Tuesday, 29 November 2016

[amdavadis4ever] શ્રેષ્ઠ બનવા નિર ્માણ કરો અલગ ઓળખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવીને જીવનમાં સૌથી વધુ કોઈ વસ્તુની ખેવના હોય તો તે છે સફળતા. 

સફળતા માનવીના જીવનમાં આત્મવિશ્ર્વાસ વધારે છે. સફળતા શબ્દ બોલવો જેટલો સરળ છે, તેટલી સફળતાને મેળવવી અઘરી છે. સફળતાના સોપાનો ચઢવા માટે વ્યક્તિએ અનેક મુશ્કેલ ચઢાણો ચઢવા-ઉતરવા પડે છે. અનેક લોકોનો ગુસ્સો કે અવહેલના સહન કરવી પડે છે. જેે વ્યક્તિમાં આ સર્વે સારી-ખોટી વાતોને જીતવાની આવડત હોય તે પોતાની આગવી ઓળખ બનાવી દે છે. આપને પણ આગવી ઓળખ બનાવવી હોય તો જાણી લો તેની તરકીબો.

સહકર્મચારી સાથે સહકારપૂર્ણ વ્યવહાર

આપ જ્યાં કામ કરતા હો તે કંપનીમાં તમારી ઈચ્છા આગળ વધવાની હોય તો સહકર્મચારી સાથે સહકારપૂર્ણ વ્યવહાર રાખવો આવશ્યક છે. સહકર્મચારી તમારા કામમાં ત્યારે જ મદદ કરવા તૈયાર બનશે જ્યારે તેને તમારો સ્વભાવ ગમશે. તમારી કામ કરવાની રીત પણ તેમને પસંદ પડશે. કંપનીમાં કોઈને કોઈ વ્યક્તિ એવી હોય છે જેની સાથે કંપનીના અન્ય કર્મચારીનો વ્યવહાર યોગ્ય જોવા મળતો નથી. આવા સંજોગોમાં પણ તે વ્યક્તિ સાથે સહયોગપૂર્ણ વ્યવહાર રાખવામાં આવે તો અન્યના દિલમાં પણ તમારું સ્થાન આપોઆપ ઊંચું બની જશે. આમ કંપનીમાં કામ કરતી નાની વ્યક્તિ હોય કે ઉચ્ચ પદવી ધરાવતી વ્યક્તિ હોય તે દરેકની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રાખવાથી સંબંધો આપોઆપ મજબૂત બનવા લાગે છે.

સકારાત્મક્ત રહો

કુશળ કર્મચારી એ જ કહેવાય જે રોજબરોજના અનુભવમાંથી કંઈ નવું શીખવાની ઈચ્છા વ્યક્ત કરે. આવા કર્મચારી ઉપર કંપનીની પણ ખાસ નજર જોવા મળે છે. વ્યક્તિ સતત શીખવાની ઈચ્છા ધરાવતો હોય તેને વ્યક્તિગત ફાયદો પણ થાય છે, સાથે સાથે તે કંપનીને પણ ફાયદો કરાવે છે. આમ તે વ્યક્તિની અલગ ઓળખ પણ નિર્માણ થાય છે. જીવનમાં નવું શીખવાની શરૂઆત કરતાં પહેલાં સકારાત્મક વિચારોને અપનાવવા જરૂરી છે. કોઈપણ વ્યક્તિ કે વિચારો પ્રત્યે કઠોર વલણ રાખવું અયોગ્ય ગણાય છે. 

પર્ફેક્શનિષ્ટ બનવાનો પ્રયત્ન કરો

કંપની નાની હોય કે મોટી હોય કુશળ કર્મચારી તેને જ કહેવાય જે કંપનીના રોજબરોજના કામની વ્યસ્તતામાં પણ કંઈ નવું નવું શીખવાનો પ્રયત્ન કરતો રહે. તેની આગવી ઓળખ બનાવવામાં સફળ બને છે. જીવનમાં સકારાત્મક રહેનારી વ્યક્તિને માટે કોઈ કામ અઘરું રહેતું નથી. તેમનું માનવું હોય છે કે જે કામ હાથમાં લીધું તેને સફળ રીતે કરવું તેમાં જ ખરી વ્યક્તિની પરીક્ષા છે. કંપનીની અનુભવી કે નવોદિત વ્યક્તિ તેને કંઈ શીખવવા કે સલાહ આપવા જાય તેની અવગણના કરવાને બદલે તેઓ તેમાંથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે. 

બૉસ સાથે વારંવાર સંવાદ

અનેક કર્મચારીનો સ્વભાવ એવો હોય છે કે કંપનીમાં જોડાયા હોય ત્યારથી તેઓ કંપનીમાં તેમની પ્રગતિ થયા કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. વળી જે કર્મચારી કંપનીમાં સમતોલ બનીને કામ કરી, કામની જવાબદારી ક્યારેક વધી જાય ત્યારે પણ ફરિયાદ કરવાને બદલે પોતાની ફરજ માનીને કામ કરવાનું પસંદ કરે તેમને કંપનીના ઉચ્ચ હોદ્ધો સંભાળતી વ્યક્તિઓ સમજદાર કર્મચારી ગણે છે. કર્મચારીની કંપની માટેની વફાદારી તથા જવાબદારી માટે તેમને માન થાય છે. 

શોર્ટકટ નહીં

એક જાણીતી કહેવત છે કે યોગ્ય માર્ગ ક્યારેય લોકપ્રિય હોતો નથી. લોકપ્રિય માર્ગ ક્યારેય યોગ્ય હોતો નથી. કંપનીમાં પણ આ કહેવત બંધબેસતી છે. આજે અનેક કંપનીમાં કામ કરતા કર્મચારીને માથે તલવાર લટકતી હોય છે. કામમાં થોડી પણ ભૂલ કે બેજવાબદારી થઈ કે તેમને કાઢી મૂકવામાં આવે છે. કર્મચારીની ફરજ બને છે કે પોતાના કામમાં વફાદારી અને નૈતિકતા દર્શાવે. 

ઉત્પાદનક્ષમતા વધારો

એક સપ્તાહમાં કર્મચારી ફક્ત ત્રણ દિવસ તેનું સંપૂર્ણ ધ્યાન રાખીને કામ કરે છે. આનો અર્થ એ થાય કે તે સપ્તાહના બીજા ત્રણ દિવસ તેની ઉત્પાદનક્ષમતા ઓછી હોય છે. તેથી કર્મચારીની ફરજ બને છે કે પોતાની છાપ સારી રાખવા માટે કામના કલાકો નહીં પણ તમારી કામ પ્રત્યેની ઉત્પાદનક્ષમતા વધે તેનો પ્રયત્ન કરવો જરૂરી છે. સહકર્મચારી સાથેના સંબંધો સહકારભર્યા રાખવાનો પ્રયત્ન કરો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment