Friday, 29 July 2016

[amdavadis4ever] નાના નાના લાભ મેળવવા જતાં મોટાં મોટાં ક ામ રહી જાય છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્ધફ્યૂશિયસની અનેક સુક્તિઓ વાંચી પણ એમના જીવન વિશે કેટલું જાણ્યું. પિતા ચીનના લુ રાજ્યના એક સરકારી અમલદાર. ક્ધફ્યૂશિયસે બાળપણ ગરીબીમાં ગુજાર્યું. કિશોર અવસ્થામાં જ ખપપૂરતી એક સરકારી નોકરી લઈ લીધી. વર્ષો સુધી રાજ્યમાં વિવિધ ઊંચાં પદો શોભાવ્યા પછી પચાસેક વર્ષની ઉંમરે લુના રાજાનું પોતાના પ્રત્યેનું વર્તન બહુ વિવેકસભર ન લાગતાં એમણે રાજ્ય છોડ્યું. થોડાક શિષ્યોને લઈ ૧૪ વર્ષ સુધી અનેક રાજ્યોમાં વિહાર કર્યો. પાછલી ઉંમરે લુના રાજા અને ત્યાંના વગદાર શ્રીમંતોના આગ્રહથી પાછા લુ આવીને રહ્યા. ક્ધફ્યૂશિયસે પોતાના આયુષ્ય દરમિયાન વિદ્યા મેળવી, મનને વિચારવંત બનાવ્યું, ઉપદેશો આપ્યા અને જિંદગીમાં છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન ખૂબ મહત્ત્વનું એવું એક કામ કર્યું. ચીનના પાંચ વિખ્યાત શિષ્ટ ગ્રંથોનું સંકલન અને નવસંસ્કરણ કર્યું. આ ગ્રંથો હતા: ૧. 'કાવ્યગં્રંથ' જેમાં કવિતાઓ, ગીતો તેમ જ ચીની ભજનોનું સંકલન છે. ૨. 'ઈતિહાસ ગ્રંથ' જેમાં રાજ્યશાસન અંગેના વિવિધ સત્તાવાર દસ્તાવેજોનો સંગ્રહ છે. ૩. 'કર્મકાંડનો ગ્રંથ' જેમાં વિવિધ વિધિઓ અને વ્યવહારમાં વિવેકમર્યાદા રાખવાના પરંપરાગત આદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો છેે. ૪ ચોથો ગ્રંથ 'વસંત અને પાનખરની તવારીખ'ના નામે પ્રચલિત છે. જેમાં ચીનની ઐતિહાસિક હકીકતોની નોંધણી કરવામાં આવી છે. ૫. 'પરિવર્તન વિશેનો ગ્રંથ' જેમાં માણસ વિશેના અને સમગ્ર વિશ્ર્વ વિશેના કાયમી તેમ જ બદલાતાં જતાં તત્ત્વોની-વિચારોની છણાવટ કરવામાં આવી છે.

આ પાંચ સંપાદિત મહાગ્રંથોમાં ક્ધફ્યૂશિયસના મૌલિક વિચારો દ્વારા થતાં વિશ્ર્લેષણનું મૂલ્ય ઘણું મોટું છે. ક્ધફ્યૂશિયસના અવસાન પછી એમના શિષ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમની પાસેથી મેળવેલા વિચારોને એકત્રિત કરીને 'ક્ધફ્યૂશિયસનાં બોધવચનો' નામનો ગ્રંથ તૈયાર કર્યો. ક્ધફ્યૂશિયસની વિચારસરણીને સમજવા માટે આ સૌથી અગત્યનો ગ્રંથ છે. એમાં વળી એમના શિષ્યોના શિષ્યોએ નોંધો ઉમેરી છે. આ એક જ ગ્રંથ વિશે ચીનમાં બે હજારથી વધુ પુસ્તકો લખાયાં છે. ચીનના ઈતિહાસમાં અને વિશેષ કરીને સાહિત્યના ઈતિહાસમાં આ ગ્રંથનું સ્થાન સર્વોચ્ચ છે.

એક વખત ક્ધફ્યૂશિયસ પોતાના શિષ્યો સાથે એક સ્થળેથી બીજા સ્થળે ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈ સ્થાનિક માણસે બૂમ પાડીને વ્યંગમાં કહ્યું,

'મહાન ક્ધફ્યૂશિયસ આવા તે વળી કેવા ફિલસૂફ! પોતે મહાપંડિત હોવા છતાં ખૂબ બધી આમદની મળે એવી નોકરી દ્વારા કીર્તિ હાંસલ કરી શકે એવી એમનામાં કોઈ લાયકાત નથી!'

આ સાંભળીને ક્ધફ્યૂશિયસ પોતાના શિષ્યો તરફ વળ્યા અને બોલ્યા:

'હું શું કામ કરું? કાં તો હું સારથિ બની જાઉં અને ધનુષ્ય લઈને બાણ છોડવા માંડું. હું તો રથ હાંકવાનું જ કામ કરીશ.'

ક્ધફ્યૂશિયસને લુના રાજાએ જ્યારે ન્યાયમંત્રી તરીકેની ફરજ બજાવવાનું કામ સોંપ્યું હતું ત્યારે એક વખત ક્ધફયૂશિયસે કહ્યું હતું, 'મુકદ્દમામાં ન્યાય તોળનાર વ્યક્તિ તરીકેની કામગીરી કરવાથી હું બીજાઓ કરતાં ચડિયાતો થઈ જતો નથી. ખરેખર મહત્ત્વનું કામ તો આપણે એ કરવાનું છે કે આવા કોઈ મુકદ્દમાઓ ચલાવવાનો વખત જ ન આવે.'

યુઆન સુ નામનો એક શિષ્ય એના નમ્ર સ્વભાવ તથા વિશુદ્ધ જીવન માટે જાણીતો હતો. એક વખત એણે ગુરુ ક્ધફ્યૂશિયસને પૂછયું, 'માણસ, પોતે જ પોતાની પ્રશંસા કરવાથી એટલે કે આત્મશ્ર્લાઘાથી દૂર રહે, ક્રોધની લાગણી દબાવી દે અથવા જન્મવા જ ન દે અને સ્વાર્થની ઈચ્છાને કાબૂમાં રાખે તો એને સંપૂર્ણ સાધુતા પ્રાપ્ત થઈ છે એવું કહી શકાય કે નહીં?'

ક્ધફ્યૂશિયસે જવાબ આપ્યો:

'આ તમામ ગુણો પ્રાપ્ત કરવા અઘરા તો જરૂર છે પણ એ મેળવી લીધા પછી સંપૂર્ણ સાધુતા આવી જાય કે નહીં એ વિશે મને એટલી બધી ખાતરી નથી.'

રાજ્યશાસન વિશે ક્ધફ્યૂશિયસે કહ્યું: 'પ્રજામાં સંતોષ રહે તે માટે શાસકોએ પ્રામાણિક મનુષ્યોને ઊંચી પદવીએ ચડાવવા અને દુષ્કૃત્ય કરનારા સઘળા લોકોને રુખસદ આપવી.'

રાજ્યના શાસકને ક્ધફ્યૂશિયસે જે સલાહ આપી છે તે વ્યક્તિના અંગત જીવન માટે પણ ઉપયોગી છે: 'ખૂબ ઉતાવળથી કામ કરવાનો પ્રયત્ન ન કરો. એને કારણે કામ સંપૂર્ણપણે થતું નથી. નાના નાના લાભ મેળવી લેવાની હદ બહારની આતુરતા ન રાખો, એને કારણે મોટાં મોટાં કામ વણઉકલ્યાં રહી જાય છેે.'

મિત્રો વિશેની ક્ધફ્યૂશિયસની એક સુક્તિથી વાતને પૂર્ણાહુતિ ભણી લઈ જઈએ:

'ત્રણ પ્રકારના મિત્રો હિતકારક છે - પ્રામાણિક, વફાદાર અને માહિતગાર. ત્રણ પ્રકારના હાનિકારક છે - ડોળ ઘાલુઓે, ગર્ભિત સૂચનો કરનારા અને વાચાળ.'

આ જ પ્રમાણે મોજમજાના ત્રણ માર્ગને ક્ધફ્યૂશિયસ હિતકારક ગણે છે અને ત્રણને હાનિકારક: શિષ્ટ આચાર અને સંગીતની મજા માણવી, બીજાઓનાં ગુણગાન ગાઈને મજા માણવી અને ખૂબ લાયકાત ધરાવતા મિત્રોની મિત્રાચારીની મજા માણવી હિતકારક છે. પણ અનિયંત્રિત ભોગવિલાસમાં જ સુખ મળે છે એવું માનવું, નિષ્ક્રિયતા જ સાચી મજા આપે છે એવું માનવું અને મિજબાનીઓમાં જ જીવનનો તમામ આનંદ સમાયેલો છે એવું માનવું હાનિકારક છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment