Wednesday, 5 October 2016

[amdavadis4ever] જાપાની રાજકારણી ઓની ‘પ્ર ેગ્નન્સી’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જાપાની રાજકારણીઓની 'પ્રેગ્નન્સી'

પ્રાસંગિક - વ્યોમેશ પરીખ

 

જાપાન ઉગતા સૂર્યના દેશ તરીકે જગતભરમાં જાણીતો છે. આ એની ભૌગોલિક તેમ જ મૂળભૂત ઓળખાણ છે. એક અનેરો પરિચય છે. છે તો આ એશિયાનો એક નાનકડો દેશ, પણ એના દ્વારા મોટા ગજાના ઘણાં કામ થતા આવ્યા છે અને થતા રહેશે. આ ઉપરાંત જાપાન કેટલીક લાક્ષણિકતાઓ માટે પણ પ્રચલિત છે. પછી એ આર્થિક ક્ષેત્રની હોય કે સામાજિક બાબતોને લગતી હોય. ઘણાં ક્ષેત્રે આ દેશમાં એવી વૈવિધ્યપૂર્ણ કામગીરી થઇ છે કે એ જોઇને અને જાણીને વિસ્મયથી આંખો પહોળી થઇ જાય. મન વિચાર કરી હેરત પામી જાય અને આપણે પણ આ બાબતને કેમ ન અનુસરી શકીએ એ વિશે વિચારણા કરતું થઇ જાય. કેટલાંક વર્ષો પહેલા આ દેશે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ (એટલે કે તમારી ફિક્સ્ડ ડિપોઝિટ જો બૅન્કમાં જમા હોય તો એ સાચવવાના પૈસા તમારે ચૂકવવાના, બૅન્ક તમને વ્યાજ પેટે રાતી પાઇ પણ ન ચૂકવે)ની નીતિ અખત્યાર કરતા દુનિયાના કેટલાક દેશો અચરજ પામી ગયા હતા. અલબત્ત આ ધોરણ ડીફ્લેશન એટલે કે ફુગાવો ઘટવા છતાં આર્થિક વિકાસ ન થાય એ અવસ્થા દૂર કરવા માટે અપનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલાક દાયકાઓ પહેલા ચોક્કસ નીતિનો વિરોધ કરવાના આશયથી પ્રોડક્શનમાં ખાસ્સો વધારો કરવાનું વલણ સુધ્ધાં તેમના દ્વારા અપનાવાયું હતું. આવા વિવિધ પ્રકારના અખતરાઓ માટે જાણીતા આ દેશે હવે એક અલગ પ્રકારનો નુસખો અજમાવ્યો છે જે સુધ્ધાં અચરજ પમાડે એવો છે.

વાત એમ બની છે કે જાપાનમાં તાજેતરમાં એક દેશવ્યાપી સર્વે કરાવવામાં આવ્યો હતો. એનો એક હેતુ પારિવારિક જીવનની ગતિવિધિઓ જાણવાનો હતો. સર્વેક્ષણ પૂરું થયા પછી એનાં તારણો કાઢવામાં આવ્યા. એનું વિશ્ર્લેષણ કરતા જાણવા મળ્યું કે જાપાનની મહિલાઓ પુરુષની સરખામણીમાં પાંચગણું ઘરકામ કરતી હોય છે. અમુક ઉદાહરણોમાં તો પુરુષની ઘરકામ પ્રત્યેની ઉદાસીનતા ઊડીને આંખે વળગતી હતી. પુરુષવર્ગની આ માનસિકતા બદલવા માટે એક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ત્રણ રાજકારણીઓએ એક જોરદાર કીમિયો શોધી કાઢ્યો છે. તમે વિદ્યા બાલનની 'કહાની' ફિલ્મ જોઇ છે? એમાં પ્રેગ્નન્સીનું નાટક રચવા આ અભિનેત્રીએ જે નુસખો અજમાવ્યો હતો એ પ્રકારનો જ નુસખો આ જાપાની રાજકારણીઓએ અપનાવ્યો છે. આ રાજકારણીઓએ પેટના ભાગમાં એક મોટા દડા જેવું કંઇક પરિધાન કરીને પોતે પ્રેગ્નન્ટ લાગે એવું આભાસી ચિત્ર ઊભું કર્યું છે. આ લોકોએ એનો એક નાનકડો વિડિયો બનાવ્યો છે જેનું ટાઇટલ છે 'ધ ગવર્નર ઇઝ અ પ્રેગ્નન્ટ વુમન'. આ વિડિયોમાં પશ્ર્ચિમ જાપાનના ત્રણ પ્રાંતના ત્રણ ગર્વનરોએ આશરે સાત કિલોનો દડો પહેરીને પોતે સાત મહિનાનો ગર્ભ ધરાવતી મહિલા હોય એવો આભાસ નિર્માણ કર્યો છે. અલબત્ત જાપાની પુરુષો આળસુ નથી હોતા, અત્યંત કામઢા હોય છે, પણ ઘરકામ પ્રત્યે તેમનામાં જબરી ઉદાસીનતા જોવા મળે છે. આ પુરુષો ઘરકામમાં પણ સહભાગી થાય એવું આ રાજકારણીઓ ઇચ્છે છે. આ વિડિયોમાં 'પ્રેગનન્ટ' રાજકારણીઓને દાદરા ચડઉતર કરાવતા દેખાડવામાં આવ્યા છે અને કારમાં પ્રવેશતી વખતે કે અન્ય કેટલાક કામ કરતી વખતે તેમને પડતી તકલીફનું વર્ણન પણ તેમાં કરવામાં આવ્યું છે. એક પુરુષ પોતાનાં મોજાં કાઢવાનો પ્રયાસ કરતો દર્શાવવામાં આવ્યો છે, પણ અંતે હાંફીને એ મોજાં કાઢવાનું રહેવા દે છે. અન્ય એકને બસમાં કોઇ ઉતારુ ઊભો થઇને બેસવાની જગ્યા આપતો હોય એવું પણ દર્શાવવામાં આવ્યું છે. 

સર્વેમાં નીકળેલાં તારણો પ્રમાણે દુનિયાભરના પુરુષોમાં ઘરકામમાં મદદ કરવામાં જાપાનના પુરુષો અત્યંત વામણા સાબિત થયા છે. તેમની પત્નીઓ પાંચથી છ કલાક ઘરકામ કરતી હોય છે જ્યારે પુરુષો માંડ કલાક કે દોઢ કલાક સાથ આપતા હોય છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ વિડિયો જોયા પછી જેમ જાપાનના એક ગવર્નરની આંખો ઊઘડી ગઇ એ રીતે અન્ય લોકોની આંખ આડેના પડળો ખૂલી જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment