Monday, 3 October 2016

[amdavadis4ever] દેશભક્તિ કોને કહે વાય, કોને ન કહેવાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભારત વિરુદ્ધ કામ કરનારી એન.જી.ઓ. માટે જે લોકો કામ કરે છે તેઓ ઊભા થઈને રાષ્ટ્રગીતનું સન્માન કરતાં હોવા છતાં અને ત્રિરંગાને સલામ મારવા છતાં દેશદ્રોહી છે. 

જેમની આવકો એવી સંસ્થા માટે કામ કરવામાંથી આવે છે જે સંસ્થાઓ ભારતીય હોવા છતાં અંદરખાનેથી સેક્યુલરબાજીને ઉત્તેજન આપે છે તે લોકો દેશદ્રોહી છે. 

જેમની કમાઈ ભારતને, ભારતનો ઈથોસને, ભારતીયજનોની સંસ્કૃતિને કે ભારતીય પરંપરાઓને ગાળો દઈને થતી હોય એવા લોકો દેશદ્રોહી છે.

જે લોકો બુધવારની સર્જીકલ સ્ટ્રાઈક પછી વૉટ્સઍપ પર ફૉરવર્ડિયાઓ મોકલવામાંથી ઊંચા નથી આવતા કે, 'સવારે નવું શર્ટ લીધું. ટ્રાયલ લીધી તો સરસ ફિટિંગ હતું, પણ સાંજે પહેરવા ગયો ત્યારે ટૂંકું પડ્યું. પછી સમજાણું કે આપણા સૈનિકોના ભવ્ય પરાક્રમ પછી છાતી બે ગજ ફુલી ગઈ છે' -નવરી બજારના આવા ફેસબુકિયાઓ પોતાની જાતને શું નું શું માનતા હશે પણ મારા મત મુજબ આવું કરવાથી તેઓ દેશભક્ત થઈ જતા નથી. 

દેશ માટેની વફાદારી આ દેશના બાકીના તમામ નાગરિકો માટે તમારું કેટલું કમિટમેન્ટ છે તેમાંથી ટપકતી હોય છે. રસ્તે ચાલતા રાહદારીઓને તમે તમારા ટુ વ્હીલર કે ફોર વ્હીલરનો હૉર્ન વગાડીને હડે હડે ના કરો, કોઈ વાહનને અકસ્માત થયો હોય અને તમે ઑફિસે, બેસણામાં કે લગ્નમાં જવા બસ સ્ટોપ પર ઊભા હો ને તાબડતોબ એ 

વાહનચાલકને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢીને હૉસ્પિટલે લઈ જાઓ છો ત્યારે તમારી એ માનવતા ખરા અર્થમાં દેશભક્તિ છે. તમારા દેશના નાગરિકોનું રક્ષણ કરવાની જવાબદારી સરહદ પર બંદૂક લઈને ખડે પગે ઊભા રહેનારાઓની જ નથી, તમારી પણ છે. 'એમાં મારા કેટલા ટકા'વાળી મેન્ટાલિટી આ અર્થમાં ગદ્દારીની નિશાની છે.

ડગલે ને પગલે સરકાર કશું કરતી નથી એવી ફરિયાદો કરવી, ચારેકોર ગંદકી જ ગંદકી છે એવી ફરિયાદો કરવી, રસ્તા પર કેટલા ખાડા છે અને ટ્રાફિક જામમાં કલાકો સુધી ખોટી થવાનું હોય છે એવી ફરિયાદો કરવી એ પણ સૂક્ષ્મ અર્થમાં દેશની સિસ્ટમો માટેનો, દેશ માટેનો તમારો તિરસ્કાર સૂચવે છે. આવો બડબડાટ કર્યા પછી તમે થિયેટરમાં રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે સાવધાનની મુદ્રામાં ઊભા રહીને બુલંદ અવાજે રાષ્ટ્રગીત ગાશો તોય કોઈ તમને દેશપ્રેમી કહેવાનું નથી. 

ટ્રાફિકમાં તમે ફસાઈ જાઓ છો ત્યારે તમે વિચારતા નથી કે તમે પણ આ ટ્રાફિકનો જ એક પાર્ટ છો. તમારા જેવા બીજા કેટલાય લોકો ઊતરી પડ્યા છે. પોતપોતાનાં વાહનો લઈને ત્યારે તો ટ્રાફિકજામ સર્જાય છે, તમે ને તમારા જેવા બીજા બધાય ગાડી ને ગેરેજમાં રાખીને ટ્રેનમાં જતાઆવતા હોત તો રસ્તાઓ ખાલી હોત.

ગંદકીને કોસ્યા કરવાને બદલે તમે તમારી જાતને પૂછો કે એને ઓછી કરવા તમે શું કર્યું? ભીનો કચરો, સૂકો કચરો અને રિસાયકલેબલ કચરો-આવા ત્રણ કચરા જુદા જુદા ભેગા કરીને ડિસ્પોઝ કરવા જોઈએ એવું તમે જે મકાનમાં રહો છો એ મકાનના તમામ રહેવાસીઓને સમજાવ્યું? પ્લાસ્ટિકની કાળી થેલીઓને ડસ્ટબિનમાં પાથરીને એમાં કચરો નાખવાથી તમારી ડસ્ટબિન થોડીક ચોખ્ખી રહેશે પણ એ કચરો ઑર્ગેનિક હશે તો પણ ડમ્પિંગ યાર્ડમાં એનું રિસાયકલિંગ નહીં થાય એની તમને ખબર છે.

અને ઘડીભર બાજુએ મૂકો આ બધી વાત. તમારું શહેર કેટલું ચોખ્ખું છે એની તમને ખબર જ નથી. તમે ને તમારા કુટુંબીજનોએક જ ઘરમાં બાથરૂમ-ટૉયલેટમાં રોજના કેટલા લિટર ગંદુ પાણી કે કેટલા કિલોનો બીજો કચરો બહાર કાઢો છો એેની ગણતરી કરો. આમાં રસોડામાં થતો તેમ જ તમારી રોજિંદી ખરીદીમાંથી સર્જાતો કચરો ઉમેરો. આ બધો કચરો ગુણ્યા તમારા શહેરની જે વસ્તી હોય તે. ગણો કેટલા ટન લિક્વિડ અને ઘન કચરો રોજનો પેદા થાય છે. માત્ર એક જ દિવસ પૂરતો આ કચરો જયાં છે ત્યાં જ પડ્યો રહે અથવા તો રસ્તા પર પથરાઈ જાય તો કેવો માહોલ સર્જાય. આવું નથી થતું કારણ કે તમારા શહેરની સુધરાઈ કે મ્યુનિસિપલ કૉર્પોરેશન આવું થવા નથી દેતી. તમને જે દેખાય છે તે નિકાલ કરવાનો બાકી રહી ગયેલો એકાદ ટકા જેટલો કચરો જ દેખાય છે. 

તમે ફરિયાદ કરતા રહો છો કે સરકાર તમને આ સુવિધા નથી આપતી, પેલી સુવિધા નથી આપતી, પણ જે સુવિધાઓ મળે છે તેની તમને કદર નથી. નળ ચાલુ કરો છો ને પાણી આવે છે ને સ્વિચ ઑન કરો છો ને વીજળી આવે છે. તમારામાંથી કોઈ ચાંપલું બોલી ઊઠશે કે પણ દેશની કેટલી મોટી પ્રજાને આ સુવિધા નથી મળતી. અરે ભાઈ, તમને મળે છે તે. તમે તમારા ડ્રોઈંગ રૂમમાં બેસીને ચર્ચાપત્રો ન ફટકાર્યા કરો. ભૂંડા લાગો છો. ખરેખર જો દેશની વંચિત પ્રજાનો ઉદ્ધાર કરવાની દાઝ હોય તો ખભે થેલો નાખીને દર વર્ષે એક પખવાડિયા માટે દૂરના વિસ્તારોમાં જઈને સેવા આપો અને તમારા જેવા બીજાઓને પણ સાથે લઈ જાઓ. ઘણો ઉપકાર થશે. એ વિસ્તારના લોકો પર અને અમારા જેવા, તમારો કકળાટ સાંભળી સાંભળીને ત્રાસી ગયેલાઓ પર પણ.

સરકાર તરફથી તમને બધું પરફેક્ટ જોઈએ છે. હન્ડ્રેડ પર્સેન્ટ. જરાય ઉન્નીસ-બીસ નહીં ચાલે. તમે છો પરફેક્ટ? હન્ડ્રેડ પર્સેન્ટ? બિલકુલ ખામી નથી તમારામાં? કોઈ ખામીઓ નથી? છતાંય તમને ચલાવી લે છે ને બધા? તમારાં માબાપે ચલાવી લીધા તમને, તમારાં છોકરાંઓ ચલાવી લે છે તમને તમારાં પતિ/પત્ની ચલાવી લે છે તમને. તમારા સગાં-મિત્રો-પાડોશીઓ-ઑફિસના ક્લીગ્સ બધાએ તમને ઈમ્પરફેક્ટ હોવા છતાં ચલાવી લીધા. અને તમારે દેશની કે રાજ્યની કે સ્થાનિક સરકાર પાસેથી બધું જ પરફેક્ટ જોઈએ છે. 

હકીકતમાં એ તમારો ઈગો છે અને એ તમારો પલાયનવાદ છે. એસ્કેપ એ રીતે કે તમે દેશ માટેની, સમાજ માટેની, તમારી જવાબદારીમાંથી છટકી જવા માગો છો. ડાહી સાસરે નથી જતી ને ગાંડીને શીખામણ આપ્યા કરે છે. ઈગો ત્યાં આવે છે કે અધર વાઈઝ તમારી આસપાસના લોકોની તમે ટીકા કરશો તો તેઓ તમને સામે જવાબ આપશે, એટલે તમે તમારી બધી ભડાસ સરકાર પર કાઢો છો, કારણ કે સરકાર કોઈ એવી ટેન્જિબલ ચીજ નથી જે તમને જવાબ આપવા આવે, જે તમારી ગેરવાજબી ટીકાઓ બદલ તમને સીધાદોર કરી નાખે. 

દેશ માટેનો પ્યાર તમે આ દેશની ખામીઓને કેટલી સહજતાથી સ્વીકારી શકો છો એમાં પ્રગટ થાય છે. તમે દેશના તંત્રની, એની ખામીઓની, દેશની બીજી કેટલીય બાબતોની ટીકા કરશો એટલે લોકો તો તમારી 'બહાદુરી'ની તમારી 'નિખાલસતા'ની તમારી 'બેધડક એટિટ્યુડ'ની પ્રશંસા કરવાના જ છે. અને તમે પણ કૂકડાની જેમ ગળું ફુલાવીને કહેતા ફરશો કે જોયું, અમે તો કોઈની સાડીબારી રાખતા નથી. આ હલકટ, નિંભર અને નપાવટ તંત્રની ટીકા કરતાં અમને કોઈ રોકતું નથી. 

પણ તમે ભૂલી જાઓ છો કે તમે આવી પ્રવૃત્તિ કરો છો કે એવી પ્રવૃત્તિ કરનારાને સમર્થન આપો છો ત્યારે તમારામાંનો દેશપ્રેમ વરાળ બનીને હવામાં ઊડી જાય છે. રાધર, દેશપ્રેમ જ્યારે નથી હોતો ત્યારે જ આવી બધી પ્રવૃત્તિઓ થતી રહે છે. 

ના સમજાયું?

તમને તમારી માતા માટે કે તમારા પિતા માટે પ્રેમ હોય તો તમે ક્યારેય 'એમને સુધારવાના આશયથી' ક્યારેય જાહેરમાં એમની ખામીઓ વિશે, એમની ઊણપો વિશે બોલીને એમને નિંભર, નપાવટ કે હલકટ કહેશો? 

ભારતની ભૂમિને તમારી માતૃભૂમિ માનતા હો અને આ દેશ છે તો તમારા માથે એક છત્ર છે એવી ફીલિંગ તમને થતી હોય તો રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની નાની મોટી ખામીઓ માટે પણ એ જ એટિટ્યુડ રાખવી જે તમે તમારાં માબાપ માટે રાખો છો. બાકી, મા તુઝે સલામ ગાયા કરવાનો કોઈ અર્થ નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment