Tuesday, 29 March 2016

[amdavadis4ever] નમ્રવાણી - રાષ્ટ્રસંત પૂજ્ય ગુર ુદેવશ્રી નમ ્રમુનિ મહા રાજ સાહેબ.. ..જેવી સ્મૃ તિ તેવી અનુ ભૂતિ અને અ ભિવ્યક્તિ.. .....‘આઇ’ અ ને ‘માય’ના ભેદને અનુભ વી પરમ સુખ પ્રાપ્ત કર્ યું મહાવીરે

Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.

આ આખો સંસાર... સંસારનો વ્યવહાર બે વસ્તુઓના આધારે ચાલે છે. એક છે ભૂતકાળની સ્મૃતિ અને એક છે વર્તમાનના નિમિત્તો!

ભૂતકાળની મેમરી એટલે બહુ જ નાનપણથી આપણા મગજમાં ફિટ થઈ ગયું છે કે હું માણસ છું. જેમ જેમ મોટા થતાં ગયાં, તેમ તેમ જાણે-અજાણે પણ એ ઓળખ અંતરમનમાં સેટ થઈ જ ગઈ કે, "હું માણસ છું.

સિંહના પાંચ-સાત દિવસના જ ભૂલા પડી ગયેલાં બચ્ચાંને ભરવાડ પોતાના ઘરે લઈને આવે અને પોતાની બકરીઓ સાથે ઉછેરે તો શું થાય? સિંહનું બચ્ચું બકરીઓની જેન ઘાસ ખાય અને બેેં... બેેં... કરે! કેમકે, એ બકરીઓના નિમિત્ત વચ્ચે મોટું થઈ રહ્યું છે, એની આંખો રોજ બકરીની જ પ્રવૃતિઓને જુએ છે એટલે એનું વર્તન પણ બકરી જેવું જ થઈ જાય છે. 

એમ કદાચ માનો કે કોઈ માનવનું બચ્ચું. તાજું જ જન્મેલું બચ્ચું જંગલમાં વાનરના ટોળા વચ્ચે મોટું થાય તો એ પણ વાનરની જેમ જ ઝાડ ઉપરથી ફળ તોડીને ખાતા શીખે અને વાનરની જેમ ઝાડ ઉપર ચઢતાં શીખે. 

એટલે શું થયું?

બાળકને વાનરોનું નિમિત્ત મળ્યું. એની આંખોએ વાનરોની પ્રવૃતિઓ જોઈ. એ પ્રવૃતિ એની સ્મૃતિમાં સેટ થઈ ગઈ અને એ સ્મૃતિના આધારે તેનું વર્તન થવા લાગ્યું. 

બીજી રીતે કહીએ તો, આપણા વર્તનનું કારણ શું હોય છે? નિમિત્તો અને સ્મૃતિનું સંયોજન!

માનો કે, તમારી સામે કોઈ નાનું બાળક આવ્યું અને તમે તેની સામે સ્માઈલ ક્યુર્ર્ં. બાળકે પણ સામું સ્માઈલ ક્યુર્ર્ં. એ સ્માઈલ એની સ્મૃતિમાં સેટ થઈ ગયું. બીજીવાર એ તમને મળે છે. તમારું ધ્યાન નથી એટલે તમે એને સ્માઈલ નથી આપતાં છતાં એ તમને જોઈને, તમારી સામે સ્માઈલ કરે છે. શા માટે?

એ એની સ્મૃતિમાં પડયું છે માટે!

તો પછી નિમિત્તો દ્વારા સર્જાયેલી આઈડેન્ટિટી સાચી હોય કે ખોટી?

તમારી આઈડેન્ટિટી સાચી છે કે ખોટી? તમે જે પરિવારમાં જન્મ લીધો, જે વાતવરણમાં જન્મ લીધો, તે અનુરૂપ તમારા વાણી, વ્યવહાર અને વર્તન થવા લાગ્યાં. ગુજરાતી પરિવારમાં જન્મ્યા એટલે ગુજરાતી આવડી ગયું અને તમિળ નથી આવડતું, બંગાળી નથી આવડતું. અર્થાત્ નિમિત્તો જ સ્મૃતિ સર્જેે છે અને એ સ્મૃતિ જ યથા પ્રકારની અનુભૂતિ કરાવે. પછી જેવી અનુભૂતિ હોય તેવી જ અભિવ્યક્તિ થાય. 

આપણા મન, વચન અને કાયા જે કાંઈ કરે છે, તે આપણી સ્મૃતિની આધારે જ રીએકટ કરે છે. અંદરમાં જે છે તે જ બહાર આવે છે. 

આપણે જ આપણી અંદરમાં આપણી એક ઓળખ ઊભી કરીએ છીએ અને એ ઓળખના આધારે જ આપણી ફિલિંગ્સ હોય છે. 

જેવું ફિલ્ડ એવી િફિલિંગ્સ્!!

એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાંઈ પણ પ્રવૃત્તિ કરતી હોય ત્યારે કદાચ આપણને એ ખોટી લાગે પણ એની દષ્ટિમાં એ સાચી હોય. 

ખીસ્સાકાતરૂની પ્રવૃતિ આપણી દષ્ટિમાં ખોટી લાગે પણ એણે તો નાનપણથી એ જ પ્રવૃતિ જોઈ હોય અને એ જ પ્રવૃત્તિ એને શીખવવામાં આવી હોય એટલે એની દૃષ્ટિમાં એ ખોટી ન હોય. 

પણ એ ખોટી ન લાગવાથી એ ખોટી નથી એમ તો ન કહેવાય!! ખોટું એ ખોટું જ છે!!

આઈડેન્ટિટી બને કેવી રીતે??

કોઈ તમને પૂછે, તમે કોણ છો?

તરત જ જવાબ આપશો. "હું પારિતોષ છું.

પારિતોષ તમારું સંસારી નામ છે, આ જન્મનું નામ છે, એટલે બહુ નાનપણથી જ મગજમાં ફિટ થઈ ગયું... સ્મૃતિમાં સેટ થઈ ગયું. હું પારિતોષ છું. પારિતોષને આ ગમે... આ ન ગમે... આ ફાવે... આવું તો ક્યારેય ન ફાવે. પારિતોષ આ જ કરે. આ તો કરી જ ન શકે. આ તો એનાથી થાય જ નહીં. એટલે "પારિતોષ જીવે છે કે આત્મા જીવે છે? પારિતોષનું... પારિતોષપણે જીવવું એ રાઈટ છે કે રોેંગ છે? પારિતોષ તરીકેની આઈડેન્ટિટી રાઈટ આઈડેન્ટિટી છે કે રોેંગ આઈડેન્ટિટી છે? રોેંગ આઈડેન્ટીટી છે. બરાબર!

તો પછી રોેંગ આઈડેન્ટિટીના કારણે થતી પ્રવૃત્તિઓ પણ રોેંગ, અનુભૂતિ પણ રોેંગ અને અભિવ્યક્તિ પણ રોેંગ!

એક રોેંગ એટલે બધું જ રોેંગ... રોેંગ... રોેંગ!

આ રોેંગ આઈડેન્ટિટીના કારણે જ આખો સંસાર છે અને સંસારનું પરિભ્રમણ છે. 

બધી સમસ્યાઓનું મૂળ પણ અહીંથી જ શરૂ થાય છે અને બધી સમસ્યાઓનું સમાધાન પણ અહીંથી જ શરૂ થાય છે. 

આ એક ઊંડાણભયુર્ર્ં રહસ્ય છે. 

સંસારની વ્યાખ્યા શું થઈ?

જેમાં "સ્વ ભુલાય, તેનું નામ સંસાર!

મોક્ષની વ્યાખ્યા શું થઈ?

જેમાં "સ્વસિવાય કાંઈ ન હોય તેનું નામ મોક્ષ! "સ્વ ને ભૂલીને "પર તરફ જવું એનું નામ સંસાર અને "પર તરફ જવાનું કારણ છે, મોહ! મોહ એક ભ્રમ છે અને જેવી આઈડેન્િ

ટી રાઈટ થાય એટલે ભ્રમ તૂટી જાય અને સત્ય સમજાય જાય.!

જ્યાં સુધી આંખ ન હોય ત્યાં સુધી વોમિટિંગ કરેલી ખીર પણ સ્વાદિષ્ટ લાગે, પણ એકવાર આંખ આવી જાય, ખબર પડી જાય કે આ તો ખીર નહીં કોઈની "વોમિટ છે. પછી એ ખાઈ શકાય? ખાવાની વાત તો દૂર... એની સામે જોવાનું પણ મન ન થાય. 

એમ જ્યાં સુધી સમજરૂપી આંખ નથી ત્યાં સુધી સંસાર મીઠો અને સારો લાગે છે પણ એકવાર સમજરૂપી આંખ આવી જાય, સત્ય સમજાય જાય કે, આ સંસાર તો તીથર્ર્ંકર પરમાત્માઓએ કરેલી "વોમિટ છે, પછી એ સંસારમાં રહેવાનું ગમે? એની સામે જોવાનું પણ મન થાય?

એકવાર ખોટું... ખોટું છે એ રિયલાઈઝ થાય પછી ખોટું થઈ જ ન શકે. 

આઈડેન્ટિટી ક્લિયર થાય એટલે ખોટું છોડવું ન પડે... છૂટી જ જાય! ખોટું થતું અટકાવવું અને ત્યાંથી પાછા રીવર્સ આવવું એને જૈન દર્શનમાં "પ્રતિક્રમણ કહે છે. 

ખોટું છોડવાનો અને સાચા તરફ જવાનો પુરુષાર્થ એ છે પ્રતિક્રમણ!

એટલે પ્રતિક્રમણ શું છે?

પ્રતિક્રમણ સંસારથી મોક્ષ તરફ જવાની પ્રોસેસ છે. 

ખોટી દિશામાં કેમ ગયાં હતાં? સાચી દિશાની ખબર ન હતી. રાઈટ વિઝન ન હતું, કેમકે રાઈટ આઈડેન્ટિટી ન હતી. 

જ્યાં સુધી રાઈટ આઈડેન્ટિટી થતી નથી, ત્યાં સુધી ભૂતકાળની રોેંગ સ્મૃતિના કારણે જે કાંઈ પણ થશે તે બધું જ રોેંગ થશે. 

મોક્ષ શું છે? અને સંસાર શું છે?

"સ્વ ભાવ એ મોક્ષ છે અને "વિ ભાવ એ સંસાર છે.

રાઈટ આઈડેન્ટિટી થાય કેવી રીતે?

જેમને રાઈટ આઈડેન્ટિટી થઈ હોય એ તમને રિયલાઈઝ કરાવે ત્યારે તમારી રાઈટ આઈડેન્ટિટી ક્લિયર થાય. 

જંગલમાં જે બાળક વાનરોની વચ્ચે મોટું થયું છે અને જેણે ક્યારેય કોઈ માણસને જોયો નથી, ક્યારેય અરિસામાં પોતાનો ચહેરો જોયો નથી, તેને શું એની જાતે જ ખબર પડી જશે કે તે વાનર નથી પણ માનવ છે? ના!

એ સમજ એનામાં આવશે કેવી રીતે? કોઈ માનવી જંગલમાં જઈ એને કહેશે કે, ભાઈ! તું વાનર નહીં માનવ છો, તો પહેલાં તો એ સ્વીકારશે જ નહીં. માનશે નહીં. એને બોલવાનું કહેશે. પણ જે જન્મથી ક્યારેય બોલ્યો જ નથી તે બોલશે પણ કેવી રીતે? એ તો સામા અવાજ કરશે. 

હવે પેલો માણસ ટ્રિક વાપરશે. એને સીધો પાણીમાં નાંખશે એટલે થોડો સ્વચ્છ થઈ જશે. પછી એને મિરરમાં એનો ચહેરો બતાવશે ત્યાં સુધી એને અસર નહીં થાય. પણ સાથે પોતાનો ચહેરો પણ બતાવશે. 

હવે શું થશે?

વાનર તરીકે ઉછરેલા માનવનું કોન્સિયસ જાગૃત થશે. જેમ જેમ એ અરિસામાં જોશે અને બીજા માનવ સાથે કમ્પેર કરશે એટલે તેને થોડું થોડું રિયલાઈઝ થશે. પછી એ ઘડીકમાં એ માનવ સામે જોશે ઘડીકમાં બીજા બધાં વાનરો સામે અને ઘડીકમાં મિરરમાં પોતાની જાતને! 
ધીમે ધીમે એને ક્લિયર થઈ જશે કે હું આ વાનર જેવો નથી પણ આ માનવ જેવો છું. હું અહીંયા અનફિટ છું. આ મારું સ્થાન નથી. 

એટલે એની આઈડેન્ટિટી ક્લિયર થઈ ગઈ. હવે એ ઝાડ ઉપર કૂદકા મારશે? ના!

હવે એ ઝાડ ઉપરથી ફળ તોડીને ખાશે? ના.!!

હવે એ હૂપાહૂપ કરીને કૂદકા મારશે? ના!

આટલા વર્ષોેની આદતના કારણે કદાચ કોઈવાર ભૂલથી એ પ્રવૃત્તિ થઈ પણ જાય તો પણ એ તરત જ એલર્ટ થઈને અટકી જશે. ત્યાંથી રિવર્સ થઈ જશે.

આઈડેન્ટિટીને ભૂલીને જે કાંઈ પણ થાય તેને "અતિક્રમણ કહેવાય અને અતિક્રમણનું ઓપોઝિટ "પ્રતિક્રમણ!

ખોટી જગ્યાએથી સાચી જગ્યાએ જવાનો પુરુષાર્થ એનું નામ પ્રતિક્રમણ!

માનો કે, કોઈ વ્યક્તિ નશામાં હોય અને ભૂલથી પોતાના ઘરના બદલે બાજુવાળાના ઘરની બેલ મારે અને સામે પોતાની પત્નીના બદલે બીજાની પત્નીને જુએ તો શું કરે? એના ઘરમાં જાય કે ત્યાંથી પાછી ફરે?

ખોટી જગ્યાએથી પાછા ફરવું એનું નામ પ્રતિક્રમણ!

પ્રતિક્રમણ એ ક્રિયા નથી પણ ધર્મનો પર્યાય છે. 

ધર્મ એટલે શું? ઉપવાસ કરવો, માળા કરવી, સ્વાધ્યાય કરવો એ ધર્મ છે. તો ઉપવાસ એટલે શું છે? 

વાનર તરીકે જીવતા માનવને સ્નાન કરાવ્યું એ પણ શુદ્ધિની જ પ્રોસેસ થઈ ને! હવે એ માનવ... માનવ સમાજમાં, માનવની સાથે રહેવા લાગે એટલે એના વાણી, વ્યવહાર અને વર્તનમાં પરિવર્તન આવી જાય કે નહીં?

એમ જ્યારે કોઈ વ્યક્તિને આત્માની ઓળખ થઈ જાય, એની રાઈટ આઈડેન્ટિટી ક્લિયર થઈ જાય કે હું આત્મા છું અને મારું ઘર મોક્ષ છે પછી એના વાણી, વ્યવહાર અને વર્તન અલગ જ હોય ને! એના કોઈ વ્યવહારમાં રાગ-દ્વેષ ન હોય. એનામાં આવેગ કે ઉદ્વેગ ન હોય. એ હર સમય શાંત, સમભાવમાં અને પ્રસન્ન જ હોય! પછી ન એની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ હોય, ન એને કોઈ સાથે પ્રોબ્લેમ હોય! 

બધી જ સમસ્યાનું મૂળ રોેંગ આઈડેન્ટિટી જ છે. આઈડેન્ટીટી કલીયર થાય એટલે બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. 

રાઈટ આઈડેન્ટીટીની વ્યાખ્યાને હજુ વધારે કલીયર કરવાની છે. 

"હું પારિતોષ છું. એ તો રોેંગ આઈડેન્ટિટી જ છે, રાઈટ આઈડેન્ટિટી "હું આત્મા છું. એ છે. પણ આત્મા શું છે?

નથી એ કોઈ વસ્તુ કે નથી પદાર્થ, નથી એને કોઈ રૂપ, રંગ કે આકાર, તો પછી આત્મા એટલે શું?

આત્મા એટલે ગુણોનો સમૂહ. આત્મા એટલે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, પ્રેમ, મૈત્રી, દયા, કરુણા, શાંતિ જેવા ગુણોનો સમૂહ!

જેમાં ક્ષમા હોય, નમ્રતા હોય, સંતોષ હોય, પ્રેમ હોય, દયા હોય, કરુણા હોય, મૈત્રી હોય અને જે શાંત અને સમભાવમાં રહેતા હોય, જેમાં આ બધાં ગુણો હોય, તે હું છું.

જ્યાં સુધી "પારિતોષ તરીકેની ઓળખ છે ત્યાં સુધી સંસાર ગમે છે, વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ પ્રત્યે આકર્ષણ થાય છે. જ્યાં સુધી સાચી ઓળખ નથી ત્યાં સુધી જે પ્રવૃત્તિ થાય તે પણ રોેંગ થાય. 

જ્યાં સુધી "સ્વ નો અનુભવ નથી થતો, ત્યાં સુધી "પર નો અનુભવ થાય છે. બીજાનો અનુભવ થવાના કારણે પોતાના વિચારો, વાણી અને વર્તન પણ બીજાના આધારે જ થવાના.! બીજાના આધારે થતું વર્તન સારું હોય કે મિથ્થા હોય? મિથ્થા હોય! ખોટું હોય. 

ખોટા વ્યવહારના ફળ પણ ખોટા હોય. એ જ ફળ પાછા નિમિત્ત બની જાય. એ જ નિમિત્તો પાછા સ્મૃતિ બની જાય અને એ નિમિત્તો અને સ્મૃતિના કારણે થતી પ્રવૃત્તિઓ પછી પાછી ખોટી થાય. આમ ને આમ રોેંગ આઈડેન્ટિટી વધારે ને વધારે દૃઢ બનતી જાય. 

અનંતકાળના સંસાર પરિભ્રમણનું આ જ તો મુખ્ય કારણ છે. 

દુનિયાનો નિયમ છે, વ્યક્તિ પાસે જે હોય તેના કરતાં વધારે સારું અને વધારે શ્રેષ્ઠ મેળવવાની ઝંખના હોય. 

મહાવીરને રાજમહેલમાં સર્વ પ્રકારના સુખ અને સાનુકૂળતા હતાં છતાં એમને "પરમ સુખ ને પામવાની ઝંખના હતી એટલે એ મહેલના સુખને છોડી, એને ત્યાગી "પરમ સુખ ની શોધમાં નીકળી ગયાં હતાં અને "સ્વ ને પામી, રાઈટ આઈડેન્ટિટીને કલિયર કરી, ઈં અને ખુ ના ભેદને અનુભવી "પરમ સુખ ને પ્રાપ્ત ક્યુર્ર્ં હતું. 

જ્યાં સુધી ઈં કલીયર ન થાય ત્યાં સુધી ખુ ક્લીયર ન થાય. 

જ્યાં સુધી મનમાં એમ છે કે હું પતિ છું, એટલે તરતજ મનમાં આવશે, તે મારી પત્ની છે. 

જ્યારે ઈં ક્લીયર થશે એટલે મનમાં આવશે, "હું આત્મા છું એટલે તરતજ મનમાં આવશે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગુણો, શુદ્ધિ અને સમાધિ મારા છે. હું તો શ્રેષ્ઠ એવી સિધ્ધશીલાનો સ્વામી છું તો પછી હું અહીં આ સળગતા સંસારમાં?

તાજમાં રહેવાવાળો... ઝૂંપડીમાં.? શ્રેષ્ઠને પામવાવાળો... સામાન્યની વચ્ચે.?

આઈડેન્ટિટી ક્લિયર થાય એટલે અશુભ છૂટે અને શુભ પ્રગટવા લાગે. અશુદ્ધિ જાય અને શુદ્ધિઓ થવા લાગે. 

ઈં જેટલું સ્ટ્રોેંગ થાય એટલું ખુ સ્ટ્રોેંગ થાય. 

ઈં જેટલું ક્લાયર થાય એટલું ખુ ક્લાયર થાય. 

ઈં જેટલું સ્પષ્ટ થાય એટલું ખુ સ્પષ્ટ થાય. 

ઈં જેટલું પરફેકટ થાય એટલું ખુ પરફેકટ થાય. 

હવે તમને ધર્મ કરવાનું અને ધર્મ સ્થાનકમાં જવાનું. સદ્ગુરુના સાંનિધ્યમાં રહેવાનું મન ક્યારે થાય?

ઈં ક્લીયર છે એટલે ખુ વિશે વધારે ક્લિયર થવું છે. હું આત્મા છું એ સમજ આવી એટલે હવે આત્મા વિશે વધારે જાણવાનું, આત્માને ઓળખવાનું અને આત્માને અનુભવવાનું લક્ષ્ય થઈ ગયું. આત્મલક્ષ વિના દેવ, ગુરુ, ધર્મ ગમે જ નહીં. પિક્ચર, પાર્ટી અને પરિવારને છોડી ધર્મ સ્થાનક અને સદ્ગુરુનું સાંનિધ્ય માણવાનું કારણ તમે તમને ગમો છો, અથવા તમને "સ્વ ગમે છે અને "સ્વ' ને જાણવા જેમને "સ્વ નો અનુભવ છે તેનું સાંનિધ્ય ગમે છે. 

બિલાડી ઉંદર શા માટે ખાય છે? કેમકે, એની પાસે સમજ નથી, પોતાની આઈડેન્ટિટી નથી. દુનિયામાં જેટલી પણ અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિઓ છે તેનું કારણ રોેંગ આઈડેન્ટિટી જ છે. 

ધર્મ શું છે? રાઈટ આઈડેન્ટિટી એ ધર્મનું વિઝન છે. 

ઈં એ ધર્મનું વિઝન છે. ખુ એ ધર્મનું ચારિત્ર છે. 

જેમ જંગલનો માણસ, જંગલના માણસને ક્યારેય સુધારી ન શકે. 

તેમ આત્મા જ્ઞાની વગર ક્યારેય આત્મજ્ઞાનનું પ્રાગ્ટય ન થાય. 

આત્મજ્ઞાની જ આત્મજ્ઞાનીનો અનુભવ કરાવી શકે. 

પુસ્તકો વાંચી પ્રવચન આપવું અલગ છે અને સ્વાનુભવના રણકારથી સમજ આપવી એ અલગ વાત છે. 

લાખો ટન સાકર વેચનાર વેપારી કહે કે સાકર મીઠી હોય એની અસર અલગ હોય અને એક જ કટકો મોઢામાં મૂકીને કહે કે સાકર મીઠી હોય એનો પ્રભાવ અલગ હોય, કેમકે એમાં અનુભૂતિનો આત્મવિશ્ર્વાસ હોય. 

વાંચેલા શબ્દોનો આધાર અને અનુભૂતિના શબ્દોનો આધાર બંનેમાં બહુ મોટો ફરક હોય. જેમને રાઈટ આઈડેન્ટિટી ક્લિયર થઈ હોય, એમના સાંનિધ્યે જવાથી સ્વયંની રાઈટ આઈડેન્ટીટી સહજતાથી ક્લિયર થઈ જાય.ધીમે ધીમે એને ક્લિયર થઈ જશે કે હું આ વાનર જેવો નથી પણ આ માનવ જેવો છું. હું અહીંયા અનફિટ છું. આ મારું સ્થાન નથી. 

વાંચેલા શબ્દોનો આધાર અને અનુભૂતિના શબ્દોનો આધાર બંનેમાં બહુ મોટો ફરક હોય. જેમને રાઈટ આઈડેન્ટિટી ક્લિયર થઈ હોય, એમના સાંનિધ્યે જવાથી સ્વયંની રાઈટ આઈડેન્ટીટી સહજતાથી ક્લિયર થઈ જાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment