Tuesday, 29 November 2016

[amdavadis4ever] અજાણ્યા સાથે સં વાદ સાધવાની કળા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અંગ્રેજીમાં એક કહેવત છે 'ફસ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન' આ વાત સાચી છે. પહેલી વખત વાતચીત કરતા સમયે જે છાપ પડે તે હંમેશાં મગજમાં ફીટ બેસી જતી હોય છે. પ્રથમ વખત મળતી વખતે જો વ્યક્તિ સાથે માન અને આદરથી વાત થાય તો સામે વાળાની નજરમાં એક સજ્જન વ્યક્તિ તરીકે ઈમેજ બનતી હોય છે, પરંતુ જો પહેલી વખતની વાતચીતમાં અરે, તુરે અને તોછડાઈથી વાત કરાય તો સામેવાળાની નજરમાં ઈમેજ ખરાબ બને છેે. દુનિયામાં બધાનો સ્વભાવ અલગ અલગ હોય છે. કોઈનો સ્વભાવ હસમુખો, બોલકણો અને બધામાં હળીમળી જાય એવો હોય છે તો કોઈ શાંત સ્વભાવના ઓછું બોલનારા હોય છે.તેથી જ્યારે કોઈ અજાણી વ્યક્તિને મળીએ તો કેવી રીતે સંવાદ સાધવો એ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જેને પહેલી વાર મળીએ તેના વિશે અનુમાન લગાડવું ઘણું મુશ્કેલ હોય છે કે સામેવાળી વ્યક્તિને બોલવા જોઈએ છે કે ઓછું બોલવા જોઈએ છે. તેથી કોઈ અજાણી વ્યક્તિ સાથે સંવાદ સાધતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું, જેમ કે

ૄ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં પ્રાથમિક ઓળખ કરી સમય અનુસાર ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન કહેવું. આ શબ્દો એક રીતે વાતચીતની શરૂઆતનું પ્રથમ ચરણ ગણાય છે.

ૄ જો સામેવાળી વ્યક્તિનું નામ ખબર ન હોય તો સૌપ્રથમ નામ પૂછી લેવું. કારણ વગર કોઈને પણ નામથી સંબોધન કરવું નહીં. આમ કરવાથી સામેવાળાની નજરમાં ઈમેજ ખરાબ થાય છે અને ગેરસમજણ પણ નિર્માણ થવાની શક્યતા હોય છે. તેમાં પણ સામેની વ્યક્તિ નાની હોય કે મોટી તેમની સાથે માનપૂર્વક વાત કરવી.

ૄ વાતચીત કરતાં સમયે ખોટું બોલવું નહીં. જો સામેવાળી વ્યક્તિને પર્સનલ ડિટેલ જેમ કે, મોબાઈલ નંબર, ઘરનું સરનામું, ઈમેઇલ આઈડી જેવી જાણકારી આપવાની ઈચ્છા ન હોય તો સ્પષ્ટ ના પાડવી. વાતને ગોળ ગોળ ન ફેરવવી. ક્યારે પણ સામે ચઢીને પોતાનું ઈમેઇલ આઈડી આપવું નહીં. તેનો ઘણી વખત ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી શકે છે.

ૄ જો સ્વભાવ બોલકણો હોય તોય પહેલી મુલાકાતમાં સામેવાળી વ્યક્તિને પણ બોલવાની તક આપવી જોઈએ. ફક્ત એકલાએ સતત બોલવું નહીં. વાતની શરૂઆત હંમેશાં સામાન્ય વિષય કે કરન્ટ ટોપિકથી કરવી. 

ૄ વાતચીત વખતે સામેવાળી વ્યક્તિને માનથી બોલાવવી અને વગર કોઈ કારણે કોઈની સાથે સંબંધો બાંધવા નહી.ં

ૄ પદાધિકારી સાથે વાતચીત કરતાં તેમને તેમના પદથી સંબોધીને વાતચીતની શરૂઆત કરી શકો છો, જેમ કે ડૉકટર, શિક્ષક, વકીલ વગેરે કહીને વાતચીતની શરૂઆત કરવી. જેને કારણે બે જણા વચ્ચે વાતચીત યોગ્ય રીતે શરૂ થઈ શકે છે.

યુવાનોએ આજકાલ જ્યારે નવી નોકરી પર જાય અથવા કોઈ નવી વ્યક્તિને મળે તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી પહેલી વારમાં તેમની ઈમેજ સારી પડે અને ઑફિસમાં કે સમાજમાં લોકો સાથે તેમનો હેલ્ધી સંવાદ થઈ શકે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment