Wednesday, 29 June 2016

[amdavadis4ever] હા, દોસ્તી નથી તો દુશ્મની પણ ક્યાં છે? :ચિંતનની પળે – કૃષ્ણક ાંત ઉનડકટ [2 Attachments]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માણસ સંબંધ વગર જીવી શકતો નથી. સમાજ એ સંબંધોનો જ સમૂહ છે. સંબંધ 'સ્કેલ'થી મપાતા નથી. સંબંધ સ્નેહથી સચવાતા હોય છે. તમારા સંબંધોનું વર્તુળ કેવડું છે? કેટલાક સંબંધો અત્યંત અંગત હોય છે. અમુક સંબંધો કામ પૂરતા મર્યાદિત હોય છે. થોડાક સંબંધો સ્વાર્થ પૂરતા પણ હોય છે. કેટલાક સંબંધો બસ હોય છે. દરેક સંબંધને નામ હોય જ એવું જરૂરી નથી. કેટલાક સંબંધો 'બેનામી' કે 'અનામી' હોય છે. એ સંબંધો થોડોક સમય પૂરતા જ હોય છે, પણ હોય છે ત્યારે સજીવન હોય છે. કરિયાણાની દુકાનના વેપારી સાથેના સંબંધને તમે શું નામ આપશો? વાળ કાપી આપતા હેર ડ્રેસર સાથેના સંબંધનું કોઈ નામ હોય છે ખરું? ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઈ જતો લિફ્ટમેન, આવતી અને જતી વખતે ગેટ ખોલીને સલામ ઠોકતો વોચમેન, દૂધવાળા, શાકવાળા કે અખબારવાળા વ્યક્તિ સાથેનો સંબંધ ભલે થોડીક ક્ષણોનો હોય, પણ એ હોય છે. આપણે ક્યારેય એ સંબંધને માર્ક કરીએ છીએ? એ સંબંધને જીવીએ છીએ?
એક યુવાન હતો. નોકરી માટે તે પોતાના શહેરથી બીજા શહેરમાં જવા માટે ટ્રેનમાં અપડાઉન કરતો. તેની સાથે ઘણા યંગસ્ટર્સ અપડાઉન કરતા હતા. થોડાક સાથે તેને દોસ્તી થઈ ગઈ. ટ્રેનની સફર પૂરતો જ આ સંબંધ હતો. સ્ટેશન આવે અને બધા છૂટા પડી જતા. ધીમે ધીમે એ યુવાનને પ્રમોશન મળતાં ગયાં. હવે એ ખૂબ આગળ વધી ગયો હતો. એક સમય એવો આવ્યો કે એ પ્લેનમાં અપડાઉન કરવા લાગ્યો. એક સમયે ટ્રેનમાં અપડાઉન કરનારો સફરનો સંગાથી તેને મળી ગયો. અપડાઉનની મજા વિશે વાતો થઈ. છૂટા પડતી વખતે યુવાને કહ્યું કે, હવે પ્લેનમાં અપડાઉન કરું છું. બીજા પણ એવા લોકો છે જે પ્લેનમાં અપડાઉન કરે છે, પણ એની સાથે તમારા જેવી દોસ્તી નથી. કદાચ એ 'મોટા' માણસો છે! પોતાને મોટા માનનારા ઘણી વખત બહુ નાના હોય છે.
સંબંધ સદીનો હોય કે ક્ષણોનો, એ સજીવન અને સશક્ત હોવો જોઈએ. કોઈનું દિલ જીતવા માટે થોડાક શબ્દો અને થોડાક સ્માઇલની જ જરૂર હોય છે. હોદ્દા, સ્થાન કે મોભાનું વજન ઘણી વખત આપણને ભારે બનાવી દેતું હોય છે. સંબંધોની કોઈ બાઉન્ડ્રી હોતી નથી. સંબંધોનું વર્તુળ તો જેટલું વિસ્તારવું હોય એટલું વિસ્તરી શકે. એના માટે કોઈ વિશેષ પ્રયાસની જરૂર હોતી નથી. આપણે બસ જ્યાં હાજર હોઈએ ત્યાં આપણી હાજરી હોવી જોઈએ. આપણે હાજર હોઈએ છીએ, પણ મોજૂદ હોતા નથી. આપણી ગેરહાજરી હોય છે. ઘણી વખત આપણી ગેરહાજરીથી પણ કોઈને ફેર પડતો હોતો નથી. હા, આપણી હાજરીથી ચોક્કસ ફેર પડતો હોય છે. જિંદગી જીવવાની મજા આવે એટલી હળવાશ પણ જરૂરી છે. હળવાશને ઘણી વખત આપણે જ સમેટીને કોઈ છાના ખૂણે સંઘરી રાખી હોય છે. જેને પણ મળો, જેટલા સમય માટે મળો અને જ્યાં પણ મળો એને દિલથી મળો, તમને પોતાને જ એવું ફીલ થશે કે હળવાશમાં જ જિંદગીની મીઠાશ છે.


--

 


Blog : www.krishnkantunadkat.blogspot.com

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
29 JUNE 2016 40.jpg 40.jpg

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment