Friday, 3 June 2016

[amdavadis4ever] તડકભડક - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'મારાથી આનંદશંકરની ટીકા થાય, તમારાથી ન થાય'
તડકભડક

કોઈકને 'રોકડું પરખાવતાંપહેલાં સૌ પ્રથમ તો લાયકાત કેળવવી પડે એવું ટ્વિટ્ર એફબી અને વોટ્સએપના જમાનામાં કોઈને સમજવું જ નથી. અમિતાભ બચ્ચન કે સચિન તેન્ડુલકર સોશ્યલ મીડિયામાં હોય એનો અર્થ એ નથી કે તમને એમના વિશે બેફામઆડેધડમનઘડંત બોલવાનો કે કમેન્ટ કરવાનો હક્ક મળી જાય. એમના વિચારો સાથે સહમત કે અસહમત થવાનો તમને હક્ક છે. અસહમત થતા હો તો ચૂપ રહેવાનો કે તમારી ર્તાિકક દલીલ વડે વિવેકથી ભિન્નમત પ્રગટ કરવાનો પણ હક્ક છે. પણ એમના વિચારોનો મેળ તમારી સાથે ન પડતો હોય ત્યારે એમને ઊતારી પાડવાનોએમના વિશે જેમતેમ બોલવાનો કે એમનાં ધોતિયાં ખેેંચવાનો તમને હક્ક નથી. કોઈની પણ ટીકા કરતાં પહેલાં પોતાની પાત્રતા પુરવાર કરવી પડે. કોઈ ફિલ્મ વિશે જેણે ફિલ્મોનો વર્ષો સુધી અભ્યાસ કર્યો હોય તેના અભિપ્રાયમાં અને કોઈ ચવન્ની પ્રેક્ષક અભિપ્રાય ફેંકે એમાં આસમાન-પાતાળનો ફરક રહેવાનો. સચિન તેન્ડુલકર વિશે સુનીલ ગાવસ્કર કશુંક બોલે અને ગલીના પાનવાળાના ગલ્લે ઊભેલો કંઈક કમેન્ટ કરે એના મૂલ્યમાં પણ એટલો જ તફાવત રહેવાનો. 
આનંદશંકર બાબુભાઈ ધ્રુવ (૧૮૬૯-૧૯૪૨) અને બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (૧૮૬૯-૧૯૫૨) સમકાલીન સાહિત્યકારો. આનંદશંકર વિદ્વાન,ચિંતક અને ઉત્તમ ગદ્યકાર. બ.ક.ઠા.માં આ બધા જ ગુણ હોવા ઉપરાંત તેઓ કવિ અને સર્જક. બ.ક.ઠા.યુનિર્વિસટીમાં એમ.એ.ના કલાસ લેતી વખતે આનંદશંકરનો એક સાહિત્યકાર તરીકે અભ્યાસ કરાવે અને સતત ટીકાત્મક બોલે. બ.ક. ઠાકોરના ત્યારના વિદ્યાર્થી અને વિદ્વાન તરીકે ખ્યાતનામ થયેલા વિનોદ અધ્વર્યુએ આ વાત લખી છે. પ્રોફેસર ઠાકોર પાસેથી પ્રેરણા પામીને એમના જ વર્ગના એક વિદ્યાર્થીએ વર્ગમાં નિબંધવાચન કર્યું જેમાં આનંદશંકર પર ખૂબ પ્રહારો કર્યા. અધ્વર્યુસાહેબ લખે છેઃ બલ્લુકાકા સાંભળતા જાય અને સમર્થનમાં હોય તેમ ડોકું ધુણાવતા જાય. પણ નિબંધ અને વર્ગ પૂરો થયો એટલે 'મારાથી આનંદશંકરની ટીકા થાયતમારાથી ન થાય તમને એ અધિકાર મેળવવાની બહુવાર છે.એટલું જ કહીને ચાલ્યા ગયા. 
જજ પછાત દિમાગના છેજજને નિવૃત્તિ પછી પદ્મશ્રી જોઈએ છે કે કોઈ કમિટીમાં બેસવું છેજજ તો બેવકૂફૂ છેએમનામાં અમુક જાતિ માટે દ્વેષભાવ છેકોણે એમને આવા ઉચ્ચ આસને બેસાડવાની ભૂલ કરીએ તો રિઝર્વડ ક્વોટાને લીધે ફાવી ગયા લાગે છેકાયદાનું બે પૈસાનુંય જ્ઞાાન નથી- આ કે આવું કોઈ પણ વિધાન કન્ટેમ્પ્ટ ઓફકોર્ટ બને છે અને આ ગુનો સજાને પાત્ર છે. જજ પર ચારિત્ર્ય કે ભ્રષ્ટાચારના બેબુનિયાદ આરોપો લગાવીને કહો કે આ કારણસર એમણે આવું જજમેન્ટ આપ્યું તે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ગુનો છે જ પણ આવો ચુકાદો આપવા પાછળ જજની કોઈક ગણતરીઓ હશે કે જજની બેવકૂફી હશે એવું જો તમે લખો કે બોલો તો પણ તે અદાલતના તિરસ્કારનો ગુનો બને છે. 
તો શું તમે કોર્ટના ચુકાદા વિશે અભિપ્રાય ન આપી શકોજજમેન્ટની ટીકા ન કરી શકોજરૂર કરી શકો. ચુકાદો આપતી વખતે જજે ધ્યાન બહાર રાખેલી કે એમનાથી ધ્યાન બહાર રહી ગયેલી માહિતી પ્રત્યે નિર્દેશ કરીને તમે ટિપ્પણ કરી શકો કે જજે આ આ માહિતીઓને ધ્યાનમાં રાખી હોત તો ચુકાદાનું સ્વરૂપ જુદું હોત. ચુકાદાની દૂરગામી અસરો વિશે વિશ્લેષણ ના કરીને પણ ચુકાદાની ટીકા કરી શકો. ટૂંકમાં તમે જજની ટીકા ન કરી શકોજજમેન્ટની કે ચુકાદાની ટીકા જરૂર કરી શકો અને જજમેન્ટની ટીકા કરતી વખતે જજની ક્ષમતા તથા નિષ્ઠા વિશેએમની એબિલિટી તેમ જ ઈન્ટેગ્રિટી વિશે શંકા ન ઉઠાવી શકો. તમને જજમેન્ટ ન ગમે એટલે તમે જજને ગાળાગાળ ન કરી શકો. કાયદો આ બાબતમાં સ્પષ્ટ છે. 
નૈતિકતાના માપદંડ પણ આવું જ કહે છે તમને કોઈ નાટક નથી ગમ્યું. તમે અનુભવી પ્રેક્ષક છો અથવા ઘડાયેલા નાટયસમીક્ષક છો. તમે કહી શકો કે નાટકની સ્ક્રિપ્ટમાંનાટકના દિગ્દર્શનમાંનાટકના અભિનયમાંનાટકની જ લાઈટિંગમાંસેટમાંમ્યુઝિકમાં કે વેશભૂષામાં તમને કયાં,શું,કેટલું નથી ગમ્યું અને તમારી દૃષ્ટિએ એનું ધોરણ કેટલું ઊતરતું છે પરંતુ તમે એવું તો બિલકુલ બોલી કે લખી ન શકો કે દિગ્દર્શક બેવકૂક છે કે પેલા અભિનેતામાં તો પોતાનું નાક લૂછવાનીય ત્રેવડ નથી તે ચાલ્યા મોટા નાટક બનાવવા. આ ટીકા થઈ એવું ન કહેવાયઆને કૂથલી કહેવાય અને આપણા સમાજમાંહરએક ક્ષેત્રમાં કૂથલીખોરોની કમી નથી. આ જ રીતે નાટકની સમીક્ષા કરનારને તમે નાટકની ટીકા કરતો રીવ્યૂ કરવા બદલ ક્રિટિસાઈઝ કરી શકો કે એની સમીક્ષામાં આ અધૂરપ છેપેલી અધૂરપ છેપણ સમીક્ષાથી અકળાઈને તમે બોલવા માંડો કે નાટયસમીક્ષકને નિર્માતાએ ઈન્ટરવલમાં બટાટાવડાં નહીં ખવડાવા હોય એટલે કે 'વ્યવહાર'નું કવર નહીં આપ્યું હોય એટલે કે પોતે લખેલું નાટક નિર્માતાએ ભજવ્યું નહીં એટલે એ હવે આ નાટકની ટીકા કરે છેઃ આવું જયારે બોલાય છે ત્યારે બોલનારની પોતાની ગટરક્લાસ મેન્ટાલિટી પ્રગટ થતી હોય છે. 
પ્રશંસાની જેમ કોઈપણ ટીકાને આપણે એની ફેસ વેલ્યુથી સ્વીકારી લઈ શકીએ નહીં. ટીકા કરનારના આશયોમાં ઊંડા ઊતરીએ છીએ ત્યારે ખબર પડે છે કે ટીકાકારને વાસ્તવમાં દુઃખે છે પેટ પણ એ કૂટે છે માથું. કયારેક ટીકાકાર એકની ટીકા કરીને બીજાની પ્રશંસા કરવાનો કે બીજાને ઊંચા દેખાડવાનો ઈરાદો ધરાવતા હોય એવું પણ બને. કયારેક ટીકાકાર પોતાના વ્યક્તિત્વનીઉછેરની કે માહિતી તથા જ્ઞાાનની મર્યાદાને કારણે અપૂરતી સમજણશક્તિ ધરાવતા હોય એમ પણ બને. કયારેક પહેલેથી જ આંખે ડાબલાં બાંધી રાખ્યા હોવાને કારણેજે દેખાતું નથી તે સત્ય નથીએવું માનીને ટીકા થતી હોઈ શકે તો કયારેક એને મળી ગયું તે મારી મહેનત-લાયકાત વધુ હોવા છતાં મને ન મળ્યુંમાની લીધેલી અન્યાયની લાગણીને કારણે પણ કોઈ ટીકા કરતું હોય એવું બને. 

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (10)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment