Friday, 29 July 2016

[amdavadis4ever] બીજાની નિરાશા મા ટે કારણભૂત બનવું તે પણ જબ્બર પાપ છે! Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બીજાની નિરાશા માટે કારણભૂત બનવું તે પણ જબ્બર પાપ છે!

1813માં ડેન્માર્કના કોપનહેગન શહેરમાં 203 વર્ષ પહેલાં જન્મેલા સોરેન કીર્કગાર્ડ 20 વર્ષની નાની ઉંમરે જ ફિલસૂફ બની ગયેલા. યુવાનીમાં જ તે ક્રિશ્ચિયાનિટીની ટીકા કરવા લાગ્યા અને 'ચુસ્ત ખ્રિસ્તી' ધર્મ પાળતી છોકરી સાથેનું સગપણ તોડી નાખ્યું. અને બળવાખોર (ધાર્મિક રીતે) માણસ બની ગયા. ડેનિશ સરકારે સ્થાપેલા ચર્ચના પાદરીના ટીકાકાર બની ગયા, પણ આપણે માટે મહત્ત્વની વાત એ છે કે સોરેન કીર્કગાર્ડએ કોઈ અઘરી ફિલસૂફી રચી નહીં. તેણે યુવાનોને સતત શિખામણ આપી કે કદી જ નિરાશ થશો નહીં. આશાવંત નહીં રહેવું તે એક પાપ છે- ઈશ્વરનું અપમાન છે. ઘોર નિરાશામાં હો ત્યારે પ્રામાણિક રહીને અને તમામ તકલીફો સહન કરીને ઈશ્વરમાં ભરોસો રાખીને આશાવંત રહો. આશાવંત રહેવું તે આ સૃષ્ટિના કણેકણમાં શ્રદ્ધા રાખવા જેવું છે. વળી તેણે કહેલું કે તમારી જરૂરિયાતથી વિશેષ ધન કે મિલકત રાખવી તે ઈશ્વરમાં ઓછી શ્રદ્ધા રાખવા જેવું છે.

એક સાચો કિસ્સો કહું. ફ્રેંચ સાહિત્યકાર અને ટૂંકી વાર્તાના લેખક ડૉ. એમ. જ્યૉંં લાહોગને 'પ્રિન્સ મેડીસી' તરીકે ઓળખાતું ઈનામ તેની નવલકથા માટે 36 વર્ષ પહેલાં મળ્યું. એ ઈનામ ભલે રૂ. ચાર લાખનું હતું પણ ડેન્માર્કમાં તેની કિંમત રૂ. ચાર કરોડની બરાબર હતી. આ ઈનામ ડો. જ્યૉંં લાહોગને નકારી કાઢ્યું. આ જબ્બર ઈનામ પાછું ઠેલતાં આ તરંગી વાર્તાકારે સાહિત્યકારોના મંડળને લખ્યું કે મારી માતા અને પિતાએ જિંદગીભર ઢસરડો કર્યો છતાં રૂપિયા ચાલીસ બચાવી શક્યાં નહોતાં. મને પૂરતું ખાવાનું આપી શકતાં નહીં ત્યારે માત્ર એક જ વાર્તા માટે આટલી જબ્બર રૂ. ચાર કરોડનું આજે મૂલ્ય થાય તે ઈનામ સ્વીકારવું યોગ્ય તો નથી. પણ અનૈતિક છે. ઈશ્વરનું અપમાન છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment