Tuesday, 29 March 2016

[amdavadis4ever] ચાર વર્ષના બાળકે દોરેલી વાંકીચૂકી લીટી એના માટે કૅટરપિલર છે! - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાર વર્ષના બાળકે દોરેલી વાંકીચૂકી લીટી એના માટે કૅટરપિલર છે!
 
 
સૌરભ શાહ
 
બાળકો નાટક દ્વારા પોતાની અભિવ્યક્તિને ખીલવી શકે. આ નાટક એટલે ઑડિટોરિયમમાં ભજવાતું ટિપિકલ નાટક હોય એ જરૂરી નથી. ચં.ચી. મહેતાએ બાળનાટકો વિશે એક જમાનામાં કહ્યું હતું કે: 'બાળનાટકોમાં વ્યવસ્થિત રંગમંચ કે પ્રેક્ષકો કે કશાયની (પ્રોપર્ટીઝ વગેરેની) જરૂર નથી. જે બાળકો કશું પાત્ર ન લેતાં હોય તે બધાંને ઝાડ, સૈનિક વગેરે જે કંઈ વાર્તામાં આવતું હોય તે પ્રમાણે બનવા દેવાં. આ બધું ગોળાકારે વર્ગમાં બેસીને, ચોતરા ઉપર કે બાગમાં કરી શકાય. એમાં શિક્ષક કે વાલી કે મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિનું કાર્ય પોતાની જાતને વચ્ચે લાવ્યા વિના બાળકો દ્વારા જ બધું કરાવવું એવા વલણવાળું હોવું જોઈએ. બાળકો પોતાની સાહજિક શક્તિ વડે ખીલી નીકળશે અને કંઈક નવું જ સ્વરૂપ લઈ આવશે'
એક જમાનામાં ગુજરાતીમાં બાળ મૅગેઝિનો કેવાં કેવાં સરસ આવતાં! ત્રણ-ચાર પેઢી એ વાંચીને સમૃદ્ધ થઈ. 'રમકડું' જેવાં ઉત્તમ બાળ મૅગેઝિનો બંધ પડી ગયાં. ગાંધીજીના કુટુંબી એવા કિશોર સામળદાસ ગાંધીએ દાયકાઓ સુધી 'રમકડું' ચલાવ્યું. 'ઝગમગ', 'બાલસંદેશ' અને 'ફૂલવાડી' જેવાં સ્વતંત્ર સાપ્તાહિકો માતબર દૈનિકો દ્વારા ચાલતાં. બાળ મૅગેઝિનોનું પ્રકાશન સધ્ધર પ્રકાશનગૃહોને પણ પોસાતું નથી. અંગ્રેજીનું એક ઉત્તમ ચિલ્ડ્રન્સ મૅગેઝિન 'ટાર્ગેટ' બંધ પડી ગયું. 'ઈન્ડિયા ટુડે'ની પ્રકાશન સંસ્થા લિવિંગ મિડિયાનું એ પ્રકાશન હતું. સારાં બાળ મૅગેઝિનોના અભાવે બાળસાહિત્યના નવા સર્જકો પણ આવતા બંધ થઈ ગયા. 'ચાંદામામા' સાઉથની ટિપિકલ ગૉડી ફિલ્મો જેવું આવતું. કિશોરાવસ્થામાં પણ 'ચંપક' બહુ જ બાલિશ અને ચાંપલું લાગતું.
'પરદેશનાં બાળકો કરતાં આપણાં બાળકોમાં બુદ્ધિનું તત્ત્વ ઓછું હોય છે એવું નથી. પરદેશનાં બાળકોના માનસ સમક્ષ અનેક દિશાઓ ઉઘાડી આપવામાં આવે છે, ખૂબ બધાં ક્ષેત્રોનું એક્સપોઝર એમને આપવામાં આવે છે અને એ ઉઘાડનારા પ્રતિભાવોના પ્રોટોટાઈપ્સ એમને આપવામાં આવતા નથી, એ પ્રતિભાવોને નિશ્ર્ચિત ચોકઠામાં બેસાડી દેવામાં આવતા નથી. આને કારણે બાળકો પોતાની મેળે પોતાની સંવેદનાઓને સમજીને પ્રતિભાવો આપે એવી આબોહવા સર્જવામાં આવે છે. હાથમાં પેન, પેન્સિલ કે ક્રેયોન આવે એટલે લખતાં ન શીખેલું બાળક પણ લીટા કરવા પ્રવૃત્ત થવાનું. એ એને સહજ હોય છે. બાળક આમ લીટા કરે ત્યારે આપણા માથા પર આસમાન તૂટી પડતું હોય એ રીતે આપણે રિએક્ટ થતાં હોઈએ છીએ. એ લીટીની પ્રેરક એવી એની સર્જનશક્તિને આપણે ઉઘાડ નથી આપતા.'
બાળકો માટેના મૌલિક સર્જનનો પ્રેરણાસ્ત્રોત ક્યાં હશે? મોટે ભાગે બાળકોના જ ઉદ્ગારોમાં. બાળસાહિત્યના સર્જન માટે પ્રેરણા આપનારા બાળકો જ હોવાનાં. પંચતંત્રની વાર્તાઓમાં મનોરંજનની સાથે ઉપદેશ વણાઈ ગયો છે. પણ એ ઉપદેશને અલગ તારવી આપવામાં આવે ત્યારે બાળવાચક કંટાળી જાય. બૉમ્બે સમાચાર પ્રેસે ઈ.સ. ૧૮૨૪માં 'પંચોપાખ્યાન'ના નામે પંચતંત્રની કથાઓ પ્રગટ કરી ત્યાર બાદ એનાં અનેક ભાષાંતરો - રૂપાંતરો ગુજરાતીમાં આવ્યાં. અમર બાળસાહિત્ય સર્જવામાં સૌથી મોટો ફાળો બાળસામયિકોએ જ આપ્યો છે. બકોર પટેલના ત્રીસ ભાગ અત્યારે બજારમાં મળે છે. આ ત્રીસ ભાગમાંની બસોથી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે 'ગાંડીવ' માસિક માટે લખી હતી.
 
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment