Tuesday, 29 March 2016

[amdavadis4ever] જળની ઉપાસના નો જીવનમંત્ર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મહારાષ્ટ્રના એક વિસ્તારનો એક નાનકડો પ્રસંગ છે, પણ આ નાનકડા પ્રસંગે એક પાણીદાર વ્યક્તિત્વના ઘડતરનો પાયો નાખ્યો. બન્યું એવું કે ચિતળે પરિવારના ઘરમાં કેટલાક મહેમાનો આવ્યા હતા. બધાને સરસ મજાનું જમણ પીરસાયું હતું. પેટ ભરીને જમી સંતોષનો ઓડકાર ખાધા પછી મહેમાનો હાથ ધોવા ફળિયામાં આવ્યા. એ સમયે ત્યાં કેટલાંક બાળકો રમી રહ્યાં હતાં. હાથ મોઢું ધોયા પછી એક મુરબ્બીએ કળશાનું અડધો અડધ પાણી ઢોળી નાખ્યું. ૧૧ વર્ષના એક બાળકે આ જોયું અને એણે બૂમ પાડી, 'મુરબ્બી, આમ પાણી વેડફો નહીં. તમારે ત્યાં પાણીની છૂટ હશે, પણ અમારે ત્યાં તો પાણી માટે પરસેવો પાડવો પડે છે.' મહેમાન સ્તબ્ધ થઇ ગયા. ઘરના સભ્યો પણ બાળકને ઠપકો આપવા લાગ્યા, પણ તરત સ્વસ્થ થઇ ગયેલા મહેમાને યજમાનને વાર્યા. બાળક જે કંઇ કહી રહ્યો છે એ બરોબર છે એવી દલીલ તેમણે કરી. આ બાળકને વિજ્ઞાન શાખામાં જ ભણાવશો તો એ ચોક્કસ નામ ઉજાળશે એવી ભવિષ્યવાણી કરી. આ વાત છે ૧૯૪૫ની. આ બાળક ભણવામાં હોશિયાર નીકળ્યો અને એન્જિનિયર બન્યો. આજે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશ અને પરદેશમાંય ડૉક્ટર માધવરાવ ચિતળે આદરથી લેવાતું નામ છે. પાણી જેવા પ્રાણપ્રશ્ર્ન માટે તેમણે જીવ રેડીને કામ કર્યું છે. દેશ-વિદેશમાં કેટલાંક પારિતોષિક સુધ્ધાં મેળવ્યાં છે.

ડૉક્ટર માધવરાવ ચિતળે. આપણા દેશનું એક ગૌરવવંતું અને પાણીદાર વ્યક્તિત્વ. પાણીની વાત નીકળે એટલે એમનું નામ ખળખળ કરતું વહેતું આવવા લાગે. ૧૯૩૪માં તેમનો જન્મ. પહેલેથી ભણવામાં અવ્વલ હોવાને કારણે ૧૯૫૫માં તો સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધી અને ૧૯૫૬માં મહારાષ્ટ્ર રાજ્ય એન્જિનિયરિંગ સર્વિસમાં જોડાયા. તેમની ઇચ્છા પહેલેથી જ પાણી ક્ષેત્રે કંઇક નવતર પ્રદાન કરવાની હતી. તક સામે ચાલીને તેમની આંગળી પકડવા આવી. રાજ્યની નદીના કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ્સ સાથે સંકળાવાનું બન્યું. રિવર વૅલીના પ્રોજેક્ટ્સમાં આયોજન, સંશોધન અને બાંધકામ ક્ષેત્રે તેમનું પ્રદાન વિશિષ્ટ રહ્યું અને પરિણામે રાજ્યમાં જળ બચાવ વિષે જાગરુકતા નિર્માણ થઇ. આવી હોનહાર વ્યક્તિ રાજ્ય સુધી થોડી સીમિત રહે? તેમના કામના પરિણામ જોઇને ૧૯૮૪માં ભારત સરકારે નદીના સિંચાઇ ક્ષેત્રના કમિશનર પદે તેમની નિમણૂક કરી. અહીં પણ તેમના કામની, તેમની આવડતની નોંધ લેવાઇ અને પરિણામે ૧૯૮૯માં ભારત સરકારના જળ સંશાધન મંત્રાલયના સચિવપદે તેમને નીમવામાં આવ્યા. 

જળક્ષેત્રે તેમનું પ્રદાન એટલું અનોખું, એટલું વિશિષ્ટ રહ્યું છે કે મહારાષ્ટ્ર તેમ જ ભારતની જળનીતિના અભ્યાસની વિગતે વાત કરવા બેસો તો એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ચાલે જ નહીં. નેપાળ, ભૂતાન, બંગલા દેશ અને પાકિસ્તાન આ પડોશી રાષ્ટ્રો સાથે શાંતિપૂર્વક પાર પાડેલો પાણીવહેંચણીનો કરાર હોય કે ભારતની પ્રથમ રાષ્ટ્રીય જળનીતિનો અમલ હોય કે રાષ્ટ્રીય જળ દિન મનાવવાની કલ્પનાની રજૂઆત હોય, દરેક તબક્કે માધવરાવ ચિતળેનું નામ પાણી સાથે જોડાયેલું છે. લોકો તેમને જળવિકાસના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનારા એક સક્ષમ એન્જિનિયર તરીકે તેમ જ કુશળ પ્રશાસક ઉપરાંત એક અત્યંત સજ્જન અને વિવેકી માણસ તરીકે ઓળખે છે. જળ વિભાગના નિષ્ણાત તરીકે તેમની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલી છે. અલબત્ત આ ઓળખ હજી અધૂરી છે. જળક્ષેત્રે ભૂતકાળના એક અનોખા અભ્યાસુ હોવા ઉપરાંત વર્તમાન સમયનું સમગ્ર ભાન રાખનારા ડૉક્ટર ચિતળે એટલે પાણીના મુદૃે ભવિષ્યમાં કેવા વળાંકો આવશે અને આવનારા પડકારો સામે આપણે કઇ રીતે સજ્જ રહેવું જોઇએ એ વિશે વૈચારિક સ્પષ્ટતા ધરાવતું વ્યક્તિત્વ એ તેમની અન્ય એક ઓળખ. આ ઉપરાંત તેમની વધુ એક ઓળખ સુધ્ધાં છે અને એ છે કાબેલ આયોજકની. જળક્ષેત્રે માહિતી ધરાવતા જ્ઞાની અને અનુભવી લોકો આપણે ત્યાં ઘણા છે. તકલીફ એ છે કે આ લોકો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રભાવ નથી પાડી શકતા. આ બાબતમાં ચિતળે વહેંત ઊંચા સાબિત થાય છે. એનું કારણ એ છે કે માહિતી, જ્ઞાન અને અનુભવનો સમન્વય કરીને, નવી યોજનાઓ બનાવીને તેમ જ એ કઇ રીતે સાકાર કરવી એની વ્યૂહરચના ઘડીને ચિતળે જળસમસ્યા કઇ રીતે ઓછી થાય એના પ્રયાસો સતત કરતા રહ્યા છે. જળક્ષેત્રે કાબેલ માણસો તૈયાર કરવામાં પણ તેમણે ઘણી પહેલ કરી છે. 

રસપ્રદ વાત તો એ છે નીતિ આયોગ માટે તેમ જ સ્ટૉકહોમની જળસમસ્યાના નિરાકરણ માટે કામ કરનારા ચિતળે ઔરંગાબાદ શહેરની પાણીની સમસ્યા માટે પણ સમય ફાળવે છે. આ ઉપરાંત જળની સમસ્યાને લગતા વિવિધ કાર્યક્રમોમાં પણ તેમનો સહભાગ રહેતો હોય છે. એન્જિનિયરિંગ ઉપરાંત પાણી સંબંધિત સામાજિક, આર્થિક અને રાજકીય પહેલુઓ વિશે પણ તેઓ અધિકારપૂર્વક વાત કરીને માર્ગદર્શન આપી શકે છે. સરકાર કોઇ પણ પક્ષની કેમ ન હોય, ચિતળે મહત્ત્વની ભૂમિકા ભજવવા હાજર હોય છે. તેમના ઊંડા અભ્યાસ તેમ જ સમજને કારણે તેમની સાથે મતભેદ ધરાવતા લોકો પણ ચિતળે શું કહી રહ્યા છે એના પર ધ્યાન આપી વિચાર કરતા હોય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહારાષ્ટ્રમાં જળક્ષેત્રે અનેક મહત્ત્વની ઘટનાઓ બની છે. એમાં જો દુકાળના પ્રશ્ર્નનો વિચાર કરવામાં આવે તો ૧૯૯૯માં ચિતળે આયોગે જે ભલામણો કરી હતી એનો અમલ જો સમયસર કરવામાં આવ્યો હોત તો આજે રાજ્યની પરિસ્થિતિ કંઇક અલગ જ હોત. કેટલો વરસાદ પડશે એ કંઇ આપણા હાથની વાત નથી, પણ ચિતળે આયોગ દ્વારા જે ઉપાય યોજના દર્શાવવામાં આવી હતી એ દિશામાં કોઇ વિશેષ પ્રયત્નો થયા નથી એ હકીકત છે. જોકે, હજી પણ જો તેમણે ચીંધેલા ઉપાયો પર ગંભીર રીતે વિચાર કરવામાં આવે તો પાણીના પ્રશ્ર્ને આવતી કાલ જરૂર સુધરી શકે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment