Sunday, 31 July 2016

[amdavadis4ever] ડરવાના ફાયદા!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડરનું નહીં એવું જિદ્દુ કૃષ્ણમૂર્તિ કહી ગયા. મનમાંથી ભય ખંખેરી નાખવો - આવું એમણે અનેક પ્રવચનોમાં કહ્યું અને એ વાત સાચી જ છે - ઘણા બધા સંદર્ભોમાં સાચી છે, પણ દરેક પરિસ્થિતિમાં નહીં.

માણસને ડર હોવો જોઈએ. અસલામતીમાં એ જીવવો જોઈએ. નોકરી નહીં હોય તો કાલ ઊઠીને હું શું ખાઈશ એવી ચિંતા ન હોય તે નોકરિયાત પોતાના આજના કામમાં વેઠ ઉતારવાનો. સારું નહીં લખું તો તંત્રી મારી કૉલમ બંધ કરી દેશે એવા ડરથી લેખક દર અઠવાડિયે વધુ ને વધુ સારું લખવા માટે મહેનત કરતો હોય છે.

લાલચના સિક્કાની બીજી બાજુ ડર છે. ઉદ્યોગપતિઓ પૈસાની લાલચે પોતાનો કારોબાર સતત ફેલાવતા રહેતા હોય છે. એક અન્ડરકરન્ટ ડરનો પણ છે - વિસ્તાર નહીં વધારીએ તો કોઈક બીજું પ્રવેશશે અને જે છે એના પર પણ તરાપ મારીને ઝૂંટવી લેશે.

જંગલમાં સિંહથી નહીં ડરનારા માણસને સિંહ ખાઈ જશે. પણ સિંહના ડરને લીધે કાં તો એ ભાગી છૂટવાની તૈયારી રાખશે અથવા એ જ ડરને લીધે ખભે બંદૂક મૂકીને ફરશે. આ નવા અર્થમાં તમે હથિયાર લઈને ફરનારા દરેકને 'ડરપોક' કહી શકો, કારણ કે તેઓને ભય છે એટલે જ તેઓ પોતાની સાથે હથિયાર રાખીને ફરે છે!

આબરૂનો, પ્રતિષ્ઠાનો ડર માણસને અનેક ન કરવા જેવાં કામો કરતાં અટકાવે છે. અમેરિકાના 'હસ્લર' નામના એક વિખ્યાત પૉર્ન મૅગેઝિને એક ફુલપેજ જાહેરખબર આપી હતી: 'તમે ક્યારેય અમેરિકાની સંસદમાં બેસતા કૉન્ગ્રેસમેન કે સેનેટર સાથે સેક્સ માણી છે? જો હા, તો આજે જ અમને પુરાવા-તસવીરો મોકલો. અમે તમને ડૉલરની નોટોના વરસાદમાં નવડાવી દઈશું.'

આ જાહેરખબર વાંચ્યા પછી કયો અમેરિકન રાજકારણી પોતાની પત્ની કે ફ્રેન્ડ સિવાયની સ્ત્રીના ચક્કરમાં પડવાનો! એક પૉર્ન મૅગેઝિનના ડરથી અમેરિકી રાજકારણીઓનું નૈતિક ધોરણ રાતોરાત (નો પન ઈન્ટેન્ડેડ) ઊંચું આવી જવાનું!

સારા માલનું સૅમ્પલ દેખાડીને નબળો પધરાવી દઈશ તો મારા ઘરાકો તૂટશે એવો ડર જે વેપારીઓને છે, તેઓ જ લાંબા ગાળે બે પૈસા વધારે કમાય છે. હારી જવાના ડરથી ઑલિમ્પિક્સની મૅરેથોનમાં દોડવીર વધુ જોર લગાવે છે. શિક્ષક લઢશે એવા ડરથી વિદ્યાર્થી હોમ વર્ક પૂરું કરવા બેસી જાય છે. ઈન્ડિયન પીનલ કોડની સેંકડો કલમમાંની કોઈ એક હેઠળ સજા ન થઈ જાય એવા ડરથી લાખો નાગરિકો કાનૂનપ્રેમી બની જાય છે.

ડરને કારણે માણસની, પશુપંખીની, દરેક જીવસૃષ્ટિની પરંપરા આગળ વધી રહી છે. દરેક જીવ પાસે મોતના ડરને પામી જવાની ઈનબિલ્ટ તાકાત હોય છે. કુદરતે સૌ કોઈમાં મૃત્યુનો ભય ન નાખ્યો હોત તો દરેક જાતિનું વંશીય નિકંદન નીકળી ગયું હોત.

માણસ મનમાં ધ્રાસકો લઈને ન જીવે એ સારી વાત, ફફડતા જીવે નોકરી કરવાને બદલે નિશ્ર્ચિંત રહીને કામ કરે તે પણ સારી વાત, આચાર્ય ગબ્બરસિંહનું આ સુવર્ણ વચન ('જો ડર ગયા સો મર ગયા') પણ શતપ્રતિસત સાચું, જે. કૃષ્ણમૂર્તિ પણ સાચા.

પણ અમારી વાતેય કંઈ ખોટી નથી. ડરની ગ્રંથિ જો મનમાંથી નીકળી ગઈ તો માણસ બેદરકાર થઈ જવાનો. વર્ષો પહેલાં, કવિ સંમેલનોની સંચાલનકળામાં સિદ્ધિપ્રાપ્ત કવિ શોભિત દેસાઈ અમારા સુરતના ઘરે મહેમાન હતા. રાત્રે કાર્યક્રમના ચારેક કલાક પહેલાં એમણે કહ્યું, 'હવે હું પુરાઈ જઉં છું. મને ડર લાગે છે કે સંચાલન સારું નહીં કરું તો શ્રોતાઓનો માર પડશે!'

પૂરતી તૈયારી કરીને એમણે એ રાત્રે અદ્ભુત સંચાલન કર્યું. શોભિત દેસાઈની જેમ સુરેશ દલાલ, અંકિત ત્રિવેદી અને સૌ કોઈને જાન રેડીને તૈયારી કરતાં અમે જોયા છે. બાકી આ તમામ સિદ્ધહસ્ત લોકો એટલા પૉપ્યુલર છે કે એમણે કશી તૈયારી ન કરી હોય તોય શ્રોતાઓ આનંદથી એમને સાંભળે. પણ સ્ટેજ પર જતા દરેક કલાકારને ખબર હોય છે હું એક દિવસ તૈયારી વગર જઈશ તો માત્ર મને જ ખબર પડવાની છે કે મેં તૈયારી નથી કરી; ત્રણ વખત તૈયારી વગર જઈશ તો સુજ્ઞ વિવેચકોને ખબર પડી જશે અને પાંચ વખત વગર તૈયારીએ ગયો તો શ્રોતાઓ પણ પામી જશે કે આ ભાઈ રિયાઝ વિના જ હાલી નીકળ્યા લાગે છે.

નિષ્ફળતાનો સતત ડર માણસને સફળતાનાં ઊંચામાં ઊંચાં શિખરો સુધી લઈ જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment