Tuesday, 29 March 2016

[amdavadis4ever] અતિ ધનાઢ્ ય ‘ગરીબો’!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણા દેશના વિજય માલ્યા બ્રાંડ અબજપતિઓ ભ્રષ્ટ અને હલક્ટ રાજકારણીઓ તથા નાલાયક અને નફ્ફટ બૅંક અધિકારીઓની મદદથી સરકારી બૅંકોના એટલે કે પ્રજાના લાખો કરોડ રૂપિયા લોનરૂપે લઈને ફૂંકી મારે છે, પ્રધાનોના, શાસક પક્ષના અને વિપક્ષી નેતાઓના અબજો રૂપિયાના 

કૌભાંડો બહાર આવે છે ત્યારે સામાન્ય ભારતીય જનના મનમાં આક્રોશની લાગણી જન્મે છે અને સાથે સવાલ ઊઠે છે કે આવા લોકોની પૈસાની લાલચની કોઈ જ હદ નહીં હોય! 

જો કે, આજે આપણા દેશના આવા ભ્રષ્ટ-દુષ્ટ રાજકારણીઓની અને ઉદ્યોગપતિઓ વિશે વાત કરીને વાચકોની રવિવારની સવાર નથી બગાડવી, પણ પૈસાની હદ બહારની લાલચ વિશે વિચારતા મને ગ્રેહામ ગ્રીનની નવલકથા ડૉક્ટર ફિશર ઑફ જીનીવા' નવલકથા યાદ આવી ગઈ. એટલે એના વિશે વાચકો સાથે વાત કરવાનું મન થયું.

જીનિવામાં રહેતા ડૉક્ટર ફિશરે દાંતનો સડો અટકાવતી ટૂથપેસ્ટ શોધે છે અને પોતાની એ શોધને કારણે તે અબજોપતિ બની જાય છે. પોતાની શોધને કારણે મળેલી પ્રસિદ્ધિ અને ચિક્કાર પૈસાને લીધે તે ભયંકર અભિમાની બની જાય છે, પણ તેના અહંકાર પર પ્રહાર શરૂ થાય છે. તેને પહેલો આઘાત તેની પત્ની તરફથી મળે છે. રહેતા ડૉક્ટર ફિશરની પત્ની તેની જ કંપનીમાં કામ કરતા મામૂલી ક્લાર્ક સ્ટેઇનરના પ્રેમમાં પડે છે. ડૉક્ટર ફિશરની પત્ની અને તેનો ક્લાર્ક પ્રેમી મોઝાર્ટના સંગીતના દીવાના છે અને તે શોખ બન્નેને નજીક લાવે છે. ડૉક્ટર ફિશરના અહંકાર પર કુઠારાઘાત થાય છે. ફિશરને ફાંકો હતો કે પોતે પૈસાથી બધું ખરીદી શકે છે, પણ તે અબજોપતિ હોવા છતા પોતાની પત્નીનો પ્રેમ ખરીદી શકતો નથી. તે પોતાના ક્લાર્ક અને પત્નીના પ્રેમી સ્ટેઇનર સામે બદલો લેવા તેને આર્થિક રીતે ખતમ કરી નાખે છે. 

ફિશર પત્નીના પ્રેમીને આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે, પણ પત્નીના મનમાથી તેના પ્રેમી પ્રત્યેના પ્રેમને ખતમ કરી શકતો નથી. થોડા સમય પછી ફિશરની પત્ની પણ મૃત્યુ પામે છે. ફિશરની પુત્રીના મનમાં પણ પિતા પ્રત્યે બહુ માનની કે પ્રેમની લાગણી જન્મતી નથી. તે જોન્સ નામના એક ઉમદા માણસના પ્રેમમાં પડે છે, જેને પૈસાનો લોભ નથી. જો કે, તે બહુ લાંબું જીવતી નથી માતાના મૃત્યુ પછી થોડા સમય બાદ તે પણ મૃત્યુ પામે છે.

ડૉ. ફિશર સામે તેની પત્નીના પ્રેમી સ્ટેઇનરને પણ ખુન્નસ છે, પણ સ્ટેઇનર તે ગરીબ ક્લાર્કને સમજાતું નથી કે તે આવા ધનાઢ્ય માણસ સામે કઈ રીતે વેર લઇ શકે.

નવલકથામાં એક તબક્કે ફિશરની પત્નીનો પ્રેમી સ્ટેઈનર અને ફિશરની પુત્રીનો પ્રેમી જોન્સ મળે છે.

એ વખતે ફિશરની પત્નીનો પ્રેમી સ્ટેઈનર ફિશરની પુત્રીના પ્રેમી જોન્સને કહે છે કે મારે એક વાર એ ભગવાન'ને (પોતાની જાતને ભગવાનની કક્ષાએ મૂકનારા ડૉક્ટર ફિશરને) મળવું છે.

જોંસ પૂછે છે કે તું તેને મળીને શું કરીશ?

ગરીબ સ્ટેઈનર કહે છે: 'મારે તેના ચહેરા પર થૂંક્વું છે! મેં ઘણું સહન કરી લીધું. તારી પત્ની એનાને જોઇ અને મને તેની માતા (એટલે કે ફિશરની પત્ની અને સ્ટેઈનરની પ્રેમિકા) યાદ આવી ગઇ. ડૉ. ફિશર સર્વવ્યાપી પરમાત્મા જેવા સત્તાશાળી હતો. તેણે મારી પાસેથી બધુ છીનવી લીધુ. પ્રેમિકાના મૃત્યુ પછી મને મોઝાર્ટ સાંભળવામાંયે રસ ન રહ્યો. અમે દુન્વયી અર્થમાં પ્રેમી ન હતા, મોઝાર્ટની સૂરાવલીઓએ અમને એકતાંતણે જોડ્યા હતા, પણ ફિશરે અમારા નિર્દોષ પ્રેમને ખતમ કરી દીધો.' 

ડૉક્ટર ફિશરને પાર્ટીઓ આપવાનો શોખ છે. પાર્ટીઓ થકી તે પોતાના પૈસાનું વરવું પ્રદર્શન કરે છે. આ રીતે તે તો પોતાના ભૌતિક સામ્રાજ્યનું ખોખલું ગુમાન માણે છે. ફિશરની પાર્ટીમાં જવું, તેના તરફથી પાર્ટીનું આમંત્રણ મેળવવું એ હાઈ સોસાઈટીમાં સ્ટેટ્સ સિમ્બોલ સમું ગણાય છે. ફિશર પોતાના પરિચિતોને-મિત્રોને પોતાની પાર્ટીમાં બોલાવે ત્યારે દરેક આમંત્રિતનું અપમાનિત કરે છે, પણ પાર્ટીના અંતે સૌને આકર્ષક, કિમ્મતી અને ચિત્રવિચિત્ર ભેટો આપે છે. આ ભેટની લાલચમાં અતિ ધનાઢ્ય માણસો પણ પોતાનું અપમાન સહન કરે છે. તેઓ એવા અપમાનોને ડૉક્ટર ફિશરની સેન્સ ઑફ હ્યુમર' ગણીને હસીએ કાઢે છે! (બાય ધ વે, મુમ્બઈના વિજય માલ્યા બ્રાન્ડ કેટલાક શ્રીમંત ગઠિયાઓને તેમના અંગત અને જૂના પણ આર્થિક રીતે નિષ્ફળ અથવા ઓછા સફળ મિત્રોને ઉતારી પાડતા અમે જોયા છે.) 

ડૉક્ટર ફિશર એક ભવ્ય પાર્ટીનું આયોજન કરે છે. તે બધા આમંત્રિતોને કહે છે કે આ મારા જીવનની છેલ્લી પાર્ટી છે. તેમાં એ જાહેર કરે છે: 'મે છ મહેમાનો માટે છ પેકેટ એક વાસણમાં રાખ્યાં છે. દરેક એમાં હાથ નાખી પોતાના ભાગે આવે એ કવર લઇ શકે છે. એ છમાંથી પાંચ કવરમાં વીસ-વીસ લાખ ફ્રાંકના ચેક છે. માત્ર એક કવર જોખમી છે, એ કવરમાં એવું કઈક છે કે એ કવર પોતાના હાથમાં લેનારી વ્યક્તિને પ્રચન્ડ કરંટ લાગશે. શક્ય છે કે એ કવર હાથમા લેનારી વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે!'

ફિશર બધા આમંત્રિતોને નફ્ફટાઈથી કહે છે: 'મેં આ પાર્ટી એટલા માટે ગોઠવી છે કે હું તમારા લોભની ચરમસીમાં શું છે એ જોવા ઇચ્છું છું!' 

ફિશરની દીકરીના પ્રેમી જોન્સ સિવાય દરેકને વીસ લાખ ફ્રાંકની લાલચ છે. બધાને મૃત્યુનો ડર લાગે છે, પણ સાથે લાલચ પણ જાગે છે કે મારા હાથમાં વીસ લાખ ફ્રાંક ભરેલું કવર જ આવશે, પેલું કરંટ આપનારું કવર તો બીજા કોઈના હાથમાં જશે!

પહેલાં મહેમાનોને મોતનો ભય સતાવે છે, પણ છેલ્લે ડૉક્ટર ફિશર પોતે આત્મહત્યા કરી લે છે. બરફમાં એનો દેહ પડ્યો છે. 

જોન્સ કહે છે: 'મેં એ દેહ સામે જોયું. મરેલા શ્ર્વાન કરતાં એ દેહનું જરાયે વધુ મહત્ત્વ નહોતું. એકવાર જેને મેં ઇશ્ર્વર અને શયતાન સાથે સરખાવ્યો હતો એ જ માનવીનો એ દેહ હતો.'

ફિશરની પત્નીના પ્રેમીને ફિશરના મૃતદેહ પાસે જવાની, તેના ચહેરા પર થૂંક્વાની તક મળે છે, પણ તે ગરીબ માણસ કહે છે કે મને આ માણસની દયા આવે છે! આના ચહેરા પર થૂંકીને હું શું કરીશ? 

વિજય માલ્યા બ્રાન્ડ ફિશરની સંખ્યા ઓછી હોય છે, પણ તેઓ કરોડો લોકોને આડકતરી રીતે નુકસાન કરી જતા હોય છે, પણ આવા 'મિની ફિશર' આપણી આજુબાજુમાં પણ જોવા મળતા હોય છે. પૈસાને કે સત્તાને પોતાના અત્યંત નજીકના માણસોથી, ઈશ્ર્વરથી પણ વધુ દરજ્જો આપનારા 'ગરીબ' માણસોને જુઓ ત્યારે તેના પ્રત્યે આક્રોશ કે રોષની લાગણી અનુભવીને પોતાના મનને અસ્વસ્થ કરવાને બદલે આ નવલકથા યાદ કરી લેજો! (અને આવા 'ફિશરો' પ્રત્યે અહોભાવની લાગણી અનુભવતા 'ગરીબો'ને જુઓ ત્યારે તેમની પણ દયા ખાજો.)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment