Monday, 26 September 2016

[amdavadis4ever] માય ફર્સ્ટ ગ ોડ મધર એન્ડ ફ ાધર....... ન મ્રવાણી - રાષ ્ટ્રસંત પૂજ્ ય ગુરુદેવ * શ ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જે 'મા' સંતાનને સમય આપે છે, તે 'મા' ને સંતાન સન્માન આપે છે. જે 'પિતા' બાળકને પ્રેમ આપે છે, એ 'બાળક' પિતાની પ્રતીક્ષા કરે છે.

દરેક માતા-પિતાના અરમાન હોય છે કે એમનાં સંતાનો એમની આમન્યા રાખે, એમને રિસ્પેકટ આપે, એમને પૂજનીય અને વંદનીય ગણે.

પૂજનીય અને વંદનીય કોણ હોય ? પૂજનીય અને વંદનીય એ જ હોય, જેમને જોતાવેેંત જ હાથ જોડાઈ જાય અને મસ્તક ઝૂકી જાય! પૂજનીય અને વંદનીય એ હોય, જેમને જોતાં જ મન પ્રસન્ન થઈ જાય અને અંતરમાં અહોભાવ પ્રગટવા લાગે! પૂજનીય અને વંદનીય હોય પરમાત્મા, સત્પુરુષ અને સદ્ગુરુ... જેમના દર્શન માત્રથી પાંપણ ઢળી જાય અને મસ્તક ઝૂકી જાય.

જે માતા-પિતામાં પરમાત્મા જેવા ગુણો હોય, ભગવાન જેવી સમતા હોય, જેમના ચહેરા પર સદાય ભગવાન જેવી સ્માઈલ અને ભગવાન જેવી પ્રસન્નતા હોય, તે માતા- પિતા તેમનાં સંતાન માટે પૂજનીય હોય, વંદનીય હોય, આદરણીય હોય, અને એમના માટે ફર્સ્ટ ગોડ મધર એન્ડ ફાધર હોય. વર્તમાન યુગમાં ઘરઘરમાં માતા-પિતા અને સંતાનો વચ્ચે મનભેદ, મતભેદ,વિચારભેદ અને સમજભેદની જે સમસ્યા છે એને દુનિયા જનરેશન ગેપનું નામ આપે છે પણ જે પેરેન્ટસ્ને બાળક સાથે બાળક અને યુવા સંતાનો સાથે મિત્ર બનતાં આવડી જાય છે, તેમને ક્યારેય જનરેશનગેપની સમસ્યા નડતી જ નથી.

જ્યાં સમજ હોય છે ત્યાં સ્વીકાર હોય છે. જ્યાં રોલ અને રિયાલીટીનું રિયલાઈઝેશન હોય ત્યાં કોઈ જાતનું ક્ધફયુઝન ન હોય.

જો પિતા, પિતાના રોલમાં આવી જાય તો સંતાન સંતાનના રોલમાં આવી જ જાય. જે ઘરમાં ફાધર અને મધર ફર્સ્ટ ગોડ તરીકે પૂજનીય અને વંદનીય હોય તે ઘર મંદિર સમાન હોય છે. જો ઘરમાં મંદિર જેવી ફીલિંગ્સ ન આવતી હોય તો સમજી લેવાનું પેરેન્ટસ્માં ભગવાન જેવી કવોલિટીઝ નથી. જો માતા-પિતાએ ભગવાન જેવી કવોલિટીઝ લાવવી હોય તો એમને સંતાનોની ભૂલને ભૂલતાં આવડવું જાઈએ. જેને ભૂલને ભૂલતાં આવડે છે તે ભગવાન છે.

એક પણ ભગવાનનું સ્થાન એવું જોયું છે જ્યાં ભૂલ કરીને આવેલી વ્યક્તિ માટે 'નો એન્ટ્રી' હોય!! ભગવાન એ જ હોય જે તમારી ભૂલને ભૂલીને પણ તમારો સ્વીકાર કરે. પેરેન્ટસે યાદ રાખવું જાઈએ કે તેઓ પણ અનેક ભૂલો કરીને જ વડીલ બન્યાં છે. સંતાનોની ભૂલનો અસ્વીકાર એ અનુભવીની ભૂલ કહેવાય કે નહીં? જો અનુભવી ભૂલ કરે તો બીન અનુભવીથી તો ભૂલ થાય જ ને?? 

ભૂલને માફ નહીં, હૃદયથી સાફ કરવી જાઈએ, પણ થાય છે શું?

માતા-પિતા સંતાનને જેટલાં યાદ કરે છે એનાથી વધારે એની ફરિયાદ કરતાં હોય છે. માતા- પિતાને જો મૌન રહેતાં આવડે તો સંતાનોને માન આપતાં આવડે. બીજી વાત, માતા- પિતાએ પોતાના વિચારોનો આગ્રહ છોડી દેવો જાઈએ. સમય, સંજોગો અને સ્થિતિ પ્રમાણે જેમ તમારા વિચારો, તમારી લાઈફ સ્ટાઈલ બદલાણા તેમ તમારાં સંતાનોના વિચારો અને લાઈફ સ્ટાઈલ એમના સમય અનુસાર અને સંજોગો અનુસાર બદલાય ને!! તમારો સમય અલગ હતો, એમનો સમય અલગ છે.

જે માતા-પિતાને સમયને ઓળખતાં અને સમયજ્ઞ બનતાં આવડે છે તે માતા-પિતા પૂજનીય અને વંદનીય બની જાય છે. જયારે માતા-પિતા સંતાનોને સમજે છે, ત્યારે સંતાનો માતા-પિતાનું સાંભળે છે. ઘરમાં, પરિવારના સાથે ફોટોગ્રાફની ફ્રેમ હોવી જોઈએ કે એકબીેજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ? ફોટામાં એકબીજાની જેટલાં નજીક હોય એટલાં રિયલમાં એકબીજાની નજીક હોય?? તો શું કરવાનું? મારે ફ્રેમમાં પ્રેમ નથી બતાવવો, મારે પ્રેમની ફ્રેમ બનાવવી છે. પ્રેમની ફ્રેમ કયારે બને? જ્યારે પ્રેમની અભિવ્યકિત થાય! પ્રેમની અભિવ્યકિતનું શ્રેષ્ઠ માધ્યમ છે પ્રશંસા!

જ્યાં એકબીજાની પ્રશંસા થતી હોય ત્યાં હંમેશાં પ્રસન્નતા હોય. 

ભૂલ થાય ત્યારે ગુસ્સે થવાવાળા ઘણા હોય, પણ સંતાનના ગુણ જાઈને, એનું સારું કાર્ય જોઈને એના વખાણ કરવાવાળા, એને શાબાશી આપી, પ્રોત્સાહિત કરવાવાળા બહુ ઓછા હોય, અને ત્યારે જ સંતાનોના મુખમાંથી શબ્દો નીકળે, મમ્મીને તો મારી કાંઈ પડી જ નથી, પપ્પાને તો મારી સામે જોવાનો સમય જ નથી!! કોઈના વખાણ કરવામાં, કોઈની કદર કરનામાં નડે છે ઈગો! કોઈની પ્રશંસા કરવામાં વચ્ચે આવે છે અહમ્! અમે મોટા છીએ એનો અહમ્! 

નાનાની પાસે જે દિવસે તમે નાના થાવ છો, તે દિવસે તમે મોટા થઈ જાવ છો. જે દિવસે તમે મોટા બનવા જાવ છો, તે દિવસે તમે નાનાની પાસે ખોટા થઈ જાવ છો. જે નાના થઈ જાય છે તેને ઓટોમેટિક મોટા તરીકેનું માન અને સન્માન બંને મળે છે. પણ દરેક માતા-પિતાને થાય છે કે, અમે મોટા છીએ, અમે વધારે દિવાળી જોઈ છે, અમારામાં વધારે અક્કલ છે, અમારામાં વધારે અનુભવ છે અને આ જ કારણે માતા-પિતા સંતાનોની ભાવનાને સમજી શકતા નથી એમના સજેશન્સને સ્વીકારી શકતાં નથી અને રાગ-દ્વેષ વધે છે, બંને વચ્ચેના અંતર વધે છે. સંતાનોનો માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, વિનય, આદર આદિ ઘટવા લાગે છે. ક્યારેક સંતાનો પણ સાચા હોય શકે. એમના સજેશન્સ પણ સારા હોય શકે. એટલે પરિવર્તન જેટલું સંતાનોમાં લાવવાની જરૂર છે એટલું જ માતા-પિતામાં લાવવાની જરૂર છે. 

પરમાત્માની જેમ પૂજનીય બનવું હોય તો પહેલાં પરમાત્મા જેવા બનવું જાઈએ. વિનયની અપેક્ષા હોય તો વાત્સલ્ય વરસાવવું જાઈએ. સન્માનનીય બનવું હોય તો સ્વીકાર કરતાં આવડવું જાઈએ. વંદનીય બનવું હોય તો વૃત્તિને કંટ્રોલ કરતાં આવડવું જોઈએ. પૂજનીય બનવું હોય તો પ્રેમની ગંગા વહાવતા આવડવું જોઈએ. સંતાનોને દોષ દેતાં પહેલાં 'સ્વદોષ' ને જોવા જોઈએ, સંતાનોને સુધારતાં પહેલાં 'સ્વયં' એ સુધરવું જોઈએ, તો જ પૂજનીય અને વંદનીય બનાય.

સંતાનો પર ગુસ્સો કરવા કરતાં એમને પ્રેમથી પોઝિટિવ સજેશન આપો, તો સંતાનો પણ તમને ઈગ્નોર નહીં કરે, ઈન્વોલ કરશે. સંતાનોને ભૂલો બતાવવા કરતાં, સ્નેહથી સમજ આપો, તો સંતાનો પણ તમારી વાતનો સ્વીકાર કરશે, તમને સન્માન આપશે. જે માતા-પિતાની આંખોમાં પ્રેમની, વાત્સલ્યની ભિનાશ હોય છે એ સંતાનોમાં હૃદયમાં માતા-પિતા ભગવાન હોય છે. જે માતા- પિતાના હૈયામાં સંતાનોનું હિત હોય છે, એ સંતાનોના હાથ સદાય નમ્રતાપૂર્વક જોડાયેલાં હોય છે. માતા-પિતા અને સંતોનો વચ્ચેના સ્નેહ સંબંધમાં પડતી તિરાડ માટે સંતાનો પણ એટલા જ જવાબદાર છે. 

આજકાલનાં સંતાનો પણ માતા-પિતાના ઉપકારને ભૂલી ગયા છે અને માટે જ એમનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, અનાદર કરે છે. એ ભૂલી ગયાં છે આજે એ જે સ્થાન પર છે તે સ્થાન સુધી લઈ જવામાં માતા-પિતાનો કેટલો ભોગ છે! આજે એ જે છે તે એમની દેન છે, દાન છે કે વરદાન છે? 

યાદ કરો... નવ-નવ મહિના સુધી તમને ગર્ભમાં રાખ્યાં, જન્મ પછી પણ તમારા સુખ માટે પોતાના સુખનું બલિદાન આપ્યું, તમારી ખુશી માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ ર્ક્યોે, તમારી સંભાળ માટે પોતાના સમયનો ભોગ આપ્યો, તમારા ભવિષ્યને ભવ્ય બનાવવા માટે પોતાની ભાવનાઓને ભૂલી ગયાં, તમારી અનુકૂળતા માટે પોતે પ્રતિકૂળતાઓને સ્વીકારી, રાત-રાત ભર જાગ્યા અને તમને ચેનથી સૂવરાવ્યાં, પોતાના શોખને છોડીને તમારી ઈચ્છાઓને પૂરી કરી... અને આજે... આજે એ બધું જ ભૂલાઈ ગયું!!

તમને તકલીફ પડી, મુશ્કેલી આવી, બીમાર પડ્યાં ત્યારે પહેલાં કોણ આવ્યું? ભગવાન કે માતા-પિતા ?? તો પછી માતા-પિતા તમારા ફર્સ્ટ ગોડ થયાં કે નહીં? 

માનો કે, જન્મતાંની સાથે જ તમને તરછોડી દીધાં હોત તો?? તમને અનાથાશ્રમમાં મૂકી આવ્યા હોત તો?? માની મમતા અને પિતાના વાત્સલ્ય વિનાનો તમારો ઉછેર કેવો હોત?? ક્યાંથી હોત આ શરીર સૌૈંદર્ય, આ એજયુકેશન, આ સ્ટેટસ, આ સુખ, સુખનાં સાધનો અને બધાં જ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ?? અને બદલામાં તમે શું આપી રહ્યાં છો?? એમના દિલને વેદના?? અપમાન ભર્યા શબ્દો?? તિરસ્કાર ભયુર્ર્ં વર્તન?? અવહેલના?? અયોગ્ય વ્યવહાર?? 

ભૂલાય ગયો છે એ ઉપકાર... ભૂલાય ગયું છે એ ઋણ... ભૂલાય ગયું છે એ અમૂલ્ય મમતાનું પાન... ભૂલાઈ ગઈ છે એ મમતાની મલમલી ગોદ અને ભૂલાય ગયો છે એ પ્રેમાળ અને હૂંફ ભર્યોે ખભ્ભો!! માટે જ મન અશાંત છે, દિલ બેચેન છે, સુખની પાછળ દોડ છે, સફળતા મળતી નથી, શાંતિ ક્યાંય જડતી નથી અને સમૃદ્ધિ દૂર દૂર સુધી દેખાતી નથી. અમૂલ્ય જયારે મળે છે ત્યારે તેનું જેને મૂલ્ય હોતું નથી તેને ફરીવાર અમૂલ્ય મળતું નથી. માતા-પિતા મળ્યાં પછી જેને માતા-પિતાનું મૂલ્ય નથી હોતું, તેને ભવિષ્યમાં અનાથાશ્રમ મળે છે.

માટે જ, દરેક સંતાનોએ સંકલ્પ કરવો જાઈએ, ઉપકારી માતા-પિતા મારા માટે મારા પ્રથમ ભગવાન છે અને એ ભગવાનની પૂજા-વંદના એ જ મારું પ્રથમ ર્ક્તવ્ય છે.

મારે એમના ચરણમાં મસ્તક મૂકી, પશ્ર્ચાત્તાપના આંસુથી એમના ચરણનું પ્રક્ષાલન કરવું છે. એમના ચરણમાં મસ્તક મૂકી બધાં જ પ્રકારના અવિનય, અશાતના અને દુ:વ્યવહારની માફી માંગવી છે. એમના પ્રેમ અને પોઝિટિવ વાઈબ્ર્ોશન્સ્ મેળવવા છે.

આજથી હું સંકલ્પ કરું છું, મારાથી એમની પૂજા ન થાય તો કાંઈ નહીં, પણ એમને ક્યારેય પજવવા તો નથી જ!! ક્યારેય એમની ઈચ્છા વિરૂદ્ધ જઈ એમની અવહેલના તો કરવી જ નથી. મારી ઈચ્છાને મારીને પણ એમની ઈચ્છાને જીવાડવી છે. એમની ઈચ્છાને જીવાડવી એ જ એમના પ્રત્યેનો મારો સાચો વિનય છે. માતા-પિતા અને સંતાનો વચ્ચે થઈ ગયેલી ખાઈને પૂરી, સ્નેહનો સેતુ સર્જવા માટે, ફ્રીકવન્સી મેચ કરવા માટે દરરોજ ઓછામાં ઓછું એક વાર સાથે ભોજન લેવું જોઈએ અને સાથે બેસી ભક્તિ કરવી જાઈએ. સૂતા પહેલાં એકબીજાની આંખ સાથે આંખ મિલાવી 'સોરી' કહેવું જોઈએે. માતા-પિતાના ચરણ નિર્વિધ્નતાનું કારણ છે. 

જે સંતાનો માતા-પિતાના ચરણ સેવે છે એમને ક્યારેય સંકટ આવતાં નથી અને આવે તો ટક્તાં નથી. જે માતા-પિતા સંતાનોના કરિયર સાથે સંતાનોનું કલ્યાણ પણ ઈચ્છે છે, તે માતા-પિતા એમના પ્રથમ ભગવાન છે. જે સંતાનો માતા-પિતાને ભગવાન તુલ્ય પૂજનીય અને વંદનીય માને છે, તે સંતાનો સર્વત્ર સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને સિદ્ધિને પામે છે. તમારા જન્મથી માંડીને પોતાના મૃત્યુ સુધી જે અવિરત તમારી ચિંતા કરે છે તે માતા-પિતાને ભગવાન માનીને પૂજો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment