Friday, 28 October 2016

[amdavadis4ever] ફ્ટાકડાન ું વતન અન ે સાયન્ટિ ફિક જર્ની

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફ્ટાકડાનું વતન અને સાયન્ટિફિક જર્ની
By Jwalant Naik

લીલાં વાંસ (bamboo) આગમાં સળગાવવાની ઘટના દરમિયાન અકસ્માતે ફ્ટાકડાની શોધ થઇ હોવાનું મનાય છે. આથી ફ્ટાકડા માટે ચીની ભાષામાં 'baozhu' શબ્દ વપરાય છે. (ચાઈનીઝ ઉચ્ચારોની ભાંજગડમાં નથી પડવું, માટે સીધો અંગ્રેજી શબ્દ આપ્યો છે) Baozhu નો અર્થ થાય "વિસ્ફેટક બામ્બુ"! આશરે ૨૨૦૦ વર્ષો પહેલા ચીનાઓએ નોંધ્યું કે જયારે લીલા વાંસ બાળવામાં આવે છે, ત્યારે પોલા વાંસમાં રહેલી હવા, અચાનક ઊંચા તાપમાને ગરમ થવાને કારણે ઊંચા દબાણથી ત્વરિત વિસ્તરણ પામતી. બામ્બુના પોલાણમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે, ગરમ હવા ધડાકા સાથે બામ્બુ ફડીને બહાર આવી જતી. આમ, અગ્નિમાં બામ્બુ સળગાવવાને કારણે અચાનક મોટે અવાજે ધડાકો થતો. અંધશ્રદ્ધાળુ ચીનાઓએ માન્યું કે દુષ્ટ આત્માઓ પણ આવા અચાનક થતાં મોટા ધડાકા સાંભળીને દૂર ભાગી જશે. આથી તેમણે તહેવારોની ઉજવણીઓ દરમિયાન આગમાં લીલા વાંસ નાખીને ધડાકાઓ કરવાની પ્રથા ચાલુ કરી, જે પાછળથી દરેક ઉજવણીનો એક ભાગ બની ગઈ. ત્યારબાદ ઈસવીસન ૬૦૦ બાદ ચાઈનામાં ગન-પાઉડરની શોધ અને વપરાશ શરૂ થયો. કોઈક ભેજાબાજે વાંસના પોલાણમાં ગન-પાઉડર ભરવાનો તુક્કો લડાવ્યો. પરિણામે ગરમ હવાના વિસ્તરણથી જે વિસ્ફેટ થતો, એના કરતાં અનેકગણો મોટો ધડાકો (ગન પાઉડરને કારણે) થવા માંડયો. ૧૯મી સદીના શરૂઆતી વર્ષો સુધી ફ્ટાકડાઓનું સ્વરૂપ કેવું હતું અને તેનું ઉત્પાદન કઈ રીતે થતું, એ વિશેની તલસ્પર્શી માહિતી 'જેમ્સ ડાયર' નામના સિનોલોજિસ્ટ દ્વારા લખાયેલા પુસ્તક  "Things Chinese"માંથી મળી રહે છે. ફ્ટાકડાની બનાવટમાં સ્ટ્રો પેપર તરીકે ઓળખાતો કાગળ વપરાતો. ફ્ટાકડો સળગાવવા માટેના ફ્યુઝની બનાવટ માટે ખાસ પ્રકારનો બામ્બુ પેપર જાપાનથી મંગાવાતો.
વૈજ્ઞાાનિક સમજ કેળવાતી ગઈ તેમતેમ ઈટાલિયનોએ ફ્ટાકડાના ઉત્પાદન માટે 'પાયરોટેકનિક કમ્પોઝિશન' નામની પદ્ધતિ શોધી. વાંસને બદલે હવે થોડા કડક કાગળની બનેલી ટયૂબ વપરાવા માંડી, જેમાં ગન પાઉડર અને ફ્યુઝ રહેતા. કાગળની ટયૂબ (કન્ટેઇનર)ની બહાર સુધી ખેંચાયેલી દોરી, જેનો એક છેડો ફ્યુઝ સાથે જોડેલો હોય, જે જામગરી તરીકે ઓળખાય છે. જામગરી સળગાવતાં ફ્યુઝ સળગે છે, અને સળગતો ફ્યુઝ પોતાની આજુબાજુના ગન પાઉડરને પણ સળગાવે છે. ગન પાઉડરની બનાવટમાં ૧૫ ટકા જેટલો ભાગ કોલસાની બારીક ભૂકી અને ૧૦ ટકા ભાગ જેટલું સલ્ફ્ર રહેલું હોય છે. બાકીનો ૭૫ ટકા ભાગ પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)નો બનેલો હોય છે, જે 'સોલ્ટપીટર' તરીકે પણ ઓળખાય છે.
જોકે પ્રવર્તમાન સમયમાં દેશ-વિદેશમાં, પહેલાની જેમ માત્ર એક ધડાકો અને લાઈટનો એક ચમકારો કરીને શમી જતાં ફ્ટાકડાને બદલે, 'સિરીઅલ બ્લાસ્ટિંગ' કરીને રોશનીની છોળો પણ ઉડાડે છે. માટે જ તેમને માત્ર 'ફ્ટાકડા'ને બદલે 'ફયરવર્ક્સ' કહેવું વધુ ઉચિત છે. ફયરવર્ક્સની રચનામાં પ્લાસ્ટિકનો શેલ, કાગળનો માવો અને કાર્ડબોર્ડના કમ્પાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. કમ્પાર્ટમેન્ટના તળિયે બ્લેક પાઉડર (ગનપાઉડર) રહેલો હોય છે. ગનપાઉડરમાં રહેલું સલ્ફ્ર અને કોલસાની ભૂકી 'બળતણ' તરીકે કામ કરે છે. સ્વાભાવિક રીતે કોઈપણ બળતણને બળવા માટે ઓક્સિજનની જરૂર પડે જ. અને ફ્ટાકડાના બંધ કમ્પાર્ટમેન્ટમાં બળતણ માટે જરૂરી ઓક્સિજનનું પ્રમાણ નહિવત્ જ હોવાનું. બીજી તરફ્ પોટેશિયમ નાઈટ્રેટ પોતેજ એક 'ઓક્સિડાયઝિંગ એજન્ટ' છે, જે બળતણ માટે જરૂરી ઓક્સિજન 'મુક્ત' કરે છે. આથી બળતણ પ્રક્રિયાને ઓક્સિજન માટે કોઈ 'બહારી' સ્ત્રોતની જરૂર રહેતી નથી. આ સિવાય, કમ્પાર્ટમેન્ટમાં કેટલાંક રસાયણિક પદાર્થો રહેલાં હોય છે, જે ગરમ થતાં જ અલગ અલગ રંગોના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ રસાયણિક પદાર્થોને તેમના ગુણધર્મો મુજબ વાપરવાથી અલગ અલગ પરિણામ મેળવી શકાય. દા.ત. રેડ ગમ વાપરવાથી આતશબાજી લાંબો સમય સુધી ચાલે છે, જયારે ઝડપી અને તેજસ્વી આતશબાજી માટે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કે ટાઈટેનિયમના સંયોજનો વપરાય છે. જો વધારે ધુમાડાનું સર્જન કરવું હોય તો બળતણ તરીકે સુગર વાપરી શકાય. આ સિવાય 'કલરિંગ એજન્ટ' તરીકે સ્ટ્રોનટીયમ કાર્બોનેટ (લાલ રંગ), કોપર સંયોજનો (ભૂરો રંગ), સોડિયમ સંયોજનો (પીળો રંગ) વગેરે વપરાય છે.

આ તબક્કે, શિવાકાશી જેવા શહેરોની ફેક્ટરીઓમાં બાળમજૂરોને બદલે પુખ્ત વયના તાલીમબદ્ધ માણસો પાસે કામ લેવાય અને ભવિષ્યમાં ભારત પણ સુરક્ષિત અને મનમોહક ફયરવર્ક્સ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામે, એવી શુભેચ્છા!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment