Tuesday, 29 March 2016

[amdavadis4ever] મિતાહાર અને મૌન - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મિતાહાર અને મૌન
 
 
અમથું અમથું હસીએ - રતિલાલ બોરીસાગર
 
ગાંધીજી અને વિનોબા મૂળભૂત રીતે અનાજનો ઓછો ક્વોટા નસીબમાં લખાવીને આવેલા. 'દાને દાને પર લિખા હૈ ખાને વાલે કા નામ' એમ આપણે માનીએ છીએ. ગાંધીજી, વિનોબા અને એમના કેટલાક અનુયાયીઓના નામે પૂરતી સંખ્યાના દાણાઓ લખવાના રહી ગયા હોય કે પછી ગાંધીજી લખતા એવા ગરબડિયા અક્ષરે એમનાં નામો લખાયાં હોય ગમે તેમ પણ ગાંધીજી અને વિનોબાને (અને એમની વાતમાં આવી ગયેલા કેટલાક્ધો) ખાવા કરતાં ઉપવાસના પ્રસંગો વધુ આવ્યા. એટલે એમને ઉપવાસની પ્રૅક્ટિસ એટલી બધી થઈ ગઈ કે એમને ઉપવાસ કરવાનું સહેલું લાગે તે સ્વાભાવિક છે. પરંતુ, ઉપવાસ કરવો એ પણ ઘણું કઠિન કામ છે એ હું સ્વાનુભાવે જાણું છું અને તમારો પણ એવો જ અનુભવ હશે એમ માનું છું. એ જ રીતે ગાંધીજી દર અઠવાડિયે ચોવીસ કલાક્ધાું મૌન પાળતા. વિનોબાનો તો વરસ-વરસના મૌનનો રેકોર્ડ છે. આટલી બધી પ્રૅક્ટિસ પછી ગાંધીજી કે વિનોબાને મૌન પાળવાનું સહેલું લાગે એ પણ તદ્દન સ્વાભાવિક છે. પરંતુ, મૌન પાળવું એ પણ અત્યંત કઠિન છે એ હું જાણું છું કદાચ તમે પણ જાણતા હશો. એટલે વિનોબાના કથનમાં આધ્યાત્મિક સત્ય હશે, પણ વ્યાવહારિક સત્ય એનાથી જુદું છે. તેથી વિનોબાના કથનમાં સુધારો કરવાની જરૂર મને જણાય છે. મારા નામને છેડે 'જી' લાગે એટલો મોટો માણસ હજુ હું નથી થયો એ હું જાણું છું. (જો કે હિંદીભાષી સ્નેહીઓ મને 'રતિલાલજી' કે 'બોરીસાગરજી' કહે છે. આને કારણે પ્રારંભમાં મને મારા વિશે ગેરસમજ ઊભી થયેલી, પરંતુ પછી ખ્યાલ આવ્યો કે એ લોકો તો બધાંને 'જી' લગાડીને જ સંબોધે છે!) વિનોબાના કથનમાં સુધારો કરીને રતિલાલજી કહે છે, "ઉપવાસ કરવાનું અઘરું છે, પણ મિતાહાર કરવાનું તેથી પણ અઘરું છે; મૌન પાળવાનું અઘરું છે, પણ મિતભાષી થવાનું તેથી પણ અઘરું છે.
મિતાહાર માપસર ખાવાનું આરોગ્ય માટે જરૂરી છે. લગભગ બધાં આ જાણે છે. છતાં મિતાહારીઓની સંખ્યા દુનિયામાં બધેય ઓછી છે. વધુ પડતું ખાવાને કારણે લોકો માંદા પડે છે, અને એમાંના કેટલાક પછી સાજા થવાનું કાયમ માટે માંડી વાળે છે. મેં ક્યાંક એક વાક્ય વાંચ્યું હતું કે, "ભૂખથી મરે છે એના કરતાં અનેકગણાં લોકો વધુ ખાઈને મરતાં હોય છે. આ વાક્યના લેખક માપસર ખાતા હશે કે વધુપડતું ખાતા હશે તેમજ માપસર ખાવાને કારણે આજે એ જીવતા હશે કે વધુપડતું ખાવાને કારણે મરી ગયા હશે એ અંગે હું કશું જાણતો નથી. પરંતુ આમ લખીને એમણે વધુપડતું ખાનારાની મજાક કરી છે એ હું જાણું છું. આ બરાબર નથી. આગળ કહ્યું તેમ દરેક દાણા પર એના ખાનારનું નામ લખ્યું હોય છે. એટલે જીવનકાળ દરમિયાન 'કેટલું' ખાવું એ માણસના હાથની વાત નથી. પરંતુ 'કેવી રીતે' ખાવું એ માણસના હાથની વાત છે કહોને કે માણસનો આ મૂળભૂત અધિકાર છે. કેટલાક લોકો 'કટકે કટકે' ખાઈને પોતાના નસીબનો અનાજનો ક્વોટા પૂરો કરે છે. કેટલાક લોકો પહેલાં ઝાઝું ખાય છે ને પછી ખાવાનું જોતાં જ ઉબકા આવવા માંડે એવી સ્થિતિમાં મુકાય છે. આવા લોકો જીવનના ઉત્તરાર્ધમાં અનાજ ઓછું ને દવા વધુ ખાય છે.
ડૉક્ટરની સલાહ પછી મેં મિતાહારના કેટલાક પ્રયોગો કર્યા, પણ મને ખાસ સફળતા મળી નહીં. ચાર રોટલી ખાધા પછી હું વિચારતો કે હવે થોડો ભૂખ્યો છું કે વધુ? પણ આ અંગેનો નિર્ણય હું જલદી કરી શકતો નહીં. નિર્ણય ન થાય ત્યાં સુધી હું જમવાનું ચાલુ રાખતો. પરિણામે રોજ કરતાં વધુ ખવાઈ જતું! મિતાહારના મારા પ્રયોગો મને અત્યાહાર તરફ દોરી જશે એવી બીક લાગવાથી મેં ઘરનાંઓને આમાં મદદ કરવાની વિનંતી કરી. ઘરનાંઓએ આ અંગે લાંબી ચર્ચા-વિચારણા કરી, સર્વાનુમતે મારા માટે ફિક્સ્ડ્ ડિશ નક્કી કરી આપી. તેઓ એમ માનતા હતા કે એમણે આ 'ફિક્સ્ડ્ ડિશ' ઘણી ઉદારતાથી નક્કી કરી આપી છે. પણ આ 'ફિક્સ્ડ્ ડિશ'ને કારણે હું એકદમ 'ફિક્સ'માં આવી ગયો. આ 'ફિક્સ્ડ્ ડિશ' નક્કી કરવામાં ઘણી કંજૂસાઈ કરવામાં આવી છે એમ મને જમતાં-જમતાં સતત લાગ્યા કરતું. છેવટે ભૂખ્યા મરી જવા કરતાં ધરાઈને ખાઈને મરી જવું બહેતર પસંદગી છે એમ લાગવાથી આ પ્રયોગ મેં પડતો મૂક્યો.
બોલવાના પણ અનેક પ્રયોગો મેં કરી જોયા હતા. વાણી પરમાત્માનું મનુષ્ય જાતિને મળેલું અજોડ વરદાન છે. આ વરદાનનો મારા જેટલો છૂટથી ઉપયોગ કરનારા આ જગતને વિશે ઓછા હશે એમ હું જ નહીં મને ઓળખનારાં બધાં માને છે. હું એકલો-એકલો બોલતો હોઉં, એવી સ્થિતિ જો કે હજુ આવી નથી પણ ગમે ત્યારે આવી શકે એમ છે એવું મારા એક મનોચિકિત્સક મિત્ર માને છે. મારા ઉપરાંત બીજી વ્યક્તિ મળે એટલે 'સ્પીકર' હું જ હોઉં છું. પૃથ્વીના જ નહીં, સમગ્ર બ્રહ્માંડના કોઈ પણ વિષય પર હું વાત કરી શકું છું. ડૉ. અમર્ત્ય સેનને મળવાનું થાય તેવી શક્યતા નહીંવત્ છે; પણ, ધારો કે મળવાનું થાય તો અર્થશાસ્ત્રના વિષય પર એમના મનમાં વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન હું જરૂર કરું. હું જે વિષય પર વાત કરું છું તે વિષયનું મને ઝાઝું જ્ઞાન હોય છે એવું નથી. આમ પણ તમે જે વિષયમાં કંઈક જાણતા હો તે વિશે બોલવાનું અઘરું હોય છે, પણ જે વિષયમાં તમે કશું જાણતા નથી હોતા કે બહુ ઓછું જાણતા હો છો તેના વિશે બોલવામાં ઘણી સરળતા રહે છે. મારા પોતાના જીવનમાં જે પ્રશ્ર્નો હું હલ કરી શક્યો નથી તે પ્રશ્ર્નો વિશે મેં મિત્રોને, સ્વજનોને વારંવાર માર્ગદર્શન આપ્યું છે; માર્ગદર્શન લેવા ઉત્સુક ન હોય તો પણ આપ્યું છે ! મને સાંભળનારાંઓની સંખ્યા ધીરે-ધીરે ઓછી થતી જાય છે એટલું હું ઊંઘમાં બોલતો થઈ જઈશ એમ મારા પરિચિતોને તો ઘણા વખતથી લાગે છે, પણ હવે તો મને પણ એમ લાગવા

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment