Tuesday, 29 March 2016

[amdavadis4ever] યાદ કરો વો હોલી કે રંગ: કોમરેડ ભગતસિંહ કે સંગ! - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યાદ કરો વો હોલી કે રંગ: કોમરેડ ભગતસિંહ કે સંગ!
 
 
મિજાજ મસ્તી - સંજય છેલ
 
 
ગયા બુધવારે ૨૩મી માર્ચે,બીજે દિવસે ગુરૂવારે ધુળેટીની રજા હતી પછી શુક્ર-શનિ-રવિનાં લાંબાં વીક એન્ડમાં આખો દેશ ભાંગ, બિયર, વ્હીસ્કી માણવાનાં મૂડમાં હતો..પણ બરોબર ૮૫ વરસ પહેલાં આજ તારીખે ૨૩ વરસનો છોકરો દેશભક્તિનાં રંગે રંગાઇને ફાંસીને માંચડે ચઢી ગયેલો. પણ ભગતસિંહ નામના એ યુવાનની શહીદીનું સૌથી મોટું અપમાન એ છે કે એમની સામાજીક ચેતનાને જરાયે સમજયાં કે જાણ્યાં વિનાં ખોટી રીતે એમને યાદ કરવામાં આવે છે. ગાંધી-નેહરુને ગાળો આપવા માટે કોમવાદીઓ,એમની શહીદીને ઢાલ બનાવીને બેશર્મીથી વાપરે છે.એવામાં પાછું કોંગ્રેસના શશી થરુરે ભગતસિંહની વિચિત્ર સરખામણી સામ્યવાદી વિદ્યાર્થી નેતા ક્ધહૈયાની સાથે કરી એટલે થઇ રહ્યું.જે પાર્ટીએ આઝાદીની લડાઇમાં જાનનું બલિદાન તો શું પાંચ પૈસાનું યોગદાન પણ નથી આપ્યું એવાં તકવાદી લોકો આજે (સરદાર પટેલ બાદ) અમારાં ભગતસિંહ કહીને લાભ લેવા હાલી નીકળ્યા!
લોકોને ખબર જ નથી ભગતસિંહ ફક્ત બૉમ્બ કે ગન લઇને ફરનાર હિંસાવાદી નહોતા પણ સામ્યવાદી વિચારક હતા. એમના સાચુકલા ફોટાઓમાં એમનાં હાથમાં પુસ્તક દેખાય છે બંદૂક કે તલવાર નહીં. લાહોરમાં ફાંસી અગાઉ જેલવાસમાં ૪૪૦ પાનાં ભરીને એમણે હિંદુસમાજની અશ્પૃશ્યતા-અસમાનતા-કોમવાદ વિરૂદ્ધ લખેલું.લાલા લજપતરાયની અંગ્રજોએ બેરહેમીથી લાઠીમાર કરીને હત્યા કરી ત્યારે એમની પત્નીએ દેશના યુવાનોને આનો બદલો લેવા પડકાર ફેંકેલો..ભગતસિંહ જેવા યુવાનોથી રહેવાયું નહીં લાલા લજપતરાયની હત્યાના વિરોધમાં જનરલ સાંડર્સ અને ચમનસિંઘ જેવા સિપાહીની હત્યાઓ કરેલી.પણ સાંડર્સની હત્યા પછી ભગતસિંહે એના સાથીઓને મિત્રોને કહેલું અફસોસ કે કેવો સુંદર જુવાન આપણે હણી નાખ્યો કે પછી હણવો પડ્યો કારણકે એ બ્રિટિશરોની નોકરી કરતો હતો!ભગતસિંહ અને સાથીઓએ સેંટ્રલ એસંબલીમાં બૉમ્બ સાથે ક્રાંતિકારી વિચારોના પરિપત્રો ફેંકેલા. પણ એ આક્રમક ભગતસિંહને ગાંધીજીનાં દુશ્મન કે બાપુની અહિંસાના વિરોધી તરીકે માનનારા મૂરખાઓને ખબર પડે કે ભગતસિંહે બાળપણથી ગાંધીજી પાસેથી પ્રેરણા લીધેલી.એમને પોતાના લેખોમાં કબૂલ્યું હતું કે હિંસાનો ઉપયોગ અંગ્રેજોની હિંસા સામે નાછૂટકે કરવો પડે છે અને પોતે બેફામ-માઇન્ડલેસ વાયોલેંસનાં ખૂબ વિરોધી છે. સાચા ભગતસિંહને સમજવાને બદલે ગાંધી-હત્યારાઓ એમની એક હિંસક 'સરફિરા યુવાન'ની ઇમેજ ઊભી કરીને ગોડસે સાથે સરખાવવા માંગે છે...ભગતસિંહને આક્રમક જમણેરી શૂરવીર દર્શાવવા ચિત્રકારોએ કેસરી પાઘડી, ઊંચી મર્દાના મૂછ અને હાથમાં બંદૂકવાળી તસ્વીરો રચી છે પણ એ એક વિકૃત કાલ્પનિક ચિત્ર છે. હકીકતમાં ભગતસિંહે ક્યારેય પીળી કે કેસરી પાઘડી પહેરી જ નહોતી કે ઊંચી મૂછ તાણેલી!એ સફેદ પાઘડી પહેરતાં અને બ્રિટિશરો સામેનાં મોર્ચાઓમાં કાળી પહેરતાં!
શું છે કે આજે તો મહારાષ્ટ્રમાં દુકાળને લીધે પાણીની અછત હોય કે પછી અતિવૃષ્ટિને લીધે મુંબઇનાં રોડ પર ખાડાં પડી જાય-એ બધાં માટે કોમ્યુનિસ્ટ કે સામ્યવાદીઓને ગાળો આપવાની ભગવી ફેશન ચાલે છે..ફૂટપાથ પર વેંચાતી પોકેટબૂકસમાં સામ્યવાદ વિશે ઉપર ઉપરથી વાંચીને અભિપ્રાય આપનારા કોમવાદીઓ જનતાનાં દિમાગને બ્રેઇનવોશ કરવા નીકળી પડ્યા છે પણ એમને ખબર નથી કે આ દેશમાં જ્યારે જ્યારે કોઇ કોમ્યુનિઝમને ગાળો આપે છે ત્યારે જાણે-અજાણે શહીદ ભગતસિંહને પણ ગાળો આપે છે કારણ કે કોમરેડ ભગતસિંહ હિંદુ-મુસ્લિમ તરફી કોમ્યુનલ પાર્ટીઓને ધિક્કારતાં.ફાંસીની ચંદ ક્ષણો અગાઉ જેલમાં સામ્યવાદી રશિયન લીડર લેનિન વિશે વાંચી રહ્યા હતા અને હા,ત્યારની સરકારના વિરોધ માટે એમના પર પણ દેશદ્રોહ કે એન્ટી-નેશનલ હોવાનો આરોપ મુકાયેલો. જે આરોપ કે શબ્દ આજકાલ છૂટથી વપરાવા માંડ્યો છે.
બીજી અફવા લોકો વારંવાર ફેલાવે છે કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી અટકાવવા કશું જ કર્યું નહીં પણ એ હળાહળ જૂઠ છે.ભગતસિંહ અને ગાંધીજી એકમેકના વિચારોથી સહમત નહોતા પણ એ હંમેશાં ગાંધીને 'મહાત્માજી' કહેતાં. ભગતસિંહ એમના પિતા જોડે છેલ્લે સુધી કોંગ્રેસ આંદોલનો સભાઓમાંમાં જતા હતા અને ગાંધીજીની જનસામાન્ય સુધી પહોંચવાની તાકાતને સલામી કરતા. વળી ભગતસિંહની ફાંસી માટે ગાંધીજીએ અથાક પ્રયત્નો કરેલા,લોર્ડ ઇરવીન સાથે કરાર પણ કરેલો અને ઇરવીને ગાંધીજીને મૌખિક રીતે 'હા' પણ પાડેલી એવું ગાંધીજીનાં પ્રખર ટીકાકાર બાબાસહેબ આંબેડકરે, ભગતસિંહની ફાંસી પછી ૧૩ એપ્રિલ ૧૯૩૧માં એમની પત્રિકા 'જનતા'માં લખ્યું છે.અરે,ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ,વિદ્રોહી યુવાનો હતા પણ ગાંધીજીના અસહકાર આંદોલનમાં અનેકવાર ભાગ પણ લેતા. આઝાદે તો પોતાના શરીર પર એકવીસવાર સોટીઓ ખાઇને મહાત્મા ગાંધી કી જય' પોકારીને અંગ્રેજો સામે વિદ્રોહ કરેલો અને જખ્મો પર સરકારી દવા લગાડવાથી ઇન્કાર કરેલો!પણ ૧૯૨૨માં ચૌચાચૌરી કાંડમાં અસહકાર આંદોલન કરી રહેલા ભારતિયોએ જ્યારે પોલીસ ચોકી બાળીને ૨૩ પોલીસવાળાંઓને બળી મૂક્યા ત્યારે ગાંધીજી આખી ઘટનાથી દુ:ખી થયેલાં, આંદોલન પાછું લીધેલું અને પ્રજાને દોષી ઠેરવેલી..બસ ઘટના પછી ભગતસિંહનો માર્ગ બદલાઇ ગયેલો કારણ કે આઝાદી માટે અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિમાં માનવા માંડેલા. પણ એ જ ભગતસિંહે ગાંધીજીથી જ પ્રેરણા લઇને જેલમાં ૧૧૬ દિવસ ઉપવાસ કરેલા અને એમના ઉપવાસોની સંખ્યા ગાંધીજીના કુલ ઉપવાસોથી વધુ હતી એવું ખુદ ગાંધી માને છે!ઇરવીન પર ઇંગ્લેન્ડમાં વિરોધપક્ષ રુઢીવાદી (ક્ધઝર્વેટીવ) પાર્ટીનું અને કટટર લોકોનું પ્રેશર ના હોત તો આ ફાંસી અટકી જાત!એમની ફાંસી પછી તરત જ ૩-૪ દિવસ કરાચી અધિવેશન હતું જેમાં કોંગ્રેસ પર પ્રેશર આવે અને ઇંગલેન્ડમાં સરકાર બચી જાય એવી ઇરવિનની ટેકનિક હતી.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment