Wednesday 30 March 2016

[amdavadis4ever] તારો ચહેરો નથી ક હેતો કે તું ખુશ છ ે! : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ [1 Attachment]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આઈ લવ યુ ભલે મોડું કહેવાતું હોયપણ પ્રેમ તો બહુ અગાઉથી ચહેરા પર વર્તાઈ આવતો હોય છેએક યુવાને તેના મિત્રને કહ્યું કેહું એક છોકરીના પ્રેમમાં છુંમિત્રએ સવાલ કર્યો કેએને તારા ઉપર પ્રેમ છેયુવાને કહ્યું કે હાલાગે છે તો એવું જમિત્રએ ફરી સવાલ કર્યો કે તું એવું કઈ રીતે કહે છેતેં પ્રપોઝ કર્યું અને તેણે હા પાડીયુવાને કહ્યું કેનાહજુ વાત એટલી આગળ નથી વધીપણ તેના ચહેરા ઉપરથી મને લાગે છે કે એ પણ મને પ્રેમ કરે છેહું તેની પાસે જાઉં ત્યારે એના ચહેરા ઉપર ચમક આવી જાય છેતેની સાથે આંખ મિલાવું ત્યારે એ શરમાઈ જાય છેવાત કરતો હોઉં ત્યારે એની નજર ઝૂકી જાય છેફૂલ ઊઘડતું હોય એમ ધીમે ધીમે તેના ચહેરા ઉપર એક ગજબની તાજગી છવાતી જાય છેહું બીજે ક્યાંક જોતો હોઉં ત્યારે એ મને એક્ટસે જોયા રાખે છેજેવો એની તરફ જોઉં કે જાણે પકડાઈ ગઈ હોય એમ એ ફટ દઈને મોઢું ફેરવી લે છેહું જતો હોઉં ત્યારે પૂછે છે કે ઉતાવળ છે?
પ્રેમમાં હોય કે પ્રેમલગ્ન કર્યાં હોય તેને પૂછીએ ત્યારે એવું જ સાંભળવા મળે કે મને તો ખબર પડી જ ગઈ હતી કે એને હું ગમું છુંપણ એનામાં બોલવાની હિંમત ક્યાં હતીપ્રપોઝ કરવા માટે દરેક વખતે બોલવું નથી પડતુંચહેરો જ બધું કામ કરી દેતો હોય છેચહેરાની એક ભાષા હોય છેએ ભાષા સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથીતમારી પાસે એવી વ્યક્તિ છે જેને તમારા ચહેરાની ભાષા વાંચતા આવડે છેજો હોય તો એને સાચવી રાખજોચહેરાની ભાષા એ જ વાંચી શકે છે જેને તમારો મૂડ સ્પર્શે છેજેને તમારા ચહેરા પર ખુશી જોઈ આનંદ થાય છેતમારી ઉદાસી જેના દિલને ચેન લેવા દેતી નથીબધાને ચહેરાની પરવા હોતી નથીબધાને એનાથી કોઈ ફરક પણ પડતો નથીપોતાના લોકોને જ આ ભાષાથી સાચો ફરક પડતો હોય છે.
આપણાથી પણ ઘણી વખત કોઈના ચહેરાની ભાષા ઉકેલાતી હોય છેઆપણે પૂછીએ છીએઆર યુ ઓકેસામેથી જવાબ મળે છે કે યસ આઈ એમ ફાઇનએક ફોર્માલિટી પૂરી થાય છેઆપણે મનમાં એમ પણ કહીએ છીએ કેમને શું ફેર પડે છેઆપણને તો આપણા કામથી મતલબ છેસામા પક્ષે બધા પાસે વ્યક્ત થવાનું પણ આપણને ક્યાં ગમતું હોય છેહમદર્દી પણ આપણને બધા પાસેથી નથી જોઈતી હોતીઅમુક લોકોની હમદર્દી જ આપણને ગમતી હોય છેમારે એ નથી જોઈતું કે દુનિયા મારી ચિંતા કરેમારા માટે તો એ મહત્ત્વનું છે કે તને મારી ફિકર હોયનિદા ફાઝલીની એક ગઝલ છેતેરે જહાં મેં ઐસા નહીં કે પ્યાર ન હોજહાં ઉમ્મીદ હો ઉસકી વહાં નહીં મિલતાએ જ તો પીડા હોય છેઆપણી વ્યક્તિ નારાજ હોય અને આખી દુનિયા રાજી હોય તો પણ શુંએક ચહેરો જે આપણો હોય છે એ જ આપણા માટે સર્વસ્વ હોય છે.
કેટલા લોકોના ચહેરા ખરેખર એ જેવા હોય છે એવા જ હોય છેઆપણને હવે ચહેરો છુપાવવાની ફાવટ આવી ગઈ છેઆપણે કોઈને વરતાવા દેવા ઇચ્છતા નથી કે આપણા મનમાં શું ચાલી રહ્યું છેઆમ છતાં પોતાના લોકો આપણને પકડી પાડતા હોય છેકોસ્મેટિક્સથી ચહેરા પરના દાગ છુપાવી શકાય છેપણ દિલ પર પડેલા ઉઝરડાને નહીંબે મિત્રોની આ વાત છેએક મિત્ર અચાનક જ પોતે ખૂબ ખુશ અને મજામાં હોવાની વાતો કરવા લાગ્યોવાતવાતમાં એવો પ્રયાસ કરે જાણે તેને કોઈ ગમ કે ચિંતા જ નથીએક વખત જુદા પડતી વખતે તેના મિત્રએ પૂછ્યું કે શું વાત છેઆજકાલ તારે ખુશી હોવાનો દેખાડો કરવામાં ખૂબ મહેનત કરવી પડે છેતું જેવું વર્તન કરે છેને એવો તું છે નહીંતારા નાટકથી દુનિયા કદાચ માની લેશે તું મજામાં છેહું નહીં માનુંતું ખરેખર મજામાં હોય છે ત્યારે તું આવું વર્તન નથી કરતોજબરજસ્તીથી થતા પ્રયત્નો એ સાબિત કરી દેતા હોય છે કે તમે સહજ નથીમિત્રએ પોતાની મુશ્કેલીની બધી સાચી વાત કહીને થેંક્યૂ કહ્યુંકોઈ તો છે જે મારા ચહેરાને અંદરથી વાંચી શકે છે.
રોજ સવારે ઊઠીને બ્રશ કરતો હોય ત્યારે અરીસામાં ઉપસેલો મારો ચહેરો મારી પાસે રાતનો હિસાબ માગે છેઊંઘ બરાબર આવી છેનથી આવીકેમ નથી આવીશેનો ઉચાટ છેકેમ રાતે ઝબકીને જાગી ગયો હતોહું કહું છુંરહેવા દેમારે તારા કોઈ પ્રશ્નોનો જવાબ નથી આપવોઅરીસાનો ચહેરો હસવા લાગે છેએ કહે છેકંઈ વાંધો નહીંઆ જ સવાલો તને કાલે પૂછીશકાલે તું જવાબ નહીં આપે તો પરમ દિવસે પૂછીશતું જ્યાં સુધી જવાબો નહીં આપે ત્યાં સુધી તને પૂછતો રહીશતારે જવાબ તો આપવા જ પડશેકારણ કે હું તારો જ તો હિસ્સો છુંહું તારો જ તો કિસ્સો છુંતું બધાથી ભાગી શકશેમારાથી ભાગી નહીં શકેમાણસ દુનિયાથી મોઢું છુપાવી શકે છેપણ પોતાનાથી મોઢું છુપાવી શકતો નથીતું સવાલોથી ભાગ નહીંતું જવાબે શોધતને જવાબ મળી આવશેજવાબ કંઈ અઘરા નથીતારે જવાબ મેળવવા નથી.

--

 


Blog: www.krishnkantunadkat.blogspot.com

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 1 photo(s) from this topic.
30 MARCH 2016 27.jpg

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment