Wednesday, 30 March 2016

[amdavadis4ever] આત્મચિંતન કયા મનમાં કરવું - સચ ેત કે અચેત?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈશ્ર્વર માનવીની અંદર જ વાસ કરે છે. ઈશ્ર્વરને પામવા ખાતર મનની અંદર ઊતરવું પડે અને એની ખોજ આત્મચિંતન મારફત કરવી પડે. આ વાત એક યા બીજા શબ્દોમાં તમામ ધર્મોમાં કહેવામાં આવી, પણ તમામ ધર્મો એમ પણ કહે છે કે ઈશ્ર્વર અદૃશ્યમાન છે. એના આકાર, રૂપ, રંગ એની આયુ અને એના નિવાસ અંગે માનવી પાસે કોઈ પણ આધારભૂત માહિતી નથી. આવી નિરાકાર, રંગહીન, નિર્વિકાર અને અદૃશ્ય શક્તિ જેને સ્પર્શ કરી એની ખાતરી કરી શકાય નહિ તેને શોધવી કેમ? એ બતાવવામાં આવ્યું નથી, એ સામે આવી જાય તો પણ એના અસ્તિત્વની માનવીને જાણ થવાની નથી. આમ છતાં એને શોધવા ખાતર આત્મચિંતન કરવા જણાવવામાં આવે છે.

આવી અદૃશ્યમાન અને સ્પર્શમાન નથી એને શોધવા માટે એવી જ અદૃશ્ય અને સ્પર્શમાન નથી એવા માનવી અંગનો ઉપયોગ કરવાની શિખામણ આપવામાં આવે છે. મગજ એ માનવીનું અંગ છે. એને જોઈ શકાય, એને અડકી શકાય, એને રોગ થાય અને એનો ઈલાજ પણ કરી શકાય, પણ મન એ માનવીનું અંગ નથી. મગજથી વિશેષ છે, પણ એ આકાર નથી, એને સ્પર્શ કરી શકાય નહિ, આકાર નથી એટલે દૃશ્યમાન પણ નથી. ઈશ્ર્વર માન માનવીની કલ્પના છે. અલૌકિક છે. અમૂલ્ય છે, પણ કલ્પનામાત્ર છે. સૃષ્ટિને ચલાવતા એન્જિનિયરને શોધવા આઈઝેક ન્યુટન વરસો સુધી સંશોધન કરતા રહ્યા. વીસ વરસના અંતે તેમનો નિષ્કર્ષ હતો: ઈશ્ર્વર છે એ પુરવાર કરી શક્યો નથી, પણ એનું અસ્તિત્વ નથી એ પણ પુરવાર કરી શકાય તેમ નથી. તમામ વિદ્વાનો પણ આ વાત સ્વીકારતા રહ્યા. યહુદી ધર્મના મોગેસ, ઝોરાષ્ટ્રીયન ધર્મના સ્થાપક જરથુષ્ટ્ર તેમ જ ઈસ્લામના સંસ્થાપક મુહંમદ પયગંબરે પણ ઈશ્ર્વરને સાક્ષાત જોવાના દાવા કર્યા નથી. એવી શક્તિને શોધવા ખાતર બુદ્ધિનમાન અંગમાં ખોજ કરવાની સલાહ આપવામાં આવી. સદીઓથી માનવો એ ખોજ કરી જ રહ્યા છે.

હવે વિજ્ઞાને પુરવાર કર્યું છે કે માનવીના બે પ્રકારનાં મન - સચેત અને અચેત મન હોય છે. જીવન સંચાલનના - શરીરના પ્રતિસાદોના તમામ કાર્યોના સંચાલન સચેત મન જ કરે છે. આ મન અંગે માનવી સજાગ-સચેત બનતા નથી, કારણ એે સચેત છે. મનોવૈજ્ઞાનિકો અનુસાર માનવીના પાંચ જ્ઞાનેન્દ્રિયો મારફત પ્રતિ સેક્ધડે અગિયાર લાખ સંદેશા મેળવી, એના વિશ્ર્લેષણ અને આંકલન તત્કાળ કરીને એના યોગ્ય નિકાલ કરતા સચેત માનવીના તમામ સારા-ખરાબ કામોના જનક, પ્રણેતા અને વહીવટી અધિકારીના કામ કરે છે. અચેત માનસ અન્ય પ્રકારના કામ કરવાના એમાં સચેત મનના આદેશ પ્રમાણે કરવામાં આવેલા કામોના બચાવની જવાબદારી પણ આવી જાય.

તમામ ધર્મો ઈશ્ર્વરને શોધવા આત્મચિંતન કરવા જણાવે છે, પણ ચિંતન કયા મનમાં કરવા? અચેત મનમાં ચિંતન કરવાથી અચેત માનસને અંકુશમાં લાવી શકાય નહિ. અચેત મન બાબત જાણતા નથી તો એના સુધી પહોંચાય કેમ? યોગ સાધનામાં એક જ વિચાર પર મનને સ્થિર રાખવા કહેવામાં આવ્યું પણ કયા મન પર? જૈનદર્શન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે પળના દસમા ભાગના સમય માટે મનને નિર્વિકાર, નિર્વિચાર તેમ જ તમામ લાગણીઓથી મુક્ત બનાવી શકાય તો માનવી એ સમયમાં અમાપ શક્તિ મેળવી શકે- એ ઊર્જા આયુ વધારી નાખે.

ચીનની બે મહાન વિભૂતિઓ કોન્ફયુશિયસ તેમ જ તાઓઈઝમના પ્રણેતા પણ માનવીને મનની અંદર ઊતરી તેમના નૈતિક અને અનૈતિક કામો સમજવા સલાહ આપી ગયા. આચાર્ય રજનીશ તાઓઈઝમના ગુણગાનમાં પચાસ વ્યાખ્યાનો આપી એના મહત્ત્વને ખૂબ જ વિસ્તારમાં સમજાવી ગયા, પણ અચેત માનસમાં ઊતરીને માનવી પોતાના કાર્યોને સમજી શકતા નથી, કારણ કાર્યોના સંચાલન અન્ય મન દ્વારા થાય છે.

મનોવૈજ્ઞાનિકોની સલાહ છે અચેત માનસ પર અંકુશ લગાવવો અશક્ય બાબત પણ સચેત મન એના કામોના વિશ્ર્લેષણ કરીને - આંકલન કરી ખોટા કામો અટકાવે, પણ સચેત મનને માત્ર એક જ જવાબદારીમાં કાયમ માટે બાંધી શકાય? આ ઉપરાંત સચેત મન સેક્ધડમાં અગિયાર લાખ આંકલનો કરે છે. અચેત માનસ એ સમયમાં માત્ર ૪૦ આંકલનો જ કરી શકે, આ અંતરો કેવી રીતે ફાંદવા?

સચેત મનને જવાબદારી આપવામાં આવે ત્યારે મનમાં અભિગમોના કેવા તુમુલ યુદ્ધ થવાના અને છતાં લાગણીઓના પ્રવાહમાં કેવા નિર્ણય આવવાના એના બે દાખલા આ રહ્યા. મુંબઈમાં કાપડના વેપારી જયંતીભાઈના ત્રણ સંતાનોમાં રેણુ સૌથી નાની. બાવીસ વરસની દેખાવડી પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઈવાળી, ભૂખરા વાળ, આછા લીલા રંગની આંખો અને ભરાવદાર બદનવાળી પણ જેના માંસ તેના કમનીય ભાગોમાં એકઠા થયા નહોતા તેવી રેણુ બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી.

હૉસ્પિટલમાં કેન્સરથી પીડાતી એની માને કૉલેજથી મળવા સીધી હૉસ્પિટલમાં ગઈ ત્યારે તેની માતા વિભાબહેનને મળવા એની બાળપણની સખી પતિ સાથે કેનિયા રહેતી વિમળાબહેન પોતાના પુત્ર પ્રદીપ સાથે આવી. પ્રદીપ પણ દેખાવડો, એકવડા પણ આકર્ષક બાંધાનો યુવાન હતો. પિતાના વ્યવસાયમાં વરસ પહેલા જ જોડાયો હતો. વિમળાબહેનના વિભા નજીક જવાના પ્રયાસને નર્સે અટકાવ્યા તેથી પ્રદીપે એને તોછડાઈથી ધાક આપી. આ બનાવની રેણુના અચેત માનસે નોંધ કરી. રાતના પ્રદીપનો ફોન આવ્યો - રેણુને ચા માટે આમંત્રણ આપવા. થોડી સેક્ધડોમાં રેણુના મનમાં અનેક વિચારો ઝબકારા મારી ગયા. વિભા અને વિમળા બન્ને બાળપણની સખીઓ જેથી રેણુના પ્રદીપ સાથે લગ્ન થાય એવી બન્નેની તીવ્ર ઈચ્છા. કેન્સરથી પીડાતી માતાને ખુશ કરવા રેણુ બલિદાન આપવા તૈયાર પણ માતાને પોતાના ઋણતળે દબાવવાની પણ ઈચ્છા નહોતી. પ્રદીપ ગમી જાય તેવો પણ નર્સ સાથેના તેના તોછડાવર્તનતી રેણુ અકળાઈ હતી. મહિલા સાથેના અભદ્ર વહેવારથી એ ડઘાઈ ગઈ હતી, પિતા વારંવાર એના લગ્નની ચિંતા દાખવતા રહેતા. એ વાત પણ તેના મન પર બોજ બની હતી. માતાપિતાની ખુશી ખાતર સચેત માનસના સંદેશાઓની અવગણના કરવા - એને ભૂલી જવા એનું અચેત માનસ દલીલો કરતું રહ્યું. પ્રદીપ દેખાવડો પણ એના પ્રત્યે પ્રેમની લાગણી થયાની બનાવટ કરવી પણ રેણુને યોગ્ય લાગી નહિ. માતાને ખુશ કરવા માગતી હતી પણ ઋણી નહિ. પિતાને ખુશ રાખવા બલિદાન વધારે ગણાય. પ્રદીપને બે વરસ રાહ જોવડાવી અંતમાં માતાની અંતિમ ઈચ્છા ખાતર લગ્ન કરી લીધા પણ પંદર વરસના લગ્નજીવન બાદ પણ બન્નેના ઘરમાં સંતાન નથી, કારણ રેણુના મનમાં પોતાની જાતને મુક્ત બનાવવાની ઈચ્છા જ થતી નથી. બન્ને અપરિચિત સમાન જીવન વિતાવતા રહ્યા છે.

આની સામે બીજો દાખલો. સમય અને સંજોગો આવી પડતા અચેત માનસ ધર્મ, પરંપરાઓ તેમ જ પરિવારના નિયમો સાથે માનવી તેની વૈયક્તિક લાગણીને કેવું મહત્ત્વ આપે તે બતાવતો આ દાખલો ગણાવી શકાય. ૧૯૭૧ની ત્રીજી ડિસેમ્બરે સાંજના સાત વાગ્યે પાકિસ્તાની વિમાનોએ ભારતના ત્રણ વિમાની મથકે હવાઈ હુમલા કરી યુદ્ધની શરૂઆત કર્યાના એક જ કલાકમાં પશ્ર્ચિમના મોરચા પરના યુદ્ધના કવરેજ માટે અમૃતસર જવા રવાના થયો. સવારના ચાર વાગ્યે પહોંચ્યા પણ સાત વાગ્યે મોરચા પર હાજર થઈ ગયા.

રાતના નવ વાગ્યે વડા મથકે આવી સમાચાર ટાઈપ કરી આર્મી તારઘરને હવાલે કરી ખાવાની શોધમાં મેસમાં ગયો. સવારથી ખાવાનું મળ્યું નહોતું. પણ મેસમાં ટેબલ પર પણ થાળમાં તન્દુરી ચિકન પડ્યા હતા તે સિવાય કંઈ બાકી નહોતું. સૂકી રોટી અથવા બ્રેડ પણ નહિ. ખાધા વગર પાછો આવ્યો. બીજે દિવસે દસ વાગ્યે એ જ હાલ. કોકની બોટલ ખાલી કરી પરત જવા ઊઠ્યો ત્યારે મોરચાના કમાન્ડર જનરલ કે. વી. કેન્ડેથે બાવડું પકડી લીધું. જરા ઊંચા અવાજે કહ્યું "તમે કાલે પણ ખાધું નથી. આજે આ ચિકન નહિ ખાવ તો સામે ઊભેલી જીપમાં તમને અત્યારે જ દિલ્હી રવાના કરીશ. હું લડાઈ કરી રહ્યો છું. બીમાર પત્રકારની સંભાળ રાખવાનો મારી પાસે સમય નથી.

હું ડઘાઈ ગયો. આજ દિન સુધી ત્રીસ વરસ નોનવેજ ખાવાનો પ્રસંગ આવ્યો નહોતો. જૈન ધર્મમાં મનાઈ હતી. પરિવારની પરંપરા પણ હતી. એની સામે ભયંકર બીક પણ જાગી. જનરલ તેમની ધમકીનો અમલ કરી દિલ્હી મોકલાવી આપે તો બાકીના તો એમ જ માનવાના કે લડાઈના ડરથી ભાગી આવ્યો. કોને સમજાવી શકાય કે ડરના માર્યા નહિ પણ ધર્મ ખાતર પરત આવવું પડ્યું. ત્યારે યાદ આવી ગયું. કેટલાય ખાદ્યપદાર્થો વજર્ય છે પણ સંજોગોવશાત્ તમામ પ્રકારના ભોજન લઈ શકાય. ધર્મના આ અપવાદના સહારે તન્દુરી ચિકનના ત્રણ કટકા ચાવી ગયો. મારા હાલ જોઈ કમાન્ડર બોલ્યા: "હવે જાવ. બહુ અતિરેક કરી નાખ્યો મેં પણ તમને બીમાર પડવા દેવાય નહિ તેથી આ ધમકી આપવી પડી. સમય અને સંજોગોનુસાર સચેત મન કેવા ઉપજાવેલો અપવાદની બોધ તળે લટકી પડે, કારણ બીકણ ગણાવાનો ભય મનમાં આવી ગયો. બીકની લાગણીએ બાકીના તમામ વિચાર ગૌણ બનાવી દીધા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment