Thursday, 31 March 2016

[amdavadis4ever] સમય આપો સંતાનને

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનેરીની મમ્મી સુહાની ગાયનેકોલોજીસ્ટ છે, સ્વતંત્ર પ્રેકટીસ કરે છે એણે એના પતિ દિવ્યાંગને પૂછ્યું,્"કાલે અનેરીની નિશાળમાં પેરેન્ટ્સ મીટિંગ છે, તું જઇશ? મને ફાવે એવું નથી.

'મને વખત નથી,દિવ્યાંગ એન્જિનિયર છે એણે કહ્યું મારે અગત્યની મીટિંગ છે.

સુહાની અને દિવ્યાંગે જિંદગીનું વિચારપૂર્વક આયોજન કર્યું છે, અમુક મુકામે પહોંચ્યા પછી એમણે એમના જીવનમાં દીકરી અનેરીનું આગમન થવા દીધું છે. એમની અનેરી માટે ખૂબ પ્રેમ છે, એનો આદર્શ ઉછેર કરવા તેઓ ઝંખે છે. 

અનેરીને શહેરની મોંઘામાં મોંધી નિશાળમાં ભણવા મૂકી છે, મોંઘાં મોંઘાં રમકડાં લાવ્યાં છે. રંગીન ચિત્રોવાળાં વાર્તાનાં પુસ્તકો લાવ્યાં છે.અનેરી માટે તેઓ દુનિયાભરની બાળકોને રસ પડે તેવી સામગ્રી ખરીદી લાવે છે. 

પ્રથમ દૃષ્ટિએ આપણને થાય અનેરી ખૂબ નસીબદાર છે, પણ જરા ઊંડા ઊતરીને પ્રશ્ર્ન કરીએ કે અનેરીનાં માબાપ દીકરીને જે બધું આપવા ઇચ્છે છે તે શું તેઓ આપી શક્યાં છે?

તો જવાબ મળે છે, ના. આ બાબતે તેઓ સફળ નથી થયાં. દીકરીના વિકાસ માટે તેઓ સાધન સામગ્રીના ઢગલા કરે છે, પણ સાધન સામગ્રી તો જડ છે, એ માબાપની જગ્યા કેવી રીતે લઇ શકે?

બાળકના ઉછેર માટે માબાપે એમનો સમય આપવો પડે. માત્ર સ્થૂળ વસ્તુઓ આપો પણ બાળકને હૂંફભર્યો માબાપ કે દાદાદાદી કે એવા પ્રેમાળ આત્મીય સ્વજનનો સંગ સાથ ના મળે તો બાળક ઘણી રીતે ઊણું રહી જાય છે. 

આજકાલના વિભક્ત કુટુંબનાં શિક્ષિત માબાપ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા મેળવે છે પણ એમને બાળક ઉછેરતાં નથી આવડતું, અને બાળકને કેવી રીતે ઉછેરાય એ શીખવાનો એમની પાસે સમય નથી. બાળક માટે પ્રેમ હોય એ પૂરતું નથી, માબાપે એમનો સમય આપવો પડે. 

આજકાલનાં માબાપ ક્વોલિટી ટાઇમની વાત કરે છે, તેઓ કહે છે, ભલે અમે ઓછો સમય આપીએ પણ અમારી નજર બહાર કશું નથી રહી જતું, બાળકને આવશ્યક બધું અમે આપીએ છે પણ શું સાચું છે? બાળક ઇચ્છે ત્યારે માબાપનો સહવાસ માણી શકે છે. પોતાના મનની વાત કહેવી હોય ત્યારે એ માબાપ પાસે દોડી જઇ શકે છે?

માબાપ પાસે એમના સંતાનના હૃદયમાં ઉછળતા ભાવ અને લાગણીભરી વાતો સાંભળવાની નિરાંત છે? માબાપ સંતાન પાછળ પૈસા ખરચીને સંતોષ માને છે કે તેમણે તેમની ફરજ બજાવી, પરંતુ માબાપની એ ભ્રમણા છે જો તેઓ સંતાનને સ્વસ્થ ઉછેર કરવા માંગતા હોય, સંતાનનો સર્વાંગી વિકાસ ઇચ્છતા હો તો સમય આપો. 

બાળકની આવશ્યકતાને પ્રાધાન્ય આપો. બાળકનો જે કોઇ કાર્યક્રમ હોય, બાળકને લગતી કોઇ પણ વાત હોય, પેરેન્ટ્સ મીટિંગ હોય તો પોતાનાં અંગત કામો છોડીને માબાપે જવું જોઇએ. બાળકને માબાપનાં પ્રેમ અને કાળજીનો અહેસાસ થવો જોઇએ. શિક્ષકને પણ માબાપની નિષ્ઠાનો ખ્યાલ આવવો જોઇએ. 

સમજદાર અને જવાબદાર માબાપનું ધ્યેય બાળકને દ્રઢ આત્મવિશ્ર્વાસથી ભર્યું ભર્યું, કરવાનું છે. બાળકમાં આત્મવિશ્ર્વાસ છલકાતો હશે તો એ ક્યાંયથી પાછું નહીં પડે, નિરાશ નહિ થાય, ઉદાસ નહિ થાય, એ પોઝિટિવ અભિગમ ધરાવતું હશે, કટોકટીની પળોમાંય એ હિંમત નહિ હારે. ખુમારીથી એ પોતાનો માર્ગ કાઢશે. બાળકને માત્ર શિખામણો આપીને આ કામ ન થાય, પણ બાળકની સાથે રહીને એની શક્તિ, રસ અને રુચિ ઓળખીને એની યોગ્ય માવજત કરાય તો જ બાળકનો સર્વાંગી વિકાસ થાય.

બાળક નાનું છે, નાદાન, બિનઅનુભવી છે, હજી એ ખીલતી કળી છે ત્યારે એને મજબૂત પ્રેમાળ આધાર જોઇએ જે એને એની મૂંઝવણમાંથી ઉગારી લે અને માર્ગ બતાવે. બાળક ક્યારે અકળાઇ જાય મુંઝાઇ જાય, રડી ઊઠે એ ખબર ન પડે, પરંતુ એવી પળોમાં પ્રેમાળ મા સિવાય બીજું કોણ એને બહાર કાઢી શકે, આનંદમાં લાવી શકે?

આજથી થોડા દસકાઓ પહેલાં માનું કાર્યક્ષેત્ર ઘર જ રહેતું હતું તેથી બાળક પોકાર પાડે ત્યારે મા હાજર રહેતી. હવે એ જૂના દિવસો પાછા આવી શકવાના નથી જ્યારે બાળકને માના ભરપૂર લાડ મળવાના હતા.ગરીબના ઘરમાં ય બાળક રાજકુમારની જેમ ઉછરતો હતો. પરિણામે એનામાં લઘુતાગ્રંથિ કે હીનભાવ પેદા થતો નહિ, હેતપ્રેમ, વાત્સલ્યનું રસાયણ જીવનના બધા અભાવોને દૂર રાખતું અને બાળક ઉત્સાહ અને આશાથી થનગનતું રહેતું એના હૈયે મને આ નથી મળતું કેમ નથી મળતું એવી ફરિયાદ ન ઉદ્ભવતી.

આપણે અનેરીના કિસ્સામાં જોઇએ કે એના વર્ગનાં બીજાં બધાં બાળકોનાં માબાપ પેરેન્ટ્સ મીટિંગમાં આવ્યાં હોય અને માત્ર એના મમ્મી કે પપ્પા બેમાંથી કોઇ હાજર ન હોય તો એને કેટલું ઓછું આવી જાય?એને કેટલું દુ:ખ થાય?

એને સમજાય નહિ કે એના ક્લાસનાં બીજાં બાળકોનાં માબાપને સમય મળે છે અને એનાં માબાપને એના માટે કેમ સમય નથી 

મળતો?શું માબાપને એના માટે પ્રેમ નથી?બાળકના નાના મનોજગતમાં માબાપનું સ્થાન કેટલું મોટું છે એ માબાપે એક ક્ષણ માટે ય ભૂલવું ન જોઇએ. એના મનોજગતનો ખૂણેખૂણો મમ્મી પપ્પા પોકારતો હોય,ત્યારે કયાં છે મમ્મી? ક્યાં છે પપ્પા? બાળક મા માટે પોકાર પાડતું હોય ને એ હાજર ન હોય ત્યારે બાળકના હૈયે જે પ્રત્યાઘાત ઊઠે એ શુભ, મંગલ, કલ્યાણકારી તો ના જ હોય. 

માનસશાસ્ત્રીઓ કહે છે જે મા પોતાના બાળકને પૂરતો સમય આપે છે એ માના બાળકનું માનસિક અને નૈતિક ઘડતર બરાબર થાય છે. 

આજની મા કહે છે બાળકની આસપાસ ચોવીસે કલાક ઘૂમતી રહું તો મારી અંગત જિંદગીનું શું? મારી કારકિર્દીનું શું? મારે મારી પોતાની સ્વતંત્ર ઓળખ જોઇએ, તે માટે તો હું ભણી છું, આજ સુધી મેં મહેનત કરી છે. 

બાલમાનસશાસ્ત્રીઓ એ સ્વકેન્દ્રી માને બે હાથ જોડી વિનંતી કરે છે પ્લીઝ હમણાં તમારી કારકિર્દીની ઝડપ ધીમી કરો. શું થોડાં વરસો તમારા બાળકના નામે ના લખી શકો?

માણસના સમગ્ર જીવનનો પાયો બાળપણમાં રચાય છે, એ પાયો જેટલો નક્કર એટલું બાળકનું જીવન સુખી, સફળ, સારું જવાની વોરન્ટી. માટે સમય આપો, તમારા બાળકને સમય આપો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment