Monday, 26 September 2016

[amdavadis4ever] ભજન આત્માનો ખ ોરાક છે અલખનો ઓટલો - ડૉ. નિ રંજન રાજ્યગુરુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણો ભારત દેશ આધ્યાત્મિક ભાવના ધરાવતો દેશ છે. અહીં પ્રકૃતિની એક એક ચીજનું પૂજન કરવામાં આવે છે. શબ્દને બ્રહ્મ માનીને તેની ઉપાસનાં કરવામાં આવે છે. સ્વયં પોતાને પ્રભુનો સેવક કે દાસ બનાવી મોક્ષ્ાપ્રાપ્તિ અર્થે પરમપુરુષ્ાાર્થ કરતા રહેવાની શીખ વારંવાર આપવામાં આવે છે. અને મનસા વાચા કર્મણા સદૈવ પરમાત્માની ઝંખના ર્ક્યા કરવાની પ્રેરણા આપણા સંતો આપતા રહે છે. સંતોની એ પ્રેરણા - શીખ આપણને મળી છે એમની 'વાણી' દ્વારા, એમના સ્વાનુભવ ભર્યાર્ં ભજનો દ્વારા.. 

વેદોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે જોઈએ તો ઈશ્ર્વરતત્ત્વ - ગૂઢ કે અધ્યાત્મતત્ત્વ એક સનાતન વિષ્ાય તરીકે માનવીની કવિતાનું વિષ્ાયવસ્તુ બનતું આવ્યું છે. અને એ જ પરંપરાનું નિદર્શન કરાવે છે આપણા અભણ, ગામડિયા, ભજનિક સંતો પોતાના સરળ, બિન આડંબરી, સહજ સ્વાભાવિક ભજનોમાં. આપણી સામે આ ભજનોનું અધ્યયન કેવી રીતે કરી શકાય? એ મહત્ત્વનો પ્રશ્ર્ન છે, કારણ કે એમાં પરમાત્માના મહિમાનું તેના ગુણોનું, અવતારોની કથાઓનું, આત્માની સમાધિનું, બ્રહ્મનો ભેદ પામવાની તાલાવેલીનું, વિરહાકુલ ભક્ત દયની ઝંખનાનું, જીવનની અસારતાનું કે ભવની ભાવટ ભાંગવા ભૂધરાને કરેલી રીઝવણીનું સીધી સાદી- સરળ લોક્વાણીમાં થયેલું નિરુપણ ક્ષ્ોત્રવિસ્તારની દ્રષ્ટિએ અનંત કોટિ બ્રહ્માંડની જેમ ઘણુંં વ્યાપક ક્ષ્ોત્ર ધરાવે છે. શ્રી મકરન્દભાઈએ કહ્યું છે તેમ: 'ભજન વિશે આપણે ગમે તેટલી ચર્ચાવિચારણા કરીએ, ગોષ્ટિ માંડીએ પણ શરૂઆતમાં જ આપણે જાણી લેવું જોઈએ કે એ આપણને ભજનના બાહ્ય પ્રદેશનો પરિચય કરાવશે. ભજનના આંતરિક પ્રદેશમાં પ્રવેશ નહિ કરાવી શકે.

'ભજન અને ભોજન સરખાં છે, બત્રીસ જાતના ભોજન -પક્વાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે ગમે તેટલી વાતો કરીએ પણ તેથી ભૂખ ન ભાંગે , સ્વાદ ન આવે, પોષ્ાણ ન થાય. ભજનનું પણ તેવું જ છે. કારણ કે ભજન આત્માનો ખોરાક છે....' (મકરન્દ દવે, 'ભીતર બોલે એક્તારો'.

સંતવાણીનો પ્રધાનરસ શાંત છે.શાંતરસના મૂળ ભાવ નિર્વેદનો આપણા આ નિરક્ષ્ાર ભજનિક સંતોની વિચારધારા સાથે ઘણો ગાઢ સંબંધ છે, સંસારની નશ્ર્વરતા, દેહની ક્ષ્ાણભંગુરતા, આત્મજ્ઞાન, આત્મનિવેદન વગેરે વિષ્ાયો ધરાવતાં ભજનોમાં શાંતરસની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. 

એ જ પ્રમાણે અદ્ભુત રસનાં ભજનો પણ મળે છે. બ્રહ્મના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતાં ભજનો, યોગિક ક્રીયાઓ અને ચમત્કારોનું નિરુપણ કરતાં ભજનો તથા રહસ્યાનુભૂતિનાં અટપટાં વર્ણનો ધરાવતાં વિસ્મયકારક અદ્ભુત રસજન્ય ભજનોમાં અદ્ભુત રસનું આલેખન થયું હોય છે. શૃંગાર રસ તો આપણા ભક્તોને પ્રિય છે જ, પ્રેમલક્ષ્ાણા ભક્તિમાર્ગમાં સમર્પણભાવે સેવા કરતા સંત-ભક્તોએ પોતાનાં ભજનોમાં આધ્યાત્મિક શૃંગારનું આલેખન ર્ક્યું છે. કબીરપંથી રહસ્યવાદી, યોગમાર્ગના ઉપાસક એવા રવિ- ભાણ પંથના સંતોને પણ શૃંગાર ભક્તિના રંગ વિના ચાલ્યું નથી, આ તમામ ભજનિક સંતો પ્રભુ સાથેના અનન્ય પ્રેમસંબંધનો કેફ અનુભવે છે.

આત્મા પરમાત્માના દાંમ્પત્યભાવનાં રૂપકોમાં મિલન અને વિયોગનાં સુંદર ઉદાહરણો આપીને સંતોએ શૃંગાર રસનો ઉપયોગ પોતાના ભજનોમાં ર્ક્યો છે. જો કે સ્થૂળ સંયોગ શૃંગાર ને અહીં ભજનોમાં સ્થાન નથી મળ્યું પણ હૃદયમાં ઊંડેેથી આવતી, સૂક્ષ્મપ્રેમનો મહિમા ગાતી કવિતા આધ્યાત્મિક મિલનની વાત કહી જાય છે. 

ઈશ્ર્વર ચરણે સર્વસ્વ અર્પણ કરવાની ભાવના સાથે પોતાના પ્રેમભક્તિના ભાવને અનેક સહચારી ભાવો સાથે ગૂંથીને આ સંતોએ પોતાનાં ભજનોમાં વિવિધ રીતે વ્યક્ત ર્ક્યો છે. આપણા સંતો દ્વારા દેહની નશ્ર્વરતા કે જીવનની ક્ષ્ાણભંગુરતા વર્ણવવા માટે જિજ્ઞાસાપ્રેરક વર્ણન કરીને બીભત્સરસ પણ ક્યાંક ક્યાંક ભજનોમાં રેલાયો છે, એ જ રીતે મન અને ઈન્દ્રિયોને જીતવા માટે તથા તેના વિરુદ્ધ યુદ્ધ કરવા માટે સંતોએ સિપાહી, ફોજ, યુદ્ધ, યોદ્ધાઓ વગેરે રૂપકો દ્વારા વીરરસનું આયેાજન પણ કર્યું છે. આમ શૃંગાર રસની વિવિધ ભૂમિકાઓ, શાંતરસ, વીરરસ, અદ્ભુતરસ, વાત્સલ્યરસ અને ક્યાંક ક્યાંક સમાજ પર કટાક્ષ્ા કરતી વેળા નિષ્પન્ન થઈ ગયેલો હાસ્યરસ એમ વિવિધ રસોનું નિરુપણ સંતવાણીમાં થયેલું જોવા મળે.

ભજનોની લોક્વાણીને શ્રી ઝવેરચંદ મેઘાણી 'સાયર સમી અગાધ અને સુવિશાળ' જેવા શબ્દોથી નવાજે છે. એમાં તત્ત્વચિંતન અને દર્શનનું જે સરળ રૂપાંતર થતું હોય છે. એમાંથી જ ભજનિક સંતના જીવન અને અધ્યાત્મની વાણી અને વર્તનની તથા દયાને વીંધી નાખે તેવી સચોટતાથી નાજુક કાવ્યગુંથણી ઘુંટાતી આવી હોય છે. કોઈ એકમાત્ર પંથનો જ પ્રચાર કરવા ખાતર 'સંતવાણી'ની રચના નથી થઈ હોતી. એમાં કોઈ એક જ દેવની સ્તુતિ કે નિંદા નથી, ઊંચનીચની ભાવના કે જાતિભેદ નથી, એમાં તો છે હરિ ગુરુ વચ્ચે અભેદની ભાવના. 

બાહ્ય આડંબરોનો વિરોધ કરીને માનવીની આંતરિક ચેતના જગાડવાના પ્રયાસરૂપે જે શબ્દ બ્રહ્મની આરાધના આપણા સંતો-ભજનિકોએ કરી અને એ સાધનાની સિદ્ધિ રૂપે જે અમુલ્ય રત્નો સમી વાણી નો કૃપાપ્રસાદ એમને સાંપડયો એ જ આપણું 'ભજન સાહિત્ય' (ઝવેરચંદ મેઘાણી, 'લોક્સાહિત્ય-ધરતીનું ધાવણ' ર, તથા 'છેલ્લું પ્રયાણ')

માનવ જયારથી સમજણો થયો ત્યારથી ઈશ્ર્વરની શોધ કરવા લાગી પડયો છે. જગતનાં પાર વીનાનાં આશ્ર્ચર્યોની સામે પોતાનું નાનકડું અસ્તિત્વ ટકાવી રાખવા અને એ આશ્ર્ચર્યોની વધુને વધુ બુદ્ધિગમ્ય ઉકેલ શોધી લાવવાની મથામણ હજુ સુધી ચાલુ જ છે. 

સમસ્ત વિશ્ર્વમાં કોઈ અનંતગણી મહાનશક્તિનાં રૂપમાં ઈશ્ર્વરને સ્વીકાર્યા પછી પોતાનું જ્ઞાન, સમજણ અને ભક્તિ એને સમર્પિત કરવા માટે સંવેદનોની અભિવ્યક્તિ કરવાનું એેણે શરૂ કર્યું. એમાં પણ પોતપોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપો, પસંદ ર્ક્યા. કોઈને એ પરમતત્ત્વ પિતા રૂપે દેખાયું તો કોઈને માતા રૂપે, કોઈને પ્રિયસ્વરૂપ વધુ માફક આવ્યું તો કોઈએ એને પ્રિયતમ બનાવ્યા, અરે કોઈએ તો પોતાનું સંતાન માની વાત્સલ્યસભર ભક્તિ પણ સ્વીકારી.. અને એ વિવિધ ભાવનાઓ જયારે અભિવ્યક્તિનો આકાર લઈને માનવીના હૈયામાંથી બહાર આવી ત્યારે ભજન સ્વરૂપનો કલાત્મક ઘાટ બંધાયો... એમાં સંકટ સમયે સહાય કરવાની આરજુઓ હતી. અનંત ઐશ્ર્વર્ય ધરાવતી એ શક્તિનું સ્વરૂપવર્ણન હતું. 

સહેલાઈથી સમજી ન શકાય એવી ગહન ચિંતનાત્મક અનુભૂતિનું આછું નિર્દશન હતું. 'મેરમજી' ને માણી લેવાની વિરહાતુર ગોપી હૃદયની તીવ્ર આંતર વ્યથા પણ આલેખાઈ હતી. એમાં ધાર્મિકતાનો અંશ પ્રબળ હતો. સમગ્ર જીવનમાં ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને મોક્ષ્ાની પ્રાપ્તિ અર્થ આ રીતે શબ્દબ્રહ્મની ઉપાસના થઈ અને ભજનોનો જન્મ થયો એમ કહી શકાય. 

પરમતત્ત્વની ઓળખાણ કરાવતી આ 'પરાવાણી'ના સર્જકોની બે ધારા આપણને જોવા મળે. એક છે શાસ્ત્રો-પુરાણોના અભ્યાસી, જ્ઞાનમાર્ગી, વેદાન્તી કે સાક્ષર સંત-ભક્ત કવિઓ. અને બીજી ધારામાં લોક્સમુદાયમાંથી- તળપદા ગ્રામસમાજમાંથી, ક્યારેક સમાજના નીચલા થર કે વર્ણમાંથી ઊતરી આવેલા લોકધર્મી નિરક્ષર અને છતાં મરમી અનુભવસિદ્ધ સર્જકો. 

એમાં કેટલાક પંથ-સંપ્રદાયો સાથે જોડાયેલા પણ હોય અને કેટલાક તદૃન સ્વતંત્ર, કોઈ જ પંથ-સંપ્રદાય-ફાંટા-ધારાની કંઠી બંધાવ્યા વિનાના અલગારી મસ્ત. 

જેમણે પંડના અનુભવને જ મુખ્ય ગણ્યો છે. પોતાની રચનાઓમાં ભલે પરંપરિત ભારતીય સંસ્કૃતિ, વેદ, ઉપનિષદ, પુરાણો જેવા હિન્દુ ધર્મના ધર્મગ્રંથોનું તત્ત્વ લીધું હોય કે ઈસ્લામ, બૌદ્ધ, જૈન, નાથસિદ્ધોનો યોગ, શૈવ, શાક્ત, વૈષ્ણવ, શીખ કે કબીર સંપ્રદાયની વિચારધારાનું સંમિશ્રણ પોતાની આગવી નિજી મૌલિક વિચારધારાથી ર્ક્યું હોય પણ એ ભક્તિ રસાયન એમનું પોતાનું હોય, એમાં આપણને દેખાય ભારતીય લોકધર્મી સાધકોની અનુભૂતિપૂર્ણ સાધનાધારા. એમાં દેખાય સર્વ ધર્મ સમન્વયની ભાવના અને એમાં દેખાય માનવ-માનવ વચ્ચે સંવાદિતા સાધવાની તીવ્ર ઝંખના.

આમ ગુજરાતની વિવિધ સંતપરંપરાઓમાં ચોક્કસ સાંપ્રદાયિક વિધિ નિષેધો, કર્મકાંડો, સાંપ્રદાયિક ક્રિયાકાંડો, ગુપ્ત સાધનાવિધિઓ, ગૂઢ સાંકેતિક પરિભાષા સાથે માત્ર શાસ્ત્ર સંમત સાધના પદ્ધતિઓના ચુસ્ત બંધનો ધરાવતી શાખાઓ પણ છે, તો સામે પલ્લે તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત સંપૂર્ણ સ્વાયત્ત માત્ર પોતાના અનુભવને જ પ્રમાણ માનનારી ધારાઓ પણ છે. 

જેને કોઈ ચોક્કસ આચાર વિચાર કર્મકાંડ, માળા, તીલક, છાપાં, ટોપી, વેશના બંધનો નથી, કોઈપણ જાતના ચોકઠામાં બંધાયા વિના જ તદ્ન સ્વતંત્ર અને મૌલિક વિચારધારા ધરાવતા સંતો પણ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment