Wednesday 30 March 2016

[amdavadis4ever] થૅંક ગૉડ, ડૉક્ટ ર એ ઈશ્ર્વર નથી!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હોસ્પિટલોની દુનિયા જેટલું વૈવિધ્ય બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. દેવદૂતોથી દાનવો સુધીના માણસો હૉસ્પિટલોની કોરિડોરમાં ફરતા હોય છે. નર્સને માટે સેવાની દેવી જેવા શબ્દો વપરાય છે અને ડૉક્ટર ડિગ્રી લેતી વખતે હજારો વર્ષ જૂના ગ્રીક શપથ ગ્રહણ કરે છે: ગમે ત્યારે ગમે તે સમયે માણસજાતની યાતના અને વેદના દૂર કરવામાં મારું જ્ઞાન કામ આવતું હશે તો હું જઈશ અને એ વેદના દૂર કરવા સહાયક બનીશ! વૉર્ડબૉય હોય છે. મીનીઅલ હોય છે અને સર્જનો પણ હોય છે. શરીરની નસેનસને છૂટી પાડી શકે એવા અગાધ શરીરશાસ્ત્રીઓ હોય છે અને મશીનો હોય છે. વિદ્યુત પર ચાલતા ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ હોય છે અને હવે તો અવાજનાં સ્પંદનો રેકર્ડ કરી શકે એવા 'એકો-કાર્ડિયોગ્રામ' આવી રહ્યા છે. વેલોરની (દક્ષિણ ભારત) વિશ્ર્વવિખ્યાત હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં આ પ્રક્રિયા દ્વારા, અવાજના પડઘાનાં આંદોલનો દ્વારા, હૃદયની તકલીફોનું નિદાન થાય છે.

જોકે, આધુનિક વિજ્ઞાન આધુનિક છે, પણ ખાલ ઊતરડી નાખે એટલું મોંઘું છે! હાર્ટની તકલીફ હોય તો સરળ માર્ગ છે દેશના રાષ્ટ્રપતિ થઈને અમેરિકા જઈ આવવું અને દિલ રિપેર કરાવી આવવાનું! રાજીવ રેડ્ડી ગયા હતા. હમણાં ઝૈલસિંઘ 'બાય-પાસ' નખાવવા ગયા છે. સરકારી ખર્ચે હૃદય રિપેર કરાવી લેવું સસ્તું પડે છે. હિંદુસ્તાનમાં જો ઉંમર મોટી હોય અને ખાઈ-પિને રાજ કરી લીધું હોત તો સ્વેચ્છાએ આપણા દિલને એવા ટાઈમે જ બંધ પાડવા દઈએ તો સસ્તું પડે છે! એનાથી પાછળના કુટુંબીજનોને માનસિક સંત્રાસ કે આર્થિક અસુવિધા રહેતી નથી! ઘણા ડાહ્યા અને સમજદાર માણસો આવું કરે પણ છે!

મુંબઈમાં બીમાર પાડવાના પણ કાયદાઓ છે. જો પતિ એકાએક બીમાર પડી જાય અને પત્ની રાત્રે એને હૉસ્પિટલમાં લઈ જાય તો પહેલાં ડિપૉઝિટ ભરવી પડે! વીસ-પચીસ રૂપિયા નહીં પણ પંદરસો રૂપિયા! એક હજાર ને પાંચસો રૂપિયા... અને સાંભળ્યું છે કે એક પત્નીએ હૉસ્પિટલના કાઉન્ટર પર પોતાની સોનાની બંગડીઓ મૂકી પછી જ બીમાર પતિને ઈન્ટેન્સિવ કાર્ડિયાક કૅર યુનિટમાં પ્રવેશ મળ્યો હતો!

ક્યારેક ડૉક્ટરોની દુનિયા ભસતા કૂતરાઓની દુનિયા જેવી બની જાય છે! એક કૂતરો ભસે એટલે આસપાસની શેરીઓનાં બીજાં કૂતરાંઓ પણ ભસવા માંડે, એમાં સાથ પુરાવે! ફૅમિલી ડૉક્ટર એના જ પરિચિત સ્પેશ્યાલિસ્ટને બોલાવે. એ એના જ પેથોલોજિસ્ટની લૅબોરેટરીમાં બધા ટેસ્ટ કરાવે - લોહી, મૂત્ર, દસ્ત આદિના! એક સજ્જને કહ્યું કે બે દિવસમાં લોહીના બે ટેસ્ટ કરવા પડ્યા, દરેક ટેસ્ટના નવસો રૂપિયા લીધા! આમાં જે હૉસ્પિટલો છે એ મુંબઈની મશહૂર હૉસ્પિટલો છે.

ટેસ્ટનો રિપોર્ટ આવી જાય સ્પેશલિસ્ટ જે હૉસ્પિટલ સાથે સંકળાયેલો હોય તે જ હૉસ્પિટલમાં મોકલે. એ પણ રોજ આવતો રહે. તેનું મીટર તો ચડતું રહેવું જ જોઈએ. દવા નીચે જ ડિસ્પેન્સરીમાંથી લાવવાની જે એક પ્રાઈવેટ કંપની હોય અને એના ભાવ દસથી પચાસ ટકા કે એથી પણ વધારે જ હોય! દવા કરીદતી વખતે કોણ ભાવ જુએ છે? પાંચ મિનિટ પછી દર્દી મરી જવાનો હોય અને નીચેથી બસો ચારસોની દવાઓ મગાવવા માટે લિસ્ટ અપાવાના કિસ્સા સામાન્ય છે! અને હૉસ્પિટલમાં ગયા પછી રોજ એક્સ-રે કાર્ડિયોગ્રામ કે બીજું કંઈ થઈ શકે! એ બધું સ્પેશ્યાલિસ્ટની મુન્સફી પર આધાર રાખે! રૂમનો જે ભાવ હોય તે પ્રમાણે ડૉક્ટર અને આ બધી વસ્તુઓના ભાવ હોય - એમાં વધઘટ ચાલે.

એક સ્ત્રીને બ્લડપ્રેશરની ચિકિત્સા ચાલતી હતી. રોજ સ્પેશલિસ્ટ આવતા, નર્સને કહેતા કે જરા જરા સાંજે બહાર ચલાવો! સ્ત્રીની હાલત તદ્દન ખરાબ થઈ ત્યારે હૉસ્પિટલના એક જવાન ડૉક્ટરે નિદાન કર્યું કે આને તો બ્રેસ્ટ-કૅન્સર છે અને હવે એ મગજ સુધી પહોંચી ગયું છે. હવે મગજનો એક્સ-રે અથવા સ્કેનિંગ કરો જે દસ કિલોમીટર દૂરની એક જગ્યાએ થાય છે. આ એક્સ-રેનો ભાવ: રૂપિયા બારસો!

સ્ત્રીની પુત્રીએ કહ્યું હવે મમ્મીને અમે અલ્લાહને ભરોસે જ છોડવા માગીએ છીએ શરીરને ચૂંથાવા દેવું નથી. એ સ્ત્રી કોમામાં અથવા સતત બેહોશીમાં હતી...

ડૉક્ટરો શપથ લઈને બહાર આવે છે અને એક વિચિત્ર દુનિયામાં ખોવાઈ જાય છે. એક પ્રોફેસરે કહ્યું હતું: મારા એપેન્ડિક્સનું ઑપરેશન કરવાનું નક્કી થઈ ગયું હતું. મને બીજા કોઈકનો એક્સ-રે બતાવીને તૈયાર કરી દીધો હતો! પછી મેં મારા ફૅમિલી ડૉક્ટર પાસે બધુ ચેક-અપ કરાવ્યું. કંઈ જ ન હતું! સર્જન ખોટું ખોટું ઑપરેશન કરવા માગતો હતો! (એ એપેન્ડિક્સ ન કપાવવાથી પ્રોફેસરને હજી સુધી કંઈ નુકસાન થયું નથી! સામાન્ય રીતે, પ્રોફેસરોને એપેન્ડિક્સ પાછળ નહીં પણ દિમાગમાં હોવું જોઈએ...)

એક ડેન્ટિસ્ટે - હવે એમને ડેન્ટલ સર્જન કહેવાય છે - એકને બદલે બે દાંત કાઢ્યાના પણ કિસ્સા છે! આજકાલ ડિલિવરીનો સમય હોય ત્યારે સામાન્ય બાળકનો જન્મ કે પ્રસવ થવાની ફૅશન ઓછી થઈ ગઈ છે. મુંબઈમાં ખાસ કરીને! લેડી ડૉક્ટર કે ડૉક્ટર કહે કે બહુ તકલીફ પડશે અથવા ઘેનનું ઈંજેકશન આપી દે કે જેથી માતાનું જોર ઠંડું પડી જાય! પછી સિઝેરિયન ઑપરેશન થાય! એમાં બે-ચાર હજાર રૂપિયા મળી શકે. જોકે એક ગાયનેકોલૉજિસ્ટે કહ્યું હતું કે બાળકનો પ્રસવ એ એવી નૈસર્ગિક ક્રિયા છે કે એમાં ભગવાનની જ જરૂર હોય. ડૉક્ટર ન હોય તો પણ સ્વસ્થ માતાના પેટમાંથી સ્વસ્થ બાળક જરૂર અવતરશે જ!

એ જ રીતે મેનોપોસ અથવા ઋતુસ્ત્રાવ બંધ થવાના દિવસો આવે ત્યારે બ્લીડિંગ અટકાવવા માટે હમણાં હમણાં ગર્ભાશય જ કાઢી નાખવાનાં ઑપરેશનો થતાં જાય છે એમાં પણ બેચાર હજાર મળી રહે છે.

મેડિકલ વિજ્ઞાનના અનુભવીઓ ઈશ્ર્વર નથી! થૅંક ગૉડ, એ લોકો ઈશ્ર્વર નથી. હજી સુધી મોતિયો આંખમાં શા માટે થાય છે એ ખબર નથી. હૃદયમાં તકલીફ હોય તો આરામ એ એક જ દવા છે. કમળો થયો હોય તો એલોપેથી ફકત લીવર કે કલેજાને વિટામિન 'બી'નાં ઈંજેકશનોથી ટકાવી રાખવા સિવાય બીજું વધારે જાણતી નથી. 'સ્લીપ્ડ ડિસ્ક' હોય તો હજી સુધી લાત ખાઈ આવવી (જાણકાર પાસે) એ શ્રેષ્ઠ ઉપાય છે! મોટર સાઈકલ અકસ્માતમાં ત્રણ દિવસ બેહોશ પડેલા મિત્રને ડૉક્ટરોએ મરેલો ગણ્યો અને એની નવ મહિનાની ગર્ભવતી પત્નીને અંતિમ દર્શન માટે બોલાવી લીધી. ત્રણ દિવસ પછી આ મિત્રે આંખો ખોલી. એક આંખ ચાલી ગઈ હતી! એ માણસે કદાચ આ વિષયમાં છેલ્લા શબ્દો કહ્યા છે: યાર બક્ષી, હૉસ્પિટલમાં આવ્યા પછી જ ખબર પડે છે કે ડૉક્ટરો કેટલા અજ્ઞાની હોય છે!...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment