Tuesday 29 November 2016

[amdavadis4ever] ડિમૉનેટાઇઝ ેશનના ડૅડી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડિમૉનેટાઇઝેશનના ડૅડી

કવર સ્ટોરી - હેમંત વૈદ્ય

'આ ચલણી નોટોનું ઉઊખઘગઊઝઈંણઅઝઈંઘગ (વિમુદ્રીકરણ) નહીં પણ ઈઘખઙછઊજજઈંઘગ (માત્રામાં ઘટાડો) છે. ૫૦ રૂપિયાના મૂલ્યની નોટ જ સૌથી ઊંચા મૂલ્યની હોવી જોઈએ એ હદે ચલણી નોટોની માત્રામાં ઘટાડો કરવા વિષે અમે દરખાસ્ત રજૂ કરી છે.' આપણા દેશના આર્થિક વ્યવહારની કાયાપલટ કરી શકવાની ક્ષમતા ધરાવતા અને દેશ આખાને ચોંકાવી દેનારી વિમુદ્રીકરણની વિચારધારાના પ્રણેતા અનિલ બોકિલના આ શબ્દો છે. પુણેની અર્થક્રાંતિ નામની સંસ્થા સાથે સંકળાયેલા અનિલભાઉ તેમની સંસ્થાએ કાળું નાણું અને નકલી નોટોના દૂષણને ડામવા નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરેલી ઉપાયયોજનાને પગલે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરીને સરકારે જે પગલું ભર્યું છે એ વિષે રાજીપો વ્યક્ત કરે છે.

પંચાવન વર્ષના અનિલ ભાઉનો શારીરિક બાંધો એકવડિયો છે, પણ માનસિક બાંધો એકદમ સશક્ત છે, નવી વિચારધારાને સમજનારો અને એને અનુસરવાને પ્રાધાન્ય આપનારો છે. તાજેતરમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ કરવાના લેવાયેલા નિર્ણય વિષે તેમની લાક્ષણિક શૈલીમાં અભિપ્રાય વ્યક્ત કરતા તેઓ કહે છે, 'દરદીને એનેસ્થેસિયા આપ્યા વિના કરવામાં આવેલી આ સર્જરી (વાઢકાપ) છે.' આ એક વિધાન પરથી જ અચાનક રદ થયેલી નોટોને પગલે જનતા જે પીડા ભોગવી રહી છે એનો ખ્યાલ આવી જાય છે. તબીબી વિજ્ઞાન અનુસાર એનેસ્થેસિયા આપવાથી દરદીનું જે તે અંગ ખોટું પડી જાય છે અને પરિણામે સર્જરી વખતે તેને કોઈ પણ પ્રકારની પીડા નથી થતી. પણ જો એનેસ્થેસિયા આપ્યા વિના વાઢકાપ કરવામાં આવે તો પીડા તો થાય જ. પોતાની રજૂઆત વિષે વિસ્તારપૂર્વક બોલતા તેઓ આગળ જણાવે છે કે 'અમે ચલણી નોટોની માત્રા એ હદે ઘટાડવાની દરખાસ્ત કરી છે જેને પગલે વ્યવહારમાં ૫૦ રૂપિયાની નોટ જ સૌથી ઊંચા મૂલ્યની નોટ રહે, એ સિવાયની બધી નોટોની બાદબાકી થઇ જાય. આપણા દેશની ૭૦ ટકા જનતાનો માથાદીઠ ગુજારો માસિક આવક ૪૦૦૦ રૂપિયામાં થઇ જાય છે એવી પરિસ્થિતિમાં ૧૦૦ રૂપિયાથી ઊંચા મૂલ્યની નોટની જરૂર જ શું છે? આપણા અર્થતંત્રને સમૂળગું કૅશલેસ બનાવી દેવાની જરૂર નથી. અમુક ચલણી નોટો વ્યવહારમાં રહે એ જરૂરી છે, પણ એ નોટ ૫૦ રૂપિયાથી વધુ મૂલ્યની ન હોવી જોઈએ.'

સામાન્ય જનતાને ક્રાંતિકારી લાગે એવા વિચારો ધરાવતા અનિલભાઉ મિકેનિકલ એન્જિનિયર છે. તેમની કારકિર્દીમાં વૈવિધ્ય છે. તેમણે નોકરી કરી, પછી લોકોને નોકરીએ લગાડવાનું કામ કર્યું, ત્યાર બાદ સ્વતંત્ર વ્યવસાય કર્યો અને પછી અર્થશાસ્ત્રના અભ્યાસુ બની એ ક્ષેત્રમાં ખેડાણ કર્યું. દરેક કામ પોતાની આગવી શૈલીમાં કર્યું અને પોતાની એક અલગ છાપ છોડી. આ વર્ષે પાણીની તીવ્ર અછતને કારણે મીડિયામાં ખાસ્સા ગાજેલા મરાઠવાડા વિસ્તારના લાતુર શહેરના અપરિણીત બોકિલે ૨૦૦૪માં તેમની સંસ્થા અર્થક્રાંતિ રજિસ્ટર કરી હતી, પણ એના નવતર વિચારોના બીજ તો ૧૯૯૯માં જ રોપાઈ ગયા હતા. એ વર્ષે તેમણે હાથ પર લીધેલો એક ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ પડતો મૂકી દીધો. તેમને કંઇક અલગ પ્રકારનું કામ કરવું હતું. એવું કામ જેનાથી દેશની સમગ્ર જનતાને લાભ થાય. તેમણે એક ટીમ તૈયાર કરી. એવા લોકોનો સાથ લીધો જેમની સાથે વૈચારિક સામ્ય હોય. લોકો એકઠા કરતાં વાર લાગી, પણ ધીરે ધીરે એવા લોકો મળતા ગયા અને તેમની સાથે જોડાતા ગયા. અર્થશાસ્ત્રમાં અનિલભાઉનો રસ વધતો ચાલ્યો અને નવી વિચારધારા વિકસવા લાગી. પોતાની ઝુંબેશ વિશે બોલતા તેઓ કહે છે, 'આ અમારી બધાની ૧૬ વર્ષની મહેનત છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે આપણા દેશની પ્રજાના જનજીવને જ અમને બધાને આર્થિક ક્રાંતિના રસ્તે દોર્યા છે. મારા એકલાનું યોગદાન નથી. શરૂઆત થઇ છે. સમય જ કહેશે કે જે દિશા પકડી છે એ યોગ્ય છે કે નહીં.'

એવું કહેવાય છે કે અનિલભાઉ અઢી ત્રણ વર્ષ પહેલા રાહુલ ગાંધીને મળ્યા હતા. જોકે, રાહુલ ગાંધી અને તેમની ટીમે તેમને ધ્યાનથી સાંભળ્યા નહીં અને ગંભીરતાથી લીધા નહીં. એ જ ભાઉ આઠમી નવેમ્બર પછી સ્ટાર બની ગયા. ૨૦૧૩માં ભાજપે મોદીને વડા પ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા પછી બોકિલ પોતાના કેટલાક સાથીઓને લઇને અમદાવાદ ગયા અને મોદી સમક્ષ પોતાની સંસ્થાની દરખાસ્તો રજૂ કરી. મજાની વાત તો એ છે કે ગુજરાતના મુખ્ય પ્રધાનના કાર્યાલયે તેમને માત્ર ૧૦ મિનિટનો જ સમય આપ્યો. એ સમય યાદ કરીને અનિલભાઉ જણાવે છે કે 'મેં મારી રજૂઆત પૂરી કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મોદીએ મારી વાત ૯૦ મિનિટ સાંભળી હતી. જોકે, મારી રજૂઆત થઇ ગયા પછી તેઓ એક અક્ષર બોલ્યા નહીં.' મોદી ભલે ત્યારે કંઇ ન બોલ્યા, પણ એ રજૂઆતે તેમના મનનો કબજો લઇ લીધો હતો. ત્યાર બાદ ૨૦૧૪માં અને પછી ૨૦૧૫માં તેમની મોદી સાથે મીટિંગો થઇ. આ વર્ષે પણ મોદી તેમના ફાઇનેન્શિયલ સેક્રેટરી હસમુખ અઢિયાની સાથે તેમને મળ્યા હતા. આ ઉપરાંત ભાઉ નીતિન ગડકરીને સુધ્ધાં મળ્યા હતા અને 'નો ટૅક્સેશન' (કર વિનાનું માળખું)ની દરખાસ્તો રજૂ કરી હતી.

પોતાની યોજના વિશે બોલતા અનિલભાઉ કહે છે, 'અમારી દરખાસ્તનો પહેલો મુદ્દો છે કસ્ટમ્સ અને ઇમ્પોર્ટ ડ્યુટી સિવાયની અત્યારની કર પદ્ધતિને સંપૂર્ણપણે નાબૂદ કરવી. બીજો મુદ્દો છે બૅન્કના માધ્યમ દ્વારા થતી લેવડદેવડ પર ટ્રાન્ઝેક્શન ટૅક્સ લગાડવો. આ ટૅક્સ કેવળ પૈસા મેળવતી પાર્ટીને જ લાગુ કરવામાં આવે અને ઍટ સોર્સ એટલે કે લેવડદેવડ વખતે જ લાગુ થઇ જાય. ત્રીજો પૉઇન્ટ એ છે કે રોકડિયા વ્યવહારમાં કોઇ કરતા કોઇ જાતનો કર નહીં લગાડવો. ચોથો મુદ્દો છે ઊંચા મૂલ્યની ચલણી નોટો વ્યવહારમાંથી દૂર કરવી. જોકે, મોદીએ ચોથો મુદ્દો સૌપ્રથમ અમલમાં મૂક્યો. એમને કદાચ એ યોગ્ય લાગ્યું હશે. સાચું કહું તો કોઇ રાજકારણી અમારી વાત સાંભળીને એને અમલમાં મૂકશે એવું તો અમે સ્વપ્નેય નહોતું વિચાર્યું. અમને એ વાતનો હર્ષ છે કે મોદીએ અમને ખોટા પાડ્યા.' મોદીના આ ઐતિહાસિક નિર્ણય વિશે વિરોધાભાસી પ્રતિક્રિયાઓ જન્મી છે, પણ દેશની જનતા મુશ્કેલી વેઠ્યા પછી પણ તેમને ટેકો આપે છે એ વાત મહત્ત્વની છે. અનિલભાઉ જે રીતે પ્રસ્તાવનું અમલીકરણ થયું એનાથી પૂર્ણપણે ખુશ નથી, પણ લાંબે ગાળે લોકોને આનાં મીઠાં ફળ ખાવા મળશે એવું એમનું માનવું છે. એમણે તો એ હદ સુધી દાવો કર્યો છે કે અત્યારે એંસી હજાર રૂપિયામાં મળતી બાઇક પંદર હજારમાં મળવા લાગશે. ૭૦ રૂપિયાના પેટ્રોલનો ભાવ ૨૫ રૂપિયા થઇ જશે વગેરે વગેરે અને હા, લોકોની ખરીદશક્તિ વધશે. અત્યારે તો આ વાતો સાંભળવામાં હવાઇ કિલ્લા જેવી લાગે છે, પણ રાહ જોઇએ. સમય બડા બલવાન હૈ.

-------------------------------

અનિલભાઉના પાંચ મુદ્દા

કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમ જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા સર્વ પ્રકારના સીધા કે આડકતરા વેરા રદ કરવા.

આ કરની જગ્યાએ બૅન્ક ટ્રાન્ઝેક્શન ટૅક્સ લાગુ કરવો. પૈસા સ્વીકારતી પાર્ટીના ખાતામાંથી બે ટકા કાપી લેવા. એમાંથી ૦.૭ ટકા ગામ કે શહેરને મળે, ૦.૬ ટકા રાજ્ય સરકારને ફાળે જાય, ૦.૩૫ ટકા કેન્દ્ર સરકારને અને ૦.૩૫ ટકા બૅન્કને મળે. ઉદાહરણ તરીકે જો કોઇ ખાતામાંથી બીજા ખાતામાં એક લાખ રૂપિયા જમા થાય તો રકમ સ્વીકારનાર ખાતેદારના ખાતામાંથી બે હજાર રૂપિયા કપાઇ જાય. એમાંથી ૭૦૦ રૂપિયા ગામ કે શહેરને, ૬૦૦ રૂપિયા રાજ્ય સરકારને, ૩૫૦ રૂપિયા કેન્દ્ર સરકારને અને ૩૫૦ રૂપિયા બૅન્કને મળે.

રોકડાના વ્યવહારમાં (બૅન્કમાંથી પૈસા ઉપાડતી વખતે) કોઇ ટૅક્સ નહીં.

૫૦ રૂપિયાથી ઊંચા મૂલ્યની ચલણી નોટો રદ કરવી.

રોકડામાં વ્યવહાર ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમનો ન થાય એ માટે સરકારે કાયદાકીય જોગવાઇ કરવી.

આ પાંચેય મુદ્દાનો અમલ એક સાથે થાય એ હિતમાં છે એવું અનિલભાઉનું માનવું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment