Tuesday, 29 March 2016

[amdavadis4ever] આપણી એકપણ સ્વિચ ની આપણને ખબર નથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક પ્રશ્ર્ન છે, 'ફળપ ઇંળપ લટ ઇંળજ્ઞરુચ લૂધઉં ટણ' આ ચોપાઈમાં રામ વિશે કંઈક વધારે સાંભળવું છે, જેથી એનું પૂરું દર્શન થઈ શકે. એમાં રામની ઉપમા સત્કામ સાથે બરાબર થઈ છે? કોઈ અપવાદ હોઈ શકે છે, પરંતુ એક થોડો પ્રાકૃતિક ક્રમ જરૂર છે કે બાપની સુંદરતાનો અંદાજ દીકરાની સુંદરતામાંથી કાઢી શકાય છે. ગુરુના જ્ઞાન અને ઉપલબ્ધિનો અંદાજ એના શિષ્યની સ્થિતિથી થઈ શકે છે. એટલે કામના રૂપ દ્વારા રામના રૂપનો અંદાજ કરી શકાય છે. આ વાત સમજવી પડશે. તુલસી રામના અત્યંત સૌંદર્યને દર્શાવવા માગે છે એટલે એમણે સહારો લીધો કામનો.

એક બનેલો બનાવ છે. સ્વામી રામતીર્થ અંગ્રજીના પ્રોફેસર, પાકા વેદાંતી. એ લાહોરની બજારમાં નીકળે છે. એમણે ફકીરી લઈ લીધી હતી; સાંજનો સમય છે અને કોઠા પર એક સુંદર સ્ત્રી ઊભી છે. એ નગરમાં શણગાર સજીને સ્ત્રી ઊભી છે અને ત્યાંથી સ્વામી રામતીર્થ સંન્યાસી નીકળે છે. અને એ સ્ત્રીને જોઇને જ થોડા અટકી ગયા! એ સ્ત્રીને ટીકીટીકીને જોવા લાગ્યા. કહે છે કે એ સ્ત્રીએ સ્વામીજીને કહ્યું કે મહારાજ, હુસ્નને જે બદનજર જુએ છે, એને મરવું પડે છે!

પ્લીઝ, રૂપ કોઈ શાપ નથી, રૂપ કોઈ પાપ નથી. રૂપ પરમાત્માનું વરદાન છે. ઋષિ માર્કંડેએ રૂપ માગ્યું-

્યક્ષ ડજ્ઞરુવ ઘર્રૂૈ ડજ્ઞરુવ ્રૂયળજ્ઞ ડજ્ઞરુવ ડરુમરળજ્ઞ ઘરુવ

જ્યારે દુર્ગાની સ્તુતિ કરે છે, ત્યારે ઋષિ જગદંબા પાસે ચાર વસ્તુ માગે છે. એમાં પહેલાં માગે છે 'રૂર્ક્ષૈ ડજ્ઞરુવ', મને રૂપ આપો. પાપ આપણી આંખ કરે છે, રૂપ નથી કરતું. રૂપ તો પરમાત્માનું વરદાન છે. રૂપ બુદ્ધની માફક જોવું પડશે. 'રૂર્ક્ષૈ ડજ્ઞરુવ', આપણે ખોટો ઉપયોગ ન કરીએ એટલા માટે રૂર્બૈ ડજ્ઞરુવ', મને આત્મબલ આપો. મારું મન કાયર ન થાય, '્રૂયળજ્ઞ ડજ્ઞરુવ'; અને આ રીતે ક્રમમાં ચાલશે તો યશ-કીર્તિ મળશે જ, પરંતુ 'ડરુમરળજ્ઞ ઘરુવ' જહિ એટલે કાઢી નાખવું, કાપી નાખવું. મારા ચિત્તમાંથી બુરાઈઓને કાઢી નાખજો.

રામનામ ઔષધિ છે. કોઈપણ ઔષધિ લો, કાં'તો પાણી સાથે, કાં' મધ સાથે, કાં' દૂધ સાથે, કાં' તુલસીપત્ર સાથે. ઔષધિ સાથે કંઈક ને કંઈક બીજું આપવામાં આવે છે. આપણે લેવું પડે છે હરિનામ, કરવું છે કીર્તન. આ બધી સંગીત સૂરાવલિના દૂધ સાથે, કંઈક મધ સાથે પિવડાવવામાં આવી રહ્યું છે. એકસરસાઈઝ જરૂર કરે, ઔષધિઓ જરૂર લો, શરીર માટે આવશ્યક છે, પરંતુ ડરો પણ નહીં. ખરેખર મને ગુલાબજાંબુ નથી ભાવતાં, હું એક પણ ગુલાબજાંબુ નથી ખાતો; બીજા ખાય તો પણ મને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે ખાય છે! તો, મને ગુલાબજાંબુ નથી ભાવતાં, હું નથી ખાતો. અને હું કહી દઉં કે ગુલાબજાંબુ સારાં નથી! અને કાલાંતરે મારું વાક્ય શાસ્ત્ર બની જાય! અને પછી આગળની પેઢીઓ એવું સમજે કે બાપુએ કહ્યું હતું કે ગુલાબજાંબુ ખરાબ છે. મને સારું નથી લાગતું એટલે દરેક ચીજ, દરેક માટે સારી નથી, એવો નિયમ ન બનાવો. તમે રૂપને યોગ્ય રીતે જોઈ નથી શકતાં એટલે રૂપ જોવું એ પાપ છે, એવી માન્યતા તમારી બીમારી છે! મારી નાપસંદ સિદ્ધાંત નહીં બનાવો જોઈએ. શાસ્ત્રમાં પણ કાલાંતરે એવું થયું છે; કોઈએ કહી દીધું અને સૂત્ર બની ગયું! રૂપ પાપ નથી, રૂપ પરમાત્માનું વરદાન છે; નહીંતર ઋષિ એવું ન બોલે. તો, સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં જઈ રહ્યા છે અને એ સુંદર સ્ત્રીને ટીકીટીકીને જોઈ રહ્યા છે. એ સ્ત્રી સાધુની નજરને સહી ન શકી અને બોલી, સ્વામી મહારાજ, આપ રસ્તો ભૂલી ગયા, આ રસિકોનો મારગ છે, આપ ક્યાં આવી ગયા!'

ઘળઅળજ્ઞ ફજ્ઞ ઘળજ્ઞઉંિ ટૂપ ઘળઅળજ્ઞ ફજ્ઞ, ્રૂજ્ઞ પ્જ્ઞપિઅળજ્ઞ ઇંજ્ઞ ણઉંફિ,

્રૂવળ પ્જ્ઞપ વિ વે ક્ષુઘળ ટૂપ ઘળઅળજ્ઞ

એ સુંદર સ્ત્રીએ કહ્યું, હુસ્નને જે બદનજર જુએ છે એને મરવું પડે છે! ત્યારે સ્વામી રામતીર્થ ખડખડાટ હસ્યા અને એમણે કહ્યું, મને નથી તારી ગરજ, નથી તારા રૂપની ગરજ,હું તો મારા ચિત્રકારની કલમ જોઉં છું. મારા પરમાત્માએ આ ચિત્ર આટલું સુંદર બનાવ્યું છે, તો એ ચિત્રકાર કેટલો સુંદર હશે!' કામની સુંદરતાને જોઈજોઈને તુલસી આપણને રામ સુધી પહોંચાડવા માગે છે. એટલે-

ફળપ ઇંળપ લટ ઇંળજ્ઞરુચ લૂધઉં ટણ

ડળ્ઉંળૃ ઇંળજ્ઞરુચ અરુપટ અફિ પડૃણ 

ગુરુનું ગૌરવ, ગુરુનો મહિમા, ગુરુની અવસ્થા, ગુરુની ઉઅલબ્ધિઓ એ બધાંનો શિષ્યને જોઇને ખ્યાલ આવી શકે છે. સોનું ચણોઠીથી જ તોલવામાં આવે છે. એવી રીતે રામના રૂપને કામના રૂપથી તોલવામાં આવ્યું છે એમાં પાપ નથી. કેવળ કામતત્ત્વ શું છે? ક્રોધ શું છે?

આપણું શરીર એ આપણું ઘર છે, એમાં કેટલાં વર્ષોથી આપણે રહીએ છીએ,પરંતુ આપણી એક પણ સ્વિચની આપણને ખબર નથી કે આપણા ક્રોધની સ્વિચ ક્યાં છે? આપણા લોભની સ્વિચ ક્યાં છે? ક્યું બટન દબાવીએ તો દ્વેષ બંધ થઈ જાય? પંખો વધતો-ઓછો થાય, એમ વિકૃતિઓ ઓછી થાય એની સ્વિચ તો પરખો! માણસ કેટલો અભાગી છે! આપણે દેહવાદી લોકો આપણા ઘરમાં બેઠાં છીએ છતાં એક પણ સ્વિચની ખબર નથી! લાઈટ જરૂરી છે, પરંતુ એ ક્યારે ચાલુ કરવી,ક્યારે બંધ કરવી એનું ભાન કે એની સમજદારી એનાથી પણ વધારે જરૂરી છે. ગુરુ બીજું કંઈ નથી આપતા, સ્વિચ બતાવી દે છે. ક્રોધની સ્વિચ નથી પકડી શક્યાં તો બોધની સ્વિચ તો ઘણી દૂર છે,સાહેબ!

તુલસીએ કોઈ બંધિયાર શસ્ત્ર નથી આપ્યું,બધા દરવાજાઓ આપ્યા છે. રામ સમાન કોણ છે? તો, બાપ,બુદ્ધપુરુષની સંનિધિ એ જીવનની ઉપલબ્ધિ છે. કલિયુગમાં આજે હરિનામથી પરમપ્રેમ, પરમવિશ્રામ,પરમશાંતિ, તો ક્યારેક પરમસત્ય મળે છે; તો, શુભની સંનિધિ જ લક્ષ્ય છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે મા એને ઘરનો ખૂણેખૂણો બતાવે છે કે આ આવી રીતે ખૂલે છે; આવી રીતે સ્વિચ બંધ થાય છે; પરંતુ જ્યારે બાળક મોટું થઈ જાય પછી માને એ બતાવવાની જરૂર નથી પડતી. એવી રીતે આપણા ગુરુ, આપણા બુદ્ધપુરુષ, એની સંનિધિ આપણે જ્યાં સુધી અમુક લેવલમાં હોઈએ ત્યાં સુધી એ બધું બતાવે છે.


સંકલન : જયદેવ માંકડ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment