Thursday 31 March 2016

[amdavadis4ever] પાતળા... સુકલકડ ી... સાઠેકડી... પવનપાવડી... પે ન્સિલ... વગેરે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુજરાતી હાસ્યજગતના પિતામહ સ્વ. જ્યોતીન્દ્ર દવે ખૂબ જ પાતળા હતા. એવું કહેવાય છે કે એકવાર એ માંદા પડ્યા અને એમના કોઈ સંબંધી ખબર જોવા આવ્યા તો જ્યોતીન્દ્રભાઈએ પથારીમાંથી ઊભા થઈને કોટ પહેરી લીધો. પેલા સંબંધીએ કારણ પૂછ્યું તો જ્યોતિન્દ્રભાઈએ એ જ આપી શકે એવો જવાબ આપેલો: "તમે મને બરાબર જોઈ શકો એટલા માટે.

હમણાં હમણાં બધે ઝીરો ફિગર, સાઈઝ ઝીરો કે સિક્સ એબ્સનો જબરદસ્ત વાયરો વાયો છે. આ વાયરાની શગ સંકેરી હોય તો ધ કરીના કપૂર અને ધ શાહરુખ ખાને. બંને કલાકારોએ પરફેક્ટ ફિગર અંગેના ખ્યાલોમાં ધરખમ ફેરફારો આણી મેલ્યાં. એ પછી ગલીકૂચીઓમાં ઉકરડા કરતાયે વધુ જીમ અને ડાયેટિશિયન ક્લિનિક દેખાવા માંડ્યા. દરેક જીમ કે કલીનીક વૈજ્ઞાનિક પદ્ધતિથી વજન ઉતારવાનો દાવો કરે. અચાનક જ પબ્લિક હેલ્થ કોન્શિયસ થઇ ગઈ. તો છાપામાં છપાતી મહિલાપૂર્તિઓમાં વાનગીઓમાંથી મસાલા તેલ ઓછાં થઇ ગયા. લગ્નસરામાં જ્યાં છૂટથી તેલ મસાલાથી લથબથ ફરસાણો અને શાકભાજી બનતા હતા ત્યાં અચાનક જ લો-કેલ ફૂડ અને જાતજાતના સલાડ અવિભાજ્ય અંગ બની ગયા.

ઘંટીવાળાઓએ બાપજન્મારામાં પણ ના સાંભળ્યા હોય એવા લોટ સાવ નાનકડી પણ ઘંટીવાળો રાખતો થઇ ગયો. ફળફળાદીમાં તો વળી એવી માન્યતા હતી કે જો તમારા હાથ માં ફ્રૂટની થેલી કોઈ જુવે તો અચૂક પૂછે કે "ઘેર કોઈ માંદું છે? અથવા તો ફળફળાદી તો પૈસાવાળાના નખરા કહેવાય એ ફળફળાદી હવે દરેક ઘરમાં માનભેર સ્થાન પામતા થઇ ગયા.

જે હોય તે પણ પાતળા થવા માટે લોકો તનતોડ મહેનત કરે છે કારણ કે જાડા રહેવાના ફાયદા કરતા નુકસાન વધારે છે જયારે પાતળા હોવાના ગેરફાયદા કરતા ફાયદા વધારે છે એ હવે જનતાને સુપેરે સમજાઈ ગયું છે. મનુષ્યને જાડા હોવાથી જેટલી વ્યાધિ ઉપાધિઓ પજવે છે એટલી પાતળા હોવાથી નથી પજવતી. ઉદાહરણ તરીકે બસ, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પાતળી વ્યક્તિ જરા અમથી જગ્યામાં પણ આરામથી ગોઠવાઈ શકે છે. ટ્રેનમાં બે સીટ વચ્ચે કે પેસેજમાં બેગો મૂકી હોય એના પર "એ તૂટી જશે તો? એવો ભય રાખ્યા વગર આરામથી બેસી શકે છે. 

જાહેર વાહનોમાં બેસવામાં પાતળી વ્યક્તિઓને "કેટલી જગ્યા રોકે છે? એવા મૌન કે છાના ઘૂરકિયાનો સામનો કરવો પડતો નથી. ગામ હોય ત્યાં ઉકરડો હોય એ ન્યાયે ભીડ હોય ત્યાં પંચાતિયા હોય જ. આ પંચાતિયાઓ જાડી વ્યક્તિને જોઇને અંદરોઅંદર ઘૂસુરપૂસુર કરે કે "ખબર નહિ કઈ ઘંટીનો લોટ ખાય છે પણ પાતળિયાઓને જોઇને એમને આ નિંદારસમાંથી મુક્તિ મળી જાય છે.

બીજો મહત્ત્વનો ફાયદો કપડામાં થાય. જાડી ન હોય એવી વ્યક્તિના માપના કપડા અચૂક મળી રહે જ. પુખ્તો માટેના સેકશનમાંથી નહિ તો ચિલ્ડ્રન સેકશનમાંથી - મળી તો રહે જ. જો કે કેટલાક તો પાતળા થવાની લાહ્યમાં એટલે પાતળા થઇ જાય (અથવા રહી જાય) કે ભર વરસાદમાં છત્રી કે રેઈનકોટ વગર નીકળે તો પણ કોરેકોરા પાછા આવે. રૂમમાં બેઠા હોય તો આપણને પંખો ફાસ્ટ કરતા પણ બીક લાગે કે પહેલા મિત્ર પર કશુક વજનીયું મૂકવું પડશે નહિતર એ ઉડીને ભીતમાં ભટકાશે કે શું?

પાતળા હોય એનો ખોરાક ઓછો જ હોય એવી માન્યતા ભ્રામક છે. શૈક્ષણિક શિબિરો દરમ્યાન આવા સાઠેકડા જેવા છોકરાઓને ૩૦-૩૫ રોટલી, ૧૦-૧૫ મોહનથાળના ચકતા કે ૩ ડઝન ગુલાબજાંબુ ઝાપટતા - આઈ રિપીટ ઝાપટતાં નજરે નિહાળ્યા છે. એવું નહિ કે આટલું ખાઈને એ ધરાઈ ગયા હોય સાથે, શાક, ભાત... છાશ કે દૂધ તો ભૂલ્યા વિના પીવે જ. છાશ દૂધ પીવા માટે તાંસળું જ ઊંચકે.

ઘરમાં નાનું બાળક હોય તેના અસંખ્ય નામ હોય એ જ રીતે પાતળિયાઓ માટે પણ નામાવલી હાજર છે, દુનિયાભરની પાતળી વસ્તુઓના નામ આ સ્લિમ - ટ્રીમને વણમાગ્યે ભેટ મળી જાય. અગરબત્તી, ફૂટ્ટપટ્ટી, સોટી, સાઠેકડી, પાતળી પરમાર, પવન પાવડી, ખડમાકડી, હાડપિંજર, હાડકાનો માળો, સ્કિની વગેરે વગેરે. મારા એક મિત્રના ભાઈ એકદમ સુક્ક્લકડી એકવાર એ સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયા તો ફોટોગ્રાફરે એમને પ્રશ્ર્ન પૂછીને ભોઠા પાડી દીધા કે: "એક્સરે પાડવાનો છે કે ફોટો? શરમના માર્યા એ ભાઈએ તો પછી અખાડા, જીમ વગેરે વગેરેમાં બોડી બનાવવાના ભરપૂર પ્રયત્નો આદરેલા અને જરાતરા અંશે સફળ બી થયેલા.

શાદી બ્યાહના મામલામાં પણ પાતળિયાઓનું પલ્લું પાતળા હોવા છતાં પણ ભારે હોય છે. મોટાભાગની લગ્ન વિષયક જાહેરાતોમાં મૂરતિયો / ક્ધયા સ્લિમ - ટ્રીમ જ જોઈતા હોય છે. તો ઘરમેળે કે સગાં-સંબંધીઓ દ્વારા શોધવામાં આવતા પાત્રોમાં પણ પાતળા હોવા પર વધુ ભાર મુકાય છે . "જો જો હો છોકરો / છોકરી જાડો / જાડી હોય એ નહિ ચાલે આપણે જો કે એકવાર એક બહેનનું ઠેકાણું બહુ પાતળા હોવાથી ક્યાય નહોતું પડેલું એવું જાણમાં છે. આ બહેન ડાયેટિશિયન પાસે ભરાઈ પડેલા. ડાયેટિશિયને જાતજાતની પૂછપરછ કરી ફોર્મ ભરેલું પછી ડાયેટ ચાર્ટ લખી આપેલો એ પ્રમાણે વર્તવા જતા બહેન ચોથા જ દિવસે પથારીવશ. એમની નાજુક હોજરી ડાયેટનો ભાર સહન ના કરી શકી. સરવાળે બહેન પથારીમાંથી ઊભા થયા ત્યારે હતા એના કરતાય વધારે કૃશકાય.

કોઈ પેન્સિલના બ્રાંડ એમ્બેસેડર બની શકે એવા પાતળિયા / પાતળીઓને વા-વંટોળમાં બહાર જવા દેવામાં જોખમ કારણ કે વંટોળ / વાવાઝોડામાં ઉડતા ઉડતા એ ક્યાં વિસ્તારમાં જઈ પડશે એ નક્કી નહિ. વળી શરીરમાં હાડકાઓ જ હોવાને લીધે આવા લોકોને અસ્થિભંગ / ફ્રેકચર થવાના ચાન્સીસ ખૂબ જ વધારે રહે છે.

પાતળા હોવાના ફાયદાઓનું લીસ્ટ હજુ લંબાવી શકાય પણ લાસ્ટ બટ નોટ લીસ્ટ - પાતળી વ્યક્તિ ગુજરી જાય ત્યારે એમને ઊંચકનારા ડાઘુઓને ખભાની તકલીફો સહન કરવાની આવતી નથી. વળી એમને બળવામાં લાકડું કે ઈલેક્ટ્રિસિટી પણ ઓછી વપરાય છે અને એ રીતે પર્યાવરણનું પણ જતન થાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment