Monday, 26 September 2016

[amdavadis4ever] કોઇનું દુ:ખ અને પીડા જોઇન ે દિલ દ્રવી ઊઠે અને આંખો ભીની થાય એનુ ં નામ કરુણા જ િનદર્શન - મહ ેન્દ્ર પુનાતર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેમ, દયા અને કરુણા પર દુનિયાના તમામ ધર્મોએ ભાર મૂક્યો છે. જૈન ધર્મે તો આ સિદ્ધાંતોને અહિંસા સાથે સાંકળી લઇને તેને આગવી વિશિષ્ટતા બક્ષી છે અને તેને ધર્મનો આધાર બનાવ્યો છે. કોઇ પણ માણસમાં પ્રેમ, દયા અને કરુણાની ભાવના હોય તે હિંસક બની શકે નહીં. માણસ કોઇ પણ જાતના સ્વાર્થ વગર, કોઇપણ જાતના દેખીતા લાભ વગર જ્યારે દયા, કરુણા અને પરમાર્થનું કામ કરે છે. ત્યારે દયા, કરુણા અને પરમાર્થનું કામ કરે છે. દયા અને કરુણાના ભાવ સાથે આપણે સામે ચાલીને કોઇને સહાય કરીએ, મદદરૂપ થઇએ અને તેના દુ:ખને દૂર કરીએ તે એક મોટો ધર્મ છે. દાન અને સહાય એવી હોવી જોઇએ કે સામા માણસને હાથ લંબાવવો ન પડે. 

પ્રેમ, દયા અને કરુણા એકબીજા સાથે સંકળાયેલા છે. પ્રેમ એટલે સંવેદના, પોતાના થકી બીજાને દુ:ખ ન પહોેંચે એવો ભાવ, કશું મેળવવાની નહીં બસ આપવાની જ ભાવના. પ્રેમ જ્યારે વિસ્તૃત બને છે ત્યારે બીજાનું દુ:ખ આપણું લાગે છે. કોઇનું દુ:ખ જોઇને દયા આવે છે. મનમાં વિષાદ ઊભો થાય છે. પ્રેમ અને દયાની પરાકાષ્ઠા એટલે કરુણા. કોઇનું દુ:ખ અને પીડા જોઇને દિલ દ્રવી ઉઠે અને તમે તેનું દુ:ખ દૂર કરવા માટે કશું કર્યા વગર રહી શકો નહીં. તેનું નામ કરુણા-અનુકંપા. દિલમાં પ્રેમ અને સંવેદના હોય, કોઇનું દુ:ખ જોઇને દયા આવે થોડો ચિત્કાર કરીને ચાલ્યા જઇએ તો કશું વળે નહીં. સાથે દિલમાં કરુણા હોવી જોઇએ અને કરુણા હશે તો તત્કાળ પીડિત જનના દુ:ખને દૂર કરવામાં લાગી જશો. કરુણા એ શબ્દો નથી, માત્ર ભાવ નથી પણ સાથે કાર્ય છે. કરુણાનો ભાવ તત્ક્ષણ તમને કાર્ય કરવા પ્રેરે. આ પ્રગાઢ ભાવ છે. તેમ કર્યા વગર તમે રહી શકો નહીં. 

દયા, કરુણા, પ્રેમ, સ્નેહ અને સંવેદના જીવનના સ્રોતો છે. ગમે તેવો ખરાબ માણસ હોય પણ કાંઇક ને કાંઇક તો સારુ કરતો હોય છે અને સારો માણસ પણ ભૂલ કરી બેસે છે. ક્યાંક ખરાબ અને ખોટુ થઇ જાય છે. પરંતુ તેના સારા કાર્યોમાં આ ક્ષતિ ઢંકાઇ જાય છે. કોઇપણ માણસ સંપૂર્ણ નથી. સારા-નરસાનું મિશ્રણ છે. ખરાબ અને ખોટું કામ થાય ત્યારે દિલ ડંખે છે અને અફસોસ પણ થતો હોય છે. અને સારું કામ થાય ત્યારે મનમાં આનંદ પણ થાય છે. પ્રેમ, દયા અને કરુણા હશે તો કોેઇને દુ:ખ આપી શકશો નહીં. પણ તેને સહાય કરવાનું મન થશે. કરુણા એટલે કોઇનું દુ:ખ જોઇને તમને અપાર વેદના થાય. તમે તેને મદદ કર્યા વગર ચેનથી રહી શકો નહીં. જ્યાં સુધી સામા માણસને શાતા વળે નહીં ત્યાં સુધી તમને જંપ વળે નહીં. કરુણા એટલે કોઇ પણ જીવનું દુ:ખ અને દર્દ જોઇને ઓગળી જવું. આ અંગે એક નાની દૃષ્ટાંત કથા પ્રેરક છે. 

એક ચોર રોજ કોઇના ઘરમાં ઘૂસીને હાથ અજમાવે અને જે મળે તે લઇને છટકી જાય. એક દિવસ કડકડતી ઠંડીમાં તે ચોરી કરવા નીકળ્યો. ગાત્રોે ગળી જાય એવી કાતિલ ઠંડી હતી, પરંતુ ધંધો કર્યા વગર છૂટકો નહોતો. 

ફરતો ફરતો ચોર એક ઘરમાં ઘુસ્યો પરંતુ ઘરધણી નિર્ધન હતો. ચોરને પણ આવી ખબર હોત તો આ ઘરમાં પગ મૂકવાનું તે સાહસ ન કરત. ઘરના ચારે ખૂણા ખાલી હતાં. ચારે બાજુ ફાંફા માર્યા પણ કશું મળ્યું નહીં. કુટુંબ પાસે આવી ગાત્રો ગળી જાય એવી ઠંડીમાં પૂરતા વસ્ત્રો અને ઓઢવા માટે પૂરતા સાધનો નહોતા. ઠંડીમાં પતિ-પત્ની અને બાળક ટૂંટિયું વાળીને સૂતા હતા. ઠંડીના કારણે બાળક રડી રહ્યું હતું. તેને ઓઢાડવા માટે ગરીબ દંપતી પાસે કશું હતું નહીં. 

પત્નીએ કહ્યું : ઠંડીમાં બાળક ઠુંઠવાઇ જશે. ઘરમાંથી કાંઇક કંતાન જેવુ શોધી કાઢો. 

પતિએ કહ્યું : આખું ઘર ફેંદી વળ્યો છું પણ ઘરમાં કાંઇ એવું નથી જે કામ લાગે. પતિએ પોતાનું ફાટેલું પહેરણ કાઢીને બાળકને ઓઢાડી દીધું પણ એ પૂરતું નહોતું. નાનું બાળક જોરશોરથી ચીસો પાડી રહ્યું હતું. ખૂણામાં ઊભેલો ચોર આ બધુ જોઇ રહ્યો હતો. તેનું દિલ દ્રવી ઊઠ્યું. તેણે પોતાનો ગરમ ધાબળો બાળક પર ઓઢાડી દીધો અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. 

બાળક ચૂપ થઇ ગયું ત્યારે માતાએ અંધારામાં બાળક પર પોતાનો હાથ ફેરવ્યો ત્યારે ખબર પડી કે બાળકના શરીર પર ગરમ ધાબળો છે. તેણે પતિને હળવેકથી કહ્યું : બાળકને બચાવવા માટે કોઇ દેવદૂત આવી ગયો છે.

ગમે તેવો ખરાબ માણસ કાંઇક સારું કરે છે ત્યારે દેવદૂત જેવો લાગે છે. જેનાથી દિલ દ્રવી ઊઠે અને પ્રેમ-દયાના ઝરણા ફૂટી નીકળે, તેનું નામ કરુણા. 

ધર્મ કહે છે રોગી, દુ:ખી, દર્દી, પીડિત, ગરીબ કંગાળ તેમ જ ધન હાનિ અને માનહાનિનો ભોગ બનેલા અને ધર્મથી વિમુખ થયેલા અને આડે પાટે ચડેલા લોકો પ્રત્યે પણ દયા અને કરુણાનો ભાવ રાખવો. પ્રેમ ભાવ રાખીને તેમની પીડાને દૂર કરવાના પ્રયાસો કરવા એનું નામ કરુણા અને અનુકંપા. બીજાનું કોઇપણ જાતનું દુ:ખ જોઇને દિલ દ્રવી ઉઠે અને તેને સહાય કરવાનો, મદદરૂપ થવાનો ભાવ ઊભો થાય તેનું નામ કરુણા. 

આપણને એમ થાય કે આ માણસ તેના કર્મોના કારણે દુ:ખ-પીડા અનુભવી રહ્યો છે. તેણે સારું કર્યું નથી. તેથી તેને ભોગવવાનું છે. એમાં આપણે શું કરી શકીએ? આવો વિચાર કરીને હાથ ઊંચા કરીને ઊભા રહી જઇએ તે મહાવીરનો ધર્મ નથી. તે માણસ કેવો છે તે આપણે જોવાનું નથી પણ આપણું કર્તવ્ય શું છે તેનો ખ્યાલ કરવાનો છે. તે દુ:ખી છે. પીડિત છે આપણે તેને ઉગારવાનો છે. આપણી કરુણાની છાલક તેનું હૃદય પરિવર્તન કરાવી શકે છે. આપણામાં દયા અને કરુણા હશે તો આપણે તેની ઊણપને આગળ કરીને તર્ક અને દલીલમાં પડીશું નહીં પણ પ્રથમ તેને સહાયરૂપ થઇશું. જેમના દિલમાં દયા અને અનુકંપાનો ભાવ નહીં હોય તેઓ આમાંથી છટકવાના બહાના શોધી કાઢશે. આમાં કોઇને બતાવવાનું નથી કે બડાઇ મારવાની નથી. તમારું મન શું કહે છે તેનો ખ્યાલ કરવાનો છે. મોટે ભાગે આપણાથી કાંઇ થઇ શકતું નથી ત્યારે આવી દલીલો કરીને મનને મનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ધર્મ સત્ય પર ઊભો છે. તર્ક પર નહીં. કાંઇ ન કરવું હોય તો હજાર બહાનાઓ મળી રહે છે. 

મહાવીર કહે છે આપણા જેવો જ બીજાનો આત્મા છે આપણને જે ગમે તે બીજાને ગમે છે. આપણને જે ગમતું નથી તે બીજાને પણ ગમતું નથી. દરેકને જીવ વહાલો છે. દરેક સુખ ઇચ્છે છે. દુ:ખ કોઇને ગમતું નથી એટલે બીજા પ્રત્યે દયાભાવ અને કરુણા હોવી જોઇએ અને આ કરુણાનો ભાવ વિસ્તરવો જોઇએ. આપણી દયા અને કરુણા સીમિત થઇ ગઇ છે. આપણે આપણા સાંકડા વર્તુળમાંથી ઉપર ઊઠી શકતા નથી. ભગવાન મહાવીરે તો પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાનો ભાવ રાખવાનું કહ્યું છે. આપણે પ્રભુના વચનોને જીવનમાં ઉતારવાના છે. 

શ્રી ચિત્રભાનુજીએ પોતાની પ્રખ્યાત રચના 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું'માં એક કડી કરુણા અંગે પણ કહી છે 'દિન-ક્રૂર, ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો સ્રોત વહે.' ગમે તેવો ક્રુર માણસ હોય ધર્મને અનુસરતો ન હોય, ખોટા કામ કરતો હોય તેના પ્રત્યે પણ કરુણાનો ભાવ રાખવો જોઇએ. તેના જાન સામે જોખમ હોય તો તેેને પણ બચાવવો જોઇએ. શક્ય છે કે આ કરુણાનો ભાવ તેને સન્માર્ગે વાળી શકે અને વાલિયામાંથી વાલ્મીકિ બનાવી શકે. 

પ્રેમ અને કરુણાના અનેક પ્રસંગો પ્રભુ મહાવીરના જીવનમાં બન્યા હતા. અબુધ ગોવાળિયાએ તેમના કાનમાં ખીલા ઠોક્યા ત્યારે કેવી વેદના થઇ હશે તે આપણે સૌ સમજી શકીએ છીએ. આપણને જરાક અમસ્તી બીજાની ઠોકર વાગી ગઇ હોય તો આપણે રજનું ગજ કરીએ છીએ. કોઇએ આપણને સહેજ ટપલી મારી હોય કે અપમાન કર્યું હોય તો વર્ષોના વર્ષો સુધી ભૂલતા નથી. પણ ભગવાને આટલું દર્દ અને તીવ્ર વેદના છતાં સમતા ધારણ કરી હતી અને તેના પ્રત્યે દયા અને કરુણા વરસાવી હતી અને વિચાર્યુ હતું કે આ માણસ અબૂધ છે એટલે તેણે આમ કર્યું છે. આમાં તેનો કોઇ વાંક નથી. પ્રેમ, દયા અને કરુણાનો પ્રબળ ભાવ હોય તો જ આવી ક્ષમા પ્રગટ થઇ શકે.

પ્રભુના જીવનનો બીજો પણ આવો પ્રસંગ છે. તેઓ જંગલમાં વિચરતા હતા ત્યારે ભયંકર વિષધારી ચંડકોશી સાપે તેમને ડંશ દીધો હતો પણ તેઓ જરા પણ ચલિત થયા વગર સ્થિર ઊભા રહી ગયા હતા અને કરુણા વરસાવી હતી. આ વાત્સલ્ય અને કરુણાના કારણે ચંડકોશિયાના ડંશ દેવાની સાથે ભગવાનના પગમાંથી લોહીના બદલે દૂધની ધારા વહેવા લાગી હતી. મહાવીર ભગવાનનું હૃદય તો અસીમ કરુણાથી ભર્યું હતું. તેમણે ચંડકોશિયાને પ્રેમથી સંબોધતા કહ્યું 'ઉવસમ ભો ચંડકોશિયો. આ શાંત અને કરુણાભીની વાણીએ વિષધારીને શાંત કરી દીધો. જૈન સ્તવનમાં ગવાય છે 'દૂધ વહ્યુ જ્યાં પ્રભુના ચરણે તો ચંડકોશિયો આવ્યો શરણે.' પ્રેમ અને કરુણાનો આવો પ્રભાવ છે. 

પ્રભુની કરુણા આપણા પર સદૈવ વરસતી રહે છે. આપણા સુખ-દુ:ખમાં તે હંમેશાં સાથે હોય છે. સુખ અને દુ:ખમાં આપણે એટલા ગરકાવ થઇ જઇએ છીએ કે પ્રભુ આપણી સાથે હોવા છતાં તેમના દર્શન થતા નથી. સુખને જીરવવા માટે અને દુ:ખને સહન કરવા માટે સમતા ધારણ કરવી જરૂરી છે. સ્વાર્થ, લોભ અને લાલચના કારણે માણસમાં પ્રેમ, દયા અને કરુણાના ઝરણાઓ સૂકાઇ ગયા છે. 

પ્રભુએ આપણી પર જેવી કૃપા અને અમીદૃષ્ટિ રાખી છે એવી આપણે સર્વ જીવો પ્રત્યે રાખીએ અને રટણ કરીએ...

'હે કરુણાના કરનારા તારી

કરુણાનો કોઇ પાર નથી

હે સંકટને હરનારા તારી

કરુણાનો કોઇ પાર નથી.' 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment