઈને મેગીના કેમિકલ્સ સ્ટાન્ડર્ડ્સ અંગે આટલો હોબાળો મચ્યો તેમ છતાં આ પ્રજા અને તેમાં પણ ખાસ કરીને ભારતનો યંગસ્ટર્સ કે જે આજની હાયર એજ્યુકેટેડ પેઢી છે અને તેમને હાનિકારક કેમિકલ્સ વિશે નોલેજ છે. તેમ છતાં ટેસ્ટનો ચસકો તેમના પર એટલો સવાર છે કેતેઓ આવા રિપોર્ટ્સ પર ધ્યાન આપ્યા વિના જીભના ચટાકા પર જ વધુ ભાર આપે છે અને એટલે જ આજે મેગી ફરી માર્કેટમાં વેચાઈ રહી છે.
ત્યારે નથી લાગતું કે હદ છે હવે યાર કંઈક તો કંટ્રોલ કરો. તમારી આવી મેન્ટાલિટીને કારણે જ લાલચુ કંપનીઓ ફાવી ગઈ છે. માનો કે ન માનો,પરંતુ તે એક નગ્ન સચ્ચાઈ છે કેઆજના યંગસ્ટર્સને દાળ-ભાતશાક-રોટલી જેવું રુટિન ગુજરાતી ભોજન જરા પણ ફાવતું નથી અને ભાવતું પણ નથી. તેમને ઓરિજિનલ સ્વાદને બદલે ફેબ્રિકેટેડ સ્વાદની લઢણ લાગી છે અને પિત્ઝાપાસ્તામેક્રોનીસ્પગેટીબર્ગરનૂડલ્સ,લઝાનિયા આવી તો કેટકેટલીય વાનગીનું લાંબું લિસ્ટ છે કે બધી જ બ્રેડ બેઝની હોય છે.  એટલે કે માસિયાઈ ભાઈઓની જેમ તે જ આટામાંથી બને છે અને તે જ પ્રકારના કેમિકલ્સથી ખદબદતી હોય છેપરંતુ માઈના લાલના જીભે તે હદે ચટાકા સવાર છે કેકેમિકલ્સ ગયા તેલ પીવા અને હેલ્થનું જે થવું હોય તે થાયપરંતુ અમે તો આ ફાલતુ ચીજો ખાવાના... ખાવાના અને ખાવાના જ જેવો ઘાટ છે.
એની વેતેવામાં ફરી એકવાર રિપોર્ટ ફ્લેશ થયા છે કેબ્રેડમાં વાપરવામાં આવતા પોટેશિયમ બ્રોમેટ નામના તત્ત્વથી શરીરને ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. પોટેશિયમ બ્રોમેટનો કેમિકલ ફોર્મ્યુલા છે ઇ૯૨૪એ કે જે તેનું રસાયણ છે. ત્યારે જાણી લો કે ભારતમાં બ્રેડ બનાવતા પહેલાં પોટેશિયમ બ્રોમેટને બ્રેડમાં મિલાવવી તે રુટિન બાબત છે. તેથી અગર તેને નિયંત્રિત માત્રામાં મિલાવવામાં આવે તો તેનાથી ખાસ હાનિ થતી નથી બલકે થોડી પણ વધુ માત્રામાં મિલાવવામાં આવે તો  તેનાથી શરીરને અનેક પ્રકારે નુકસાન થાય છે. ત્યારે જાણી લો કે બ્રેડને વ્હાઈટ બનાવવા અને તેને વધુ ફુલાવવા માટે આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છેપરંતુ બ્રેડને દેખાવમાં સુંદર બનાવતું આ કેમિકલ કોઈક રીતે તો ગંભીર હશે જ અને એટલે જ છેક ૧૯૯૦માં સમગ્ર યુરોપમાં પોટેશિયમ બ્રોમેટને કોઈ પણ ખાદ્ય પદાર્થમાં મિલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તો અમેરિકામાં પણ ૧૯૯૧માં તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો ૨૦૦૧માં શ્રીલંકામાં૨૦૦૫માં ચીનમાં અને નાઈજીરિયાબ્રાઝિલ અને પેરુ જેવા દેશોમાં પણ આ કેમિકલ પ્રતિબંધિત છે. જ્યારે ભારતમાં બિનધાસ્તપણે તેનો ઉપયોગ થાય છે ત્યારે નથી લાગતું કેશું ભારતીયોનો જીવ સસ્તો છેકે અન્ય દેશોમાં પ્રતિબંધિત હોય તેવા રસાયણોનો ઉપયોગ ભારતમાં બેરોકટોક થાય છે.
જોકે લોકોની પોતાની ભૂલોની સાથે ભારતીય સિસ્ટમની ઘોર બેદરકારી પણ એટલી જ જવાબદારી છે. જેમાં ખાણી-પીણીને લઈને તો બેદરકારીની સાથેસાથે મિલીભગત પણ એટલી જ જવાબદાર છે. આજકાલ ઉનાળો ચરમસીમા પર છે અને ફળોનો રાજા કેરીઓના ઢગલા ઠેરઠેર બદલાયેલા હોય છે અને લોકો પણ આ સિઝનમાં ભરપૂરપણે કેરીઓની લિજ્જત માણે છેપરંતુ આપણી બદનમસીબી અને તંત્રની ઉપેક્ષાને કારણ કે ક્યાંક મિલીભગતના કારણે આ કેરીઓ મોટા ભાગે કેમિકલ્સથી જ પકાવવામાં આવે છે અને તેમાં ખાસ કરીને આર્સેનિક અને ફોસ્ફરસ પ્રચૂર માત્રામાં હોય છે કે જેનાથી કેન્સર થવાનો ભય મોટા પ્રમાણમાં હોય છે. તેમ છતાં આ કેમિકલનો ઉપયોગ રોજેરોજ થાય છે અને તે પણ નાનોસૂનો નહીંપરંતુ ભરપૂર માત્રામાં. તેમ છતાં તંત્ર ક્યારેક સફાળું જાગી ફ્રૂટ્સના વેપારીઓના ત્યાં રેડ પાડી આવાં ફળોનો જથ્થો કબજે કરે છેપરંતુ લોકો પણ અંદરનો ખેલ જાણી ગયા છે કેતંત્રના મિલીભગત ધરાવતા ઓફિસર્સનો આ ખાલી કારસો હોય છે.જો કારસો ન હોય અને સિરિયસ પગલાં ભરવામાં આવતાં હોયસજા ફટકારવામાં આવતી હોયપેનલ્ટી થતી હોય તો નેચરલી તેમને કાયદાનો અને સિસ્ટમનો થોડો ડર હોય અને ડર હોય તો આવા કરાનામા ના જ કરે કે ન તો લોકોની હેલ્થ સાથે ચેડાં કરેપરંતુ આવી ખામીઓ અને મિલીભગતના કારણે આજે કેમિકલ્સ બેઝ પ્રોડક્શન વધ્યું છે અને તેની આડઅસરના કારણે લોકોને અનેક પ્રકારના કેન્સર પણ થઈ રહ્યા છે તો વંધ્યત્વ જેવી સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે. તેથી માનો કે ન માનોપરંતુ તે હકીકત છે કેઆ બધી સમસ્યાઓ તે ખાન-પાનમાંથી સર્જાતી બાય પ્રોડક્ટ્સ જ છેપરંતુ ન તંત્ર જાગે છેન તો લોકો ઉજાગર થાય છે કે ન સરકાર હરકતમાં આવે છે અને લોકોની પણ મોટી ખામી તે છે કેઆટઆટલી સમસ્યાઓ જોવા મળતી હોવા છતાં ચટાકા સામે તેમણે ચૂકવવી પડતી કિંમતની તેઓ દરકાર રાખતાં નથી અને આટઆટલા અહેવાલોરિપોર્ટો પ્રગટ થતાં હોવા છતાં બિનધાસ્ત બની દરરોજ એક નશાની જેમ બ્રેડનકલી ચીઝનકલી બટર અને કેમિકલ્સ યુક્ત મેંદાની આઈટમ્સો ઝાપટે રાખે છે. ત્યારે સવાલ તે થાય છે કેઆ લોકોને બચાવશે કોણત્યારે દિલમાંથી જાણે-અજાણે અવાજ નીકળે છે કેજાગો લોકો જાગો અને પરંપરાગત ભારતીય જીવનશૈલી અને પરંપરાગત ખાનપાન તરફ પરત ફરો. હાઠીક છે કેતમે ક્યારેક સ્વાદના બદલાવ માટે કોઈ વાર થોડું ઘણું ખાઈને તમારો શોખ પૂરો કરો છોપરંતુ તેને તમારી રોજિંદી આદત ન બનાવો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment