Tuesday, 1 November 2016

[amdavadis4ever] બાતમીદાર: જ ્યોતિના પતિ નું બે વર્ષ પહેલાં હાર ્ટએટેક આવતા ં મૃત્યુ થય ું હતું Manhar Ravaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાતમીદાર: જ્યોતિના પતિનું બે વર્ષ પહેલાં હાર્ટએટેક આવતાં મૃત્યુ થયું હતું


થોડી વારે પોલીસ અધિકારી રાજદેવ એમની કાબેલ ટીમ સાથે આવી પહોંચ્યા. રાજદેવે પ્રથમ લાશ ને ઓફિસનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. જ્યોતિને કોઈએ પાછળથી માથામાં બોથડ પદાર્થથી વાર કરીને મારવામાં આવી હોવાનું સ્પષ્ટ થતું હતું. ડોગ સ્કોડ ફાર્મની પાછળની દીવાલ સુધી આવીને અટકી રહેતું. કદાચ હત્યારો વંડી ઠેકીને આવ્યો હોય. પછી લાશનો ફોટોગ્રાફ, ફિંગર પ્રિન્ટ લેવાયાં. પંચનામા બાદ સ્ટેટમેન્ટ લેવાયાં ને લાશ રવાના કરાઈ. રજનીકાંત આવ્યો ત્યારે કરણનું સ્ટેટમેન્ટ લેવાઈ ગયું હતું. એના કહેવા મુજબ જ્યોતિ મેડમને કોઈની સાથે ઝઘડો કે દુશ્મનાવટ હતી નહીં. જ્યારે એના પપ્પા ગુજરી ગયા ત્યારે અંકલ રજનીકાંત મદદગાર બની ઊભા રહ્યા હતા.
બાતમી મુજબ જોયું તો ફાર્મના ગોદામ પાછળથી હત્યામાં વપરાયેલી લોહીવાળી પાઇપ મળી આવી. ફાર્મહાઉસમાં હજી કોઈ આવ્યું ન હતું, તેથી રાજદેવ સાહેબ સીધા જ્યોતિ મેડમને ત્યાં આવ્યા. નયના, કરણ અને રજનીકાંત બહાર ગાર્ડનમાં જ બેઠાં હતાં. નયનાએ એમને આવકારી બેસાડ્યા. કોફીનો ઓર્ડર આપી પૂછ્યું, 'શું સાહેબ, મમ્મીના હત્યારાનો કોઈ પત્તો મળ્યો?' 'હા, એક બાતમીદારે બાતમી આપી છે કે તમામ સંપત્તિ હાથવગી કરવા માટે એણે જ્યોતિ મેડમની હત્યા કરી હતી. માથામાં પાઇપ મારીને હત્યા કરાઈ છે.' 'કોણ છે હત્યારો?' રજનીકાંતે પૂછ્યું. 'તમે પોતે જ હત્યારા છો. અરેસ્ટ હિમ.' રાજદેવે સહાયકને ઓર્ડર કર્યો ને રજનીકાંત ભાગ્યો, પણ સ્થળ સહાયકે તરાપ મારી એને પકડી લીધો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment