Tuesday, 29 March 2016

[amdavadis4ever] સત્તાપ્રાપ્તિ એ અમારો કોમન મિનિમમ પ્રોગ્રામ -Gujarati

 


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 
 
સિક્રેટ ડાયરી - નિખિલ મહેતા
 
મૂળ તો અમે કૉંગ્રેસી કલ્ચરના રાજકારણીઓ છે. અબ્બાજાને વર્ષો સુધી કૉંગ્રેસમાં રહીને લોકોની સેવા કરી. એ તો દેશના ગૃહપ્રધાનપદ સુધી પહોંચી ગયા હતા અને જમ્મુ અને કાશ્મીરમાં અમારા કટ્ટર દુશ્મન અબ્દુલ્લા ખાનદાનને પૂરી ટક્કર આપતા હતા. પછી અમને સમજાયું કે કૉંગ્રેસનો તો કોઇ ભરોસો થઇ શકે એમ નથી. એને લાગે કે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કૉંગ્રેસ લોકપ્રિય છે તો કૉંગ્રેસ એની સાથે જોડાણ કરે અને નેશનલ કોન્ફરન્સની લોકપ્રિયતા ઘટી જાય તો બીજા વિકલ્પો શોધે. કૉંગ્રેસના આવા વલણથી અબ્બાજાન કંટાળી ગયા અને છેવટે તેનાથી છેડો ફાડી નાંખ્યો. એમણે જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) નામના નવા પક્ષની સ્થાપના કરી હતી. પક્ષને નામ તો ગમે તે આપવું પડે, બાકી અમારે પીપલ કે ડેમોક્રેસી સાથે એવું કોઇ મમત્વ નહોતું. અમારા પક્ષના ઉદ્દેશ્ય અને હેતુ સાફ હતા: કોઇ પણ હિસાબે રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરવી. પક્ષના એ સિદ્ધાંતોને આજે પણ અમે વળગી રહ્યા છીએ અને સત્તા પ્રાપ્ત કરવા માટે ગમે તેવું ઊલટું સૂલટું કરવા સજ્જ રહીએ છીએ.
પિતાના અસલી વારસ તરીકે મારે પણ રાજકારણમાં ઝુકાવવાનું જ હતું. એ પહેલા મેં લોની ડિગ્રી લઇ લીધી, જેથી રાજકારણની ખટપટ વધુ સારી રીતે કરી શકાય. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અનંતનાગ મતવિસ્તારમાં મારો ભારે બહુમતી સાથે વિજય થયો. એ પહેલા હું કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી શકી હતી. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષોથી બે જ પક્ષોનું વર્ચસ હતું કૉંગ્રેસ. અમે કૉંગ્રેસથી અલગ થયા એટલે અમારો પણ એક અલગ ચોકો બન્યો. અને હવે બીજેપીએ પણ આ રાજ્યમાં પગપેસારો કર્યો છે. આના કારણે મામલો જરા ગૂંચવણભર્યો બની ગયો છે. જોકે ગમે એવી ગૂંચવણભરી સ્થિતિમાંથી બહાર નીકળીને સત્તાપ્રાપ્તિનો માર્ગ શોધી કાઢવો એ એક સાચા રાજકારણીનું કર્તવ્ય છે.
કોમન મિનિમમ પ્રોગ્રામનો અમલ કરવાને બદલે અમારો પોતાનો જ એજન્ડા આગળ ચલાવ્યો હતો અને એના કારણે દેશભરમાં બીજેપીની ટીકા થઇ હતી. અમારા કારનામા માટે બીજેપીને જવાબો કે ખુલાસા આપવાનું ભારે પડી જતું હતું. આથી જ અબ્બાજાનના મોત પછી બીજેપીએ અમારી સાથે વાટાઘાટ કરવાની ઉતાવળ ન કરી. અમે પણ કોઇ ઉતાવળ ન બતાવી. ગરજ બન્ને પક્ષે છે, છતાં અમે જાણીએ છીએ કે અમારી સાથે જોડાણ કરવામાં બીજેપીને વધુ રસ છે. બીજી તરફ બંધારણીય કોકડું પણ ગૂંચવાય એમ છે. આમાં પાછું કૉંગ્રેસ અને નેશનલ કૉંગ્રેસ જેવા અમારા કટ્ટર હરીફો સક્રીય બને અને કંઇક ઊલટું સૂલટું કરે એના પહેલા અમારે સફાળા જાગી જવાની જરૂર હતી. આથી તો હું જનાબ નરેન્દ્ર મોદીને મળવા માટે છેક દિલ્હી ગઇ. એમાં કંઇ આપણે નાના નથી થઇ જતા. જમ્મુ અને કાશ્મીરમાં નવેસરથી સરકાર રચવા માટે અમે બીજેપી સાથે વાટાઘાટ કરીને ઘણી બધી વાતો પર ફેંસલા કરીશું. અમે અમારા તરફી બીજેપીને અને મૌખિક વચનો આપીશું, છતાં અમારા પોતાના અગ્રતાક્રમ નક્કી છે. અમે અમારા અગ્રતાક્રમોને જ વળગી રહીશું. જેમ કે બીજેપીને કાશ્મીરી પંડિતો બાબતે કંઇક કરવાની ઉતાવળ છે, જ્યારે અમને કાશ્મીરી પંડિતોમાં કોઇ રસ જ નથી. આ જ રીતે કાશ્મીરમાં લડત ચલાવી રહેલા યુવાનો બાબતે મક્કમ હાથે કામ લેવાનો અમારો કોઇ ઇરાદો નથી. કાશ્મીરમાં ક્યારેક અમુક લોકો હિન્દુસ્તાનનો ધ્વજ બાળે છે અને ક્યારકે દેશવિરોધી સૂત્રો ઊચ્ચારે છે, પરંતુ અમારી નીતિ આવી બાબતોની અવગણના કરવાની છે. જરૂર પડશે તો અમિત શાહની હાજરીમાં હું ભારત માતા કી જય બોલી દઇશ, પણ અમારી મૂળભૂત નીતિઓમાં હું કોઇ ફેરફાર નહીં કરું.
 
(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment