Tuesday, 29 November 2016

[amdavadis4ever] ના જાને કિતન ી હી અનકહી બ ાતેં સાથ લે જાઊંગા લોગ ઝૂ ઠ કહતે રહેંગ ે કિ ખાલી હાથ ગયા હૈ Dr. Sharad Thaker

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ના જાને કિતની હી અનકહી બાતેં સાથ લે જાઊંગા લોગ ઝૂઠ કહતે રહેંગે કિ ખાલી હાથ ગયા હૈ


'તમને પણ મળે.' મારો જવાબ હતો, 'જો તમે પણ મારી જેમ આંખ-કાન ખુલ્લાં રાખો તો.' પછી મેં એક અગત્યની વાત કરી, 'આ જગત ઘટનાઓથી ઊભરાય છે. તમને તો એ જ ઘટનાઓ વિશે જાણ છે જે મેં લખી છે, પણ વાસ્તવમાં મારા દરેક એપિસોડ પ્રગટ થયા પછી એને જ લગતી બીજી ઘણી બધી ઘટનાઓ બનતી રહી છે, જે મેં ક્યારેય લખી નથી. એ બધી જો લખવા બેસું તો કવિ મનોજ ખંડેરિયા કહી ગયા છે તેમ વરસોનાં વરસ લાગે.' પણ પછી જ્યારે ઓડિયન્સમાંથી બહુ આગ્રહ થયો કે એવી એકાદ ઘટના હું કહી સંભળાવું ત્યારે મને એક રોમાંચક કિસ્સો યાદ આવ્યો. ઘટના લખાયા પછી શું બન્યું એ કહેતાં પહેલાં મૂળ ઘટના વિષે જાણવું જરૂરી છે. લગભગ 1998-99નાં વર્ષો હતાં. એક શનિવારે મારા પર ફોન આવ્યો, 'હું ડૉ. પી.સી. શેઠ બોલું છું. આઇ એમ એ રિટાયર્ડ સર્જન. મારી ઉંમર 88 વર્ષની છે. મારે તમને મળવું છે. મને સમય આપો ત્યારે.'

મારી સામે બેઠેલા અઠ્યાસી વર્ષના સર્જન ડો. શેઠ મને કહી રહ્યા હતા, 'ડો. પટેલનું એક ફાર્મહાઉસ હતું. અમદાવાદથી એના શહેર તરફ જતાં હાઇ-વે પર કરોડોની કિંમતનું એ ફાર્મહાઉસ ડો. પટેલ અને ડો. બિંદુના ગુપ્ત સંસારનું સાક્ષીસ્થાન હતું. દર શનિવારે અમે ત્રણ મિત્રો પણ કારમાં બેસીને ત્યાં પહોંચી જતા હતા. ડો. પટેલ બાદશાહી ઠાઠમાઠથી મહેફિલ જમાવતા હતા. તમામ સુવિધાઓથી સભર ફાર્મહાઉસના એક રૂમમાં શરાબનો દોર ચાલુ થાય. વિશ્વનો મોંઘામાં મોંઘો સ્કોચ. કટ ગ્લાસના જામ. બરફનાં ચોસલાં અને દરેકના ગ્લાસમાં માપસરનો શરાબ રેડીને પેગ બનાવી આપતી સાકીના રૂપમાં ડો. બિંદુ. સાથે ડ્રાયફ્રૂટ્સનું મંચિંગ. મને બરાબર યાદ છે, બિંદુ પણ અમારી સાથે પીવા માટે બેસતી હતી.'

'ડો. પટેલે તમને બિંદુનો પરિચય બહેન તરીકે આપ્યો હતો?', 'ના, પ્રેમિકા તરીકે. ત્યારનો માહોલ જ એવો રહેતો હતો કે કોઈ અજાણ્યા માણસને પણ બંનેના સંબંધો સમજાઈ જાય. બિંદુ અર્ધપારદર્શક નાઇટી પહેરીને ડો. પટેલને વળગીને બેસી જતી હતી. વસ્ત્રની આરપાર દેખાતા એના દેહના વળાંકો અને ઉભારો અમને પણ વિચલિત કરી મૂકતા હતા. લગભગ બાર વાગ્યે મહેફિલ પૂરી થાય. પછી અમે ડિનર લઈએ. કિચનમાં તમામ સુવિધાઓ હતી. બિંદુના હાથની સ્વાદિષ્ટ વાનગીઓ જમીને અમે બેડરૂમ તરફ ચાલતા થઈએ. ડો. પટેલ પણ બિંદુની સિલ્કી કમર ફરતે હાથ વીંટાળીને એમના શયનખંડમાં ઓગળી જાય. આ સિલસિલો અમે વર્ષો સુધી માણતા રહ્યા. દોઢ દિવસનું દામ્પત્ય માણીને સોમવારે સવારે ડો. પટેલ અને બિંદુ પાછાં હોસ્પિટલમાં હાજર થઈ જાય. ફરીથી બધું રાબેતા મુજબ ચાલવા લાગે.'

'વાર્તા હવે આવે છે.' ડો. શેઠ ગંભીર બની ગયા, 'એક દિવસ ડો. પટેલને જોરદાર હાર્ટએટેક આવ્યો. ઊંઘતી હાલતમાં જ ઊકલી ગયા. પોતાની પાછળ એ એટલી બધી મિલકત અને રોકડ મૂકી ગયા હતા કે એમના પરિવારને ખાસ વાંધો ન આવ્યો, પણ દયનીય હાલત ડો. બિંદુની થઈ ગઈ. હોસ્પિટલ બંધ થઈ ગઈ. બિંદુ ક્યાં જાય? વીસ વર્ષની નોકરી પછી એનામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની હિંમત બચી ન હતી અને શરીરનું રેશમ પણ ઘસાઈને ગૂણપાટ બની ગયું હતું. રસિલાએ એને મકાનમાંથી ચાલ્યા જવાનું અલ્ટિમેટમ આપી દીધું. એ પછી બિંદુનું શું થયું કોઈ જાણતું નથી. વાર્તાનું ખરું તત્ત્વ, ખરી શાશ્વતી આ છે કે કાયદેસરની વિધવાને તો બધું જ મળી જાય છે. પતિની કમાણી, ચલ-અચલ સંપત્તિ, બાળકો, સમાજની સહાનુભૂતિ એ બધું! પણ પ્રેમીની વિધવાને શું મળે છે? એ બાપડી કોઈના દેખતા ખૂલીને રડી પણ શકતી નથી.'

'તો શું થઈ ગયું? બાકીનું બધું તો ઠીક છે, પણ તમે મારું જે વર્ણન કર્યું છે એમાં તમે પકડાઈ ગયા! મારી નાઇટીના કલર સહિતનું તમારું વર્ણન યથાતથ છે. હું અત્યારે સાવ નાનકડા ગામમાં જિંદગીનાં શેષ વર્ષો કાઢી રહી છું. છૂટાછવાયા દર્દીઓ તપાસીને ઘરખર્ચ મેળવી લઉં છું. મને કોઈ જ વસવસો નથી. ડો. પટેલ સાથે માણેલા બે દાયકાની એ માઝમ રાતોએ મને ભરપૂર સંતોષ આપી દીધો છે, પણ મારે તમને એક સવાલ પૂછવો છે. અમારી એ અઠવાડિક મધ્યરાત્રિઓની માહિતી તમને કોણે આપી છે?', 'એ હું તમને નહીં કહું. તમે સમજી જાવને!', 'હું એટલું તો સમજી શકું છું કે આટલી ઝીણી-ઝીણી વિગત માત્ર એ જ વ્યક્તિ આપી શકે જે એ મહેફિલમાં હાજર રહી હોય.''હં...' હું મીંઢો બની ગયો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment