Monday, 26 September 2016

[amdavadis4ever] છૂતાછૂતના ભેદન ો ભારતે બહુ મોટ ો દંડ ભોગવ્યો છ ે - મોરારિબાપુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગાંધીજીનું શ્રાદ્ધ કરવું હોય, ગાંધીજીની કોઈ ઉત્તરક્રિયા કરવી હોય, ગાંધીજીના સ્મરણમાં કોઈ યજ્ઞ કરવો હોય કે ગાંધીજીની પાછળ કોઈ વિધિ-વિધાન કરવું હોય તો ક્યાં મંત્રથી થઈ શકે? ઉપરની પંક્તિઓ એમનાં શ્રાદ્ધ માટેનો મંત્ર હોઈ શકે. પંક્તિઓનો અર્થ છે કે સત્ય સમાન કોઈ ધર્મ નથી. ધર્મ તો ઘણા છે, પણ એના સમાન બીજો કોઈ નથી, એવું વેદ, શાસ્ત્ર બધા ગ્રંથ ફરમાવે છે. બીજી વાત 'પરમ ધર્મ શ્રુતિ બિદિત અહિંસા', વેદ-વદિત, વેદ-વિદિત અને વેદ-વંદિત પરમધરમ અહિંસા છે અને બીજાની નિંદા સમાન કોઈ પાપ નથી.

ગાંધીજીની વાતો થઈ રહી છે ત્યારે ઘણાબધા પ્રશ્નો પણ આવે છે. એક શ્રોતાનો પ્રશ્ન છે કે, ગાંધી આશ્રમમાં 'માનસ મહાત્મા'ના ગુણગાન માટે આપણે જ્યારે એકત્રિત થયાં છીએ ત્યારે ગાંધીજીના કયા કયા અભિયાનમાં આપ પ્રવૃત્ત છો? હું ફરી એકવાર બહુ વિનમ્રતા સાથે કહું છું કે, ગાંધીના પેગડામાં કોઈનો પગ જાય નહીં. ગાંધી, ગાંધી છે. બાપુ, બાપુ છે, પરંતુ મને જ્યારે પૂછ્યું છે ત્યારે કહીશ અસ્પૃશ્યતા નિવારણ. જે નરસિંહથી લઈ મોહનદાસ ગાંધી સુધી સૌએ કર્યું છે. દલિત સમાજનું એક આખું ગામ, નાંદરખી, માંગરોળ પાસે, ત્યાં મેં દલિત ભાઈઓના યજમાનપદે આખા ગામને સાથે રાખી એક રામકથા કરી છે. હરિજનભાઈઓએ બનાવેલા આશ્રમ જેવા એક નાના મકાનમાં મારો ઉતારો હતો. એ પરિવારના લોકો મારું ભોજન બનાવતા હતા જે હું ખાતો હતો. સરલી-કચ્છમાં એક અન્ય કથા દલિત સમાજ માટે થઈ હતી. ત્યારે તો આખી કથાનો ભંડારો દલિત સમાજ દ્વારા સંચાલિત હતો. એટલા માટે થોડો બોલવાનો અધિકાર મને પણ છે. નહીંતર તો શું થાય કે-

નથી દીઠી કદી ભૂખને, છતાંય એ ભૂખ પર બોલે!

અનીતિમય જીવન, સભામાં નીતિ પર બોલે!

ઈર્ષ્યા, મદ, મમતા અને લોભમાં પાંગળો થઈને પાછો,

વ્યાસની ગાદી પર જઈને એ ભક્તિ પર બોલે!

મારા ગામના રામજી મંદિરમાં હું જઈને પ્રણામ કરું છું. એક દિવસ મેં જોયું કે ગામના હરિજન ભાઈઓ બહારથી પ્રણામ કરતાં હતા! મેં નક્કી કર્યું કે હું પણ ગર્ભગૃહમાં નહીં જાઉં. એમને સંકોચ થતો હતો તો મેં પણ નક્કી કર્યું કે હું પણ બહારથી દર્શન કરીશ. આ કરવામાં આનંદ આવે છે. 'ગાંધીબાપુની પ્રવૃત્તિમાં મારો આ રોલ' છે. કોઈ અછૂત ન હોવું જોઈએ, કોઈ અસ્પૃશ્ય ન હોવાં જોઈએ. ભગવાન રામ અહલ્યાને સ્પર્શ કરે છે, શબરી પાસે જઈ એના એઠાં બોર ખાય છે! કોઈ અસ્પૃશ્ય નહી, છૂતાછૂતનો ભેદ નહીં. આપણી મૂળ પરંપરામાં આ હતું જે રામજીએ કરી બતાવ્યું. ગાંધીજી તો હરિજન વસ્તીમાં રહ્યા, એમની વચ્ચે આશ્રમ સ્થાપિત કર્યો. કોઈ અડે નવ અભડાવું...ફક્ત દોષ જ કાઢવા! ભારતને આનો મોટો દંડ ભોગવવો પડ્યો છે, હવે એમાંથી બહાર નીકળી જાવ. 

રામજીએ આ કરી બતાવ્યું હતું. કોઈ અછૂત ન હો, સહુ પરમાત્માના અંશ છે. હા, જરૂર સહુએ શુદ્ધ રહેવું જોઈએ, સૌએ પવિત્ર રહેવાની કોશિશ કરવી જોઈએ, પરંતુ આપણે સ્નાન કરીને બેઠાં છીએ અને કોઈએ સ્નાન નથી કર્યું એટલે એ પાપી એવું વિચારીને એનો તિરસ્કાર, એની ઉપેક્ષા... આ ઠીક નથી. ક્યારે પણ કોઈ માટે એવો ભાવ ન રાખશો. સૌને ગળે લગાવો. સબ નર કરહિ પરસ્પર પ્રીતિ... રામરાજ્યમાં પ્રજાજનોના જીવનમાં આ ચરિતાર્થ થયું હતું. સૌ પોત પોતાના આશ્રમમાં અને પોતાના જીવનને અનુકૂળ પ્રણાલીમાં જીવતાં હતા, પણ ક્યાંય પરસ્પર ઉપેક્ષા ન હતી, ભેદ ન હતો. ગાંધીબાપુએ તો પોતાના જીવનમાં આ દૃઢ કર્યું હતું. એ કાળમાં, કેટલું કઠીન હતું! હરિજન બંધુઓને મંદિરમાં પ્રવેશ કરાવવો, એમની વસ્તીમાં જઈને રહેવું! નરસિંહ મહેતાએ આ કર્યું હતું. જે હરિને ન ભજે તેના માટે નરસિંહે દુરિજન શબ્દ પ્રયોગ કર્યો હતો. આ નરસિંહનો શબ્દ ભંડાર છે. તો, નરસિંહે જે કામ કર્યું તે ગાંધીબાપુએ પણ ખૂબ કર્યું હતું. આપણે એમના વિચારોને સાંભળીએ છીએ, એ વિચારો સારા લાગે છે તો આપણે પણ કરીએ. 

શુદ્ધિનો આગ્રહ રાખો, પરંતુ શુદ્ધિનો અતિ આગ્રહ ન રાખો. દાદાજીની એક વાત કહું? 'એક વાર મારા દાદાને, મારા ગુરુને, મારા સદ્ગુરુ ભગવાનને, મારા ગ્રાન્ડ ફાધરને, જે મારા ગુરુ છે, એમને મેં પૂછ્યું કે દાદા, 

તુલસીદાસજીએ ધોબીનો પ્રસંગ કેમ નથી લખ્યો?' દાદાનો એ જવાબ હતો કે 'બેટા, હદથી વધારે સંસ્કાર સારા નથી.' કલ્પના તો કરો સાહેબ! આજે આવી વાતો, પીટીપિટાઈ વાતો જે આપણા મગજમાં શતાબ્દીઓથી નાખવામાં આવી છે, એટલે એ જરા આક્રમક લાગે છે. બાકી સાચું આ છે. સોળ સંસ્કાર હોવા જોઈએ, પરંતુ સમ્યક હોવા જોઈએ. બત્રીસ નહીં હોવા જોઈએ; ચોસઠ નહીં હોવા જોઈએ; એકસો અઠ્ઠાવીસ નહીં હોવા જોઈએ. દુનિયા પર શું કામ બોજ નાખો છો? ધોબી બહુ સારું પાત્ર છે. એ કપડાંના સંસ્કાર કરે છે, શુદ્ધિકરણ કરે છે, પરંતુ બીજાનાં કપડાંના ઓલરેડી શુદ્ધ હોય તો પણ કોઈ ધોબી એમ કહેવા લાગે કે નહીં, નહીં, એનાં કપડાં તો ગંદાં છે! એવા ધોબીને હટાવવાથી જ રામરાજ્ય આવશે.

હું 'માનસ' કહું છું તો મારી આંધળી દોટ નથી કે 'માનસ'માં જે પણ લખ્યું છે એને હું પકડી લઉં. કેમ કે હું ત્રિભુવનદાસદાદાનો ચેલો છું, જેમણે વર્ષો પહેલાં મને એ શિખવ્યું છે કે 'બેટા, અતિ સંસ્કાર સારા નથી. એ તમને ધર્મને નામે અહંકારી બનાવી દેશે!' આજે યાદ કરું છું તો આંખો ઊભરાઈ આવે છે કે એ વૃદ્ધ દાદાનું ચિંતન તો જુઓ સાહેબ! 'અતિ સંસ્કાર સારા નથી, બેટા.' એ જ શીખ મને અછૂતના ઘર સુધી લઈ જાય છે. ઘણા ધાર્મિક લોકો મારાથી છૂટા પડી જાય છે. કોઈ છૂતાછૂત ન રાખો. સૌ પ્રભુનાં સંતાનો છે, સૌને ગળે લગાવો. ગંગાસતી કહે છે કે આવું જે જીવે એવા શીલવંત સાધુને વારે વારે નમીએ.


સંકલન: જયદેવ માંકડ 

(માનસ-મહાત્મા,૨૦૦૫)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment