Saturday, 1 October 2016

[amdavadis4ever] પારંપરિક નવરાત્ર િનો ફરી સૂર્યોદય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમેરિકાના ગાયક અને ગીત લેખક ડેરિલ હોલે એક ગીત લખ્યું અને ઈંગ્લિશ ગાયક પોલ યન્ગે ૧૯૮૪માં એ ગાયું, 'એવરી ટાઈમ યુ ગો અવે, યુ ટેક અ પીસ ઑફ મી વીથ યુ...', (પ્રેયસીને પ્રેમી કહે છે, 'દર વખતે તું જાય છે ત્યારે તું મારા અસ્તિત્વનો એક ટુકડો લેતી જાય છે). આ એક અદ્ભુત ગીત હતું, બહુ સફળ હતું. આ ગીતનો ભાવ ગુજરાતીઓને દરેક રીતે લાગુ પડે છે. 'ગુજરાતીઓ જ્યાં જાય છે ત્યાં તેઓ આખા ગુજરાતમાંથી ઢોકળા, પત્તરવેલિયા, ખાંડવી, પોતાની આખી સંસ્કૃતિની સાથે દાંડિયા-રાસ અને ગરબા પણ લઈ જાય છે. ગુજરાતી જ્યાં ગયો ત્યાં ગરબા-દાંડિયાએ પણ એવો વિસ્તાર વધાર્યો કે ઑસ્ટ્રલિયા, આફ્રિકાથી માંડીને કેનેડા, લંડન, ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને સિંગાપોરમાં ગરબા ધૂમધામથી આયોજિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈમાં રાતના ૧૦ વાગ્યે ગરબા પ્રોગ્રામ આટોપી લેવાનું સરકારી ફરમાન આવ્યું ત્યારે બોરિવલીના શાંતારામ દાદા બહુ ખુશ થયા હતા, "ચાલો દસ વાગ્યે નહીં તો ૧૧ વાગ્યે તો લાઉડસ્પીકર બંધ થઈ જશે ને! એમ કહીને એમણે આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારે જ આગમનાં એંધાણ મળવા લાગ્યાં હતાં કે વ્યાવસાયિક નવરાત્રિ આયોજનોનું તેજ ઘટશે. જોકે, એ વખત એટલે કે ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાનનાં વર્ષોમાં એવું કહેવું કદાચ વધારે પડતું હતું કે કસમયનું હતું. આજે હવે લાગે છે કે લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં જે ઘેલછા, જે ક્રેઝ એ વર્ષોમાં જાહેર ગરબા આયોજનોમાં જવાનો ને મોજ માણવાનો હતો, જે ઉત્સાહ હતો એ ઓસર્યો છે. આમ કેમ થયું, એનો જવાબ શોધવા ઝાઝી મથામણ કરવી પડે એમ નથી.

એક સમય હતો ત્યારે બોરિવલી, વિલેપાર્લે, સાન્તાક્રુઝ, ઘાટકોપર જેવા ગુજરાતી બહુમતીના વિસ્તારોમાં બબ્બે કે ત્રણ-ત્રણ વિશાળ નવરાત્રિ આયોજનો થતાં હતાં અને લોકો સગવડ પ્રમાણે પૂર્વ-પશ્ર્ચિમનાં પરાંમાંથી દૂર દૂર સુધી ગરબા ખેલવા જતા. વિરાર, દહિસરથી લોઅર પરેલ અને ચર્ચગેટ સુધીની કે ઘાટકોપર-બોરિવલી સુધીની સફર ખેડવી ખેલૈયાઓને મન રમત વાત હતી. એ તબક્કે અખબારો સુધ્ધાં આયોજનમાં ભાગીદાર બનતા થયા હતા. જાણીતા અને લોકપ્રિય ગરબા આયોજનોમાં જવા માટે ઓળખીતા-પાળખીતા પત્રકારો પાસે લોકો પાસ માગતા એ તો અનુભવ્યું છે. એ ઘેલછાને કારણે પોશાકવાળાઓ, દાગીના વિક્રેતાઓ, મેંદી મૂકનારી કલાકારો, મેક-અપ આર્ટિસ્ટો વગેરેને ત્યાં લાઈનો લાગતી એ અનેકોએ જોયું છે.

આ બધી સકારાત્મક બાબતોની સાથે ગર્ભપાત કેન્દ્રોની વ્યસ્તતામાં વધારો થયાનું અને એ સંબંધી આંકડાબાજી જાહેર કરવાનું, ક્ધડોમનું વેચાણ કેટલું વધ્યું એની જાણકારી આપવાનું કામ પણ વધ્યાનું જોવાયું છે. માતાપિતાની રાતોની ઊંઘ હરામ થયાનું અને મોડી રાત સુધી યુવાનો-યુવતીઓ રખડવાનો મોકો મેળવતાં હોવાનું પણ જાહેરમાં ચર્ચાતું. ઘરોઘરમાંથી દબાતે મોઢે ફરિયાદો કરાતી. લોકલ ટ્રેનોના ચર્ચા-વિષયમાં પણ નવરાત્રિની માઠી બાજુ મંડાતી હતી. મોટા, વિશાળ મેદાનોમાં સેંકડો લોકો ઊતરી પડવાને કારણે ગરબા ખેલવામાં જૂથબંધી થતી હતી. એક જ મેદાનમાં અનેક જૂથમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતા. એક તબક્કે જોનારાને આ જોવાની મજા પડતી, પણ ખેલનારાઓની મજા બગડતી એવું એમના મુખે બોલાતું સાંભળ્યું છે. મોટા અવાજ અને ઈલેક્ટ્રોનિક વાદ્યો અને ફિલ્મી ધૂનો પર ગવાતા ગરબાને કારણે ઘોંઘાટનું પ્રમાણ વધે છે એની સમજ લોકોમાં વધવા લાગી હતી. લોકોમાં અણગમો હતો, પણ પરંપરાનું ગળું ભીંંસવું પણ એમને ગમતું નહોતું. એ સાથે પ્રદૂષણ વિરોધી ઝુંબેશે ઉપાડો લીધો એમાં અવાજના પ્રદૂષણની લાકડી જોશભેર ફટકારાતી હતી. લોકોમાં પણ જાગૃતિ આવી હતી. મોડી રાત સુધીના ઘોંઘાટને કારણે તબિયતમાં બગાડો, માનસિક સ્થિતિ માંદી થવી વગેરે અનુભવો સમજાવા લાગતા નવરાત્રિના ઉત્સવને અતિશય ચાહનારાઓમાં ક્યાંક લગામ મુકાય એવી અણવ્યક્ત ઈચ્છા જાહેર થતાં એક તબક્કે રાતના દસ વાગ્યે વ્યાવસાયિક ગરબા કાર્યક્રમ આટોપી લેવાનો નિયમ આવ્યો. નવ દિવસમાં એકાદ-બે દિવસ સમયમર્યાદા લંબાવાતી.

ઉપરાંત લોકોની કામકાજી વ્યસ્તતા પણ નડતર બની હતી. દક્ષિણ મુંબઈમાં વસનારા મોટા ભાગના લોકો પરાં તરફ સ્થળાંતર કરતા થયા. મધ્ય રેલવે અને પશ્ર્ચિમ રેલવે લાઈનો પરનાં પરાંમાં ગુજરાતી વસતિ વધી, મોટા ટાવરોવાળાં વિશાળ રહેણાંક કોમ્પલેક્સ વધ્યા. તળ મુંુબઈમાં રહેલા વ્યવસાય-ધંધા, નોકરીઓ આટોપી વેળાસર પરાંના ઘરે આવી, ફરી ગરબાના કાર્યક્રમમાં જવું એ ખાસ્સી ઊર્જા માગી લેતી પ્રવૃત્તિ હતી. સમયના વહેવા સાથે પોશાક-દાગીના અને સજાવટ મોંઘી થઈ, કાર્યક્રમોની ટિકિટોના ભાવ આસમાને ભીડાવા લાગ્યા એટલે લોકોને મોજ, આનંદ મોંઘાં પડવા લાગ્યા અને ઉત્સાહ ઓસરવા લાગ્યો. મોંઘા પાસનો ખર્ચ કરી રાતના નવ-સાડાનવ વાગ્યે ગરબાના કાર્યક્રમમાં પહોંચો ત્યાં સમયની મર્યાદાની તલવાર દસ વાગ્યે નહીં તો પણ અગિયાર વાગ્યે પડતી જ. વળી રાત પડે એટલે ખાવાનો ખર્ચ જુદો વેઠવાનો, આમ મજા કિરકિરા હો જાતા...

સામે પક્ષે, પરાંમાં ગુજરાતી વસતિમાં વધારો થતા લગભગ સોસાયટી કોમ્પલેક્સમાં નવરાત્રિ આયોજનો થવા લાગ્યાં. આના લાભ તરત જ અનુભવાવા લાગ્યા હતા. એક તો જાણે ઘરની અંદર જ કાર્યક્રમ. દૂર જવું નહીં. યુવાન સંતાનો પણ પાસેને પાસે રહે! એક વાર રોકડો ફાળો આપી દીધા બાદ બીજો વધારાનો ખર્ચ નહીં. સોસાયટીના ગરબા ખાનગી કહેવાય એટલે સમય મર્યાદા થોડી તાણી શકાય. વળી વ્યાવસાયિક ગરબામાં રોજ જવું અને બીજા દિવસે બાળકોની સ્કૂલ અને મંોટાઓનો નોકરી-રોજગાર સમયપત્રક ખોરવવામાં મોટો ફાળો હતો. અહીં તો સોસાયટીમાં, ધારો કે ૧૦ વાગ્યે ગરબા બંધ થયા બાદ, કેટલીક સોસાયટીઓ જમવાનો કાર્યક્રમ કરે છે, એ ગૃહિણીઓને, કામકાજી મહિલાઓને માટે 'ભાવતું'તું ને વૈદ્યે કહ્યા' જેવો ઘાટ થાય છે. ઉપરાંત ઘરમાંને ઘરમાં જ જાણે કાર્યક્રમ હોય એટલે પોશાક-પરિધાન, સજાવટ પણ મન ફાવે તેમ અને તેટલી જ કરવાની એમાં પણ ખર્ચ બચાવી શકાય..., વળી, મોટો કોમ્પલેક્સ હોય કે ન હોય, પણ ખુલ્લી મોકળી જગ્યામાં ગણતરીના અને અંદરના જ લોકો એક સાથે મોટા વર્તુળમાં પારંપરિક રીતે ગરબામાં ફરી શકે છે, બહારનું કોઈ ન હોય એટલે ટંટા-ફસાદેય નહીં. કેટલેક સ્થળે તો એટલી હદની પરંપરા જાળવવામાં આવે છે કે પુરુષો પરંપરાગત પોશાક-કેડિયું અને ચોરણો ન ધારણ કર્યો હોય તો તેમને ગરબી રમવાની પરવાનગી મળતી નથી. મુખ્ય વાદ્યો પણ પરંપરાગત શહેનાઈ અને ઢોલક હોય છે. સોસાયટીના પ્રાંગણમાં ગરબા રમાતા હોઈને ધ્વનિ નિયંત્રણ આપોઆપ જ થાય છે. આવાં તો અનેક કારણો છે, જેને પગલે ખાનગી અને પરંપરાગત ગરબા આયોજનનું ચલણ વધવા માંડ્યું છે. નવેય દિવસ સોસાયટીના સભ્યો ગરબા અને જમણ પત્યે વાતોના તડાકા મારતા અને એમ સોશિયલ બનતા લોકોમાં ભાઈબંધી વધે ને સહકારમાં પણ વધારો થાય છે, એમ મહાવીર નગરમાં વસતા કોકિલાબેન અને પ્રતીકભાઈ સોનીએ કહ્યું હતું.

સૌને 'હેપી નવરાત્રિ'... વ્યાવસાયિક કે ખાનગી સોસાયટીમાં મર્યાદિત, જે ફાવે તે ગરબા કરો, માતાજીની આરાધનામાં પરંપરા અને મર્યાદાનો ભંગ ન થાય એવી શુભેચ્છા!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment