Monday, 26 September 2016

[amdavadis4ever] સારા દેખ ાવું, સાચ ા દેખાવું કે પછી...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેટલીક વાતોનું આપણે સમજ્યા વિના રટણ કરતાં રહીએ છીએ. સહેજપણ રૂપાળી લાગે એવી વાતને એટલી જડસુ રીતે ગળે વળગાડી દઈએ છીએ અને એ મુુજબ જીવવા લાગીએ છીએ કે કોઈ આવીને એના કરતાં કંઈક જુદી વાત કહે તો માઠું લાગી જાય છે- અમે તો આમ જ જીવવાના એવી જીદ પકડતા થઈ જઈએ છીએ.

સારા દેખાવા કરતાં સાચા દેખાવું સારું- આવી જ એક વાત છે. ફ્રેન્કલી કહું તો હું પણ આવી રૂપાળી વાતોથી અંજાઈ ગયો હતો. પણ હવે રહી રહીને પ્રાગટ્ય થાય છે કે જેમ સારા હોવું કે દેખાવું જરૂરી નથી એમ સાચા હોવું કે દેખાવું પણ જરૂરી નથી. સારા કે ખરાબ, સાચા કે ખોટા- તમારે શા માટે દેખાવું જ જોઈએ. શા માટે લોકો નક્કી કરે કે તમે સારા છો કે ખરાબ, સાચા છો કે ખોટા. શા માટે લોકો જે નક્કી કરે તેની અસર તમારા વર્તન પર, તમારી માનસિકતા પર પડવી જોઈએ.

તમે જે છો તે છો. લોકોને એની સાથે શું નિસબત. અને લોકો જો નિસબત રાખે તો એમણે તમારા વિશે કરેલાં જજમેન્ટની અસર તમારા પર શું કામ પડવી જોઈએ? તમે તમારું કામ કર્યા કરોને.

આ જ મૂળ વાત છે. તમે તમારું કામ કર્યા કરો. ડૂબી જાઓ એમાં. ચોવીસે કલાક એમાં જ તર્યા કરો- છબછબિયાં કરો કે અંડર વૉટર સ્વિમિંગ કરો. તમે સારા દેખાઓ છો કે નહીં એની તો પરવા ન જ કરો, તમે સાચા દેખાઓ છો કે નહીં એની પણ પરવા ન કરો. ઈવન તમે સારા નથી પણ ખરાબ જ છો, દુનિયાની દૃષ્ટિએ- શું ફરક પડે છે? ઈવન તમે સાચા નહીં પણ ખોટા જ છો દુનિયાની દૃષ્ટિએ- શું ફરક પડે છે?

આપણે સમજતા નથી કે આપણા છેલ્લા શ્ર્વાસ ચાલી રહ્યા હશે ત્યારે સંતોષ એ વિચારીને નથી આવવાનો કે હું સાચો હતો કે નહીં, દુનિયાએ મને સાચો માન્યો કે નહીં. સંતોષ એ વાતનો મળવાનો છે કે મેં જે કામ કર્યું તે કેવું કર્યું, કેટલું કર્યું, પૅશનથી કર્યું કે માત્ર વેઠ ઉતારી, કામ કરતાં કરતાં જલસો કર્યો કે પછી ઢસરબોળો કર્યો.

બીજા લોકો કઈ રીતે તમને જુએ છે એવી સભાનતાને તમે છોડી નથી શકતા કારણ કે તમે તમારી જાતને જોતા નથી. આપણી નજર હંમેશાં આસપાસના લોકોનું અપ્રુવલ જ શોધતી ફરે છે, આપણે આપણી જાત શું કહે છે તે સાંભળવા જેટલા સજાગ જ નથી. બધું જ ધ્યાન બહાર કેન્દ્રિત છે. બહારના ઘોંઘાટમાં અંદરથી આવતો ઝીણો અવાજ ખોવાઈ જાય છે. બહારથી મળતી વાહવાહ તમને એમના ગાડરિયા પ્રવાહમાં ખેંચી લે છે. તમારી અંદરનો અવાજ ટેન્ટેટિવ છે. અવઢવમાં છે. આ ગાડરિયા પ્રવાહમાં જોડાવાની આનાકાની કરે છે પણ નથી જ જોડાવું એવી જીદ નથી કરતો. કારણ કે અત્યારે એ અવાજ કમજોર છે. તીવ્રતાથી કશું કહી શકતો નથી. તમે પાળીપોષીને એને મજબૂત કરશો ત્યારે ગળું ખોંખારીને કશુંક કહી શકશે. પણ તમને અત્યારે ફુરસદ નથી. બહારના ઘોંઘાટો તમને સિમ્ફની ઑરકેસ્ટ્રા જેવા લાગે છે. એ અવાજો તમને બહલાવે છે. એ અવાજો તમને બહેકાવે છે. આને કારણે પેલો ઝીણો અવાજ તમને આકર્ષતો નથી. એ ગણગણાટ તમારી મઝાઓ ઓછી કરી નાખે છે એવું તમને લાગે છે.

સારા હોવુું, ખરાબ હોવું એ બધું દરેકના પોતપોતાના પેરામીટર્સ પર આધાર રાખે છે- ખાસ કરીને તમે બીજાઓ વિશે જજમેન્ટ આપતા હો ત્યારે. લોકો પોતાના માપદંડોના આધારે તમને કહેતા હોય છે કે તમે સારા છો કે તમે ખરાબ છો. લોકો પોતે બનાવેલી ફુટપટ્ટીથી તમને માપીને કહેતા હોય છે કે તમે સાચા છો કે તમે ખરાબ છો. એમની દૃષ્ટિએ તમારે સાચા બનવું પડશે એવી જીદને તમે અભાનપણે સ્વીકારી લીધી છે. સાચા હોવાનાં એમનાં પેરામીટર્સ સ્વીકારી લીધા પછી તમારું દરેક પગલું એમના અપ્રુવલની રાહ જુએ છે. તેઓ હકારમાં માથું હલાવે તો તમે ખુશ, તમે આગળ વધો છો. તેઓ નકારમાં માથું ધુણાવે તો તમે ડરના માર્યા અટકી જાઓ છો અને એમની માન્યતા પ્રાપ્ત કરવા માટે બમણા ઝનૂનથી ફરી પ્રયત્નો કરો છો.

તમે ભૂલી જાઓ છો કે તમે કયું કામ કરવા આ દુનિયામાં આવ્યા હતા. લઈદઈને આ જ એક જિંદગી છે તમારી પાસે. છેલ્લો શ્ર્વાસ બહાર નીકળી ગયો ને ખેલ ખતમ, પૈસા હજમ, તમારો શૉ પૂરો થઈ ગયો. હજુ વખત છે તમારી પાસે. વરખ ચોંટાડેલી રૂપાળી રૂપાળી વાતોના ચળકાટથી અંજાયા વિના સહેજ ડિટેચ થઈને, બધું જ અટકાવીને ફેરવિચાર કરીએ. તમારે સારા દેખાવું છે કે સાચા દેખાવું છે કે પછી જેવા દેખાઓ તેવા- દેખાવની પળોજણમાં પડ્યા વિના તમારે તમારું કામ કરવું છે? તમારે તમારી પૅશનને પૂરેપૂરી નિચોવીને એના છેલ્લામાં છેલ્લા ટીપામાંથી મળતી સુગંધને માણી લેવી છે?

આજનો વિચાર

બૉલીવૂડવાળાઓને પાકિસ્તાની કલાકારો સાથે કોઈ દુશ્મની નથી.

બી.સી.સી.આઈ.ને પાકિસ્તાની ક્રિકેટરો સાથે કોઈ દુશ્મની નથી.

સરકારી ખર્ચે તગડા થનારા ભારતીય સાહિત્યકારોને પાકિસ્તાની સાહિત્યકારો સાથે કોઈ દુશ્મની નથી.

તો સાલા આર્મીવાળાઓએ શું કામ ગધેડી પકડી રાખી છે કે તેઓ મહિને ત્રીસ- પાંત્રીસ હજારના બદલામાં પોતાનો જાન સરહદ પર ન્યોચ્છાવર કરી દે. એ લોકો પણ પાકિસ્તાની આર્મીવાળા સાથે દોસ્તી કરી લે. દેશભક્તિનો ઈજારો શું એમણે લઈ રાખ્યો છે?

કહેવાનું તાત્પર્ય એ છે કે શત્રુ દેશનો હરેક નાગરિક તમારા માટે શત્રુ હોય છે. ચાહે એ સૈનિક હોય, સાહિત્યકાર હોય, ક્રિકેટર હોય, કળાકાર હોય કે પછી પત્રકાર.

આર્મીનો જવાન કોઈ પર્સનલ કારણોસર લડાઈ નથી લડતો. એ આખા દેશનું પ્રતિનિધિત્વ કરે છે- મારું, તમારું અને આપણા સૌનું.

અને ચાંપલા, વાયડા, વેવલા, બાયલા સેક્યુલરબાજો લઈને મંડી પડ્યા છે- ના. ના, દુશ્મન દેશના કળાકાર, ક્રિકેટર અને સાહિત્યકારોને તો અપનાવવા જોઈએ. તો જાઓ, ચડાવો એમને તમારા માથે. એમનો આતંકવાદી, તમે કાનમાં ઈયર ફોન ઘુસાડીને ત્યાંના ગઝલગાયકની ગઝલ સાંભળતા હશો તો તમારા પર ગોળીઓ નહીં ચલાવે એવું માનીને બેઠા છો તમે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment