Friday, 24 June 2016

[amdavadis4ever] ઈજ્જત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બપોરના બારન્ો વીસ્ો બારમા ધોરણમાં ભણતી સાક્ષી સ્કૂલમાંથી બહાર નીકળી. એણે દૂરથી એક બાઈક ફુલ સ્પીડે આવતી જોઈ. પ્ોલાએ હેલ્મેટ પહેર્યું હતું તો પણ એ એન્ો ઓળખી ગઈ. પ્ોલો નજીક આવ્યો. સાક્ષી સ્કૂલબ્ોગમાં દુપટ્ટો અન્ો બ્ો-ત્રણ ડ્રેસ સંતાડી લાવી હતી. એેણે દુપટ્ટો ચહેરા પર બાંધી દીધો અન્ો થરકતી થરકતી બાઈક પર બ્ોસી ગઈ. બાઈક ધુમ સ્પીડે આગળ વધી.

* * *

મનસુખભાઈ અન્ો એમની પત્ની જ્યોત્સનાબહેન ક્યારનાયે આકુળ વ્યાકુળ થઈ રહૃાાં હતાં. બપોરના અઢી થવા આવ્યા હતા. રોજ એક વાગ્ો ઘરે આવી જતી દીકરી સાક્ષી હજુ ઘરે નહોતી આવી. બંન્ોના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાઈ રહી હતી. આખરે થાકીન્ો એમણે દુકાન્ો બ્ોઠેલા દીકરા સમીરન્ો જાણ કરી. પરિવારે ચારે તરફ શોધખોળ કરી પણ સાક્ષીનો પતો ના લાગ્યો. આખરે પરિવારે મીરાનગર પોલીસ સ્ટેશન્ો ફરિયાદ લખાવી. ઈન્સ્પ્ોક્ટર યાદવે એમની ટીમ સાથે તપાસ શરૂ કરી. 

સાક્ષીન્ો ગુમ થયાન્ો ચોવીસ કલાક વીતી ગયા હતા. હજુ ન તો કોઈ કિડન્ોપરનો ફોન આવ્યો હતો ન તો સાક્ષીની ભાળ મળી હતી. બપોર સુધીની પ્રાથમિક તપાસમાં પોલીસન્ો પણ એક જ વાત જાણવા મળી હતી કે, સાક્ષી સ્કૂલમાં આવી હતી પણ બસમાં નહોતી ચડી. એ બસસ્ટોપની વિરુદ્ધ દિશામાં ચાલતી ગઈ હતી.

પોલીસ્ો સાક્ષીની ખાસ બહેનપણીઓ નીશા અન્ો આસ્થાની પ્ાૂછપરછ કરી. પોલીસન્ો જોતાં જ બંન્ોએ બકી નાખ્યું, 'સાહેબ, એ ક્યાં ગઈ છે એ કશી અમન્ો ખબર નથી. પણ એન્ો અલ્તાફ નામના એક છોકરા સાથે અફેર હતું. અલ્તાફ ગ્ોરેજમાં કામ કરે છે. માર્કેટમાં એની દુકાન છે. સાક્ષી કેટલીયે વાર સ્કૂલ અન્ો ટ્યૂશનમાંથી ગુલ્લી મારી એન્ો મળવા જતી હતી. બસ આના સિવાય અમે કશું જ નથી જાણતા.

માહિતી મળ્યાના અડધા જ કલાક પછી અલ્તાફ કાળ કોટડીમાં હાજર હતો. ઈ. યાદવ એન્ો મારતા મારતા પ્ાૂછી રહૃાા હતા, 'બોલ, સાલા! સાક્ષી ક્યાં છે? તું રોજ લોકોની બાઈકોનું રિપ્ોરિંગ કરે છે ન્ો આજે તારુ રિપ્ોરિંગ કરી દઉં. તું બાઈક ધોતો હોઈશ પણ આજે હું તન્ો ધોઈશ!'

અતિશય માર ખાધા પછી પણ અલ્તાફ એક જ વાક્ય બોલતો હતો, 'સાહેબ, અમે બંન્ો પ્રેમમાં હતા એ વાત સાચી. પણ ત્રણ દિવસથી હું એન્ો મળ્યો પણ નહોતો. છેલ્લે એ મન્ો મળી ત્યારે એણે કહૃાું હતું કે હવે ત્રણ દિવસ એ કોઈ કોન્ટેક્ટ નહીં કરે અન્ો પછી ચોથા દિવસ્ો સરપ્રાઈઝ આપશે. સાહેબ, હું તો એની સરપ્રાઈઝની રાહ જોતો હતો અન્ો ચોથા દિવસ્ો એના ગુમ થયાના સમાચાર મળ્યા. 

અલ્તાફન્ો અન્ોકવાર માર્યો, એની ડિટેઈલ તપાસ કરી. પણ કદાચ એ સાચો હતો. પોલીસ્ો એન્ો છોડી મુક્યો અન્ો એના પર વોચ રાખી. 

હવે શરૂ થઈ હતી સ્કૂલની અન્ો સાક્ષીના ઘરની આસપાસની નાનામાં નાની દુકાનોવાળાઓની પ્ાૂછપરછ. નાથુ અન્ો ઘેલાણી એક એક દુકાન્ો ફરીન્ો લોકોની પ્ાૂછપરછ કરી રહૃાા હતા.

એક હેરકટિંગવાળાની દુકાન્ો વાળ કપાવવા બ્ોઠેલા એક જણે માહિતી આપી. 'સહાબ, એક મિનટ! મેરા નામ શાહીદ હૈ. મેં નંબર પ્લેટ બનાતા હું. જીસ, દિન યે લડકી ગાયબ હુઈ ઉસ દિન એક લડકા મેરે વહાં આયા થા. ઔર ઉસન્ો ઉસકી બાઈકકી નંબર પ્લેટકા નંબર મીટાકર દૂસરા નંબર લિખવાયા થા! તબ હી મુજે કુછ ગલત હોન્ો કી બૂ આ રહી થી. મૈન્ો ઉસ્ો પ્ાૂછા ભી લેકીન ઉસન્ો મૂઝકો ધમકાયા.'

'તું જાનતા હૈ ઉસ લડકે કો?'

'નહીં સહાબ! લેકીન અપની આદત હૈં કી ઐસા કુછ હોતા હૈ તો મેં વો નંબર નોટ કર લેતા હું. ઉસ બાઈક કા પુરાના નંબર ઔર જો નયા લીખવાયા વો દોનો મેરી દુકાન પ્ો હૈ.'

તપાસ બરાબર એક ઈન્ટરેસ્ટિંગ મોડ પર આવીન્ો અટકી હતી, ઈન્સ્પ્ોક્ટર યાદવ ખુશ થતા બોલ્યા, 'ચલ, દે વો નંબર!'

શાહીદન્ો સાથે લઈન્ો બંન્ો દુકાન તરફ જઈ રહૃાા હતા ત્યાં જ કોલ આવ્યો, 'સાહેબ, હું કોન્સ્ટેબલ પરમાર બોલું છું.'

'બોલ પરમાર!'

'સાહેબ, આપણે જે છોકરીન્ો શોધી રહૃાા છીએ એની લાશ મળી છે! એન્ો મારીન્ો ગુપ્તાનગર રેલવે ટ્રેક પાછળ ફેંકી દેવાઈ છે.'

'હેં...!' ઈન્સ્પ્ોક્ટર યાદવના હાથમાંથી મોબાઈલ પડું પડું થઈ ગયો. એમણે ગાડી તરત જ વાળી લીધી.

ગુપ્તાનગર રેલવે ટ્રેકની પાછળના ભાગ્ો આસપાસના ઝૂંપડપટ્ટીવાળા ટોઈલેટ જતા હતા. એ ગંધાતા સ્થળ પર ફૂલની સુગંધ જેવી સાક્ષીની લાશ પડી હતી. આસપાસ કોઈ કરતાં કોઈ પુરાવો ના મળ્યો. ત્યાં અસંખ્ય માણસોના પગના નિશાન હતા. સાક્ષીન્ો મારીન્ો ત્યાં ફેંકી દેવામાં આવી હતી. સાક્ષીના મૃત્યુથી એનો પરિવાર ભાંગી પડ્યો હતો. હત્યા કેસની તપાસ થઈ રહી હતી. પ્ોલા નંબર પ્લેટવાળાએ આપ્ોલા નંબરના માલિકની તપાસ થઈ રહી હતી. 

બીજા કોન્સ્ટેબલ પરમારે ઈન્સ્પ્ોક્ટર યાદવન્ો માહિતી આપી. 'સાહેબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અન્ો પ્ોલી બાઈકવાળા માણસનું સરનામું મળી ગયું છે. ગળું દાબીન્ો હત્યા થઈ છે. રેપ થયો નથી. એના શરીર પર થોડાંક વાગવાના નિશાન છે એ ઝપાઝપીના છે. ખાસ વાત એ છે કે આપણન્ો ભલે લાશ ગઈકાલે મળી પણ એનું મર્ડર તો અઠવાડિયા પહેલા જ થઈ ગયું છે. સાક્ષી ગુમ થઈ એ જ દિવસ્ો એન્ો મારી નાખવામાં આવી છે.

'વેરી ઈન્ટરેસ્ટિંગ, હવે પ્ોલા બાઈકવાળાનું કહે? કોણ છે એ અન્ો ક્યાં રહે છે?'

'સાહેબ, શાહીદે આપ્ોલો પહેલો નંબર સાચો હતો. સાચો નંબર ભુંસાવી એણે નકલી નંબર લખાવ્યો હતો. એ માણસનું નામ છે જયસુખભાઈ પંડ્યા. નગર પાલિકાની પાછળ આવેલી મહાવીર સોસાયટીમાં રહે છે. ફિકર નોટ સાહેબ! મૈં હું ના! મેં બધી જ તપાસ કરી લીધી છે. એ બાઈક જયસુખભાઈનો દીકરો અનિકેત ચલાવે છે. મેં આપણા ખબરીન્ો અન્ો પ્ોઈન્ટરન્ો સાથે લઈન્ો ક્ધફર્મ પણ કરાવી લીધું છે કે એ દિવસ્ો બાઈકનો નંબર બદલવા અનિકેત જ આવ્યો હતો. અમે એની બાઈક પણ જોઈ. એણે ફરીવાર સાચો નંબર લઈ લખાવી લીધો છે.'

'સો, લેટ્સ ગો. પકડી લાવો સાલાન્ો અત્યારે ન્ો અત્યારે જ.'

રાતના સાડા દસ વાગ્ો પોલીસ એક ટુકડી સાથે અનિકેતના ઘરે પહોંચી અન્ો એની ધરપકડ કરી. એના પિતા જયસુખભાઈ ખુદ વકીલ હતા. એ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા અન્ો પોલીસ પર ઘેલાણી પર રોફ મારવા લાગ્યા. પણ પોલીસ્ો એમન્ો ફાવવા ના દીધા. 

વકીલ જયસુખ પટેલ પગ પછાડી ધમકી આપતા ચાલ્યા ગયા. ઈન્સ્પ્ોક્ટર યાદવે અનિકેતના રીમાન્ડ ચાલુ કર્યા, 'અનિકેત અમન્ો બધી ખબર પડી ગઈ છે. બોલ સાક્ષીન્ો ત્ોં કેમ મારી?'

અનિકેત આંખો ફાડી એમની સામે જોઈ રહૃાો. 'ક..ક..કોણ સાક્ષી? મેં કોઈ સાક્ષીન્ો નથી મારી.'

ઈન્સ્પ્ોક્ટર યાદવે કચકચતો તમાચો માર્યો અન્ો ડંડો હાથમાં લીધો, 'તારી મા સાક્ષી! યુ બાસ્ટર્ડ! મેં કહૃાુંન્ો કે અમન્ો બધી જ ખબર છે. ત્ોં નંબર પ્લેટ ક્યાં બદલાવી, શા માટે બદલાવી અન્ો પછી શું કર્યું. પણ અમારે કેસની રજે રજ વિગત તારા મોંઢે સાંભળવી છે. બોલ નહીંતર હવે હાથન્ો બદલે ડંડો બોલશે. ઈ. યાદવે અંધારામાં તીર છોડ્યું અન્ો એ નિશાના પર લાગી ગયું. અનિકેત ચીસ પાડતા બોલી ઉઠ્યો, 'સાહેબ, મન્ો માફ કરો બધું જ કહું છું. પ્લીઝ મન્ો મારશો નહીં.'

* * *

સાક્ષીનો હસતો ખેલતો પરિવાર ગમગીનીના વાઘા પહેરીન્ો બ્ોઠો હતો. ઈન્સ્પ્ોક્ટર યાદવ એક રાત્રે ત્યાં પહોંચ્યા, 'મનસુખભાઈ, સાક્ષી ભલે નથી પણ ગુન્ોગારન્ો મેં પકડી પાડ્યો છે!'

ગુન્ોગાર પકડાઈ ગયાની વાત સાંભળી પરિવારના ત્રણેના મોં પર આશ્ર્ચર્ય ઊમટી આવ્યું. જડમાં જાણે ચેતન આવી ગયું. મનસુખભાઈ બોલ્યા, 'કોણ છે સાહેબ એ? શા માટે એણે મારી દીકરીન્ો મારી?'

ઈન્સ્પ્ોક્ટર યાદવે માંડીન્ો વાત કરી, 'નગરપાલિકાની ઓફિસ પાછળ મહાવીર સોસાયટીમાં એક વકીલ રહે છે. એમનું નામ જયસુખ પટેલ. એનો દીકરો અનિકેત આમાં સંડોવાયેલો છે. એ દિવસ્ો એ પોત્ો જ સાક્ષીન્ો સ્કૂલેથી બાઈક પર બ્ોસાડીન્ો લઈ ગયો હતો અન્ો એ જ દિવસ્ો એનું કતલ થઈ ગયું!'

'હેં, પણ શા માટે? શા માટે એણે મારી દીકરીન્ો મારી! મન્ો એની પાસ્ો લઈ જાવ. મારે એન્ો મારી નાખવો છે.' જ્યોત્સનાબહેન મોં પર સાડલાનો ડુચો દાબતા ભીનું પણ ગુસ્સાસભર બોલ્યાં.

અચાનક ઈ. યાદવનો ચહેરો ફરી ગયો. ચહેરામાં લોહી ઊપસી આવ્યું. એ અચાનક ઊભા થયા અન્ો સમીરનો કાંઠલો પકડી એન્ો જ્યોત્સનાબહેન અન્ો મનસુખભાઈના પગ પાસ્ો પછાડ્યો. 'લો, મારી નાખો આન્ો! તમારા આ કુંવરે જ તમારી દીકરીનું ગળુ ટુંપ્યુ છે!'

મા-બાપના શ્ર્વાસ અધ્ધર હતા. ન સાંભળી શકાય એવી વાત સાંભળવા માટે એમનું મન તડપી રહૃાું હતું. આખરે દીકરાએ શા માટે સગી બહેનની હત્યા કરી?

ઈન્સ્પ્ોક્ટર યાદવ બોલ્યા, 'અમન્ો તો અનિકેત્ો બધું જ કહૃાું છે. હવે તમે સમીરના જ મોંએ વાત સાંભળો તો સારુ. સમીર ઊઠ ઊભો થા અન્ો કબૂલ કરી લે કે ત્ોં જ તારી બહેનની કતલ કરી છે.

સમીર ઊભો થયો અન્ો ચહેરા પર કડવાહટ લાવતા બોલ્યો, 'હા, હા...હા! મેં જ સાક્ષીન્ો મારી છે. કારણ કે એ એની ઉંમર કરતાં બહુ મોટી થઈ ગઈ હતી. બારમા ધોરણમાં ભણતી હતી પણ ધંધા....!' સમીર અટકી ગયો. થોડીવાર મૌન રહૃાો અન્ો પછી વધારે કડવાશથી બોલ્યો, 'શું કહું! શબ્દો પણ નથી મારી પાસ્ો. એનું અફેર પ્ોલા ગ્ોરેજવાળા અલ્તાફ સાથે ચાલતું હતું. એ એની સાથે અન્ોકવાર હોટેલમાં જઈ આવી હતી. સાહેબ, શું કહું અલ્તાફ સાથેની એની ક્લીપ પણ માર્કેટમાં ફરતી થઈ ગઈ હતી. એન્ો પોતાન્ો પણ એ ક્લીપની ખબર હતી પણ એન્ો કોઈ શરમ નહોતી. મન્ો શરમ આવતી હતી. મેં એન્ો ખૂબ સમજાવી પણ એ ના માની. એ અલ્તાફ સાથે જ લગ્ન કરવાની જીદ લઈન્ો બ્ોઠી હતી. આખરે મેં એન્ો ઉલ્લુ બનાવી. એન્ો કહૃાું કે તારે અલ્તાફ સાથે લગ્ન કરવા હશે તો મા-બાપુ કદી નહીં માન્ો. હું જ તારા ભાગવાની વ્યવસ્થા કરી દઉં છું. પણ ત્રણ-ચાર દિવસ તું અલ્તાફના કોન્ટેક્ટમાં ના રહીશ. એન્ો કહેતી પણ નહીં. એન્ો કહેજે કે સરપ્રાઈઝ આપીશ. જેથી પોલીસ તપાસ થાય તો અલ્તાફનું નામ ના આવે. મારો મિત્ર અનિકેત તન્ો સ્કૂલેથી લઈ જશે. એક સારી જગ્યાએ રાખશે પછી અલ્તાફન્ો પણ એ લઈ આવશે અન્ો મુંબઈમાં તમારા રહેવાની વ્યવસ્થા પણ એ કરી દેશે. એ અલ્તાફના પ્યારમાં આંધળી હતી. મારી રમતમાં ફસાઈ ગઈ. મેં અનિકેતન્ો મનાવી લીધો. બાઈકનો નંબર બદલી એ ત્ો દિવસ્ો સ્કૂલેથી સાક્ષીન્ો લઈ ગયો અન્ો એના ફાર્મ હાઉસ પર રાખી. હું દુકાન્ો જ રહૃાો જેથી મારા પર કોઈ શક ના કરે. પછી પપ્પાનો ફોન આવ્યો એટલે હું ઘરે આવ્યો અન્ો સાક્ષીન્ો શોધવાન્ો બહાન્ો પાછો પ્ોલા ફાર્મ હાઉસ પર ગયો અન્ો સાક્ષીનું ગળું દબાવી આખો ખેલ જ ખતમ કરી નાખ્યો. ના રહી બાંસુરી ના રહી બબાલ! મેં મહિના પહેલા આ પ્લાન બનાવ્યો હતો. ત્યારથી હું અન્ો અનિકેત મોબાઈલ પર વાત નહોતા કરતાં. રૂબરૂ જ વાત કરતાં હતા એટલે મારી કોલ ડિટેઈલમાં પણ એ નંબર ના આવે. બસ આટલી જ વાત છે. અન્ો હા, મન્ો સાક્ષીન્ો મારવાનો કોઈ અફસોસ નથી. આવી બહેન કરતાં તો બહેન ના હોય એ સારુ! બહેન્ો એ ધ્યાન રાખવું જોઈએ કે એના હાથમાં એના પરિવારની જ નહીં કેટલીયે પ્ોઢીઓની ઈજ્જત હોય છે. એ ઈજ્જતની ક્લીપ બન્ો એટલે એન્ો ડીલીટ કરવી જ પડે.

ઈન્સ્પ્ોક્ટર યાદવ હાથકડી પહેરાવતા બોલ્યો, 'સમીર તારી વાત સો ટકા સાચી છે. પણ એ પહેલાં પરિવારે પણ ધ્યાન રાખવું જોઈએ કે એમની ઈજ્જત પર કેટલાં કેમેરા મંડાયેલા છે અન્ો કોણ કેપ્ચર કરી રહૃાું છે. ક્લીપ બનવાના સંજોગો જ ના ઊભા થવા દેવા જોઈએ. છોકરીન્ો એટલી બધી છુટ આપી દો છો કે ક્લીપ બની જાય ત્યાં સુધી તમે ઊંઘ્યા જ કરો છો અન્ો પછી જાગો ત્યારે જોઈ શકાય ત્ોવી સ્થિતિ નથી હોતી. પણ જવા દે. ગુનો એ ગુનો છે. તારે એની સજા ભોગવવી જ પડે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment