Wednesday, 30 November 2016

[amdavadis4ever] સારા હોવા છતા ં તમારે સહન કર વું પડે છે? By Saurabh Shah

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સારા હોવા છતાં તમારે સહન કરવું પડે છે?
By SAURABH SHAH

સાચા અને સારા માણસો બોલવામાં બેદરકાર હોય, ક્યારેક ભડભડિયા હોય. માપીતોલીને બોલતાં એમને ભાગ્યે જ આવડતું હોય. ગમે ત્યાં, ગમે તેના મોઢે, કંઈપણ બોલી નાખે. ગમે તેવો વહેવાર કરી નાખે. કારણ કે તેઓને આટલાં વર્ષો પછી ગુમાન ચડી ગયું હોય કે અમે તો સારા છીએ, ક્યાં કોઈનું ખરાબ કરીએ છીએ. અમે તો સાચા છીએ, ક્યાં લોકોને ઊંધે રવાડે ચડાવીએ છીએ. આ ભાવ કયારે ગુમાનમાં પલટાઈ જાય છે એની એમને પોતાને પણ સરત રહેતી નથી. પછી ઊંધે માથે પછડાય છે તેઓ. પોતે આજુબાજુનું ધ્યાન રાખ્યા વિના પોતાનામાં જ મસ્ત બનીને ચાલતા હોય ત્યારે કોઈ એમના પગમાં આંટી ભરાવી દે છે અને તેઓ કોઈએ ખોદી રાખેલા ખાડામાં ગબડી પડે છે. ખાડો ખોદે તે પડે એવી કહેવત વારંવાર ખોટી પુરવાર થતી આવી છે તે આવા સાચા અને સારા માણસોની બેદરકારીને કારણે, એમની અસાવધતાને કારણે.
આવી માન્યતાને લીધે સારા લોકો વધારે વલ્નરેબલ બની જતા હોય છે. એમની અસાવધવૃત્તિને કારણે એમના પર પ્રહાર કરવાનું કામ આસાન બની જતું હોય છે. તેઓ બખ્તર પહેર્યા વિના રણમેદાનમાં નીકળી પડેલા યોધ્ધા જેવા હોય છે. ન એમની પાસે કોઈ સુરક્ષાક્વચ છે, ન અંગરક્ષક. તેઓ માનીને બેઠા હોય છે કે અમારી સચ્ચાઈ જ અમને બચાવી લેશે. હકીક્ત એ હોય છે કે એમની પાસેની સચ્ચાઈનું રક્ષણ કરવાની જરૂર હોય છે. એ સચ્ચાઈ પર કોઈ પ્રહાર ન કરી જાય, કોઈ એનું અપહરણ ન કરી જાય એ માટે એમણે પોતે એના અંગરક્ષક બનવાનું હોય છે. પણ બને છે ઊલટું જ. સાચો માણસ એમ માનીને જીવે છે કે આ સચ્ચાઈ મારું રક્ષણ કરશે. આવું માનીને એ પોતાની સચ્ચાઈની આસપાસ કાંટાની વાડ બનાવવાનું ભૂલી જાય છે, આ સચ્ચાઈને સુરક્ષા કવચ આપવાનું ભૂલી જાય છે જેના પરિણામે એણે બીજાઓના શસ્ત્રોનો, બીજાઓની યુદ્ધકળાનો ભોગ બનવું પડતું હોય છે.
આ દુનિયામાં ચેનથી જીવવા માટે માત્રા સાચા હોવું કે સારા હોવું પૂરતું નથી. તમારી એ સચ્ચાઈ અને સારપનું સંરક્ષણ કરી શકવાની તાકાત તમારામાં હોય તો જ તમે નિરાંતે જીવી શકો. એની રક્ષા કરવા માટે તમારે પણ નઠારા લોકો જેવી બાજનજર કેળવવી પડે. તમારે પણ ચતુર બનીને કોણ તમારી સાથે કેવો વહેવાર રાખે છે, શું કામ એવો વહેવાર રાખે છે એની ગણતરીઓમાં ઉતરવું પડે. નઠારા લોકોની માફક તમને પણ જરૂર પડયે કડક વર્તનનો દંડૂકો ચલાવતાં આવડવું જોઈએ. નઠારાઓની માફક તમારે પણ ગણતરીબાજ બનીને શતરંજની હવે પછીની ત્રણ ચાલ કોણ કેવી રીતે રમવાનું છે અને તે વખતે તમારી પાસે કયા કયા વિકલ્પો હશે એની કલ્પના કરવી પડે. તમારી નીતિમત્તા, તમારી પ્રમાણિક્તા અને તમારા સિદ્ધાંતોનો ભોગ આપ્યા વિના તમારે પણ આ દુનિયામાં મારે એની તલવાર ને જિસકી લાઠી ઉસકી ભેંસના નિયમો-રિવાજોને અનુસરવું પડે.
તમારી સારાઈ અને સચ્ચાઈને લઈને તમારે આ દુનિયામાં જ જીવવાનું છે, તમારે આ જ બધા લોકોની વચ્ચે રહેવાનું છે. આ બધું છોડીને હિમાલય ભેગા થઈ જવાનો વિકલ્પ હોય તો પણ તમારે એ લેવાનો નથી કારણ કે એ તો પલાયનવૃત્તિ થઈ. તમે કંઈ આ સંસાર છોડીને મહાવીર કે બુદ્ધ નથી થઈ જવાના. હિમાલય જઈને કે કોઈ આશ્રમમાં જઈને તમારે નવો સંસાર માંડવો પડશે. મહાવીર કે બુદ્ધ થવા જેટલું સત્વ હોત તો તો તમે ક્યારના આ બધું છોડીને એમના માર્ગે જતા રહ્યા હોત. પણ આ સંસારને વળગીને રહ્યા છો એનો અર્થ એ કે તમને એનું વળગણ છે અને કશું ખોટું નથી આ વળગણમાં અહીં રહીને તમારી સચ્ચાઈ અને સારાઈને જાળવી રાખવામાં જ ખરી બહાદુરી છે.

મેં કોઈનું બગાડયું નથી એટલે મારું કોઈ નહીં બગાડે એવી ભ્રમણામાંથી બહાર આવી જવાનું. આ દુનિયાના વહેવારો કંઈક જુદી જ ગણતરીથી ચાલતા હોય છે. તમે કોઈને સો રૂપિયા આપશો તો એ તમને દસ-દસની દસ નોટો આપશે જ એવી ખાતરી રાખીને વ્યવહારમાં નિશ્ચિત બની જશો તો પસ્તાશો. લોકો તમને ઓછી નોટો, ખોટી નોટો પધરાવીને છેતરી જતા હોય છે. અને અહીં વાત કરન્સી નોટની નથી કરી આપણે એટલું તો તમે સમજ્યા જ હશો.

પાન બનાર્સવાલા
હમકો ઉઠના તો મુંહ અંધેરે થા
લેકિન ઈક ખ્વાબ હમકો ઘેરે થા

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment