Wednesday, 1 June 2016

[amdavadis4ever] હસવામાંથી ખસવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ કંઈ પહેલીવારનું નથી. લતા મંગેશકર અને સચિન તેન્ડુલકરની મિમિક્રી અનેક વાર અગાઉ થઈ ચૂકી છે. અમિતાભ બચ્ચનની હાજરીમાં રાજુ શ્રીવાસ્તવે જાહેરમાં - ફિલ્મ અવૉર્ડ ફંકશનમાં - બચ્ચનજીની મિમિક્રી કરીને બચ્ચનજીને અને ત્યાં ઉપસ્થિત સેંકડો આમંત્રિતોને પેટ પકડીને હસાવ્યા છે. કલ્યાણજીભાઈ કહેતા કે લતાજી પોતે બીજા કળાકારો - સંગીતકારોની ગજબની મિમિક્રી કરતા. સુરેશ દલાલને ગુલાબદાસ બ્રોકરથી માંડીને હરીન્દ્ર દવે સુધીના સાહિત્યકારોની મિમિક્રી કરીને એસ.એન.ડી.ટી.ના ગુજરાતી વિભાગમાં ઉપસ્થિત એમના ચાહકોને ખડખડાટ હસાવતા.

સેલિબ્રિટીઝની મિમિક્રી કરવાનું કામ કંઈ નવું નથી. ઉપર જણાવેલી તમામ મિમિક્રીઓનો હેતુ હાસ્ય નીપજાવવાનો હતો અને એક શબ્દમાં કહીએ તો બધી 'નિર્દોષ' હતી.

એઆઈબીના તન્મય ભટ્ટે

લતાજી-સચિનની મિમિક્રી કરીને લોકોને હસાવવાનો જ પ્રયત્ન કર્યો છે પણ તે 'નિર્દોષ' નથી. અને એટલે માત્ર લતાજી-સચિનના ચાહકોને જ નહીં, કોઈપણ સંસ્કારી વ્યક્તિને એ ઑફેન્ડ કરે છે. અંગ્રેજીમાં જેને બૅડ ટેસ્ટ કહે છે એવી આ કૉમેડી જોનાર-સાંભળનારના મનમાં દૂષિત વાતાવરણ પેદા કરે છે. સ્માર્ટી પૅન્ટ મીડિયાવાળા અને 'લાઉઝી હ્યુમર' કહે છે અને કોઈને પણ આ રીતની 'લાઉઝી હ્યુમર' કરવાનો હક્ક છે એવું કહીને એઆઈબીવાળા તન્મય ભટ્ટનો બચાવ કરીને લતાજી-સચિનની એણે કરેલી ગંદી, ભદ્દી, ગંધાતી, સડેલી, જુગુપ્સાપ્રેરક મિમિક્રીને જસ્ટિફાય કરે છે. ચેતન ભગત અને અમુક અખબાર પણ ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના નામે તન્મય ભટ્ટના આ કૃત્યનો બચાવ કરે છે: 'ધ પ્રિન્સિપલ ઑફ એક્સ્પ્રેશન મસ્ટ બી અપહેલ્ડ ઍટ ઑલ કોસ્ટ્સ-'

અચ્છા? આવી ભદ્દી મજાક બાબાસાહેબ આંબેડકરની કે મોહમ્મદ પયગંબરની તન્મય ભટ્ટે કે બીજા કોઈએ કરી હોત તો પણ ચેતન ભગતે આવું કહ્યું હોત? આવું સજેસ્ટ કરવાની હિંમત પણ ન થઈ હોત તે વખતે આ લોકોનું ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનું ગલુડિયું ટુંટયું વાળીને કુશાંદે સોફામાં લપાઈ ગયું હતું.

કોઈને પણ કોઈનીય મજાક કરવાનો હક્ક છે એવું જો તમને લાગતું હોય તો તમે જે છાપામાં આવા હક્કની તરફેણ કરો છો તે છાપાના માલિક વિશે તન્મય ભટ્ટે કરી એ ટાઈપની મજાક કરી જુઓ અને પછી જુઓ. તમારી ચોપડીની લાખો નકલ વેચતા પ્રકાશક વિશે એવી મજાક કરવાની હિંમત છે તમારામાં!

લાઈન ક્રોસ થાય છે ત્યારે એ ક્રોસ કરનારી વ્યક્તિ પર ફાયરિંગ થવાનું જ. એ વ્યક્તિનો વિરોધ કરવા માટે જેની પાસે જે હથિયાર હશે તે વાપરશે. અનુપમ ખેરમાં સૌજન્ય છે એટલે તેઓ ભદ્ર ભાષામાં વિરોધ કરીને કહેશે કે: મને ૯ વખત બેસ્ટ કૉમેડિયનનો અવૉર્ડ મળ્યો છે. મારામાં ગ્રેટ સેન્સ ઑફ હ્યુમર છે, પણ આ હ્યુમર નથી.

અને જે પોલિટિકલ પાર્ટીઓ મસલ પાવરને પોતાની તાકાત માની રહી છે તેઓ તન્મય ભટ્ટ માટે 'દેખો ત્યાં મારો' હુકમ જારી કરવાની છે. સોશ્યલ મીડિયાની જે ચાંપલી બજાર તન્મય ભટ્ટની તરફેણ કરી રહી છે એ બધી જ વાયડી બજાર મોહમ્મદ પયગંબર વિશે કાર્ટૂનો દોરાયાં ત્યારે કાર્ટૂનિસ્ટનો બચાવ કરવા કેમ બહાર નહોતી નીકળી?

કોઈના સ્વભાવની ખાસિયતો પર નિર્દોષ, હળવી કે દંશરહિત મજાકો કરીને હાસ્ય ઉપજાવવામાં કંઈ ખોટું નથી. બીપીઓ કે કૉલ સેન્ટરની ઑફિસોમાં કે બીજી અનેક ઑફિસોમાં ઍન્યુઅલ ડેની ઉજવણી વખતે કે એવા કોઈ પ્રસંગે પોતાના સુપરવાઈઝરની, બૉસની કે કંપનીના માલિકની પણ મજાકો પ્રેમથી થતી હોય છે, જાહેરમાં થતી હોય છે. પણ તન્મય ભટ્ટના અંદાજમાં 'તમારો ચહેરો તો આઠ દિવસ પાણીમાં પલાળી રાખ્યો હોય છે' (લતાજીના સંદર્ભમાં) કે પછી 'તું મરી જઈશ ત્યારે તારાં અંતિમદર્શન કરીને તારા ચાહકો તારી સ્ટાઈલમાં પોતાનું એબ્ડોમન ગાર્ડ હાથથી સરખું કરીને તને અંજલિ આપશે' (સચિનના સંદર્ભમાં) એવું કહીને કે તન્મયની જેમ 'બીપ' 'બીપ' કરીને ભૂંસવા પડે એવા અપશબ્દો વાપરીને આ માલિકોની, બૉસની, સુપરવાઈઝરોની મજાક કરી જુઓ. તત્કાલ તમારા હાથમાં પિન્ક સ્લિપ આવી જશે, એટલું જ નહીં બીજી કંપનીઓ પણ તમારી માનસિક વિકૃતિથી દૂર રહેવા માગશે, તમે અનએમ્પ્લોયેબલ થઈ જશો.

હાસ્ય, વ્યંગ, કટાક્ષ વગેરે તમને લાઈફમાં જીવંત રાખે છે. મજાક એ આત્મીયતા જતાવવાનું એક ઉત્તમ ઓજાર છે. પોતાનાઓની જ તમે મજાક કરી શકો. પણ આ મજાક કરવાનો હક્ક જ્યારે સામેથી છીનવીને તમને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે હાસ્યનો ગુલદસ્તો સુગંધિત વાતાવરણ જન્માવવાને બદલે દસ દિવસમાં વાસી ફૂલો ઉકરડામાં ફેકાતાં હોય એવી લાગણી જન્માવે છે. કળાનાં માપદંડને ચોક્કસ શબ્દોમાં બાંધીને ઈન્ડિયન પીનલ કોડની જેમ એને કાગળ પર ઉતારી ન શકાય. આમ છતાં એની એક ચોક્કસ મર્યાદા હોય છે જેની સૌથી મોટી જાણ એ મર્યાદાનો ભંગ કરી રહેલાઓને હોય છે. તન્મય ભટ્ટને પોલીસમાં સોંપવાની કે એને કોર્ટમાં ઘસડી જવાની કોઈ જરૂર નથી પણ શિવસેના કે મનસેના કાર્યકરો જો એને રસ્તામાં પીટતા હશે તો એમને રોકવા જવાને બદલે ભીડમાં ભળીને તમાશો જોવાનું હું ચોક્કસ પસંદ કરીશ. ફ્રેન્કલી. કારણ કે મને તન્મય ભટ્ટ સામે પર્સનલી કોઈ આક્રોશ નથી. આક્રોશ એ વાતનો છે કે હંસીમજાકના આ ઉત્તમ ઓજારને એણે આ રીતે અભડાવ્યું શું કામ? પાપ એણે માત્ર લતાજી-સચિનનું અપમાન કરવાનું નથી કર્યું, નાટ્યશાસ્ત્રમાં વ્યક્ત થયેલા નવ રસમાંના હાસ્યરસને જુગુપ્સા રસમાં પલટાવી નાખવાનું કર્યું છે.

મજાકથી હાસ્ય ઉત્પન્ન કરવું હોય ત્યારે સેલ્ફ મૉકરી જેવું ઉત્તમ સાધન બીજું એકેય નથી. પચ્ચીસેક વર્ષ પહેલાં પેરન્ટિંગ વિશેના એક લેખના અંતે મેં લખ્યું હતું:

મારો પહેલો દીકરો જન્મ્યો એ પછી એક દિવસ હું 'માબાપ થવાની કળા' જેવા કોઈક ટાઈટલવાળું પુસ્તક લઈ આવ્યો. મારા પપ્પાએ જોયું. મને પૂછ્યું: 'સૌરભ, આ ચોપડી તું તારા માટે લાવ્યો છે કે મારા માટે!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment