Friday, 29 July 2016

[amdavadis4ever] જશને બદલે જૂતાં : ચોખ્ખા માણસે હ ારવા માટે તૈયાર રહેવું!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જશને બદલે જૂતાં: ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!

દલિત મહાર જ્ઞાાતિમાં જન્મેલા ડો. આંબેડકર દરિદ્ર માબાપનું તેઓ ૧૪મા નંબરનું સંતાન હતા. સમજણા થયા ત્યારથી તીવ્ર આભડછેટનો ભોગ બનતા રહૃાા. સતત અપમાન થયા કરે. નિશાળમાં શિક્ષક એને બ્લેકબોર્ડને અડવા ન દે. એનું લેસન ન તપાસે. કોઈ તેને રમાડે નહીં. વિદ્યાર્થીઓ સાથે પાણી ન પી શકે. અરેપરબ પર પણ પાણી પીવાની છૂટ નહીં. સંસ્કૃત ભણવાની તીવ્ર ઈચ્છાપણ "શૂદ્રોથી સંસ્કૃત ન ભણી શકાયએમ કહીને માસ્તર ના પાડી દે. વિદેશમાં ભણવું આજે પણ લકઝરી ગણાય છેપણ આંબેડકરે આવી કપરી પરિસ્થિતિમાંય પોતાના બુદ્ધિબળે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં આજથી સો વર્ષ પહેલાં એડમિશન લીધંુ હતું. પછી ઇંગ્લેન્ડ અને થોડા સમય માટે જર્મનીમાં પણ ભણ્યા. ભયાનક અશ્પૃશ્યતા વચ્ચે ઉછરેલો ગરીબ ઘરનો દલિત છોકરો એ જમાનામાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી એમ.એ.પીએચ.ડીડી.સી.એસ. જેવી ઊંચી ડિગ્રીઓ મેળવી શકે તે અકલ્પ્ય બાબત હતી.  
ભારત આઝાદ થયો પછી ડો. આંબેડકર જેવા બિન-કોંગ્રેસીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તેની પાછળ ગાંધીજીનું સૂચન કામ કરી ગયું હતંું. સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સંભવતઃ આંબેડકર કરતાં બહેતર કાયદાપ્રધાન મળ્યો ન હોત. જોકે નેહરુ-આંબેડકરનો સથવારો લાંબો ન ચાલ્યો. વિખવાદનાં ઘણાં કારણોમાંનું એક હિન્દુ કોડ બિલ હતુંજે તૈયાર કરવાની જવાબદારી આંબેડકરને સોંપવામાં આવી હતી. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્ર્રોપુરાણોસ્મૃતિઓ વગેરેનો અભ્યાસ કરીનેધર્મને સહેજ પર હાનિ ન પહોંચે તે રીતે તેમણે હિન્દુ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કર્યુ. રુઢિવાદી હિન્દુઓ ખફ થઈ ગયા. ડો. આંબેડકરને તેમણે હિન્દુવિરોધી ગણ્યા અને બિલનો જબરો વિરોધ કર્યો. આ કદાચ અપેક્ષિત હતુંપણ નેહરુ રંગ બદલશે એવી અપેક્ષા આંબેડકરે નહોતી કરી. નેહરુજી મૂળ તો હિન્દુ કોડ બિલના સમર્થક હતાપણ ખરેખરો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ફ્રી ગયા. નેહરુની આ નીતિથી નારાજ થઈને આંબેડકરે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું.  

ઉમેદવાર દલિત હોય કે સવર્ણચૂંટણીમાં સારા અને સાચા માણસ હારે છે અને ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવતા નઠારા ઉમેદરવારની જીતવાની શકયતા હંમેશાં વધારે રહે છે. આપણી મહાન લોકશાહીની આ કમનસીબી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment