Wednesday 30 March 2016

[amdavadis4ever] રડતા લોકો, રડતી વ ાતો - ઇનફ ઇઝ ઇનફ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: આંસુ પર ટેક્સ લગાવાય તો ભારત સરકાર સૌથી વધુ પૈસાદાર બની શકે (છેલવાણી) 
અનાડી, આનંદ, ચુપકે-ચુપકે જેવી અનેક સુંદર ફિલ્મો બનાવનાર નિર્દેશક હૃષિકેશ મુખર્જીને એક વાર મળવાનું થયેલું ત્યારે મેં પૂછેલું, "તમારી આટલી બધી સફળ ફિલ્મોમાંથી તમને પોતાને કઇ ફિલ્મો પસંદ છે?

મને તો હતું કે હૃષિદા, 'આનંદ' કે 'સત્યકામ' કે 'મિલી' જેવી ઇમોશનલ ફિલ્મો વિશે કહેશે, પણ ના. એમણે તરત જ કહ્યું, 'ચુપકે-ચુપકે અને ગોલમાલ મને બહુ ગમે છે!' મને નવાઇ લાગી ત્યારે હૃષિદાએ સમજાવ્યું, "બેટા, 'આનંદ', 'મિલી', 'સત્યકામ' જેવી ફિલ્મો સારી છે. ઊંડાણવાળી છે, પણ અંતે એ ફિલ્મો રડાવે છે. દુ:ખી કરી મૂકે છે. 'આલાપ' ફિલ્મની નિષ્ફળતાએ મને એક વાત શીખવેલી (જે ત્યારે નહોતી સમજાઇ) કે મારે પ્રેક્ષકોને દુ:ખ નહીં, સુખ આપવું જોઇતું હતું! આપણાં શાસ્ત્રો પણ કહે છે કે 'અમૃતસ્ય પુત્રા:' આપણે અમૃતના અંશ છીએ. મજા, સુખ, આનંદ, હર્ષ એ જ આપણી આખરી મંઝિલ હોવી જોઇએ. કમ સે કમ, કળા-સાહિત્યમાં તો કલાકારે એ જ આપવાનો પ્રયત્ન કરવો જોઇએ! ભારતીય સિનેમાની સૌથી સેંસીબલ અને ઇમોશનલ ફિલ્મોનાં દિગ્દર્શક પાસેથી આ વાત સાંભળીને હું ચોંકી ગયો. આપણે એ વાતથી ૧૦૦ ટકા સહમત થઇએ કે નહીં પણ વાતમાં દમ તો છે કે કળા-સાહિત્યનો પહેલો ધર્મ, મનનું રંજન અર્થાત્ આનંદ આપવાનું છે. વેલ, અમુક લોકોને આંસુમાં પણ એન્ટરટેઇનમેંટ મળી શકે પણ સદાયે સોગિયાં રહેવામાં જ શું કળા છુપાયેલી છે?

તમને ક્યારે સવાલ થયો છે કે શા માટે આપણું સાહિત્ય ગંભીર, રોતલ વાતોથી ભરેલું છે? ગુજરાતી સાહિત્ય (મોટે ભાગે ભારતીય સાહિત્ય પણ) કાળજો ચીરી નાખતી કરુણ કથાઓ, ગરીબો પરના અત્યાચારની ગાથાઓ, સ્ત્રી-પુરૂષનાં રડમસ રિશ્તાઓથી છલોછલ હોય છે. હસતી હસાવતી, ખુશહાલ કરતી વાર્તાઓ કેટલી? શા માટે આપણા સાહિત્યમાં રોમેન્ટિક, ફૂલગુલાબી રોમાંસ અને સ્માર્ટ રમૂજ દેખાતી નથી? આપણી નવલકથાઓ એટલે યા તો સસ્પેંસ અને સામાજિક ડ્રામાની સેંડવિચ હોય અથવા એમાં ગળગળા કરી મૂકતી ગમગીન કરમકથનીઓ હોય.

આપણે ત્યાં ધનસુખલાલ મહેતાની 'અમે બધાં', ધીરુબેન પટેલની 'ગગનનાં લગન' કે મધુ રાયની 'કિમ્બલ રેવન્સવૂડ' જેવા ગણ્યાંગાંઠયાં અપવાદને બાદ કરીએ તો વાંચતાં વાંચતાં મલકતાં રહીએ એવી કિતાબો કેટલી? ખાટી પીપરમીંટની જેમ જેને મમળાવી શકાય એવી નવલકથાઓ ખૂબ ઓછી લખાય છે. જીવનમાં તો આપણે ગુજરાતીઓ હસમુખ-જોલી અને રમૂજપસંદ હસતાંગાતા લોકો છીએ. તો પછી સાહિત્યની ગલીમાં પ્રવેશતાં જ આપણે જાણે કોઇની સાદડીમાં આવ્યાં હોઇએ એમ સિરિયસ શા માટે થઇ જઇએ છીએ?

નાનપણમાં અમારાં પડોશણ કાકીને મોઢે એક ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળેલી. બે સ્ત્રીઓ તૈયાર ટૂપ થઇને બહાર જઇ રહી હતી ત્યારે ત્રીજી પડોશણે એમને રોકીને પૂછયું, "કયાં જાવ છો, ભરબપ્પોરે તાપમાં? ત્યારે પેલી બેમાંની એકે તરત જ હરખાઇને કહ્યું, "બિદાઇ ફિલમ જોવા. તુંયે હાલ... બહુ મજા આવશે. ખૂબ રડવાનું છે એમાં. હું તો બીજી વાર જઇ રહી છું. હવે આગળ ઉપર એ કહેવાની જરૂર નથી કે ત્રીજી બહેન પણ તરત જ 'રડવાનું જોવા' માટે તૈયાર થઇ ગઇ! તે વખતે મારા બાળમાનસમાં સવાલ ઊઠેલો કે લોકોને રડવામાં શું મજા આવતી હશે? પણ હવે આજે થોડું થોડું સમજાય છે કે કરુણરસને વારંવાર માણવું એ પણ આત્મપીડનનો એક પ્રકાર છે! નાટક, સિનેમા કે સાહિત્યમાં સામે ચાલીને રડવાનું શોધીને લોકોને પોતાનાં દુ:ખોને આંસુરૂપે બહાર કાઢીને સારું લાગતું હશે. એક પ્રકારના માનસિક જુલાબ કે વિરેચન જેવી વાત છે. હા, કળા કે સાહિત્ય વડે મનમાં ભાવનાઓ જાગે, બીજાનાં દુ:ખો માટે સહાનુભૂતિ જાગે, એ સાચું પણ કેટલીવાર? સાહિત્ય સામાન્ય માણસને કઠોરતાથી કોમળતા તરફ લઇ જાય છે પણ તો શું હંમેશા ઉદાસી ઉલેચવાની? 

ભારતના અંગ્રેજી સાહિત્યમાં 'ચીક-લીટ' (ટીનએજ ગર્લ્સનું લિટરેચર) ખૂબ વંચાય છે. સાદી સરળ ભાષામાં હળવી રોમેન્ટિક વાર્તાઓ ચપોચપ ઊપડે છે તો એ ગુજરાતીમાં કેમ નથી? યુવાનો માટે કોલેજ કેમ્પસની-કોર્પોરેટ કલ્ચરની જિવાતી જિંદગી વીશે ચટપટું સાહિત્ય ઇંગ્લિશમાં લખાય છે, વંચાય છે પણ આપણા ગુજરાતીમાં માર્કેટ ખૂલી નથી.

ગુજરાતીમાં તો સ્ત્રીઓની કથાઓમાં પણ આડાઉભા સંબંધો અને લગ્નજીવનની કડવાશ કે સ્ત્રીઓનાં શોષણથી વધારે કશુંક ભાગ્યે જ દેખાય છે. મોટા ભાગની લેખિકાઓનાં પુસ્તકો ખોલતાં જ રસોડાની વાસ આવવા માંડે છે. જ્યારે જોઇએ ત્યારે 'એક સ્ત્રી તરીકે મને લાગે છે કે...' જેવાં વાકયથી શરૂ થતી ફરિયાદો જોવા મળે છે. હા, કબૂલ કે સમાજમાં સ્ત્રીઓ સાથે અન્યાયો, અત્યાચારો, સૂક્ષ્મ શોષણ છે પણ એ વાતો કયાં સુધી?

એની વે, બિંદાસ, અલ્લડ હસતીરમતી છોકરા-છોકરીઓની નવલકથાઓ, વાર્તાઓ આપણને કયારે વાંચવા મળશે? કદાચ, આપણે ત્યાં આજે ટીનએજર વાચકો ઘટયા હશે એટલે લેખકોએ ગંભીર સાહિત્ય પર જ ધ્યાન આપ્યું હશે. જોકે આજે ગુજરાતી ટીનએજર વાચકો ઘટયા હોય એવું દલીલ તરીકે માની પણ લઇએ પણ તો પછી ૧૯૬૦-૭૦ પહેલાંની કથાવાર્તાઓમાં પણ આનંદરસ કેમ દેખાતો નથી? એ જમાનામાં પણ ગ્લિસિરીનમાં બોળીને લખાયેલી વાર્તાઓ જ જોવા મળતી, જેને અડતાં જ આંખમાંથી આંસુ ટપકવા માંડે! હોલીવૂડના સૌથી સફળ નિર્દેશક બીલી વાઇલ્ડરે કલાકાર માટે ૧૦ કમાન્ડમેન્ટ કહેલાં, જેમાં દસેદસ વાર એમ જ કહેલું કે 'ધાઉ શેલ નોટ બોર!' અર્થાત્ લોકોને બહુ બોર ના કરવા.

ઇન્ટરવલ:

યારોં હંસો, બના રખી હૈ, કયૂં યે સૂરત રોની?

સપન સલોને લેકે આયી હૈ, યે રાત સલોની.

(આનંદ બક્ષી)

આપણે ત્યાં ગ્રામીણ સાહિત્ય પણ ફોર્મ્યુલાગ્રસ્ત બની ગયું છે. ગામડાંનાં વર્ણનો, દર્દનાક સંઘર્ષો અને સમાજજીવનની વાતો સાંભળીને કારણ વિના અમારાં જેવાને શહેરમાં રહેવા માટે ગિલ્ટી ફીલ થવા માંડે. કબૂલ કે ગ્રામ્યજીવનની વાતો-દર્દોની આગવી દુનિયા છે પણ બધા લેખકો તો પન્નાલાલ પટેલ કે મોઘાણી ના હોઇ શકેને? આપણા લેખકો વરસોથી માટીની સુગંધને નામે વાચકો પર ધીંગી ધરાની ધૂળ ધરાર ઉડાડયા જ કરે છે. (મડિયાની 'સધરા જેસંગનો સાળો' અપવાદ કહેવાય) માટે જ શુદ્ધ મનોરંજનરસને કારણે અશ્ર્વિની ભટ્ટ કે હરકિસન મહેતાની જૂની નવલકથાઓ હજુયે ખૂબ વંચાય છે. બાકી તો "લાઇફ કેવી કરુણ છે, લાઇફમાં કેવું કેવું થાય છે, લાઇફ છે જ આવી, લાઇફનાં અંતે ડેથ છે, લાઇફમાં લાઇફ જેવું છે જ નહીં... વગેરે મુદ્દાઓનો જૂનો મુરબ્બો બોરિંગ સાહિત્યરૂપે ચાખવા મળે છે.

મને ખબર છે, અનેક દાઢીવાળાં હાઇબ્રો-સંભ્રાંત લોકોને આ વાત છીછરી લાગશે. કોમેડીને હલકો પ્રકાર માનનારાઓ એમ કહેશે કે સાહિત્યનું કામ ગલગલિયાં કરવાનું નથી. ગલગલિયાં ભલે ના કરે પણ પીંછાનો મખમલી સ્પર્શ તો કરાવી જ શકે ને? સાહિત્ય, આંસુ જન્માવી શકે તો સ્મિત પણ દઇ શકે ને? આર. કે. નારાયણનાં 'માલગુડી ડેઝ'માં કે પી. જી. વૂડહાઉસની વાર્તાઓમાં સ્મિત, ચાતુર્ય, આનંદની સાથે સાહિત્ય પણ છે જ ને? મરાઠીના પુ. લ. દેશપાંડે કે આપણા એવરગ્રીન જ્યોતીન્દ્ર દવેનાં શિષ્ટ હાસ્યલેખોમાં પ્યોર આનંદ નથી? કિસનસિંહ ચાવડાના 'અમાસના તારા' જેવા વ્યક્તિચિત્રોમાં આંસુ સાથે આનંદની અનૂભૂતિ નથી? કદાચ આપણે યુગોથી રામાયણ-મહાભારતની મહાગાથાઓ સાંભળીને 'ગંભીરતા'એ જ 'મહાનતા' એવું માનતા થઇ ગયા છીએ અને આમ આદમીનાં ખટમીઠા પ્રસંગો આપણને ચાલુ કે સસ્તા લાગે છે.

વાચકો તો ઠીક પણ ખુદ લેખકો જ કોમેડી-પેરોડી-સેટાયરને તુચ્છતાથી નિહાળતાં હોય ત્યાં આપણને પ્રસન્ન સાહિત્યને બદલે ખિન્ન સાહિત્ય જ મળેને? કોઇને હસાવવું, મલકાવવું, આનંદિત કરવું એ અઘરું કામ છે. કોઇને રડાવવું, દુ:ખીનાં દાળિયા કરી દેવું સહેલું છે. આપણા લેખકો અઘરૂં કામ નથી કરવા માંગતાં અને સહેલું છે એને અઘરાંનું લેબલ મારે છે. કવિ નરસિંહરાવ દીવેટિયાએ કહેલું કે 'આ વાદ્યને કરુણરસ જ વિશેષ ભાવે છે!' લાગે છે આપણે ત્યાં તો યુગોથી કરુણ વાદ્યોની અનંત ઓરકેસ્ટ્રા ચાલી રહી છે! કાશ કોઇ ટાપુ પર જઇને, સૂતાંસૂતાં મનને ખુશખુશાલ કરતું કંઇક વાંચવા મળે તો કેવી મજા આવે. સેડ-કે સસ્પેન્સ, સોગિયું કે સામાજિક હવે બહુ થયું. પોતાના લેખન કરતાં ખુદને ગંભીરતાથી લેતાં લેખકો, શુદ્ધ મનોરંજનને તુચ્છ ગણતાં કથાકારો, પોતાના એકદંડિયા મહેલમાંથી નીચે ઊતરીને વાચકોના ખભે હાથ મૂકીને, હળવેકથી મીઠી વાત કરવાનું શરૂ કરવા માંડે તો કેવી મજા આવી જાયને? ખિન્ન મન, પ્રસન્ન પ્રસન્ન થઇ જાય!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment