Thursday, 1 September 2016

[amdavadis4ever] બધું ગાં ઠે બાંધીએ તો સંસાર જ ન ચાલે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ સંબોધન વાંચતા જ તને આપણું વેવિશાળ યાદ આવી જશે. વેવિશાળ થયા પછી સાંજે તને ઘરે મુક્વા આવ્યો ત્યારે રસ્તામાં મે તને જીવનનો પ્રથમ પત્ર હાથમાં આપ્યો હતો. એ પત્રનું સંબોધન આજે ખપમાં લઊં છું. આજથી પ૦ વર્ષ પહેલા એ સંબોધનમાં જે લાગણી હતી તે આજે અકબંધ છે એવો અહેસાસ થવાથી આ સંબોધન તને કર્યું છે. હું આજે આપણે સાથે વિતાવેલા પ૦ વર્ષના પથ પર નજર કરુ છું ત્યારે તેમાં આવેલાં વિઘ્નો, સુખ, આનંદ, વેદના, ઝઘડા, અબોલા, દુઃખ વગેરે બધું નજર સમક્ષ તરવરે છે.  આ બધું હોવા છતાં આપણી યાત્રા હેમખેમ ચાલી છે તેનું  મને સમજાતું કારણ એ છે કે આપણે પરસ્પરને સમજવાનો સતત પ્રયત્ન કર્યો છે. દાંપત્યજીવનની સફ્ળતાનું આજ રહસ્ય છે. હાઈ-વે ઉપર રાત્રે જતાં હોઈએ ત્યારે સામા-સામી આવતાં વાહનોનાં સમજુ ડ્રાઈવરો જરૂરિયાત અનુસાર હેડલાઈટને ફ્ુલ-ડીમ કર્યા કરતા હોય છે. તેને કારણે અકસ્માત થવાની સંભાવના ઘટી જાય છે. આપણા સંસારમાં પણ મેં આ અનુભવ્યું છે. હું જ્યારે ભરપુર ગુસ્સે હોઉ ત્યારે તેં અદ્ભુત મૌન અને પરમ શાંતિ જાળવ્યા છે. પરિણામે મારો ગુસ્સો ઠરી જતો હતો. સામે પક્ષે તારા પુણ્યપ્રકોપ વખતે  હું સાવ શાંત થઈ જતો. તેને કારણે તું પણ થોડી જ મિનિટોમાં હળવીફ્ૂલ થઈ જતી. આ બંને બાબતોને કારણે થયું એવું કે આપણો ગુસ્સો ક્ષણિક અને પ્રેમ સાસ્વત રહ્યો. પરિણામે આજે પ૦ વર્ષ પછી આપણે સહજ રીતે સાથે છીએ.
તારું એક અર્પણત્વ તો મને હજુ યાદ છે. લગ્ન પછી હનિમુન પર જવા માટે આપણે નીકળ્યા ત્યારે એક મોટી વી.આઈ.પી. બેગ આપણે લીધેલી. ઘરેથી નીકળ્યા પછી લાંબા અંતર સુધી રિક્ષા ના મળી એટલે તેં મારા હાથમાંથી બેગ ખૂંચવીને તારા માથા પર મૂકીને ચાલવાનું પસંદ કર્યું હતું. હું દુઃખી કે હેરાન થાઉ એ તારાથી નથી જોઈ શકાતું તેનો અહેસાસ મને એ વખતે થયેલો. પરિણામે મનમાં એવું વિચારેલુ કે આ છોકરીને શક્ય હોય ત્યાં સુધી દુઃખી ન કરવી.  આ કરી શક્યો છું કે નહિ એ માટે મનમાં સ્પષ્ટ નથી પણ તેવું કરવાના પ્રયત્ન કર્યા છે એ નક્કી. એક બીજી ઘટનાને કારણે પણ તારી ઉપર ઓળઘોળ છું. લગ્ન પછીનાં લગભગ એક માસ બાદ હું માંદગીમાં સપડાયો.  ત્યારે તેં મારી જે સારવાર કરેલી તે બેમિસાલ હતી. અરે, ફ્ીંગર બાઉલ લઈને તું પથારીમાં જ મને હાથ ધોવડાવતી. અત્યંત અશક્તિને કારણે મને ડોક્ટરે સ્નાન કરવાની પણ ના પાડેલી ત્યારે તું ગરમ અને હુંફળા પાણીએ મને સ્પંજ કરી દેતી. ડોક્ટરે મને પ્રવાહી ખોરાક ઉપર રહેવાની સુચના આપેલી.  પ્રવાહી ખોરાકના આટલા બધા પ્રકારો હોય તેનો પરિચય તો તારી વિશિષ્ટ સારવાર પધ્ધતિમાંથી જ થયો. તું મને એ માંદગી દરમિયાન લીંબુનું પાણી, દાળનું પાણી, મગનું પાણી, નારીયેળનું પાણી, ભાતના ઓસામણમાં જીરું, મરી, મગનું પાણી, દાળનું પાણી વગેરે મીક્ષ કરવું, મોસંબીનો રસ, દાડમનો રસ, નારંગીનો રસ વારાફ્રતી નિયમિત સમયે આપ્યા કરતી. પરિણામે હું ખૂબ ઝડપથી સાજો થયો. મેં તને મારી સારવાર માટે બહુ જહેમત ન ઊઠાવવાની સલાહ આપી ત્યારે તેં કહેલું કે 'તમને પથારીમાં જોઈને મારા ટાંટીયા ઢીલા થઈ જાય છે. હું બીજું બધું સહી શકું પણ તમને પથારીમાંને માંદા ન જોઈ શકું.' આ સાધારણ વાક્યનો ઊંડો અભ્યાસ કરો તો સમજાય કે એક સ્ત્રીને માટે તેનો સ્વસ્થ પતિ બહું મોટો સહારો છે. મારી તારી સાથે સંસાર માંડયા પછીની માંદગીની આ ઘટના વખતે મને તારામાં એક અદ્ભુત માતૃત્વના દર્શન થયેલાં. એ પછી તો તેં મને ખાધે-પીધે એટલો બધો સાચવ્યો છે કે આપણાં ફેમિલી ડોક્ટર પણ એમ કહે છે કે ભાગ્ય જ માંદા પડનારા લોકોની જે યાદી તેમણે બનાવી છે એમાં ટોપ મોસ્ટ હું છું. તેનું કારણ એ કે હું બપોર ૧ર વાગે આવું કે રાત્રે ૧ર વાગે આવું તેં કોઈ દિવસ મને ટાઢી રોટલી ભાણામાં પીરસી નથી. આ મારી તંદુરસ્તીનું રહસ્ય છે.
સંસાર જીવન બગડવાનું એક કારણ બે વ્યક્તિઓ વચ્ચે થતો કકળાટ છે. આને કારણે માનસિક તાણ ઉભયપક્ષે અનુભવાય છે. અને આ તાણ અનેક પ્રકારના ભંગાણો સર્જે છે. તડ પહેલાં મનમાં અને પછી સંસારમાં પડે છે. પણ આપણી વચ્ચે તો ભાગ્ય જ કકળાટ થયો છે. મારી તમામ મર્યાદાઓ સાથે તેં મને સ્વીકાર્યો છે, સાચવ્યો છે અને સહન કર્યો છે. સામે પક્ષે તારી મર્યાદાઓ હું સતત ભુલતો રહ્યો છું. મારી બા કહેતી કે 'સંસારમાં બધું ગણીને ગાંઠે બાંધો તો સંસાર ચાલે જ નહિ.' આ વાત મેં આપણી સંસારયાત્રા દરમિયાન બરોબર સ્મરણમાં રાખી છે. એટલે તારી સાથે કોઈ મોટા પ્રશ્રો ઊભા જ નથી થયાં. એમ કહેવાય છે પુરૂષ પરણે પછી તેના જીવનની મિત્રો અંગેનો અગ્રતાક્રમ ફેરવાઈ જાય છે. પણ હું આ શ્રાપમાંથી મુક્ત રહ્યો છું. તેં મારા તમામ મિત્રોને ઉમળકાભેર આવકાર્યા છે અને તેની ઉત્તમ સરભરા કરી છે. પરિણામે મારા બધાં મિત્રો પણ તારાથી પ્રભાવિત અને રાજી છે. વળી, તું મારા ઘરમાં પણ દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છો. તું મેં જોયેલી જગતની એવી પહેલી સ્ત્રી છો કે જે પોતાની દેરાણી-જેઠાણીઓને મળતાં પણ જાણે પિયરીયાં મળ્યા હોય એવો આનંદ અનુભવે છે. મારા ભાઈઓની પત્નીઓ સાથેનું તારું પ્રત્યાયાન(કોમ્યુનીકેશન) આ બધાં માટે કારણભુત છે. તારા આ ગુણ માટે હું તારો ઓશીંગણ છું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment