Saturday, 25 June 2016

[amdavadis4ever] વાત કરીએ બ્ રેક્સિટ-રેક્ સિટની.... -Dipak Soliya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 
Dipak Soliya

મંથન‬

બ્રેક્સિટ-રેક્સિટના બહુ ગાજેલા મામલના પાયામાં છે કરન્સી. દુનિયા આખી કરન્સીના મામલે ગોથાં ખાઈ રહી છે. બેઝિકલી કરન્સી શું છે? એ એક સાધન છે, જેના વડે વેપાર કરી શકાય, લેણ-દેણ કરી શકાય. એક ખેડૂત ગામના કેશકર્તનકારને વર્ષના અમુક કિલો બાજરો આપી દે અને બદલામાં આખું વર્ષ એની પાસે બાલ-દાઢી કરાવે ત્યારે એમાં વચ્ચે કરન્સીની કોઈ જરૂર નથી, પરંતુ મોટા સોદાઓમાં કરન્સી સગવડરૂપ છે. સાઉદી અરેબિયા ભારતને ઓઇલ આપે અને આપણે બદલામાં એને ઘઉં આપીએ એવું નથી ચાલતું. જગત પૈસા-કરન્સી પર ચાલે છે. અને પ્રત્યેક કરન્સીની પોતાની એક વેલ્યુ હોય છે, તાકાત હોય છે. આ તાકાત કઈ રીતે માપવી? આ મામલો નક્કી કરવા માટે, ૧૯૩૦ના દાયકાની મહામંદી અને ખાસ તો બીજું વિશ્વયુદ્ધ વેઠ્યા બાદ વિજેતા દેશોએ મળીને એવું નક્કી કર્યું કે વિશ્વનું મુખ્ય ચલણ ડોલર રાખવું અને ડોલરની તાકાત સોનાના આધારે માપવી. મતલબ કે દુનિયાનો કોઈ પણ દેશ પોતાની કરન્સીના બદલામાં ડોલર ખરીદી શકે, પણ ડોલરની તાકાત નક્કી-ફિક્સ્ડ રાખવામાં આવીઃ એક ઔંશ સોનું બરાબર ૩૫ ડોલર. તો, સોનાના અંકુશ હેઠળના ડોલરને વિશ્વનું મુખ્ય ચલણ ગણાવીને વિશ્વનું ગાડું દોઢેક દાયકા સુધી તો બરાબર ચાલ્યું, પણ પછી વિયેટનામના યુદ્ધમાં અમેરિકાના ઘણા ડોલર ખર્ચાઈ ગયા અને બીજી તરફ ફ્રાન્સે ડોલર ખરીદવાને બદલે સીધું સોનું જ ખરીદીને ડોલરની અનામત ખાસ્સી ઘટાડી નાખી. આવામાં, અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સને ૧૯૭૧માં અમેરિકાને વિકાસ માટે વધારે ડોલરની જરૂર પડતાં, ડોલર પરનો સોનાનો અંકુશ દુનિયાને પૂછ્યા વિના હટાવી દીધો. અને એ સાથે શરૂ થયો પછેડીથી લાંબી સોડ તાણવાનો એક વૈશ્વિક ખેલ. ધીમે ધીમે અમેરિકાથી માંડીને બીજા અનેક દેશોએ અર્થતંત્રમાં નાણાની રેલમછેલ દ્વારા વિકાસ સાધવાની દિશા પકડી. દાળમાં પાણી નાખવાની શરૂઆત થાય બાદ આજે સ્થિતિ એવી છે કે વિશ્વની મોટા ભાગની મહત્ત્વની કરન્સીની દાળમાં દાળ ઓછી અને પાણી જ પાણી વધુ છે. અમેરિકા હવે દાળમાંથી પાણીનું પ્રમાણ ઘટાડવા માટે વ્યાજ દર વધારવા મથી રહ્યું છે, પણ અમેરિકા જો વ્યાજ દર વધારે, ડોલરને મજબૂત બનાવે, મન ફાવે તેમ છાપેલા ડોલરની રેલમછેલ પર બ્રેક મારે તો અમેરિકી અર્થતંત્ર ભાંગી પડવાનું જોખમ ઊભું થાય તેમ છે. એટલે અમેરિકા વ્યાજદર બાબતે એકદમ ચેતી ચેતીને ચાલી રહ્યું છે.
યુરોપે આજથી ૨૩ વર્ષ પહેલાં અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સની જેમ યુરોપના યુનાઈટેડ રાષ્ટ્રોનું એક એકમ સ્થાપ્યું, યુરોપિયન યુનિયન. આ દેશોમાં સત્તા અલગ છે, ભાષાઓ અલગ છે, સંસ્કૃતિ અલગ છે, પણ એક ચીજ - કરન્સી- કોમન કરી નાખવામાં આવી. યુરોપીયન યુનિયનમાં સામેલ થયેલા દેશોએ નવું સંયુક્ત ચલણ અપનાવ્યું, યુરો. યુરોપિયન યુનિયનમાં અત્યારે ૨૮ દેશો સભ્ય છે. એ બધાની સાથે રહેવામાં ખમતીધર બ્રિટનને ફાયદો વધુ છે કે નુકસાન વધુ છે એ નક્કી કરવા માટે જે મત લેવામાં આવ્યો. એ જનમતમાં બ્રેક્સિટ (બ્રિટન વત્તા એક્સિટ)ને બ્રિમેઈન (બ્રિટન વત્તા રિમેઈન) કરતાં વધુ મત મળ્યા. ખેર, બ્રિટન યુરોપથી છૂટું પડે એ ઘટના મોટી ખરી, પરંતુ મારા મતે વધુ મહત્ત્વનો મુદ્દો એ છે કે અમેરિકી ડોલરની જેમ યુરોપનો યુરો પણ દાળમાં ઘણું પાણી ઉમેરી ચૂક્યો છે. અને બ્રિટન પણ યુરોપથી અલગ થયા બાદ પોતાના પાઉન્ડને વધુ પાતળો કરશે તો એનું આવી જ બનવાનું છે. આવામાં, ફક્ત યુરોપ કે બ્રિટનમાં જ નહીં, બલ્કે આખા વિશ્વમાં કરન્સીના મામલે નક્કરતાને બદલે પોકળતાનું જે રાજ ચાલી રહ્યું છે એ ખતમ થવું જોઈએ. આવું જો નહીં થાય તો આખું વિશ્વ ૧૯૩૦ની મહામંદીથી પણ મોટી મુશ્કેલીમાં સપડાઈ શકે તેમ છે.

આપણી અસલીયત શું છે, ઔકાત શું છે એ સ્વીકારીને આગળ વધવું એ નીતિના એક ખ્યાતનામ ઝંડાધારીનું નામ છે રઘુરામ રાજન. એ માત્ર ભારતને જ નહીં, આખી દુનિયાના અર્થતંત્રોને અધિકારપૂર્વક સલાહ આપે છે કે બીમારી છૂપાવો નહીં, અસલી આરોગ્ય જાણો અને સ્વીકારો. રાજને ભારતની સરકારી બેન્કોને પણ ઠંડી મક્કમતાથી એ જ સમજાવ્યું કે તમારા માથે જે દેવું છે અને જે દેવું ચૂકવાય એવી શક્યતા નથી એનો સ્વીકાર કરો, બેન્કની અસલી તાકાત જાહેર કરો.
અમેરિકા-યુરોપ-ચીન-રશિયા અને ઇવન ભારત, અત્યારે ઝડપી વિકાસ માટે, શેરબજારો ધમધમતા રહે એ માટે, નવા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સસ્તું નાણું, આસાન નાણું રેલાવવાના મતનું છે, જ્યારે રઘુરામ રાજન તંદુરસ્ત વિકાસના આગ્રહી છે. રાજનની કામગીરી વિશે જગવિખ્યાત ઇન્વેસ્ટર અને ફંડમેનેજર માર્ક ફેબરે હાલમાં એક ભારતીય બિઝનેસ મીડિયાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે રઘુરામ રાજનની કામગીરી કમાલની છે. ખાસ તો એટલા માટે કે જગતભરની સેન્ટ્રલ(રિઝર્વ) બેન્કો કરન્સી નોટો છાપીને, ભાવો વધારીને સરવાળે આર્થિક અસમાનતાને વેગ આપી રહી છે(પણ રાજને એવું નથી કર્યું). ભારતમાં દસ-વીસ હજાર મોટા શેરધારકો ઇચ્છે છે કે રિઝર્વ બેન્ક વ્યાજના દર ઘટાડે જેથી શેરબજાર ઊંચું જાય. પણ એક સામાન્ય ભારતીયને એ વાતથી કશો ફરક નથી પડતો કે શેરબજાર ઊંચું જાય છે કે નીચું પટકાય છે. એ તો ઇચ્છે છે કે ભાવો સ્થિર રહે, કરન્સી(રૂપિયો) સ્થિર રહે. આવામાં, રાજને જે રીતે નાણાનીતિનો અમલ કર્યો છે તે ફક્ત એક ટચૂકડી લઘુમતીને નહીં પણ ભારતની બહુમતી પ્રજાને લાભ કરનારો છે.

રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રાજને ફુગાવો અંકુશમાં રાખવા શક્ય તેટલા પ્રયાસો કર્યાં. છતાં, આજે ભારતમાં ચીજવસ્તુઓના ભાવ અસહ્ય ઊંચાઈને આંબી ચૂક્યા છે. આવામાં હવે જ્યારે રેક્સિટ (રાજનની એક્સિટ) નક્કી થઈ ચૂકી છે ત્યારે આપણે એટલું ચોક્કસ ઇચ્છીએ કે ફેશન અને ફિલ્મની સંસ્થાઓમાં ચૌહાણો (ચેતન અને ગજેન્દ્ર) નિમાય ત્યાં સુધી તો હજુ પણ ઠીક છે, પરંત રિઝર્વ બેન્ક જેવી મહત્ત્વની સંસ્થામાં કોઈ એવો માણસ નિમાય તો સારું, જેનું લક્ષ્ય ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને ફરી જીતાડવાનું નહીં, બલ્કે ભારતીય અર્થતંત્રને ટકાઉ મજબૂતી આપવાનું હોય. એ જ રીતે, બ્રિટન છેડો ફાડે એ તો જાણે સમજ્યા, પરંતુ યુરો અને પાઉન્ડ (તેમ જ વિશ્વની તમામ મહત્ત્વની) કરન્સીઓ કૃત્રિમ રેલમછેલ દ્વારા ટૂંકા ગાળાના લાભ મેળવવાના પ્રલોભનથી બચીને અસલી તાકાત પ્રમાણે ચાલે તો સારું. અસ્તુ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment